‘ગૂસીગૂસી જેન્ડર…’, ‘જેક એન્ડ જિલ…’, ‘રિંગ એ રિંગ ઓ રોસીઝ…’, ‘બાબા બ્લેક શીપ…’, ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન…’, ‘હંપ્ટીડંપ્ટી…’, ‘ઈનામીની મો…’, ‘ઓલ્ડ મધર હબ્બર્ડ…’, ‘રબ એ ડબડબ…’, ‘યાનકી ડૂડલી…’, ‘થ્રી બ્લાઈન્ડ માઈસ…’
આ પ્રકારની નર્સરી રાઈમ્સને ભારતમાં પણ ભણાવવામાં આવે છે, જ્યારે પણ ઘરે કોઈ આવે છે ત્યારે બાળકોને આવેલા આંટી અથવા અંકલ સામે સમય સંભળાવતા ખૂબ શાબાશી મળતી હોય છે. પછી ભલે ને માતાપિતા અથવા ઘરે આવેલા મહેમાનને તે સમયનો અર્થ સમજમાં ન આવે.
રાઈમ્સને શીખવવા પર ભાર આપવા પાછળની માનસિકતા એ હોય છે કે આ ઈંગ્લિશની નર્સરી રાઈમ્સ બાળકોની અંગ્રેજીની પકડ અને તેમની સારી મોંઘી સ્કૂલનો અભ્યાસ અપાવે છે. મહેમાનને આ ઈંગ્લિશ રાયમ્સ સાંભળીને પૂછવું પડે છે કે તમારું બાળક કઈ સ્કૂલમાં ભણવા જાય છે. આ તક રુઆબ જમાવવા માટે હોય છે. પેરન્ટ્સને લાગતું હોય છે કે જેા તેમના બાળકો આ રાયમ્સ શીખશે તો જ તેઓ મોડર્ન દેખાશે. તેઓ જુનવાણી નહીં દેખાય.
ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ રોયલ બાળ ચિકિત્સાલયની ટીમને જેાવા મળ્યું છે કે ટીવી કાર્યક્રમોની સરખામણીમાં અથવા પરંપરાગત નર્સરી રાઈમ્સમાં હિંસા ૧૦ ઘણી વધારે થાય છે.
સાહિત્યિક ઈતિહાસકારોની રોમાંચક શોધ છે કે ‘બાબા બ્લેક-શીપ…’ ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ…’, ‘હંપ્ટીડંપ્ટી…’, ‘જેક એન્ડ જિલ…’, ‘મેરીમેરી…’, ‘લિટલ બોય બ્લૂ…’,‘ઈ વર્લ્ડ કોક રોબિન…’, ‘ઈટ્સ રેનિંગ ઈટ પોરિંગ…’, ‘ગોંગીપોંર્ગી…’, જેવી પ્રસિદ્ધ રાયમ્સ નેગેટિવ છે. આ બધી રાઈમ્સ ઈંગ્લેન્ડ તથા અમેરિકાના દાયકા પહેલાંના સમયના રીતરિવાજ, અત્યાચાર, વેશ્યાવૃત્તિ, અંધશ્રદ્ધા, અસમાનતા તથા ધાર્મિક કુરિવાજના સંદર્ભમાં બનાવવામાં આવી હતી. જેાકે તે અનૈતિકતાનું મૂળ છે.

કેટલીક રાઈમ્સ પર એક નજર નાખીએ
બાબા બ્લેક શીપ : એવું માનવામાં આવે છે કે આ રાયમ્સ ઈંગ્લેન્ડના સામંતી કાળના જીવનની વાસ્તવિકતા પર આધારિત છે, જે ઘેટાના ઊન સંબંધિત છે. તે સમયે રાજના દરબારીઓએ ખેડૂતો પાસેથી ભારે કર વસૂલ્યો હતો. ઊનથી ભરેલી બેગ ખેડૂતો પાસેથી છીનવીને પહેલા વિસ્તારના લોર્ડને મોકલવામાં આવતી હતી, પછી તેમાંનો કેટલોક ભાગ ચર્ચ પાસે અને અંતે જે બચતો હતો તે જ માત્ર ખેડૂતનો રહેતો હતો, જે ખૂબ ગરીબીમાં જીવતો હતો, પરંતુ રાજ અને ચર્ચના ગુણગાન ગાતો હતો.

