સામગ્રી
* ૧ કપ મેંદો
* ૧ મોટી ચમચી માખણ
* ૩ મોટી ચમચી પનીર છીણેલું
* ૧ ડુંગળી
* ૧ ટામેટું
* ૧ લીલું મરચું
* ૧ મોટી ચમચી ક્રીમ
* ૧ કળી લસણ
* ૨ મોટી ચમચી ચીઝ
* મીઠું સ્વાદ મુજબ.

રીત
મેંદામાં ૧ નાની ચમચી માખણ અને એક ચતુર્થાંસ ચમચી મીઠું નાખીને લોટ ગૂંદીને નાના-નાના લૂઆ બનાવીને ગોળ વણી લો. પનીરમાં ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું મિલાવો. આ પૂરણને ગોળ પૂરી વચ્ચે ભરીને કિનારી પર પાણી લગાવીને બીજી પૂરીથી બંધ કરો. એક પેનમાં પાણી ગરમ કરીને તેમાં આ તૈયાર રેવીઓલીને ૨-૩ મિનિટ સુધી બાફી લો. ડુંગળી, ટામેટા, લસણ અને લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરો. પેનમાં માખણ ગરમ કરીને ટામેટાના આ મિશ્રણને પકાવો. પછી તેમાં મીઠું અને ક્રીમ ઉમેરો. બેકિંગ ડિશમાં નીચે સોસ તેની પર રેવીઓલી અને ચીઝ સજવીને ઓવનમાં બેક કરો.

વધુ વાંચવા કિલક કરો....