વાર્તા – રિતુ વર્મા
રંગોળીજ્યારે ઓફિસથી ઘરે પહોંચી ત્યારે આરવે પૂરું ઘર માથા પર ઉઠાવી લીધું હતું. રંગોળીને જેાતા જ તેની મમ્મીએ રાહતના શ્વાસ લીધા અને આરવને તેના ખોળામાં પકડાવતા કહ્યું, ‘‘આ છોકરાએ તો નાકમાં દમ લાવી દીધો છે.
‘‘પલક એક મિનિટ પણ શાંતિથી વાંચી ન શકી.’’
રંગોળી કંઈ જ બોલ્યા વિના આરવને ઊંચકીને વોશરૂમમાં જતી રહી. બહાર આવીને રંગોળીએ ચાનું પાણી ચઢાવ્યું અને ઊભાંઊભાં શાકભાજી પણ કાપી લીધા.
પછી ચા પીતાંપીતાં રંગોળી આરવને ઊંઘાડવાની કોશિશ કરવા લાગી. આરવ ઊંઘમાં આવતા જ રંગોળીની આંખો હજી ઝપકી લઈ રહી હતી. એટલામાં રૂમમાં મમ્મી વાવાઝોડાની જેમ આવ્યા અને કહ્યું, ‘‘રંગોળી, થોડી ઘણી મને પણ મદદ કર્યા કર.’’
‘‘મારા નસીબમાં તો સુખ નથી.’’
‘‘પહેલા બાળકોની જવાબદારી ઉઠાવો અને ત્યાર પછી તેમના બાળકોની.’’
રંગોળીએ થોડું ચોંકતા કહ્યું, ‘‘મમ્મી, આરવને ઊંઘાડતાં મને થોડી ઊંઘી આવી ગઈ હતી.’’
આરવને ઊંઘાડીને વાળ બાંધીને રંગોળી કિચનમાં આવી ગઈ. મમ્મીપપ્પા માટે પરેજીનું ખાવાનું, પાલક માટે હાઈપ્રોટીન ડાયટ અને પોતાના માટે બસ બંનેના ભોજનમાંથી જે બચે તે જ.
જ્યારે રંગોળી રાતની રસોઈ સમેટી રહી હતી, ત્યાં સુધીમાં આરવ ઊઠી ગયો હતો. જેાકે રંગોળીની તો રોજની આ જ દિનચર્યા હતી. મુશ્કેલીથી તેને ૪ કલાકની ઊંઘ મળી હતી.
રંગોળીએ આરવ માટે દૂધ તૈયાર કર્યું અને ધીરેથી પોતાના રૂમનો દરવાજેા બંધ કરી દીધો. જેા આરવનો જરા સરખો પણ અવાજ બહાર જતો તો વહેલી સવારે મમ્મીના માથામાં દુખાવો શરૂ થઈ જતો હતો.
રંગોળીની જિંદગી થોડા સમય પહેલાં સુધી બિલકુલ અલગ હતી. આમ પણ રંગોળી તો હતી બિલકુલ બિનધાસ્ત અને અલમસ્ત, દુનિયાથી બિલકુલ બેફિકર. લાંબું કદ, ઘઉં વર્ણ રંગ, મોટીમોટી આંખ, મદમસ્ત હાસ્ય અને કર્લી વાળ.

કોલેજ અને ઓફિસમાં બધા જ રંગોળીના દીવાના હતા, પરંતુ રંગોળી દીવાની હતી અભયની. અભય તેની સાથે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. બંનેની મિત્રતા ગાઢ બનીને પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.
એક દિવસે રંગોળીના મમ્મીપપ્પા અભયના ઘરે ગયા હતા અને અભયના મમ્મીપપ્પાનું વર્તન જેાઈને તેમણે રંગોળીને ચેતવી હતી, ‘‘બેટા, આવો પ્રેમ લાંબા સમય સુધી ટકતો નથી. આપણે ત્યાં તો પ્રેમ ૨ લોકો વચ્ચે નહીં, પણ ૨ પરિવાર વચ્ચે હોય છે. આપણો અને તેમનો પરિવાર એટલે કે બંનેના પરિવાર ખૂબ અલગ છે.’’
