પૂરણ (સ્ટફિંગ)ની સામગ્રી :
* ૨ કપ સત્તુ
* પીસેલી ૫-૬ લસણની કળી
* બારીક સમારેલી ૨ ડુંગળી
* ૧ ઈંચ આદું છીણેલું
* બારીક સમારેલાં ૩ મરચાં
* ૨ ચમચી લીંબુનો રસ
* અડધી ચમચી અજમો
* કેરીનાં અથાણાંના ૨ ટુકડા પીસેલા અથવા આમચૂર પાઉડર
* બારીક સમારેલી કોથમીર
* તેલ
* મીઠું સ્વાદ મુજબ.

લોટ ગૂંદવા માટે સામગ્રી :
* ૩ કપ ઘઉંનો લોટ
* ૨ ચમચી ઘી
* અડધી ચમચી મીઠું.

રીત પૂરણ માટે :
સત્તુમાં લસણ, આદું, ડુંગળી, લીલાં મરચાં, લીંબુનો રસ, અજમો, કેરીનું અથાણું, કોથમીર અને મીઠું નાખો.

લોટ ગૂંદવા માટે :
એક વાસણમાં લોટ ચાળીને તેમાં ઘી અને મીઠું નાખીને જરૂર મુજબ પાણી રેડીને લોટ બાંધી લો.

સત્તુ પરોઠા બનાવવા માટે :
લોટના લૂઆ બનાવીને નાની અને મોટી પૂરી વણી લો. તેની પર પૂરણ મૂકીને પૂરીને ચારેબાજુથી બંધ કરીને ગોળ પરોઠું બનાવી લો. તવો ગરમ કરો અને તેલ નાખીને મધ્યમ આંચ પર બંને તરફથી સોનેરી થવા સુધી શેકો. તેને ચટણી કે દહીં સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....