વાર્તા – મૃદુલા નરુલા.
‘‘કેટલીવિચિત્ર વાત છે. મારે ઓફિસ જવાનું છે અને સોમુ હજી સુધી નથી પહોંચ્યો. આજે રોડ પર ખાસ ભીડ નથી.’’
‘‘સાહેબ આવતા જ હશે. તમને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું હોય તો જાઓ. ઘરે કનક સાથે હું તો છું.’’ સુમિત્રા બોલી.
‘‘ઠીક છે. હું જઈ રહી છું… અને સાંભળ, હંમેશાંની જેમ લંચ એવું જ બનાવજે જે બંનેને ભાવતું હોય. હું સાંજ સુધીમાં આવી જઈશ.’’
દીપાના ઘરેથી જતા સુમિત્રાએ ઘરનો દરવાજેા બંધ કરી દીધો. કનક રમવામાં વ્યસ્ત હતો. ૮ વર્ષનો કનક આજે ખૂબ ઉત્સાહિત હતો. રમવાનું છોડીને તે વારંવાર બારીની બહાર જેાઈ લેતો હતો. આજે તેના પપ્પા તેને મળવા આવી રહ્યા હતા.
તેઓ મહિનામાં માત્ર ૨ વાર આવતા હતા. કનક આ દિવસોની આતુરતાપૂર્વક રાહ જેાતો હતો, પરંતુ માને ક્યારેય સોમુના આવવાની ખુશી થતી નહોતી. સોમુનું આવવું તેને ગમતું નહોતું. આજે પણ તેણે ગાડીની ચાવી લેતા માને ટોકી હતી.
‘‘મમ્મી આજે રોકાઈ જા ને. પપ્પાને મળ્યા પછી પણ તું ઓફિસ જઈ શકે છે.’’ ખૂબ હિંમતથી બોલ્યો હતો કનક. જેાકે તે જાણતો હતો કે જવાબ શું મળશે. તેણે સાચું જ વિચાર્યું હતું.
‘‘અરે બેટા, ખાસ મીટિંગ છે આજે ઓફિસમાં… ફરી ક્યારેક રોકાઈ જઈશ.’’ કહીને દીપાએ તેના ગાલ પર કિસ કરી અને ઘરની બહાર નીકળી ગઈ.
પરંતુ પોતાની મા સામે કનકે એ રીતે જેાયું જાણે તેણે કંઈક ખોટું કર્યું હોય. પછી તેણે પોતાના ગાલને ભારપૂર્વક સાફ કર્યો અને મોં ફેરવીને રમવામાં વ્યસ્ત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જેાકે સુમિત્રાથી કંઈ જ છૂપું નહોતું. છેલ્લા ૧૦ વર્ષથી તે આ ઘરમાં કામ કરી રહી હતી. તેનો પતિ રાઘવ સોમુનો ડ્રાઈવર હતો. ૬ વર્ષ પહેલાં તેનું એક કાર દુર્ઘટનામાં મોત થયું હતું, ત્યારથી સુમિત્રા અહીં આ લોકોના ઘરમાં એક સભ્યની જેમ રહેતી હતી. રાઘવની વિદાય પછી સોમુએ તેને કહ્યું હતું, ‘‘કોઈના જવાથી દુનિયા પૂરી નથી થતી. ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે… આ ઘરને પહેલાં પણ તું સંભાળતી હતી અને હવે પણ તારે જ સંભાળવાનું છે… કનકની જવાબદારી હવે તારી પર છે.’’

આ સમયગાળામાં ઘણું બધું બદલાઈ ગયું. સોમુ અને દીપા વચ્ચે તાણ ખૂબ વધી રહી હતી. પછી તો વાત વધતાંવધતાં ડિવોર્સ સુધી પહોંચી ગઈ.
કનકની કસ્ટડી મા દીપાને મળી. સુમિત્રાએ ઘણું બધું જેાયું હતું, પરંતુ તેને સૌથી વધારે દુખ આ નાનકડા નિર્દોષ છોકરાનું હતું. તે દિવસને હજી સુધી ભૂલી નહોતી, જ્યારે પપ્પાથી અલગ થયા પછી કનક ખૂબ ખરાબ રીતે રહ્યો હતો.
મા સાથે કોર્ટમાંથી બહાર નીકળતા તે ખૂબ દુખી અને ઉદાસ ચહેરે બોલ્યો હતો, ‘‘મમ્મી, પપ્પાને પણ આપણી સાથે લઈ લે ને. હું પપ્પા અને તું આપણે બધા સાથે રહીશું. સુમિત્રા તમે પપ્પાને લઈ આવો ને. તમે બોલાવશો તો તેઓ જરૂર આવશે… મમ્મીથી તેઓ નારાજ છે.’’
બાળકને આ રીતે રડતા, આજીજી કરતા બીજા લોકોએ પણ જેાયો હતો. જેાઈને બધાની આંખો ભીની થઈ ગઈ હતી. તે દિવસે કોર્ટમાંથી આવ્યા પછી કોઈએ પણ ખાવાનું ખાધું નહોતું. એક નિરવ શાંતિ ઘણા બધા અઠવાડિયા સુધી ઘરમાં પ્રસરેલી રહી હતી. કનકની તે રાહ જેાઈ રહેલી આંખો સુમિત્રાને આજે પણ યાદ હતી.
ડિવોર્સ થયા પછી સોમુ મહિનામાં ૨ વાર કનકને મળવા આવતા હતા. જે દિવસે તેના પપ્પા આવતા હતા તે દિવસે ખૂબ ખુશ રહેતો હતો.