પરંતુ તે સમયે રંગોળીને કંઈ જ સમજાયું નહોતું. આખરે લડીઝઘડીને અને ખૂબ વિનંતી કરીને રંગોળીએ પોતાના પરિવારને મનાવી લીધો હતો.
જેાકે અભયનો પરિવાર પણ અનિચ્છાએ તૈયાર થયો હતો.
જ્યારે રંગોળી અને અભય હનીમૂન પર ગયા ત્યારે રંગોળીને પણ અભયનો વ્યવહાર થોડો વિચિત્ર જરૂર લાગ્યો હતો.

રંગોળી પુરુષમહિલાના સંબંધોથી અત્યાર સુધી અજાણ હતી. અભય કોણ જાણે કેમ પ્રેમક્રીડા દરમિયાન હિંસક થઈ જતો હતો. આ સમયે રંગોળી પૂરી રીતે સંતુષ્ટ પણ થઈ શકતી નહોતી, પરંતુ અભય તરત મોં ફેરવીને ઊંઘી જતો હતો.
હનીમૂનથી પરત આવ્યા પછી પણ અભયના વ્યવહારમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. રંગોળીની સમજમાં નહોતું આવતું કે આ સ્થિતિમાં તે શું કરે અને આ વિષયે વાત પણ કોની સાથે કરે?
અભયનો પરિવાર વારંવાર રંગોળીને નિમ્ન બતાવતો રહેતો હતો અને અભય ચુપચાપ બધું સાંભળતો રહેતો.
જેા રંગોળી અભય સાથે વાત કરવાની કોશિશ કરતી તો અભય કહેતો, ‘‘મમ્મીપપ્પાએ આપણા નિર્ણયને માન આપ્યું છે. હવે એક વહુ રૂપે તારી જવાબદારી છે કે તું પણ તેમનું દિલ જીતી લે.’’
પછી રંગોળી પણ એક ચક્રવ્યૂહમાં ફસાઈને રહી ગઈ હતી. બસ ઓફિસના એ ૮ કલાક હતા જેમાં તે ખૂલીને શ્વાસ લઈ શકતી હતી.
રાત્રે અભય રંગોળીના શરીરને ચૂંથતો અને ત્યાર પછી પથારીમાં તડપતી છોડી દેતો હતો. બીજી તરફ દિવસે અભયનો પરિવાર રંગોળીના સ્વાભિમાનને કચડતો રહેતો હતો.
રંગોળીની સમજમાં એક વાત આવી ગઈ હતી કે ભલે ને લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ સમજૂતી હંમેશાં છોકરીએ કરવી પડે છે. આ સમયગાળામાં રંગોળી ગર્ભવતી થઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ હવે લગ્નજીવનના મૂળ મજબૂત બની જશે, પરંતુ આરવના જન્મ પછી પણ સમસ્યા યથાસ્થિતિ રહી.
હવે રંગોળીની જવાબદારી ખૂબ વધી ગઈ હતી. રાત્રે આરવ અને ઘરની જવાબદારી, જ્યારે દિવસે ઓફિસની, જેાતજેાતામાં તો રંગોળી એક હાડપિંજર જેવી થઈ ગઈ હતી.
લગ્નના દોઢ વર્ષમાં અભય રંગોળી માટે એક સમસ્યા બની ગયો હતો. ધીરેધીરે રંગોળીની સમજમાં આવી ગયું હતું કે પોતાની પૌરુષત્વની નબળાઈને છુપાવવા માટે અભય તેની પર હંમેશાં હાવી રહેતો હતો. રંગોળી પણ ભરપૂર પ્રયાસ કરતી કે તેની કોઈ પણ વાતથી અભયની મર્દાનગીને ઠેસ ન પહોંચે, પરંતુ જ્યારે એક દિવસ થોડું અસહ્ય થઈ ગયું ત્યારે રંગોળી પોતાના સામાન અને આરવને લઈને પોતાના ઘરે આવી ગઈ હતી.
તેને જેાઈને રંગોળીના મમ્મીપપ્પા ચોંકી ગયા. પપ્પાએ તો ગુસ્સામાં કહી દીધું, ‘‘પહેલા પોતાની મરજીથી લગ્ન કર્યા?અને હવે અહીં આવી ગઈ છે. તારી આ હરકતોની પલક પર કેવી અસર થશે?’’
