‘‘ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો, જેા ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો…’’ હવે આ હુસ્નની લાજવાબી જ્યારે કુદરતી ન રહેતા આર્ટિફિશિયલ એટલે કે પ્લાસ્ટિક સર્જનના લીધે હોય તો પણ કોઈ જ મુશ્કેલી નથી. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેની સુંદરતાના જાદૂને જેાનાર તમામ વખાણે.
જેા ફેસ પર નાક અણીદાર હોય, હોઠ સેક્સી હોય, ગાલ પર ડિંપલ્સ હોય, ભ્રમરો ધનુષાકાર હોય તો તમને જેાઈને બધા અચંબિત થઈ જાય. કુલ મળીને નખશિખ ૧૦૦ ટકા બ્યૂટિનું લેબલ તમારા નામે થઈ શકે છે. જેાકે કંઈ યોગ્ય ન હોય તો તેને પણ મનમરજી મુજબ કરાવી શકાય છે, કારણ કે પ્લાસ્ટિક સર્જન પાસે દરેક વસ્તુનો ઉપાય હોય છે.
મોડલ અને ફિલ્મ અભિનેતા માટે પ્લાસ્ટિક સર્જરી એક એવો રામબાણ ઈલાજ બની ગયો છે કે વર્ષોવર્ષ તમારી સુંદરતાનો જાદૂ જળવાઈ રહેશે, પરંતુ દરેક મહિલાના મનમાં પ્લાસ્ટિક સર્જરી વિશે ઘણા બધા પ્રશ્નો ઊઠે છે કે શું આ સર્જરી દરેક માટે ઉપલબ્ધ થઈ શકે છે? ખર્ચ કેટલો આવે છે? સર્જરી ક્યાં કરાવવી જેાઈએ? તેનાથી કઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે? એક વાર કરાવ્યા પછી શું તે ભાગની ફરીથી પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર પડી શકે છે? કુશળ પ્લાસ્ટિક સર્જનની ઓળખ કેવી રીતે કરવી? તેમજ સર્જરી પછી કઈ સાવચેતી રાખવાની જરૂર પડે છે?
આ બધા પ્રશ્નોના જવાબ માટે પ્રીતમપુરા, દિલ્લી સ્થિત એપ્પલ સ્કિન કોસ્મેટિક એન્ડ લેસર ક્લિનિકના ડર્મેટોલોજિસ્ટ ડો. દીપ્તિ ધવન સાથે અમે વાત કરી હતી. અહીં પ્રસ્તુત છે તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ :

નોઝ સર્જરી કરાવવા પાછળનો હેતુ શું છે, કયાકયા પ્રકારની નોઝ સર્જરી થાય છે અને શું તે ૧૦૦ ટકા સેફ છે?
નોઝ સર્જરી કરાવવાનો હેતુ નોઝને યોગ્ય શેપ આપવાનો હોય છે. તેના દ્વારા આપણે બોનને યોગ્ય શેપ આપી શકીએ છીએ. જેા કોઈનું પોપટની ચાંચ જેવું નાક હોય તો અમે તેને નોઝ સર્જરી દ્વારા ઉભારી શકીએ છીએ, જેનાથી તે વ્યક્તિની પર્સનાલિટીમાં ગ્રેસ આવવાની સાથે તેનામાં કોન્ફિડન્સ વધે છે. આ સર્જરીમાં ન બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે કે ન એનેસ્થેસિયા આપવાની ઝંઝટ. જેા કોઈને સર્જરીનું નામ સાંભળીને ગભરામણ થતી હોય તો તેના કહેવા પર તેને એનેસ્થેસિયા આપીએ છીએ અને તે પણ નોઝ પોર્શન પર જ.
આ સર્જરી કરવામાં વધારે સમય નથી લાગતો. માત્ર ૩૦-૪૦ મિનિટમાં પૂરી પ્રોસિજર કંપ્લીટ થઈ જાય છે. વળી તેના રિઝલ્ટ માટે પણ વધારે લાંબી રાહ જેાવી પડતી નથી. સર્જરી પછી પોતાના નોઝના શેપમાં તરત બદલાવ જેાઈ શકો છો.
આ સર્જરીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી કે ન આહારમાં કોઈ પરેજી રાખવી પડે છે, મન થાય તો ખાઓ. બસ સર્જરી પછી ૭-૮ દિવસ સુધીમાં ઊંધા ઊંઘવાનું નથી હોતું. આ જ રીતે ૨-૩ દિવસ સુધી નોઝ પોર્શનને અનટચ રાખવો જેાઈએ, કારણ કે ટચ કરવાથી ઈંફેક્શનનો ડર રહે છે.