બીજી તરફ જેટલો પણ સમય સોમુ દીકરા કનક સાથે રહેતા ત્યારે લાગતું કે તેઓ દરેક ક્ષણને મન ભરીને જીવી લેવા ઈચ્છતા હતા. સુમિત્રા પણ બાપદીકરાને હસતારમતા જેાઈને ખૂબ ખુશ થઈ જતી, પરંતુ તે જાણતી હતી કે આ ખુશી માત્ર ૫ કલાકની જ છે, પછી ઘરમાં લાંબા સમયની શાંતિ પ્રસરી જવાની છે.
‘‘પપ્પાની પસંદના ફ્રાય બટાકાનું શાક બનાવ્યું છે ને? જેા જેા ૧૦ મિનિટમાં પપ્પા આવી જશે, પછી અમે ખૂબ રમીશું.’’ કનકે કહ્યું.
એટલામાં ઘંટડી વાગી. દરવાજેા સુમિત્રાએ ખોલ્યો. બોલી, ‘‘અરે તમે?’’ દીપાને જેાઈને સુમિત્રા આશ્ચર્યમાં પડી ગઈ.
‘‘મમ્મા, તમે? પપ્પા નથી આવ્યા?’’ માને જેાઈને કનક ખુશ થઈ ગયો હતો. પછી વિચારવા લાગ્યો કે પપ્પા પણ આવતા જ હશે. આજે મમ્મીપપ્પા બંને ઘરે જ હશે. જેાકે આવો પ્રસંગ આટલા વર્ષોમાં ક્યારેય નહોતો આવ્યો, પરંતુ હા, ઘણી વાર પપ્પા ઘરમાં પ્રવેશતા ત્યારે મમ્મીપપ્પા એકબીજાને હેલો કહીને એવોઈડ કરીને નીકળી જતા.
કનક હવે નાનો નહોતો. સમય અને પરિસ્થિતિએ તેને ઘણું બધું શિખવાડી દીધું હતું તેમજ મોટો પણ બનાવી દીધો હતો. મમ્મીપપ્પાનું એકબીજાને ઓળખવાથી ઈન્કાર કરવું તેને ખૂંચતું હતું.
સુમિત્રા પણ બધું સમજતી હતી કે આજે કનકના મમ્મીપપ્પા બંને ઘરે હશે. કનક ઘણી વાર વિચારતો કે મમ્મીપપ્પા પહેલાં સાથે રહેતા હતા, તો પછી હવે કેમ પપ્પા બીજી જગ્યાએ રહે છે. એવું કેમ? હવે બંને એકબીજા સાથે વાત નથી કરતા. ક્યારેક વિચારતો કે તે આ વિશે મમ્મીને પૂછે, પરંતુ ડરતો હતો કે ક્યાંક મહિનામાં ૨ વાર પપ્પા આવે છે તે ખુશી પણ તેની પાસેથી છીનવાઈ ન જાય. પછી વિચારતો કે ના, તે કોઈને કંઈ જ નહીં પૂછે.
‘‘અરે મમ્મી તમે પાછા આવી ગયા? શું થયું?’’
જેાકે આજે ઘરે મમ્મીની હાજરી તેને પણ ગમી રહી હતી.
‘‘મીટિંગ કેન્સલ થઈ છે. ચોક સુધી હજી પહોંચી જ હતી કે પોલીસવાળાએ ગાડી રોકતા કહ્યું,‘‘મેમ સાહેબ, પાછા જાઓ આજે બધી ઓફિસ બંધ છે.’’
‘‘મમ્મી જણાવી રહી હતી એટલામાં ડોરબેલ રણક્યો.’’
‘‘અરે પપ્પા હશે. હંમેશાં ૨ વાર બેલ વગાડે છે. પપ્પા આવી ગયા… પપ્પા આવી ગયા….’’ બોલતાંબોલતાં કનકે ટેબલ પર ચઢીને દરવાજેા ખોલ્યો અને હંમેશાંની જેમ મારા પપ્પા… મારા પપ્પા કહેતો સોમુના ગળે લટકી ગયો.
કિચનની બારીમાંથી બાપદીકરાનું મધુર મિલન દીપાએ જેાયું અને પોતાનું મોં ફેરવી લીધું. તે જાણતી હતી કે બંને એકબીજાને મળવા માટે ખૂબ આતુર હોય છે, પરંતુ તે શું કરે, હવે બધું તેના હાથમાંથી નીકળી ગયું હતું. દીકરો કોઈ પણ સ્થિતિમાં તેના પિતાથી દૂર થવા નહોતો ઈચ્છતો.

બીજા રૂમમાં સોમુ સુમિત્રાને જણાવી રહ્યો હતો કે આજે ચોક પર મને પોલીસવાળો જણાવી રહ્યો હતો કે સાહેબ, તમે આગળ નહીં જઈ શકો. પૂરું શહેર બંધ છે. જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલ્યા જાઓ. મેં તેને કહ્યું કે હું મારી માની દવા લઈને પાછો ઘરે જઈ રહ્યો છું. આજે જેા જૂઠું ન બોલ્યો હોત તો અહીં ન આવી શક્યો હોત અને અમે બાપદીકરો કેવી રીતે મળતા. પછી હસીને સાથે લાવેલું ગિફ્ટ પેક કનકના હાથમાં પકડાવી દીધું.
‘‘પપ્પા પાછા જતા રહ્યા હોત તો હું ગુસ્સે થઈ ગયો હોત.’’ બોલીને તે ગિફ્ટ ખોલીને લાંબા સમય સુધી રમતો રહ્યો.
તે દિવસે કનકને ખૂબ સારું લાગ્યું હતું, કારણ કે ડાઈનિંગ ટેબલ પર મમ્મીપપ્પા બંને હતા.
જેાકે ત્રણે ખાવાનું ખાતાંખાતાં ૩ દિશામાં અલગઅલગ વિચારી રહ્યા હતા.