જ્યારે મમ્મીએ થોડીક નરમાશથી કહ્યું, ‘‘થોડા દિવસ અહીં રહેવા દો ને… જુઓ કેટલી કમજેારી આવી ગઈ છે તેનામાં.’’
પરંતુ જ્યારે મમ્મીપપ્પાના ઘરે રહેતા રંગોળીને ૨ મહિના થઈ ગયા ત્યારે સગાંસંબંધી અને પાડોશીના કાન ઊભા થઈ ગયા. દિવસે પાડોશીઓ મમ્મીપપ્પાને કોસતા અને રાત્રે મમ્મીપપ્પા રંગોળીને.’’ હવે ક્યાં સુધી આ રીતે ઘરમાં પડી રહીશ, પોતાના ઘરે જ ને.’’
રંગોળી બધું જ સાંભળીને પણ શાંત રહેતી હતી. હવે આ ઘર તેનું રહ્યું નહોતું? ઘણી વાર રંગોળીને લાગતું કે તેની સ્થિતિ આજે પણ સાસરી જેવી છે. બસ મમ્મીપપ્પાના ઘરમાં રંગોળીના શરીરને કોઈ ચૂંથતું નહોતું, પરંતુ માનસિક શાંતિ અહીં પણ એક પળ નહોતી.

રંગોળી પોતાની સેલરીનો ૭૫ ટકા ભાગ પોતાની મમ્મીને આપતી હતી અને મમ્મી પણ કોઈ પણ જાતના સંકોચ વિના લઈ લેતી હતી?અને કહેતી, ‘‘આજકાલ કેટલી મોંઘવારી છે. દૂધ અને શાકભાજીના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે.’’
‘‘૧ લિટર દૂધ આરવ પી જાય છે.’’
મમ્મીના મોંએથી આ શબ્દો સાંભળીને રંગોળીનું મન દુખી થઈ જતું હતું.
આ જ રીતે પપ્પા પણ અવારનવાર સંભળાવ્યા કરતા, ‘‘અહીં રહે છે, એટલે તારો જીવનનિર્વાહ ચાલી રહ્યો છે, નહીં તો રૂપિયા ૫૦ હજારમાં પણ કંઈ ન થાત.’’
રંગોળી આ વાત સાંભળીને મમ્મીપપ્પાના અહેસાન તળે દબાઈ જતી હતી.
ક્યારેક મમ્મી કહેતી, ‘‘રંગોળી, પલક વિશે વિચારીને મને પૂરી રાત ઊંઘ નથી આવતી… જેની મોટી બહેન પોતાની સાસરી છોડીને બેઠી હોય તે છોકરી સાથે લગ્ન કોણ કરશે?’’
તે સમયે રંગોળીને એવું લાગતું કે જાણે મમ્મીપપ્પાના ઘરે આવીને તેમની સાથે ખૂબ અત્યાચાર ન કર્ર્યોે હોય.

પલક પણ કોઈ કારણ વિના રંગોળીથી દૂરદૂર રહેતી હતી. તેના મગજમાં એ વાત બેસી ગઈ હતી કે જ્યાં સુધી રંગોળી તેમની સાથે રહેશે ત્યાં સુધી તેના લગ્ન નહીં થઈ શકે.
આજે પણ પલકને છોકરાવાળા જેાવા આવી રહ્યા હતા.
રંગોળી જ્યારે ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે મમ્મીએ કહ્યું, ‘‘આજે જલદી આવી જજે, ઘરના કામકાજમાં મને થોડી મદદ કરજે.’’
રંગોળીએ થોડી ચીડ સાથે કહ્યું, ‘‘અરે મમ્મી, આજે તો ઓફિસમાં ઓડિટ છે.’’
મમ્મીએ ગુસ્સામાં કહ્યું, ‘‘હું એકલી તો કેટલું કરું… આરવને સંભાળું કે મહેમાનોને?’’
રંગોળીએ કહ્યું, ‘‘મમ્મી, આજે હું આરવને મારી કોઈ સાહેલીના ઘરે મૂકી દઈશ.’’
સાંભળીને પપ્પાએ ગુસ્સામાં કહ્યું, ‘‘હવેથી આરવ માટે કોઈ ક્રેચની વ્યવસ્થા કરી લેજે… મારી અને તારી માની હવે ઉંમર નથી રહી નાના બાળકની જવાબદારી ઉઠાવવાની.’’
