સામગ્રી :
* ૩૦૦ ગ્રામ અળવી
* ૫૦ ગ્રામ ઘી
* ૧૦ ગ્રામ લાલ મરચું પાઉડર
* ૧૦ ગ્રામ જીરું
* ૧ નાની ચમચી આદું સમારેલું
* ૧ નાની ચમચી લસણ સમારેલું
* ૧ લીલું મરચું
* ચપટી રજવાડી હિંગ
* એક નાની ચમચી જીરું
* ૧૦૦ ગ્રામ જરદાળુ જામ
* ૧ નાની ચમચી લીલું મરચું સમારેલું
* થોડી બ્રેડ ક્રમ્બ્સ
* ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
* તળવા માટે તેલ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
અળવીને ધોઈને સૂકવીને પેસ્ટ તૈયાર કરો. હવે પેનમાં ઘી ગરમ કરીને જીરું, સૂકાં લાલ મરચાં, હીંગ, આદું અને લીલાં મરચાં નાખીને શેકો. પછી અળવીની પેસ્ટ નાખો. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, જીરું પાઉડર અને મીઠો લીમડો નાખો. મીઠું અને કાળાં મરી નાખો. તેનો કટલેટનો આકાર આપો. જરદાળું જામનું ફિલિંગ પૂરીને બ્રેડક્રંબ્સમાં લપેટીને ગરમ તેલમાં તળી લો. ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....