સલ્ફેટ અનેક બ્યૂટિ પ્રોડક્ટમાં જેાવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તે હોય છે શું? સતલિવાના કોફાઉન્ડર નમ્રતા રેડ્ડી સિરુપા જણાવે છે કે સલ્ફેટ એક પ્રકારનું ડિટર્જન્ટ હોય છે. પોતાના શેમ્પૂની બોટલ પર તમે ઘણા પ્રકારના સલ્ફેટના નામ વાંચી શકો છો. તેને પેટ્રોલિયમ અને પ્લાન્ટ ઓઈલમાંથી બનાવવામાં આવે છે. તેનાથી શેમ્પૂ અને બીજી પ્રોડક્ટમાં ફીણ બનાવવાની ક્ષમતા આવી જાય છે અને આ ફીણ તમારી સ્કિન અને સ્કેલ્પ પરની ગંદકીને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ કદાચ તમે એ વાતથી અજાણ હશો કે સલ્ફેટયુક્ત સ્કિન તથા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તે તમારી સ્કિનના નેચરલ ઓઈલને પણ નાબૂદ કરવાનું કામ કરે છે, જેથી તમારી સ્કિન તથા વાળ ધીરેધીરે ડલ તેમજ નિસ્તેજ થવા લાગે છે. ત્યાં સુધી કે તમે સલ્ફેટનો કલર કરેલા વાળમાં ઉપયોગ કરો છો ત્યારે તેનામાં તમારા કલરને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. તેથી આજે કેટલીક સારી બ્યૂટિ બ્રાન્ડ્સ ખાસ સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ બનાવવા પર વધારે ભાર મૂકી રહી છે.

બેલેન્સ રાખે છે પીએચ લેવલ
સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ તેને કહેવાય છે, જેમાં સલ્ફેટ નથી હોતું, પરંતુ તેનો એ અર્થ નથી કે તમે તમારા વાળ અને સ્કિનને બરાબર સ્વચ્છ નથી કરી શકતા. સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ પણ એટલી સફાઈ કરે છે, માત્ર તેના ઉપયોગ દરમિયાન એટલું ફીણ નથી બનતું, જેટલું સલ્ફેટયુક્ત પ્રોડક્ટથી બનતું હોય છે. તેના ઉપયોગથી તમારી સ્કિન અને વાળનું નેચરલ ઓઈલ, સ્કિન સેલ્સ અને કલર પણ સુરક્ષિત રહે છે. સલ્ફેટ ફ્રી શેમ્પૂ તમારા વાળમાંથી ગંદકીને દૂર કરીને તેના ઓઈલ અને પીએચ લેવલને બેલેન્સમાં રાખવાનું કામ કરે છે.

સલ્ફેટ ફ્રી પ્રોડક્ટને પર્યાવરણ માટે પણ સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે સલ્ફેટ આપણને પેટ્રોલિયમ ફોસિલ ફ્યૂઅલમાંથી મળે છે, જેા જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ હોય છે. તેથી આપણે સલ્ફેટના બીજ વિકલ્પ જેમ કે હેંપ સીડ ઓઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રાને સંતુલિત રાખી શકાય છે. સલ્ફેટ ફ્રી પ્રોડક્ટના બીજા અનેક લાભ છે, જેમ કે તે તમારી સ્કિન અને વાળને બિલકુલ નુકસાન નથી પહોંચાડતા. સ્કિનના મોઈશ્ચરને જાળવી રાખે છે અને જેા તમારી સ્કિન પર કોઈ એલર્જી કે બળતરા થતા હોય તો સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ તમારા માટે લાભદાયી સાબિત થશે. કોઈ પણ પ્રોડક્ટને ખરીદતા પહેલાં તેની પરનું લેબલ જરૂર વાંચો. જેા તેમાં નીચે લખેલા કોઈ પણ તત્ત્વના નામનો ઉલ્લેખ હોય, તેનો અર્થ એ થયો કે આ પ્રોડક્ટ સલ્ફેટ ફ્રી નથી.

* સોડિયમ લોરિયલ સલ્ફેટ (SLS)
* સોડિયમ લોરેથ સલ્ફેટ (SLES)
* ફ્લેટ્સ
* પેરાબિંસ
* થાઈથેનોમાઈન

હેલ્થ માટે પણ સેફ નથી
શું તમે જાણો છો કે સોડિયમ લોરિયલ સલ્ફેટ તથા સોડિયમ લોરેથ સલ્ફેટ તમારી સ્કિન તથા હેરના ઓઈલને દૂર કરવાની સાથે તમારી આંખ તથા સ્કિન પર બળતરા પેદા કરે છે તેમજ લંગ્સ માટે પણ પરેશાનીનું કારણ બને છે. જ્યારે તમે તેનાથી બનેલી પ્રોડક્ટનો લાંબા સમય સુધી ઉપયોગ કરો છો તો તે કેન્સરનું પણ કારણ બની શકે છે અને જે લોકોની સેન્સિટિવ સ્કિન હોય છે તે લોકો જેા સલ્ફેટયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે તો તેમના પોર્સ ક્લોગ થવાની સાથેસાથે તેમને ખીલની સમસ્યા પણ થઈ શકે છે. તેથી જ્યારે પણ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદો ત્યારે તપાસી લો કે તે કેમિકલ ફ્રી છે કે નહીં.

હોર્મોન્સના સંતુલનને બગાડે
અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે કેમિકલયુક્ત પ્રોડક્ટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે. તેનાથી રિપ્રોડક્ટિવ હોર્મોન્સ જેમ કે એસ્ટ્રોજન સૌથી વધારે પ્રભાવિત થાય છે. જેથી ઘણી વાર પીસીઓડીથી લઈને ઈનફર્ટિલિટી સુધ્ધાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કેમિકલયુક્ત પ્રોડક્ટના ઉપયોગથી દૂર રહેવામાં સમજદારી છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....