પલક બોલી, ‘‘રંગોળી દીદી તમે સારું એવું કમાઈ લો છો, તેથી આરવ માટે એક મેડ તો રાખી જ શકો છો.’’
ઓફિસમાં જઈને રંગોળીએ જલદીજલદી કામ પતાવી દીધું, પછી હાફ-ડે લેવા માટે જ્યારે તે બોસ પાસે ગઈ ત્યારે બોસે કહ્યું, ‘‘રંગોળી આ મહિનામાં આ તારો બીજેા હાફ-ડે છે.’’
ઘરે આવીને રંગોળીએ ફટાફટ ભજિયાં તળી નાખ્યા, શીરો બનાવી નાખ્યો અને જલદી આરવને લઈને પોતાના રૂમમાં બંધ થઈ ગઈ. રંગોળી મહેમાનોની સામે આવવા નહોતી ઈચ્છતી.
જેાકે આ વખતે પલકની વાત બની ગઈ. જેવી આ વાત જણાવવા મમ્મી રંગોળીના રૂમમાં ગઈ, ત્યારે આરવ તરત રૂમમાંથી બહાર આવી ગયો.
પછી મમ્મીપપ્પાને પણ રંગોળીનો પરિચય મહેમાનોને કરાવવો પડ્યો. મહેમાનોએ જ્યારે રંગોળીને તેના પતિ અને ઘર વિશે પૂછ્યું ત્યારે પપ્પાએ વાત સંભાળતા કહ્યું, ‘‘અરે રંગોળી તો તમારા આવતા પહેલાં અહીં આવી છે.’’
‘‘અમને આરવ ખૂબ વહાલો છે, તેથી તે અહીં અવારનવાર આવતી-જતી રહે છે.’’
છોકરાવાળા તરફથી વાત લગભગ ફાઈનલ હતી. પૂરો પરિવાર ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. મમ્મીએ રંગોળીને કહ્યું, ‘‘હવે તું પણ પોતાના ઘરે જવા વિશે વિચાર રંગોળી. તારી ભૂલની સજા પલકને ન મળવી જેાઈએ.’’
રંગોળી વિચારી રહી હતી કે પોતાના જ મમ્મીપપ્પા આટલા કઠોર દિલના કેવી રીતે હોઈ શકે છે? બધું તો જણાવી ચૂકી છે તે તેમને,
રંગોળી રોજ વિચારતી કે હવે તે જાય તો ક્યાં જાય? તેને પોતાના પર વિશ્વાસ નહોતો કે શું તે એકલી રહી શકશે. પછી તેણે નક્કી કરી લીધું કે તે અભયના ઘરે પાછી જતી રહેશે.

પોતે સુખી નથી તો કોઈ વાત નહીં, તેના લીધે પલકની જિંદગીમાં કોઈ સમસ્યા ન જેાઈએ.
આ જ રીતે એક દિવસ જ્યારે રંગોળી ઓફિસમાં ઉદાસ થઈને બેઠી હતી, ત્યારે તેની સહકર્મી અતિકા તેની પાસે આવીને બેસતા બોલી, ‘‘આજે શું પાર્ટી કરવા આવીશ?’’
રંગોળીની અતિકા સાથે કોઈ મિત્રતા નહોતી, પરંતુ કોણ જાણે કેમ રંગોળી ધ્રુસકેધ્રુસકે રડી પડી અને તેને પોતાની પૂરી કહાણી સંભળાવી દીધી.
સાંભળીને અતિકાએ કહ્યું, ‘‘અરે તું પણ કેમ એક વેલની જેમ આમતેમ સહારાની શોધમાં ફરી રહી છે? તું એક સ્વતંત્ર મહિલા છે, પોતાનું અને પોતાના દીકરાનું ધ્યાન સ્વયં રાખી શકે છે.’’
રંગોળીએ કહ્યું, ‘‘અતિકા મારી પાસે પોતાનું ઘર ક્યાં છે? તે ઘર મારા પતિનું હતું અને આ મારા મમ્મીપપ્પાનું… આ સ્થિતિમાં હું પણ કેવી રીતે આરવને લઈને એકલી રહી શકું છું. ભૂલ મારી છે તો પછી સજા પણ મારે જ ભોગવવી પડશે ને.’’
