સામગ્રી :
૧ નાનું ફ્લાવર
૧/૨ કપ બટાકા બાફેલા
૧/૨ કપ બ્રેડ ક્રંબ્સ
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૨ લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી કોથમીર સમારેલી
ચપટી હિંગ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૨ મોટી ચમચી ટામેટાં ચટણી
૨ મોટી ચમચી કોથમીર ચટણી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ફ્લાવરને છીણી લો. તેલ અને બંને ચટણી સિવાય અન્ય સામગ્રીને બરાબર મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી ૧-૧ ચમચી લઈને નાનાનાના કબાબ બનાવો. તવા પર તેલ ગરમ કરો. કબાબ મધ્યમ ગેસ પર બંને બાજુથી શેકો. બંને ચટણી સાથે ગરમાગરમ ફ્લાવર કબાબ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....