કનક વિચારી રહ્યો હતો કે ૫ વાગે પપ્પા ચાલ્યા જશે. કાશ, પપ્પા આજે રોકાઈ જાય તો કેટલું સારું. અમે બંને પૂરી રાત મસ્તી કરતા. ભોજન કરી લીધા પછી અમે છત પર પતંગ ઉડાડીશું. પપ્પાને હું નવું બનાવેલું પેઈન્ટિંગ બતાવીશ. ગત સમયે પપ્પા જે લીગો ટોયસ લાવ્યા હતા. તેને મેં હજી સુધી ખોલ્યા નથી. આજે અમે બંને સાથે મળીને જેાડીશું. હું એકલો નહીં બનાવી શકું, પપ્પા મને હેલ્પ કરશે.
બીજી તરફ સોમુ વિચારી રહ્યા હતા કે ટીવીમાં આવી રહ્યું છે કે કોરોના બીમારીના લીધે શહેરમાં હવે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રસ્તા સૂમસામ છે. લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. જે ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા તેને પોલીસ પરત ઘરે મોકલી રહી હતી. પછી તે વિચારવા લાગ્યા, આ બધું ક્યાં સુધી ચાલશે? ક્યાંક સાંજે પણ આવું જ રહ્યું તો તે શું કરશે?
અહીં આવતી વખતે જૂઠું બોલીને આવી ગયો હતો, પરંતુ પાછા જતા કોઈ બહાનું નહીં ચાલે. હવે અહીં રાત વિતાવવી પડશે તો ક્યાંક એવું ન બને કે દીપા કંઈક ખોટું સમજી લે. કરાર અનુસાર કનક સાથે તે ૫ કલાક વિતાવી શકે છે. તે જાણતો હતો કે હંમેશાંની જેમ તેની એન્ટ્રી સમયે આજે પણ સમય નોટ કરવામાં આવ્યો હશે. ડાઈનિંગ ટેબલ પર બેઠેલી દીપા મને ત્રાંસી નજરે જેાઈ રહી હતી અને મારા મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની પૂરી કોશિશ કરી રહી હતી.

દીપા યાદ કરવા લાગી કે તે અને સોમુ કેવા છત પર છુપાઈને એકબીજાને મળતા હતા. તે સમયે દીપા અને સોમુ આ જ બિલ્ડિંગમાં ઉપરનીચેના ફ્લેટમાં રહેતા હતા…

જેમજેમ ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા દીપાની અધીરાઈ વધી રહી હતી. કનક અને સોમુએ ખૂબ મસ્તી કરી. પછી ઘડિયાળમાં ૫ વાગતા સોમુએ પોતાની બેગ તૈયાર કરી લીધી અને દીકરાને બાય કહીને બહાર આવી ગયો. સોમુ ગાડી ચાલુ કરે તે પહેલાં ઉપર જેાયું તો દીકરા કનકનો ઊતરી ગયેલો ચહેરો બાલ્કનીમાંથી તેને જેાઈ રહ્યો હતો. કનકે અંતિમ પ્રયાસ કરતા કહ્યું, ‘‘પપ્પા પ્લીઝ ન જાઓ.’’ સોમુના કાનમાં ગુંજી રહ્યું હતું. તે જાણતો હતો કે જેવી તેની ગાડી સ્ટાર્ટ થશે કે કનકનું રડવું શરૂ થશે.
દીપા ઊંડા શ્વાસ લેતાંલેતાં મનોમન કહેશે કે આભાર કે દિવસ પસાર થઈ ગયો. જેાકે સોમુનું મન ખૂબ દુખી હતું.
સોમુની ગાડી હજી થોડે દૂર ગઈ હતી કે સામે ઊભેલા હોમગાર્ડે ગાડી ઊભી રાખવાનું સિગ્નલ આપ્યું અને પૂછ્યું, ‘‘ક્યાં જવું છે સાહેબ?’’
‘‘રોહિણી.’’
‘‘પાછા જાઓ. પૂરી દિલ્લીમાં જવાઆવવા પર પ્રતિબંધ છે. જેા હું જવા દઈશ તો તમને આગળ અટકાવી દેવામાં આવશે. તેથી સારું એ જ રહેશે કે તમે પાછા ચાલ્યા જાઓ.’’
સમજી ગયો, આગળના બધા રસ્તા બંધ છે. ટીવી પર એ જ સમાચાર ચાલી રહ્યા હતા કે કૃપા કરીને ઘરમાં રહો, સુરક્ષિત રહો. હવે જવું જ પડશે પાછા દીપા પાસે. જવાની બિલકુલ ઈચ્છા નથી. તેને બાપદીકરાનું આ રીતે મળવું નથી ગમતું, પરંતુ તે કોર્ટની પરમિશન લઈને મળવા આવે છે, તેથી દીપા કંઈ જ ન કરી શકે.
જેાકે સોમુ અહીં આસપાસમાં રહેતા ઘણા બધા લોકોને જાણતા હતા, પરંતુ તેઓ કોઈના ઘરે જવા નહોતા ઈચ્છતા. પછી વિચાર્યું, બધાને હવે પૂરી કહાણી જણાવવી પડશે. આમતેમ ગાડી ફેરવવી અર્થહીન છે, તેથી જાઉં હવે પાછો ત્યાં જ.

કેવું વિચિત્ર લાગશે ફરીથી દીપાના ઘરે જવામાં, જ્યારે આ ઘર એક સમયે તેનું પોતાનું હતું. જેમ સાંજ પડતા પક્ષીઓ પોતાના માળામાં પરત ફરવા ઉતાવળા થઈ જાય છે, બરાબર તે જ રીતે સોમુ પણ ક્યારેક આ જ રીતે ઉતાવળો થઈ જતો હતો. ઓફિસથી ગાડી સ્પીડમાં દોડાવતો આવતો હતો, પરંતુ આજે તેને ગાડી અહીં પાછી લેવી પણ નહોતી ગમી રહી, જેા કે દીપાના ઘરે આવ્યા સિવાય તેની પાસે બીજેા કોઈ વિકલ્પ નહોતો. તેથી ગાડી પાછી લીધી.