અતિકાએ હસીને કહ્યું, ‘‘અરે મૂરખ છોકરી, મરજીથી લગ્ન કરવા એક ખોટો નિર્ણય હોઈ શકે છે, પરંતુ આ કોઈ એવી ભૂલ નથી કે તને તેની સજા મળે. આ સામાજિક બેડીમાંથી બહાર નીકળ અને પોતાનું ઘર જાતે જ બનાવ.’’
અતિકાની ઓળખ ઓફિસમાં એક ચાલુ મહિલા તરીકેની હતી, કારણ કે તે પોતાની જિંદગીને પોતાના હિસાબે જીવતી હતી, પરંતુ આ મુશ્કેલીના સમયમાં એકમાત્ર અતિકા જ હતી જે રંગોળીને સમજતી હતી અને તેની ઢાલ બનીને ઊભી રહી ગઈ હતી.
રંગોળીને અતિકા સાથે મિત્રતા કર્યા પછી એ વાત સમજમાં આવી ગઈ હતી કે દરેક સ્વતંત્ર રીતે જીવતી મહિલાને સમાજમાં ચાલુની ઉપાધી આપી દેવામાં આવે છે.
અતિકાએ હિંમત અપાવ્યા પછી રંગોળીએ પોતાના દીકરાને લઈને મમ્મીપપ્પાનું ઘર છોડવાનો નિર્ણય કરી લીધો.
અતિકાએ આગળ વધીને રંગોળીની મુલાકાત એક વકીલ સાથે કરાવી અને રંગોળીએ અભયથી કાયદેસર અલગ થવાનો નિર્ણય કરી લીધો.

અતિકા એ જ્યારે રંગોળીને તેના ભાડાના ફ્લેટની ચાવી પકડાવી દીધી ત્યારે રંગોળીની આંખમાં આંસુ આવી ગયા.
આ સમયે અતિકાએ હસીને કહ્યું, ‘‘રંગોળી, ફ્લેટ ભલે ભાડાનો હોય, પરંતુ હવે જિંદગીને રંગોથી ભરી દે.’’
જ્યારે રંગોળીએ પોતાનો અને આરવનો સામાન પેક કર્યો ત્યારે મમ્મીએ ખુશીથી કહ્યું, ‘‘આભાર તારો કે તેં પોતાના ઘરે જવાનો નિર્ણય કરી લીધો.’’
રંગોળીએ મમ્મીની વાત સાંભળીને હસતાંહસતાં કહ્યું, ‘‘મમ્મી તું સાચું કહી રહી છે. મેં પણ મારા પોતાના ઘરે જવાનો નિર્ણય કરી લીધો છે. ક્યાં સુધી હું તમારા લોકોના અથવા બીજા કોઈના સહારે જિંદગી જીવીશ. હવેથી તમને લોકોને પણ મારા લીધે કોઈ મુશ્કેલી નહીં થાય. આરવ મારી જવાબદારી છે અને આ જવાબદારીને પણ હું જ ઉઠાવીશ.’’
પપ્પાએ ગુસ્સામાં કહ્યું, ‘‘તું શું કહેવા માંગે છે?’’
રંગોળીએ કહ્યું, ‘‘હું એ જ કહેવા માંગું છું કે આજથી મારી જિંદગીની લગામ હું મારા પોતાના હાથમાં લઈ રહી છું. પછી સારું થશે કે ખરાબ બધી જવાબદારી મારી પોતાની રહેશે. હવેથી તમને બધાને પણ હું આરવ અને મારી જવાબદારીમાંથી મુક્ત કરી રહી છું.’’
મમ્મીએ કહ્યું, ‘‘તારા વિશે પલકની સાસરીના લોકોને અમે શું કહીએ?’’
‘‘કહી દેજેા કે તે પોતાની એક અલગ જિંદગી જીવી રહી છે.’’
ત્યાર પછી રંગોળીએ પોતાના નવા ઘરનું સરનામું લખીને પપ્પાના હાથમાં પકડાવી દીધું.
જેાકે રંગોળીનું ઘર નાનું જરૂર હતું, પરંતુ પોતાનું હતું જ્યાં તેના અસ્તિત્વના મૂળ મજબૂતાઈથી જામી ગયેલા હતા. •

વધુ વાંચવા કિલક કરો....