શું નોઝ સર્જરીમાં કોઈ એક્ટ્રેસ અથવા મોડલની કોપી કરી શકાય છે?
મોટાભાગની યુવતીઓ પોતાના માઈન્ડમાં કોઈ એક્ટ્રેસ અથવા મોડલની ઈમેજને લઈને આવે છે કે અમારે આ એક્ટ્રેસ જેવું નોઝ જેાઈએ છે કે પછી આ મોડલ જેવા લિપ્સ જેાઈએ છે, પરંતુ કોઈના ફેસના ફીચર્સની કોપી કરીને અમે તમને એક સુંદર લુક આપી શકીએ છીએ.
આજે મોટાભાગની યુવતીઓ પ્રિયંકા ચોપરાની કોપી કરવાની વાત કરે છે, ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમારા ફેસની સરાસરીમાં તમારા નાકનો શેપ હોવો જેાઈએ, જેથી તમારો ફેસ ખરાબ ન લાગે.

આજકાલ ગર્લ્સમાં પરમેનન્ટ આઈબ્રોઝનો ખૂબ ક્રેઝ છે? તમે આઈબ્રોઝ સર્જરી વિશે ડિટેઈલમાં જણાવો?
પરમેનન્ટ આઈબ્રોઝ કરવા માટે ૩ રીતનો પ્રયોગ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે :
સેમીપરમેનન્ટ ટેટૂ : તેમાં એક મશીનનો યૂઝ કરવામાં આવે છે, જેમાં નીડલ અને ડાઈ હોય છે. જે યુવતીઓની આઈબ્રોઝ લાઈટ હોય છે અથવા વધારે ગેપ ધરાવતી હોય છે તેને મશીનથી ડાર્ક અને ફિલ કરવાની કોશિશ કરવામાં આવે છે.
લેસરથી : લેસર પ્રક્રિયાથી જે યુવતીઓના સેન્ટરમાં વધારે હેર હોય છે તેને દૂર કરી દેવામાં આવે છે.
બીટોક્સ : આ એક ઈંજેક્શન હોય છે, જેને આઈબ્રોઝની આજુબાજુ લગાવવામાં આવે છે. તે આઈબ્રોઝને ઉભારવામાં તેમજ શેપ આપવા માટે પ્રયોગમાં લેવાય છે. મોડલ્સ, એક્ટ્રેસ તેનો પ્રયોગ પોતાની આઈબ્રોઝને શેપ આપવા માટે કરાવે છે.
આ ટેક્નિકમાં રિઝલ્ટ પણ જલદી મળે છે અને તેને ગમે તેટલી વાર આઈબ્રોઝ પર એપ્લાય કરાવી શકો છો. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

આર્ટિફિશિયલ બ્યૂટિથી શું વાસ્તવમાં નેચરલ લુક મળી શકે છે?
બિલકુલ આર્ટિફિશિયલ બ્યૂટિથી નેચરલ લુક આપીને પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. નેચરલ લુક આપવા માટે અમે દરેક વસ્તુ ઓવર એટલે કે વધારે નથી કરતા. અમે અંડરડૂ કરવાની કોશિશ કરીએ છીએ, જેથી તેમાં પાછળથી સુધારાની શક્યતા રહે, કારણ કે જેા અમે પહેલાંથી ઓવર કરી દઈશું તો તેમાં થોડા ઘણા અપડાઉનની પણ શક્યતા નહીં રહે, પરંતુ નેચરલ લુક તમે ત્યારે જ આપી શકશો જ્યારે ફેસની સરેરાશ ધ્યાનમાં રાખશો. તમને નથી લાગતું કે અનુષ્કા શર્માની સ્માઈલ પહેલા વધારે સારી હતી, પરંતુ જ્યારથી તેણે લિપ્સની સર્જરી કરાવી છે ત્યારથી તેના લિપ્સની ક્યૂટનેસની સાથેસાથે સ્માઈલ પર પણ ઈફેક્ટ થઈ છે?