ગૂસીગૂસી જેન્ડર : આ નર્સરી રાયમ પણ તે જ પ્રકારની છે. સાહિત્યના ઈતિહાસકારોનું માનવું છે કે આ રાયમ ઈંગ્લેન્ડના રાજા હેનરી ૮ મા અને બાદમાં ઈંગ્લેન્ડના સમ્રાટની સમકક્ષ ઓલિવર ક્રોંબેલના શાસનકાળ પર આધારિત છે. તે સમયે પ્રોટેસ્ટંટ દબાણના લીધે કેથલિક ભક્તોને પ્રાર્થના કરવાની મંજૂરી નહોતી અને કેથોલિક રિસ્ટ બનવું દેશદ્રોહ બની ગયો હતો. આ કારણસર કેથોલિક પ્રિસ્ટ બંકરોમાં છુપાઈને રહેતા હતા. જેા તેઓ પ્રાર્થના કરતા પકડાઈ જતા તો સૈનિકો તેમના પગને દોરડાથી બાંધીને સીડી પરથી નીચે ગબડાવી દેતા હતા. આ નર્સરી રાયમ્સ તે વાત પર છે જેમાં પ્રિસ્ટને સીડી પરથી ફેંકવાની વાત બાળકોને શીખવવામાં આવે છે.

લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન… : આ રાઈમને પુલ બનાવવાના કામ સાથે જેાડવામાં આવે છે. તેની ધુન પરથી લાગે છે કે આ ગીત મજાકમસ્તી સંબંધિત છે, પરંતુ તેની પાછળનો ઈતિહાસ જુદો છે. હકીકતમાં તેના રચયિતાનું માનવું હતું કે બ્રિજને મજબૂત રાખવા માટે માનવ બલિ આપવો પડશે, ખાસ બાળકોનો બલિ, જેમનો આત્મા પુલનું રક્ષણ કરશે એટલે કે લંડન બ્રિજ સાથે જેાડીને આ રાઈમની પાછળ બાળકોનું બલિદાન છુપાયેલું છે.

હંપ્ટીડંપ્ટી : બાળકોના પુસ્તકમાં ‘હંપ્ટીડંપ્ટી’ ને એક મોટા ઈંડા રૂપે દર્શાવવામાં આવ્યા છે, જે બાળકો જેવા કપડાં પહેરે છે, પરંતુ આ એક દુખદ કહાણી છે, જેમાં ‘હંપ્ટીડંપ્ટી’ ન વાસ્તવિક મનુષ્ય હતા કે ન તેઓ ઈંડાના આકારના હતા, પરંતુ તે એક તોપનું નામ હતું જે ખૂબ ડરામણી અને પ્રભાવશાળી હતી. તેનો ઉપયોગ બ્રિટનના ગૃહયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો જ્યારે કોલ્પેસ્ટર શહેર પર રાજના દુશ્મનોએ હુમલો કર્યો હતો. તે સમયે ‘હંપ્ટીડંપ્ટી’ ને બહાર કાઢવામાં આવી હતી અને ચર્ચની દીવાલ ઉપર તેને મૂકવામાં આવી હતી. જેાકે દુશ્મન દીવાલને તોડી પાડવામાં સફળ થયા હતા અને ‘હંપ્ટીડંપ્ટી’ ના ઘણા બધા ટુકડા થઈ ગયા. ત્યાર પછી તેને ક્યારેય રિપેર કરવામાં આવી નહોતી. આ રાઈમ્સ સાથે પણ બાળકોને કોઈ લેવાદેવા નથી.

જેક એન્ડ જિલ : આ રાઈમ્સમાં ફ્રાન્સના રાજ લુઈ ૧૬ માને જેાક અને તેની રાણી મેરી એટોનેટને જિલના રૂપે દર્શાવવામાં આવ્યા છે. આ પણ બાળકોની રમત સંબંધિત નથી, પરંતુ તેમાં એ જણાવવામાં આવ્યું છે કે જનતાએ વિદ્રોહ કરીને સૌપ્રથમ મુગટ પહેરેલા રાજા જેકનું માથું કાપી નાખ્યું હતું, પછી તેની રાણી જિલનું માથું પણ કાપીને લટકાવી દીધું હતું, માત્ર એટલું જ નહીં, આ રાઈમ્સના બીજા પણ ઘણા બધા અર્થ છે જેા બાળકોના વિકાસ માટે નહીં, પરંતુ યુરોપની બીજી ઘટના પર આધારિત છે.