‘‘અરે પપ્પા, વાહ તમે પાછા આવી ગયા?’’ કનકને આશ્ચર્ય થઈ રહ્યું હતું, પરંતુ દીપાને કોઈ આશ્ચર્ય નહોતું થયું. કદાચ તે જાણતી હતી કે આવું થવાનું જ છે. સોમુને પરત આવેલો જેાઈને સૌથી વધારે ખુશ હતો કનક. કારણ કે તેના મનની ઈચ્છા પૂરી થઈ રહી હતી. પછી બંને બાપદીકરો લીગો ટોયસને મોડી રાત સુધી જેાડતા રહ્યા અને પપ્પા… પપ્પાનો અવાજ લાંબા સમય સુધી ઘરમાં ગુંજતો રહ્યો. તે રાત્રે બાપદીકરો એકબીજાને ખૂબ પ્રેમથી વળગીને ઊંઘી ગયા હતા.
અડધી રાત્રે સોમુને લાગ્યું કે કોઈ બેડ પાસે ઊભું છે. પછી જરા ધ્યાનથી જેાયું તો દીપા હતી. તે બોલી ઊઠ્યો, ‘‘અરે દીપા તું?’’
‘‘હા કનક સાથે ઊંઘવામાં તમને મુશ્કેલી પડી રહી હશે.’’ દીપાએ સીધેસીધું જ કહી દીધું.
સોમુએ કહેવા ઈચ્છ્યું, ‘‘ના તેને અહીં રહેવા દે.’’ પરંતુ કંઈ કહી ન શક્યો. પૂરો દિવસ પસાર થઈ ગયો, પરંતુ દીપાએ સોમુ સાથે કોઈ વાત ન કરી.
આ સમયે સોમુએ વિચાર્યું કે તે દીપાના ખબરઅંતર પૂછે, પરંતુ બીજી જ ક્ષણે વિચાર્યું કે તે કંઈ જ નહીં પૂછે. શું દીપાએ પૂછવું ન જેાઈએ કે સોમુ તમારું જીવન કેવી રીતે પસાર થઈ રહ્યું છે? ડિવોર્સને ૨ વર્ષ પસાર થઈ ગયા છે. ક્યારેય દીપાએ ફોન કર્યો નથી કે હું કનકને મળવા આવું છું ત્યારે મારા આવ્યા પહેલાં ઘરમાંથી કેમ નીકળી જાઓ છો.

કનકના અભ્યાસ અને સ્કૂલ સંબંધિત પ્રશ્નોનો હંમેશાં એક જ જવાબ મળતો કે ઠીક ચાલે છે. સોમુ વિચારવા લાગ્યો કે તે દીપાને ઘણું બધું કહે, પૂછે કે મકાનનો પાછળનો ભાગ કમજેાર પડી ગયો છે તેને ઠીક કરાવવાનો છે. કોણ ઊભું રહીને કામ જેાશે. હું અહીં થોડી વાર માટે આવીને ચાલ્યો જાઉં છું. જાણે એક વિઝિટર ન હોઉં. જે આ ઘર પહેલાં મારા નામે હતું, પરંતુ હવે તે દીપાના નામે હતું. આ બધું કેવા સંજેગોમાં થયું તે અલગ કહાણી હતી.
થોડી વારમાં દીપા ઊંઘી રહેલા દીકરાને ખભા પર ઊંચકીને જતી રહી હતી. સોમુ પથારીમાં પડ્યાપડ્યા ઘડીઓ ગણી રહ્યા હતા. તેમની આંખમાંથી ઊંઘ માઈલો દૂર ચાલી ગઈ હતી.
૧ અઠવાડિયા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. એક મિત્ર જણાવી રહ્યો હતો કે અત્યારે ઓફિસ પણ બંધ છે. કદાચ ૧ અઠવાડિયા પછી અમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવે. કેવી રીતે થશે? ઘણું બધું વિચારીને સોમુ પરેશાન થઈ ગયો હતો.
આ રીતે ૩-૪ દિવસ પસાર થઈ ગયા. સોમુ કપડાને લઈને પરેશાન થઈ ગયા હતા. વિચાર્યું થોડા અંદરના કપડા જૂની તિજેારીમાં પડ્યા હશે. દીપાને યાદ નહીં હોય, પરંતુ સુમિત્રાને જરૂર યાદ હશે. સુમિત્રાને પૂછ્યું તો તેણે હસીને કહ્યું, ‘‘સાહેબ મને યાદ છે. થોડાક કપડાં હજી પણ રાખી મૂક્યા છે તમારા, પણ તે કપડા હવે નાના થઈ ગયા હશે ને? ૨ વર્ષમાં તમારું પેટ પણ બહાર નીકળી આવ્યું છે.’’
સુમિત્રાની વાત પર કનક ખડખડાટ હસી પડ્યો. આ સમયે મોં ફેરવીને દીપા પણ હસી પડી અને સોમુ શરમાઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો.
જૂના કપડાનું બોક્સ ખોલીને જેાયું તો અંદરથી એક નાઈટ સૂટ અને ૨ પેન્ટ નીકળ્યા. સુમિત્રા બોલી, ‘‘સાહેબ, આ પેન્ટની બાય કાપીને બરમૂડો બનાવી દઉં છું. તમારે બહાર હવે જવાનું નથી. ઘરમાં બધું ચાલી જશે.’’