તેની સ્માઈલ પર ઈફેક્ટ એટલે થઈ છે, કારણ કે તેની ફેન્સ ફોલોઈંગને જેાઈને લિપ્સને શેપ આપવામાં નથી આવ્યો. તેનો ફેસ નાનો છે અને તેની પર મોટા લિપ્સ કરી દેવામાં આવ્યા છે, જેનાથી તેનો ફેસ ખરાબ દેખાવા લાગ્યો છે. લિપ્સની સાઈઝ મોટી હોવાથી તેની ક્યૂટનેસ પણ નાબૂદ થઈ ગઈ છે. જેા ઓવરઓલ ફેસ જેાઈને લિપ્સને શેપ આપવામાં આવ્યો હોત તો કદાચ આવું પરિણામ ન આવ્યું હોત.

સ્મોકર્સ લાઈન્સ અને ફોરહેડ લાઈન્સની સર્જરી કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવામાં આવે છે?
સ્મોકર્સ લાઈન તેને કહેવામાં આવે છે જે લિપ્સની ઉપર પડે છે. તેનું એક કારણ સ્મોકિંગ વધારે કરવું હોય છે. તે દેખાવે સારી પણ નથી લાગતી. તેને દૂર કરવા માટે અમે બોટોક્સ અને ફિલરનો યૂઝ કરીએ છીએ. સ્મોકર્સ લાઈન્સને ઠીક કરવા માટે જે બોટોક્સ ઈંજેક્શન આપવામાં આવે છે તેની અસર ૬ મહિના સુધી રહે છે. ત્યાર પછી ફરીથી તે પ્રક્રિયા કરવામાં આવે છે. બોટોક્સનું ઈંજેક્શન મસલ્સમાં લગાવવામાં આવે છે. જે ઈંજેક્શન લિપ્સ પર ખોટી રીતે લગાવવામાં આવે તો બોલવામાં અને ખાવાપીવામાં મુશ્કેલી થઈ શકે છે. જેા તે ન થાય તેના માટે અમે ફિલરનો પણ યૂઝ કરીએ છીએ. જે વર્ષ દોઢ વર્ષ સુધી ચાલી જાય છે.
આ જ રીતે ફોરહેડ પર જે કરચલી પડે છે તેમજ ડીપ લાઈન્સ દેખાય છે, તે માટે અમે બોટોક્સના યૂઝને યોગ્ય માનીએ છીએ, કારણ કે તેનાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે. અમે આ પ્રક્રિયા દરમિયાન બિલકુલ ફ્રોજન લુક આપવાની કોશિશ નથી કરતા, કારણ કે આમ કરવાથી ફેસ પર ચાલાકીવાળા એક્સપ્રેશન આવવા લાગે છે. જેાકે લુક એવો આપવો જેાઈએ જેનાથી ફેસ એક્સપ્રેશન ઝીરો ન લાગે.

શું તમે એ વાત સાથે સહમત છો કે જે બ્યૂટિ તમને બાય બર્થ નથી મળી હોતી તેને ડોક્ટર સર્જરીથી આપી શકે છે?
જે બ્યૂટિ બાય બર્થ નથી મળી હોતી તેને ડોક્ટર સર્જરીથી આપી શકે છે અને એવું કેમ ન થઈ શકે, જ્યારે ખામી સર્જરીથી છુપાવી શકાય છે તો પછી કેમ સર્જરી કરાવવાથી દૂર રહેવું જેાઈએ.
આજે યંગસ્ટર્સમાં પોતાના લુકને ઈમ્પ્રૂવ કરનાર સર્જરી પ્રત્યે વધારે ક્રેઝ જેાવા મળે છે, કારણ કે તમે જ્યાં સુધી પ્રેઝન્ટેશન નહીં જુઓ ત્યાં સુધી સામેવાળાને પ્રભાવિત નથી કરી શકતા. કરિયર તથા ઈન્ટરવ્યૂના દષ્ટિકોણથી જઈએ તો સર્જરી કરાવવી જરૂરી થઈ ગઈ છે. આજે યંગસ્ટર્સમાં સર્જરી પ્રત્યે અવેરનેસ વધી છે. તેથી તેઓ ઈન્ટરવ્યૂ પહેલાં આ પ્રકારની સર્જરીને યોગ્ય સમજતા હોય છે, જેથી તેમના લુકથી ફર્સ્ટ ટાઈમમાં ઈમ્પ્રેશન જમાવી શકે. જેાકે પહેલા આટલી એડવાન્સ ટેક્નિક નહોતી, જેથી આપણે ખામીને વિવશતાવશ સ્વીકારવી પડતી હતી, પરંતુ આજે આપણી સમક્ષ અનેક ઓપ્શન તથા સુવિધા છે તો પછી કેમ તેનો લાભ ન લેવો, જેથી કોઈ પણ તમારો લુક જેાઈને તમારા ચાહક ન બની જાય. જેાકે દરેકનું સપનું આખરે એ જ હોય છે.