રિંગ એ રિંગ ઓ રોઝીસ : આમ તો આ રાયમને ગાઈને બાળકો રમતા હોય છે, પરંતુ આ રાયમ ઈંગ્લેન્ડમાં ફેલાયેલી પ્લેગની બીમારી સંબંધિત છે. આ બીમારીમાં શરીરમાંથી એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવતી હતી, જેથી શરીર લાલ થઈ જતું હતું અને રેશિસ થઈ જતા હતા. તે સમયે તેની દુર્ગંધને ઘટાડવા માટે લોકો ગુલાબના સુગંધીદાર ફૂલ તથા જડીબુટ્ટી રાખતા હતા. આ રાયમની અંતિમ પંક્તિમાં મૃત લોકોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિયર વી ગો અરાઉન્ડ ધ મલબેરી બુશ : આ રાયમને પણ બાળકો સાથે કોઈ લેવાદેવા નથી. ઈતિહાસકાર આર એસ ડંકનનું કહેવું છે કે આ રાયમને ઈંગ્લેન્ડની વેકફીલ્ડ જેલમાં મહિલા કેદી ગાતી હતી, જ્યારે તે ચાંદની રાતે શેતૂરના એક ઝાડ પાસે કસરત કરતી હતી.

મેરીમેરી ક્વાઈટ કોંટ્રેરી : અમારું માનવું છે કે આ રાયમ બાગકામ સંબંધિત છે અને તેના લીધે બાળકોને શીખવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે રાજા હેરી ૮ માની દીકરી મેરીની ક્રૂરતા પર આધારિત છે. મેરી કેથોલિક ધર્મને પાળતી હતી અને આ કારણસર તે પ્રોટેસ્ટંટ ભક્તોને મારી નખાવતી હતી. બ્રિટનમાં બરાબર તે જ રીતે કત્લેઆમ ખ્રિસ્તી કેથોલિક અને ખ્રિસ્તી પ્રોટેસ્ટંટ વચ્ચે થઈ હતી જેવી આપણા દેશમાં હિંદુમુસ્લિમમાં થઈ હતી. આ નર્સરી રાઈમ્સનો અર્થ નકારાત્મકતા, ધાર્મિક ભેદભાવ અને ક્રૂરતા દર્શાવે છે. ઉદાહરણરૂપે ‘જેક એન્ડ જિલ…’ માં જેકનું માથું કાપીને શરીરથી અલગ કરી દેવામાં આવે છે, હંપ્ટીડંપ્ટી માં ઘાતક ઈજાની વાત કરવામાં આવી છે, ‘રોક એ બાય બેબી’ માં ઝાડની ડાળી પરથી બાળકીને ઝૂલા સાથે ધડામ દઈને પડતી દર્શાવવામાં આવી છે, આ જ રીતે લંડન બ્રિજમાં પડી જતો લંડન બ્રિજ, ‘ધેર વોઝ એન ઓલ્ડ વુમન’ માં જૂતામાં રહેતી વૃદ્ધ સ્ત્રી પોતાના બાળકોને સજા આપે છે, ‘ગૂસીગૂસી જેન્ડર…’ માં કેથોલિક પ્રાર્થના કરવા પર તે વ્યક્તિને સીડી પરથી નીચે ધકેલવી, ‘પીટરપીટર…’ માં પત્નીની હત્યા કરીને કોળામાં દફનાવી દેવા જેવી ઘટનાનો ઉલ્લેખ છે.

ધર્મના ગુણગાન : દુનિયાભરના દેશમાં નાના બાળકોને સ્કૂલમાં નર્સરી રાયમ્સ શીખવવામાં આવી રહી છે, જ્યારે ‘ગૂસીગૂસી જેન્ડર…’, ‘થ્રી બ્લાઈંડ માઈસ…’, ‘મેરીમેરી…’ રાયમ્સ ધાર્મિક શોષણ પર આધારિત છે, જેનાથી બાળકો નર્સરી ક્લાસથી ધર્મ પ્રત્યે નફરતની ભાવના રાખવાનું શરૂ કરી દેતા હોય છે. આજે પણ પૂરી દુનિયામાં ધર્મના નામે હિંસા થઈ રહી છે. પછી તે કાશ્મીરમાં પથ્થરબાજી હોય કે અમેરિકામાં રંગભેદની ઘટના, આ બધાના મૂળમાં બાળકોમાં જાણેઅજાણે ધાર્મિક પ્રચાર છે.