પેન્ટ કાપીને સુમિત્રાએ બરમૂડા બનાવી આપ્યા. પપ્પાને બરમૂડામાં જેાઈને કનકને ખૂબ મજા આવી ગઈ. આ જેાઈને દીપા પણ બાથરૂમમાં જઈને ખૂબ હસી હતી.
સોમુનો વધારે સમય કનક સાથે પસાર થતો હતો. વર્ક ફ્રોમ હોમ શરૂ થવાથી બધા બિઝી થઈ ગયા હતા.

સુમિત્રા સવારે ૮ વાગે નાસ્તો ટેબલ પર મૂકી દેતી હતી. સોમુ, દીપા અને કનક નાસ્તો કરીને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હતા. કનકના પણ ઓનલાઈન ક્લાસ થઈ ગયા હતા.
સોમુ અને દીપા પોતપોતાના રૂમમાં લેપટોપ લઈને કામમાં વ્યસ્ત થઈ જતા હતા. તેના અડધા કલાક પછી કનકના ક્લાસ શરૂ થઈ જતા હતા. જેાકે શરૂમાં કનકને ઓનલાઈન ભણવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી, તેથી તે જલદી ચિડાઈ જતો હતો. બીજી તરફ દીપાની સમજમાં નહોતું આવતું કે અભ્યાસની આ નવી રીતની દીકરાને કેવી રીતે ટેવ પાડે?
એક દિવસ સોમુએ કનકને કહ્યું, ‘‘બેટા શું હું તને હેલ્પ કરું?’’
‘‘યસ પપ્પા.’’ ખબર નહીં એવો કયો મંત્ર તેમણે કાનમાં ફૂંક્યો કે દીપા આશ્ચર્યમાં પડી ગઈ.
‘‘હોમવર્ક પણ પપ્પા કરાવશે.’’ કનકે કહ્યું ત્યારે સાંભળીને દીપા પણ મનોમન ખુશ થઈ ગઈ.
એક દિવસ સોમુએ કહ્યું, ‘‘સુમિત્રા, હું ઘરનું રેશનિંગ લઈને આવું છું. બ્રેડ, બટર, શાકભાજી અને બીજેા જરૂરિયાતનો સામાન લાવવાની જવાબદારી હવેથી મારી પર. આમ પણ આ લોકડાઉન જલદી ખૂલવાનું નથી. મેમ પાસેથી તેમની દવાનું લિસ્ટ લઈને મને આપી દે. એક વારમાં બધું લઈ આવીશ.’’
દીપાને પણ સાંભળીને સારું લાગ્યું કે ખૂબ જવાબદાર થઈ ગયો છે સોમુ, ઘરનો સામાન લાવવા બાબતે પહેલાં બંને વચ્ચે હંમેશાં ઝઘડા થતા હતા. આ વાત તેણે કોર્ટમાં જજ સાહેબ સામે કહી હતી. દીપાએ વિચાર્યું, ચાલો હવે સોમુમાં થોડો બદલાવ આવ્યો છે.
ઘરની નાનામાં નાની જવાબદારીને લઈને સોમુ હવે જાગૃત થઈ ગયા હતા. સુમિત્રાને પણ થોડી ઘણી મદદ કરતા હતા. આ જવાબદારી શું હંમેશાં માટે સોમુ સાહેબના ખભા પર ન આવી શકે? સુમિત્રા વિચારી રહી હતી સમયની રાહ જેાવી જેાઈએ, બધું સારું થશે, પરંતુ આ બધું જેાઈને સૌથી વધારે ખુશ કનક હતો. શનિ, રવિ, પૂરા ઘર માટે રિલેક્સ-ડે રહેતો, પરંતુ કનકનું શિડ્યૂલ ફિક્સ રહેતું, સવારે જલદી નાસ્તો કરીને પપ્પા સાથે ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડવી. છત પર જઈને અનેક પક્ષીઓને ખુલ્લા આકાશમાં સુંદર રીતે ઊડતા જેાઈને સોમુને ખૂબ સારું લાગતું હતું.
પક્ષીઓના ટોળાને નિર્ભય બનીને આ રીતે ઊડતા બધાએ પહેલી વાર જેાયા હતા, આ લોકડાઉનમાં. ક્યારેય છત પર ન આવતી દીપા પણ આ જાદૂથી આકર્ષાઈને છત પર આવી ગઈ હતી. સામેના ફ્લેટની છત પર પણ લોકો પતંગનો આનંદ માણી રહ્યા હતા. આ અનુભવે તેમના બાળપણને નજર સામે લાવી દીધું હતું.
આ સમયે દીપાને યાદ આવી ગયું કે તે અને સોમુ કેવા છત પર છુપાઈને એકબીજાને મળતા હતા. તે સમયે દીપા અને સોમુ આ જ બિલ્ડિંગમાં ઉપરનીચેના ફ્લેટમાં રહેતા હતા. બંનેની સ્કૂલ અલગ હતી, પરંતુ ધોરણ એક જ હતા. આજે તેને ભૂતકાળ યાદ આવી ગયો હતો.
આમ પણ પ્રેમ કોઈ ઋતુની રાહ નથી જેાતો. તેમ છતાં બંને એકબીજાના પ્રેમાળ ચહેરાને જેાવાની રાહ જેાયા કરતા હતા, જેને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા. બંને મળતા, રોજ મળતા અને ત્યાર પછી લાગ્યું કે હવે બંને એકબીજા વિના નહીં રહી શકે, પછી બંનેએ લગ્ન કરી લીધા. તેમના પ્રેમ પર સમાજે પણ મહોર મારી દીધી અને હવે તેમને આ રીતે છત પર છુપાઈને મળવાની જરૂર ન પડી.
