તહેવારનો અર્થ છે ખુશીઓનો સમય, પરંતુ ગત વર્ષથી કોરાના રહેવાથી આપણે મહદ્અંશે ભીડભાડથી દૂર ઘરમાં વધારે રહેવા મજબૂર બની ગયા છીએ અને જેા બહાર નીકળીએ છીએ તો પણ ડરીડરીને. આ કારણસર લોકો સાથેની મુલાકાત લગભગ ન બરાબર થઈ ગઈ છે. હવે તહેવાર પર એવું એક્સાઈટમેન્ટ જેાવા નથી મળતું, જે મળતું હતું. આ સ્થિતિમાં જરૂરી બન્યું છે કે આપણે તહેવારને ખૂલીને એન્જેાય કરીએ. આપણે પણ પોઝિટિવ રહીએ અને આસપાસ પણ પોઝિટિવિટી ફેલાવીએ. તો આવો જાણીએ તેની કેટલીક ટિપ્સ વિશે, જેના દ્વારા તમે આ વર્ષે તહેવાર પર તમારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ જાળવી શકો છો.

ઘરમાં બદલાવ લાવો
તહેવારના આગમનનો અર્થ ઘરની સાફસફાઈ કરવાથી લઈને અઢળક શોપિંગ કરવું, ઘરના ઈન્ટીરિયરમાં બદલાવ લાવવો, ઘર માટે તેમજ સ્વજનો માટે એવી તમામ વસ્તુ ખરીદવી, જે ઘરને ન્યૂ લુક આપે, સાથે સ્વજનોના જીવનમાં ખુશી લાવવાનું કામ કરે તો આ તહેવાર પર તમે એમ ન વિચારો કે કોણ ઘરે આવવાનું છે કે પછી વધારે બહાર આવવાજવાનું તો નથી ને, પરંતુ એ માનસિકતા સાથે ઘર સજાવો કે તેનાથી ઘર નવું લાગવાની સાથેસાથે ઘરમાં આવેલા બદલાવથી તમારી જિંદગીની ઉદાસીનતા પણ પોઝિટિવિટીમાં ફેરવાઈ જાય. જેાકે તે માટે વધારે બહાર ન નીકળો, પરંતુ તમારી ક્રિએટિવિટીથી ઘરને સજાવવા નાનીનાની ચીજવસ્તુ બનાવો અથવા તમે માર્કેટમાંથી તમારા બજેટ અનુસાર સજાવટની વસ્તુ ખરીદી શકો છો. તમે લાંબા સમયથી ઘર માટે થોડો કિંમતી સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે તેના માટે બજેટ પણ છે તો આ તહેવાર પર તે ખરીદો. વિશ્વાસ રાખો આ બદલાવ તમારી જિંદગીમાં ખુશીઓ લાવવાનું કામ કરશે.

હળીમળીને સેલિબ્રેટ કરો
તહેવાર હોય અને સ્વજનો સાથે મિલનમુલાકાત ન થાય, તો તહેવારની મજા નથી આવતી, જે સ્વજનો સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વખતના તહેવાર પર તમે થોડીક સાવચેતી રાખીને સ્વજનો સાથે ખૂલીને તહેવાર સેલિબ્રેટ કરી શકો છો. જેા તમે અને તમારો પરિવાર તમારા જે લોકો અને મિત્રો સાથે તહેવારની ઉજવણીનો પ્લાન બનાવી રહ્યા છો અને તે બધા પણ ફુલ્લી વેક્સિનેટેડ હોય તો તમે તેમની સાથે થોડીક સાવચેતી રાખીને સેલિબ્રેટ કરી શકો છો. આ સમય દરમિયાન ખૂલીને મોજમસ્તી કરો, ખૂબ સેલ્ફીવેલ્ફી લો, દિલ ખોલીને ડાન્સ કરો અને પોતાના લોકો સાથે ગેમ વગેરે રમીને આ તહેવારની રાતને રંગીન બનાવો. પાર્ટીમાં એટલી ધૂમ મચાવો કે તમારી જિંદગીની બધી ઉદાસીનતા ગાયબ ગઈ જાય અને તમે આ દિવસોમાં માણેલ ખુશીઆનંદને યાદ કરીને માત્ર એમ વિચારો કે હવે પછીનો દરેક દિવસ પણ આ જ ખુશીભર્યા વાતાવરણમાં પસાર થાય. તેનો અર્થ એ કે સેલિબ્રેશનમાં એટલો ઉત્સાહ હોવો જેાઈએ કે તેની યાદ આવતા જ ચહેરા પર ફરીથી હાસ્ય આવી જાય.

