સામગ્રી :
૧ કપ બીટ છીણેલું
૧/૨ કપ બટાકા બાફેલા
૧/૪ કપ સોજી
૨ મોટી ચમચી કોર્નફ્લોર
૧/૨ નાની ચમચી આદુંની પેસ્ટ
૧/૨ નાની ચમચી લીલાં મરચાંની પેસ્ટ
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી કાળાં મરી
૧/૨ નાની ચમચી સંચળ
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૨ નાની ચમચી લાલ મરચું
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
બીટને નિતારીને એક બાઉલમાં લો. તેમાં તેલ સિવાયની અન્ય સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવો. પેનમાં તેલ ગરમ કરીને તેને ડીપ ફ્રાય કરો. લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....