વર્ષ પછી કનકનો જન્મ થયો. દીપા બધું ભૂલીને પોતાના દીકરામાં ખોવાઈ ગઈ. પતિ સોમુ પણ કનકને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ કોણ જાણે કેમ દીપાને લાગતું કે જાણે સોમુ ઘર અને બાળકની જવાબદારીથી દૂર ભાગી રહ્યો છે અને ચીડિયલ થઈ ગયો છે. પછી બંને નાનીનાની વાતમાં ઝઘડવા લાગતા હતા.

પછી જે ન થવું જેાઈએ તે થઈ ગયું. ડિવોર્સ… એક ભયાનક દુર્ઘટના… શરૂમાં બંનેને લાગ્યું કે આ નિર્ણય યોગ્ય છે. હવે શાંતિ રહેશે, પરંતુ કેલેન્ડર પર તારીખ બદલાવાથી બધું નથી બદલાઈ જતું. કાલે શું થશે, તે ચિંતા સમય સાથે તેને ખાઈ રહી હતી. નવી જિંદગીમાં પોતાના બાળકનો ઊતરેલો ચહેરો જેાઈને દીપા સમજી જતી કે પિતાથી દૂર રહીને દીકરો ખુશ નથી.
મહિનાના આ ૨ દિવસમાં પિતાને મળવું દીકરા માટે મૂલ્યવાન ભીખ સમાન લાગતું હતું. દીપાને હવે સમજાઈ રહ્યું હતું કે તે પણ ક્યાંક તો ખોટી હતી. લોકોએ ખૂબ સમજાવી હતી કે દીપા હજી પણ વિચારી લે. જે સુરંગમાં દીકરાને લઈને લાંબી યાત્રા પર જઈ રહી છે તેના બીજા છેડા પર સુખનો સૂરજ છે કે નહીં તે કોને ખબર.
પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી. તેના મગજ પર ઝનૂન સવાર હતું કે હું સોમુથી અલગ રહીશ.

આજે ૨ વર્ષ પછી આ રીતે એક છતની નીચે કાયદાને અનુસરીને રહેવું કદાચ મજબૂરી હતી અને આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે. તેની તેને ખબર નહોતી. આ પુરુષ જેને પતિ કહેતી હતી, તેની સાથે વાત કરવામાં તેને સંકોચ થતો હતો. તેનો સામનો કરતા તે ગભરાતી હતી, પરંતુ દીકરો કનક જબરદસ્તી બંને વચ્ચે પહેલાંની જેમ વાતચીત થાય તેવું દિલથી ઈચ્છતો હતો.
આ વાતને સોમુ પણ સમજતો હતા. બંને વચ્ચે શક્ય સમજૂતીની એક દીવાલ હતી. ડિવોર્સ પછી આ નવું જીવન સોમુને બિલકુલ ગમતું નહોતું. રોહિણીમાં ૨ રૂમના એક ફ્લેટમાં તે એકલા રહેતા હતા.
હવે દારૂ બિલકુલ છોડી દીધો હતો. ઘરમાં ચા સુધ્ધાં બનતી નહોતી. ખાવાનું હોટલ પરથી આવતું હતું. ઘરમાં સાફસફાઈ અઠવાડિયામાં એક વાર થતી હતી. ખુરશી પર કપડાનો ઢગલો પડી રહેતો હતો. કામવાળી કપડાં ધોઈને સૂકવીને પ્રેસ કરાવી લાવતી હતી. તે ઘણી વાર ટોકતી પણ ખરી કે સાહેબ પ્રેસ કરેલા કપડાં થોડા સાચવો અને તમારી જાતને પણ સંભાળો. હવે વહુને લઈ આવો, કેમ એકલા રહો છો.
પરંતુ શું જવાબ આપે સોમુ? ચુપચાપ બાથરૂમમાં જઈને રડતો. તે શું કરે? બધું તેના હાથમાંથી નીકળી ગયું હતું.
આજે ૨ મહિનાથી લોકડાઉનના લીધે સોમુ અહીં રોકાઈ ગયા હતા. એક અનવોન્ટેડ ગેસ્ટની જેમ.
ઘરમાં પૂરો દિવસો ટીવી ચાલતું હતું. પહેલાં ક્યારેક કનક ટીવી ચાલુ કરતો ત્યારે મમ્મી ગુસ્સામાં તેની સામે જેાતી અને તે ડરીને ટીવી બંધ કરી દેતો હતો, પણ હવે બિલકુલ એવું નહોતું થતું. ટીવીનો વોલ્યૂમ ફુલ રહેતો હતો. કનકને આશ્ચર્ય થતું કે મમ્મી હવે ગુસ્સામા બૂમો પાડતી નથી, પરંતુ કેમ? કનકે અનુભવ્યું કે મા હવે પહેલાંની જેમ વાતવાતમાં ગુસ્સો નથી થતી. મમ્મી બદલાઈ રહી છે. હવે પપ્પાની સામે જેાઈને હસતી હતી. ઘરનું વાતાવરણ સહજ થઈ રહ્યું હતું. જેાકે આ વાતનો અનુભવ બધા કરી રહ્યા હતા, પરંતુ એ વાત અલગ હતી કે પહેલાંની જેમ બંને ખૂલીને વાદવિવાદ નહોતા કરતા.
એક દિવસે સુમિત્રા બોલી, ‘‘મેમ સાહેબ, લાગે છે સાહેબે દારૂ છોડી દીધો છે.’’
‘‘લાગે તો છે… ચાલો સારું થયું…’’ દીપાની વાત સુમિત્રાને ગમી ગઈ. તે જૂની યાદોને ભૂલી નહોતી… એક દારૂ હતો જેણે બંને વચ્ચે દીવાલ ઊભી કરી દીધી હતી.