આ પ્રકારની રાઈમ્સમાં બાળકોના મગજમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે કેથોલિક કોણ હોય છે અને પ્રોટેસ્ટંટ કોણ, તમે બાળકોને જે કંઈ જણાવશો તેઓ તેના આધારે પોતાના મિત્રોને પૂછતા હોય છે કે આ શું છે. તેનાથી તેમનામાં ભેદભાવ પેદા થાય છે. તેઓ એકબીજાને નફરત કરવા લાગે છે જ્યારે નર્સરી રાઈમ્સનો ઉદ્દેશ એ હોવો જેાઈએ કે તેઓ બાળકોને માનવતાના ગુણ શિખવાડે, જેમાં વ્યક્તિને પ્રેમ કરવા માટે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાની વાત હોય. તેમનામાં ધર્મ, જતિ, રંગ ક્યાંય પણ અડચણરૂપ ન બને.

માત્ર ધર્મ જ નહીં, મોટાભાગની રાયમ્સમાં છોકરાઓને ઊર્જાવાન, સાહસી, મહત્ત્વાકાંક્ષી તેમજ મજબૂત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જ્યારે છોકરીઓને કમજેાર તથા શાંત દર્શાવવામાં આવી છે, જેમ કે ‘જેક એન્ડ જિલ…’ માં જિલને પુરુષપ્રધાન સમાજની એક કમજેાર છોકરી રૂપે દર્શાવવામાં આવી છે. આ જ રીતે ‘પોલી પુટ ધ કેરલ ઓન…’ માં કહેવામાં આવ્યું છે કે પોલીની જગ્યા કિચનમાં પોતાની સાહેલીઓ સાથે ટી પાર્ટી કરે છે. આ રાયમમાં એ વાત દર્શાવવામાં આવી છે કે છોકરીઓની જગ્યા કિચનમાં જ છે અને તેઓ ઘરની બહાર નીકળી નથી શકતી.
જેાકે નર્સરી રાઈમ્સની વિચિત્રતા અહીં સમાપ્ત નથી થતી, પરંતુ ‘ચબ્બી ચીક્સ નર્સરી રાઈમ્સ…’ થી છોકરીઓને એવું લાગે છે કે જેા તેમના હોઠ ગુલાબી, રંગ રોગો, ડિંપલ, ચિન તથા કર્લી વાળ ન હોય તો તે સુંદર નથી.

જેન્ડર ડિસ્ક્રિમિનેશનવાળી રાઈમ્સ શિખવાડીને છોકરીઓના મનમાં હીનભાવના ભરવામાં આવી રહી છે કે તેઓ કમજેર છે, જ્યારે આજના સમયમાં છોકરીઓ કોઈ પણ કામમાં છોકરાથી પાછળ રહે તેમ નથી. એવું નથી કે માત્ર ઈંગ્લિશ રાયમ્સ આ પ્રકારની છે. આપણા દેશની ભાષામાં પણ આ પ્રકારની કવિતાના ઉદાહરણ જેવા મળી જાય છે. જેમાં ધર્મ, પૂજાપાઠ, પ્રાર્થના, અંધશ્રદ્ધા જેવી વાતનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે… ‘હે ભગવાન તને પ્રણામ…’, ‘અમે તારા સાચા બાળકો બનીએ…’, ‘ભણીશુંગણીશું યોગ્ય બનીશું…’, ‘કામ કરીશું ડરીશું નહીં…’, ‘રોજ આગળ વધીશું વધતા જઈશું…’, ‘આપો વરદાન હે ભગવાન.’ જ્યારે તમે આ પ્રકારની કવિતા બાળકોને શિખવાડો છો ત્યારે તેમના મગજમાં એ વાત બેસી જાય છે કે જેા તેઓ ભગવાનને પ્રાર્થના કરશે તો પરીક્ષામાં પાસ થશે, જ્યારે તમને પણ જાણ છે કે સફળતા આ બધી વસ્તુથી નહીં, પરંતુ મહેનત તથા ઉત્સાહથી સફળતા મળતી હોય છે. તો પછી બાળકોને આવી વસ્તુ શીખવવાથી શું લાભ?
– પ્રતિનિધિ.

વધુ વાંચવા કિલક કરો....