સામગ્રી :
* ૫૦૦ ગ્રામ કારેલા
* ૧૦૦ ગ્રામ કાજુ
* ૨૫૦ ગ્રામ ડુંગળી સમારેલી
* ૧૫૦ ગ્રામ ટામેટાં
* ૧/૨ નાની ચમચી કુકિંગ ક્રીમ
* ૧/૨ નાની ચમચી આદું સમારેલું
* ૧/૨ નાની ચમચી લસણ સમારેલું
* ૧/૨ નાની ચમચી હળદર
* ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
* ૧/૪ નાની ચમચી જીરું
* ૧ કે ૨ આખાં મરચાં
* ૧ તમાલપત્ર
* ૧/૪ નાની ચમચી ધાણા પાઉડર
* ૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર
* થોડું કેરીનું?અથાણું
* ૧ મોટી ચમચી સરસિયું તેલ
* ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
* ચપટી જીરું પાઉડર
* ચપટી અજમો
* થોડું લાલ મરચું પેસ્ટ કરેલું
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
કારેલાને ધોઈને છાલ ઉતારો?અને બી કાઢી લો. હવે તેમને કોઈપણ આકારમાં કાપી લો. હળદર અને તેલથી મેરિનેટ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અજમો, જીરું, સૂકાં લાલ મરચાં અને તમાલપત્ર નાખો. હવે ડુંગળી, આદું, લસણ, ધાણા પાઉડર, હળદર અને ટમેટાં નાખીને ફ્રાય કરો. જ્યારે મસાલા ચડી જાય, તો તેમાં કાજુ મિક્સ કરો અને આમચૂર પાઉડર, કેરીનું અથાણું અને ક્રીમ નાખો. પછી કારેલા પણ નાખી દો. મીઠું નાખો. સ્વાદિષ્ટ કારેલાને જીરા રાઈસ કે રોટલી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....