સ્વયંને રંગથી રંગો
તમે તહેવાર માટે ઘરને સજાવી લીધું, પરંતુ તહેવારના દિવસે તમારો ફિક્કો લુક તમને બિલકુલ તહેવારનો અહેસાસ નહીં અપાવે. તે જેાતા ઘરને સજાવવાની સાથેસાથે તમારી જિંદગીમાં રંગ ભરવા ખુશ રહેવાની સાથેસાથે તમારે નવા કપડાં ખરીદવા પડશે અને પોતાની જાતને સુંદર રીતે સજાવવી પડશે, જેથી તમારામાં આવેલો આ નવો બદલાવ જેાઈને તમારો કોન્ફિડન્સ વધે. તમને લાગે કે તમે તહેવારને પૂરા મનથી સેલિબ્રેટ કરી રહ્યા છો તો તમારા નવા આઉટફિટ પર તમારો ખીલી ઊઠેલો ચહેરો બીજા લોકોના ચહેરા પર પણ ખુશી લાવવાનું કામ કરશે. પછી ભલે ને તમે કોઈને મળો કે ન મળો, પરંતુ તહેવાર પર બરાબર સુંદર રીતે જરૂર તૈયાર થજેા, કારણ કે આ બદલાવ આપણામાં પોઝિટિવિટી લાવવાનું કામ કરે છે.

ગિફ્ટથી બીજામાં ખુશી વહેંચો
જ્યારે પણ તમે તહેવાર પર કોઈના ઘરે જાઓ અથવા કોઈ સગાંસંબંધી તમારા ઘરે આવે તો તમે તેને ખાલી હાથે જવા ન દો, પરંતુ એકબીજા સાથે ખુશી વહેંચવા માટે ગિફ્ટની આપલે કરો. ભલે ને ગિફ્ટ વધારે મોંઘી ન હોય, પરંતુ તે મનને એ હદે ખુશી આપશે કે જેનો તમે અંદાજ પણ નહીં લગાવી શકો. ગિફ્ટ મળવાની ખુશીથી લઈને તેને ખોલવા તથા જેાવાની ખુશી આપણને ગુડ ફીલ કરાવવાનું કામ કરે છે. સાથે તેનાથી એક સ્પેશિયલ ડેનો અહેસાસ થાય છે. તમે સ્વજનોને ઓનલાઈન પણ ગિફ્ટ પહોંચાડી શકો છો. તો પછી આ તહેવાર પર તમારા લોકોના ચહેરા પર ગિફ્ટથી ખુશી લાવો.

સ્વાદિષ્ટ પકવાનથી એન્જોય કરો
તમે તહેવાર પર તહેવાર જેવું ફીલ કરવા ઈચ્છો છો તો પછી આ દિવસોમાં બનનાર સ્વાદિષ્ટ પકવાન ખાઈને ભરપૂર એન્જોય કરો. એમ ન વિચારો કે જે આપણે ૩-૪ દિવસ તીખુંતળેલું ખાઈશું તો સ્થૂળ થઈ જઈશું, પરંતુ આ દિવસોમાં ઘરે બનાવેલ દરેક ટ્રેડિશનલ ફૂડની મજા લો. તમે પણ ભરપૂર ખાઓ અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી ઘરમાં ખુશીઆનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. ભલે ને કોરોનાના લીધે તહેવારને ઊજવવાની સ્ટાઈલમાં થોડો ફેરફાર જરૂર આવ્યો હોય, પરંતુ તમે તહેવારને એ જ જૂની એનર્જી સાથે ઉત્સાહથી ઊજવો, જે રીતે પહેલાં ઊજવતા હતા. પછી ભલે ને કોઈ આવે કે ન આવે, પરંતુ તમે બનાવો સગાંસંબંધી માટે સ્વાદિષ્ટ પકવાન. જ્યારે ઘરમાં બનશે પકવાન અને તેને બધા સાથે બેસીને ખાશે, ત્યારે તહેવારની મજા પણ બેવડાશે.

સજાવટથી પોઝિટિવિટી લાવો
તમે ઘરમાં એક જ વસ્તુને વર્ષોથી જેાઈને બોર થઈ ગયા છો અને ઘરમાં પોઝિટિવિટી લાવવા ઈચ્છો છો તો ઘરમાં નાનીનાની વસ્તુમાં બદલાવ લાવો. જેમ કે રૂમની કોઈ એક દીવાલને હાઈલાઈટ કરો. તેનાથી તમારા પૂરા રૂમનો લુક બદલાઈ જશે. આ રીતે ઘરમાં નવીનતા લાવવા માટે કુશન કવર, ટેબલ કવર અને બેડશીટને કોમ્બિનેશનમાં રાખો. તમે જૂની સાડીઓમાંથી પણ કુશન કવર બનાવી શકો છો. બાલ્કનીમાં બહાર હેંગિંગ કૂંડા લગાવવાની સાથેસાથે ખાલી બોટલ સજાવીને તેમાં પણ નાના છોડ લગાવી શકો છો. આમ કરવાથી દિલને ખુશી મળશે, સાથે તમારા ઘરમાં આ બધાથી પોઝિટિવ એનર્જી પણ લાવી શકશો. રૂમની દીવાલ જે ઘરની શોભા હોય છે તેને પણ તમે બનાવેલી ડેકોરેશનની વસ્તુથી શણગારીને જીવંત બનાવો.
– પારુલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....