ફેસના નીચે જણાવેલ પાર્ટ પર થતી સર્જરી વખતે કઈ ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે :
ફોરહેડ : ફોરહેડ પર પડતી લાઈન્સને દૂર કરવા માટે બોટોક્સનો યૂઝ કરવામાં આવે છે. ઓવર પડનાર એક્સપ્રેશન લાઈન્સને દૂર કરવા માટે બોટોક્સનો યૂઝ કરવામાં આવે છે.
આ જ રીતે નોઝને શેપ આપવા માટે ફિલરનો યૂઝ બેસ્ટ ઓપ્શન છે.
ચીક્સ ટિયર થોટને ફિલ કરવા માટે અને એજિંગને ઓછા કરવા માટે ફિલર્સનો પ્રયોગ કરવામાં આવે છે.
નોઝ ફિટ : જ્યારે આપણે સ્માઈલ કરીએ છીએ ત્યારે આંખોની ચારેય બાજુ જે લાઈન્સ પડે છે, તેને બોટોક્સથી દૂર કરવામાં આવે છે.
આઈ બેગ્સ : આંખોની નીચે સામાન્ય સોજેા અથવા તે ભાગ થોડો ઊભરેલો દેખાતો હોય તો તેને સર્જરીથી ઠીક કરવામાં આવે છે.
લિપ્સ : લિપ્સને યોગ્ય શેપમાં લાવવા એટલે કે લિપ શેપિંગ માટે ફિલર્સનો પ્રયોગ કરવામાં આવે છે.
ચિન : ચિન નાના અથવા ડબલ ચિન હોય તો તેના ફેટને ઓછો કરવા માટે ફિલર અને બોટોક્સનો યૂઝ કરવામાં આવે છે.

શું બિલકુલ બ્લેક ફેસને પણ સર્જરીથી ફેર બનાવી શકાય છે? આ સર્જરીનું શું નામ છે તથા તેની ભવિષ્યમાં શું કોઈ સાઈડ ઈફેક્ટ થાય છે?
બ્લેક ફેસને ૩ પ્રક્રિયાથી ક્લીયર કરવાની કોશિશ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે :
આઈવી ઈંજેક્શન : બ્લેક ફેસને ફેર બનાવવા માટે અમે આઈવી ઈંજેક્શનનો પ્રયોગ કરીએ છીએ. તેનાથી અમે સ્કિનના ૨-૩ ટોન અપ કરવાની કોશિશ કરીએ છીએ. આ ટ્રીટમેન્ટ સેમી પરમેનન્ટ રહે છે. જ્યાં સુધી ઈંજેક્શન લગાવતા રહેશો ત્યાં સુધી તેની અસર દેખાશે. આ પ્રક્રિયાને તમે ૩ થી ૬ મહિનામાં રિપીટ કરાવીને સ્કિનને મેઈન્ટેન કરીને રાખી શકો છો.
સ્કિન લાઈટનિંગ : તેનાથી સ્કિનનું ટેક્સ્ચર કોમળ બની જાય છે.
મેડિફેસિયલ : તેનાથી સ્કિનનું ટેક્સ્ચર ઈમ્પ્રૂવ થાય છે.
– પારૂલ ભટનાગર

વધુ વાંચવા કિલક કરો....