છેલ્લા ૨ મહિનાથી કનક દરરોજ રાત્રે પપ્પાને વળગીને ઊંઘી જતો હતો, પરંતુ અડધી રાત્રે દીપા તેને ઊંચકીને પોતાની પથારીમાં લઈ આવતી હતી. એક રાત્રે દીપા ઊંઘી રહેલા કનકને પોતાની પાસે લઈ જવા આવી ત્યારે સોમુએ તેને કનકને લઈ જવાની ના પાડતા કહ્યું, ‘‘આજે તેને અહીં ઊંઘવા દે. સવારે જેાઈએ શું થાય છે?’’
દીપા પણ ચુપચાપ પોતાના રૂમમાં આવીને ઊંઘી ગઈ.
સોમુએ જે કહ્યું હતું તેવું જ થયું. પથારીમાંથી ઊઠતા કનક ખુશીથી બૂમ પાડી ઊઠ્યો, ‘‘ઓહ, હું કાલે પૂરી રાત પપ્પા પાસે ઊંઘી ગયો હતો… મને રોજ મમ્મી અડધી રાત્રે પોતાની પથારીમાં શિફ્ટ કરી દેતી હતી. કાલે એવું ન થયું. માય સ્વીટ મમ્મી… થેંક્યૂ હું પણ પપ્પા પાસે ઊંઘવા ઈચ્છુ છું.’’
‘‘જેા… હું આ જ કહેવા માંગતો હતો. કેટલો ખુશ છે કનક.’’ સોમુ તેની સામે જેાઈને હસી પડ્યો.
‘‘થેંક્યૂ.’’ બોલીને દીપા પણ હસી પડી.
ઔપચારિકતાની આ દીવાલને દૂર કરવા માટે સોમુ પોતાની પૂરી તાકાતથી પ્રયત્ન કરી રહ્યો હતો. તે દિલથી ઈચ્છતો હતો કે બધું પહેલાં જેવું સામાન્ય થઈ જાય, પરંતુ એક અહમ્ હતો જે બંનેને એવું કરતા અટકાવતો હતો.
તેમ છતાં તેણે આશા નહોતી છોડી. આમ પણ પાણીને લાકડી મારીને કદી ૨ ભાગમાં નથી વહેંચી શકાતું. પાણી પાણીમાં ભળી જાય છે. આ વાત સોમુ પણ સારી રીતે જાણતો હતો.

દીપાએ હસીને તેનો હાથ પકડી લીધો. આ સમયે દીપાની આંખમાંથી આંસુ છલકાઈને તેના ગાલ પર આવી ગયા હતા…

એક રાત્રે સોમુ અચાનક ચોંકી ગયા. જેાયું તો કનકનું શરીર ગરમ હતું. ધ્યાનથી જેાયું તો અનુભવ્યું કે કનકનું શરીર તપી રહ્યું છે. સોમુ ખૂબ ડરી ગયા કે ક્યાંક કનકને કોરોના તો નહીં હોય ને?
વારંવાર તેનું કનકના શ્વાસની ગતિ પર ધ્યાન જઈ રહ્યું હતું. પછી વિચાર્યું… દીપાને ઉઠાડું? પરંતુ કેવી રીતે? તે દરવાજેા અંદરથી બંધ કરીને ઊંઘે છે. પછી દીપાને ફોન લગાવ્યો અને કહ્યું, ‘‘કનકને સખત તાવ છે.’’ સોમુના અવાજમાં ડર હતો.
થોડી ક્ષણમાં દીપા કનક પાસે આવી ગઈ. દીકરાની હાલત જેાઈને તે ડરી ગઈ હતી અને પોતાની લાગણીને રોકી ન શકી. બધું ભૂલીને સોમુની નજીક આવતા તે રડવા લાગી, ‘‘પ્લીઝ સોમુ કોઈ ડોક્ટરને જલદી ફોન કરીને બોલાવો.’’ અનિચ્છાએ તેણે ભાવુક થઈને સોમુને જેારથી પકડી લીધો અને રડવા લાગી.
આ સમયે સોમુ પણ પોતાને સંભાળી ન શક્યા. તેમના હાથપગ પણ ધ્રૂજી રહ્યા હતા. મારો એક ડોક્ટર મિત્ર અહીં નજીકમાં રહે છે. તેને ફોન કરીને હું વાત કરું છું. આ સમયે કોઈ પણ હોસ્પિટલ ખાલી નહીં હોય કે કોઈ બરાબર વાત પણ નહીં કરે આપણી સાથે. તે મારો બાળપણનો મિત્ર છે, તેથી આપણને જરૂર મદદ કરશે. પછી ડોક્ટર સુરેશને કનકની સ્થિતિ જણાવી ત્યારે તેમણે ફોન પર દવા જણાવીને કહ્યું તેના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકો, જ્યાં સુધી તાવ ૧૦૦ પર આવી ન જાય. આ સીઝનલ તાવ છે. જેા દવાથી ફરક ન પડે તો મને જણાવજેા અને હા… સવારે તેનો કોરોના ટેસ્ટ કરાવો.
‘‘દીપા, તું કનકના માથા પર ઠંડા પાણીના પોતા મૂક. હું દવા લઈને આવું છું.’’
દવાની સાથેસાથે કનકના માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી કનકનો તાવ ઊતરી ગયો અને તે ઊંઘી ગયો, પરંતુ દીપા હજી પોતાના પાલવથી આંસુ લૂછી રહી હતી.
નજર સામે બેઠેલા સોમુને જેાઈને તે વિચારી રહી હતી કે જેા આજે ઘરે સોમુ ન હોત તો તે એકલી શું કરતી?
પૂરી રાત બંને દીકરા કનક પાસેથી ન ખસ્યા. પછી દીપા બોલી, ‘‘સોમુ, થાકી ગયા હશો, થોડો સમય આરામ કરી લો. સવારે તેને લઈને કોવિડ ટેસ્ટ માટે તમારે જવાનું છે.’’
