સામગ્રી :
* ૧ કપ રાજમા બાફેલા
* ૧/૨ કપ સોયાનો ચૂરો બાફેલો
* ૧ બટાકો બાફેલો
* ૧/૨ કપ પનીર છીણેલું
* ૪ નાની ચમચી આદું અને લસણની પેસ્ટ
* ૧/૨ કપ કોથમીર બારીક સમારેલી
* ૪ નાની ચમચી આમચૂરશ્
* ૧ નાની ચમચી લાલ મરચું પાઉડરશ્
* ૧/૨ નાની ચમચી હાળદર
* ૧ નાની ચમચી કાળાંમરી પાઉડર
* ૪ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ
* ૧ પેક મેગી મસાલો
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
રાજમાનું પાણી ગળીને મિક્સીમાં પીસી લો. સોયા ચૂરાને?પણ નિચોવીને મિક્સ કરી લો. બટાકાને મેશ અથવા છીણીને મિક્સ કરો. હવે આદું અને લસણની પેસ્ટ, કોથમીર, આમચૂર, લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, મેગી મસાલો?અને કાળાંમરી પાઉડર નાખીને મિક્સ કરી લો. હવે તેમાં ૧ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ નાખીને થોડી વાર લગભગ ૧૦ મિનિટ રહેવા દો. કબાબને ફ્રાઈંગ પેનમાં રિફાઈન ઓઈલ ગરમ કરીને મધ્યમ આંચ પર સેલો ફ્રાય કરો. ડુંગળી અને ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....