‘‘ના હું ઠીક છું. મારી ચિંતા ન કર.’’
થોડી વાર પછી દીપાએ જેાયું તો સોમુ ખુરશી પર માથું ટેકવીને ઊંઘી ગયા હતા. કેટલા વર્ષો પછી તેણે સોમુને આ રીતે એક બાળકની જેમ ઊંઘતા જેાયા હતા… કેટલા વહાલા લાગે તેવા દેખાઈ રહ્યા છે… આજે તેને એ જૂની પળ યાદ આવી રહી હતી, જ્યારે કનકનો જન્મ થયો હતો. તે સમયે સોમુએ ખૂબ પ્રેમથી કહ્યું હતું કે આ કનક છે. આપણને કુદરતે જિંદગીની સૌથી કિંમતી ભેટ આપી દીધી છે. આપણે જીવનભર તેને સાચવવાનો છે… વચન આપ મને… આપણે કોઈ પણ કામ એવું નહીં કરીએ જેનાથી તેને દુખ થાય.’’

આજની ઘટનાએ બંનેને ઘણું બધું વિચારવા મજબૂર કરી દીધા હતા. શું બંને પોતાના આ વચનને ભૂલી ગયા હતા?
કનકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો. બધા ખુશ હતા. આ ખુશીમાં દીપાએ સોમુની મનપસંદ મખનાની ખીર બનાવી હતી.
બંને સાથે બેસીને ઘણી વાર વાતો પણ કરવા લાગ્યા હતા. આ વાતમાં ક્યારેક કોઈ ગંભીર મુદ્દા પણ રહેતા હતા, પરંતુ બાળક માટે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અને જરૂરી મમ્મીપપ્પા બંનેની હાજરી હોય છે. હવે આ હકીકતને બંનેએ સ્વીકારી લીધી હતી, પરંતુ આ હકીકત એકબીજાને કહેવામાં બંનેને ખચકાટ થતો હતો.
આકાશમાં ઊડતા પક્ષીઓ જેાઈને તેઓ વિચારતા કે જરા તેમને જ જેાઈ લો… બચ્ચા જ્યાં સુધી ઊડતા નથી શીખી જતા ત્યાં સુધી સાથે ઊડતા હોય છે. તેને આકાશમાં ઊડવાના ગુણ શીખવવામાં તેના માબાપ બંનેની ભૂમિકા હોય છે અને મહેનત પણ ખરી, પરંતુ મનુષ્ય કેટલો સ્વાર્થી હોય છે કે પોતાના અહમ્ અને સ્વાર્થના લીધે ખરી જવાબદારીથી મોં ફેરવી લેતો હોય છે. તે બંને વિચારવા લાગ્યા કે ધિક્કાર છે આપણને બંનેને. જેાકે કનકની આ બીમારી પછી સોમુ અને દીપા વચ્ચેની દીવાલ ધીરેધીરે તૂટવા લાગી હતી.

લોકડાઉન પૂરું થઈ ગયું હતું અને કાયદા મુજબ સોમુને પરત જવાનું થયું. તેની ઓફિસ પણ ખૂલી ગઈ હતી.
‘‘મારે હવે જવું પડશે.’’ સોમુએ કહ્યું.
‘‘પપ્પા… ક્યાં જઈ રહ્યા છો? હું પણ તમારી સાથે આવીશ.’’ કનક બોલ્યો.
‘‘ના બેટા, ૧ અઠવાડિયા પછી ફરીથી આપણે મળીશું.’’ કહેતા સોમુએ કનકના ગાલ પર વહાલથી કિસ કરી.
‘‘ના પપ્પા, હવે અહીં અમારી સાથે રહો.’’ પપ્પાને મજબૂતાઈથી ભેટીને કનક ડૂસકા ભરવા લાગ્યો. સુમિત્રા પણ ખૂબ લાગણીશીલ થઈને આ દશ્ય જેાઈ રહી હતી અને દીપા પણ, પરંતુ દીપામાં લાગણીસભર દશ્યનો સામનો કરવાની હિંમત નહોતી…
પછી અચાનક કોઈ નિર્ણય સાથે તે ફરીને બોલી, ‘‘બેટા, પપ્પાને જવા દે… જેા પપ્પા આપણને માફ કરી દે તો આપણે પણ તેમની સાથે રોહિણી જઈશું, પરંતુ શરત એ રહેશે કે તેમણે આપણી સાથે અહીં પાછા આવવું પડશે.’’
‘‘મમ્મી શું બોલ્યા? આશ્ચર્યમાં મુકાઈ ગયેલા કનકે આંખો પહોળી કરીને મા સામે જેાયું.
દીપાના આ શબ્દો પર સોમુને વિશ્વાસ નહોતો બસી રહ્યો.
દીપાએ હસીને પ્રેમથી તેના હાથને પકડી લીધા. આ સમયે દીપાની આંખમાંથી ખુશી અને પશ્ચાત્તાપના આંસુ છલકીને ગાલ પર આવી ગયા હતા.
કનક પણ ખુશીનો માર્યો દોડીને સોમુની ગાડીમાં બેસી ગયો.
બાલ્કનીમાં ઊભેલી સુમિત્રા લાંબા સમયથી આ પૂરા દશ્યને મૂક સાક્ષી બનીને જેાઈ રહી હતી. હાથ જેાડીને તેણે મનોમન આભારના ભાવ સાથે વિચાર્યું કે આમ તો લોકડાઉને બધાને ખૂબ દુખી કર્યા છે, પરંતુ આવા સુખદ અંત માટે હજાર વાર લોકડાઉન લગાવવામાં આવે તો પણ કોઈ દુખ નથી.

વધુ વાંચવા કિલક કરો....