હિન્દી ફિલ્મજગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી સોનમ કપૂરે ફિલ્મ ‘બ્લેક’ માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. ત્યાર પછી તેને ફિલ્મ ‘સાંવરિયા’ માં અભિનેત્રી તરીકે કામ કરવાની તક મળી. ફિલ્મ સફળ ન થઈ, પરંતુ તેને ‘સુપરસ્ટાર ઔર ટુમારો’ નો એવોર્ડ મળ્યો.

વિવેચકોએ તેની ખૂબ ટીકા કરી, પરંતુ સોનમ ચુપ રહીને પોતાનો આત્મવિશ્વાસ કેળવ્યો અને પોતાને સાબિત કરવામાં લાગેલી રહી. તેણે અનેક ફિલ્મો કરી, જેમાં ‘દિલ્લી ૬’, ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘ખૂબસૂરત’, ‘ડૌલી કી ડોલી’, ‘નીરજા’ વગેરે મુખ્ય ફિલ્મો રહી છે. ફિલ્મ ‘નીરજા’ તેના કરિયરની સૌથી શ્રેષ્ટ ફિલ્મ રહી છે.

દર્શકોનો પ્રેમ મળ્યો :
સોનમ જણાવે છે, ‘‘ફિલ્મ ‘નીરજા’એ મારું જીવન બદલી નાખ્યું. આ ફિલ્મ કરતી દરેક ક્ષણે મને મહિલાશક્તિ અને આત્મવિશ્વાસનો અહેેસાસ થયો, જે મને કોઈ પણ ફિલ્મ દરમિયાન નહોતો થયો. આવી ફિલ્મ મને ખૂબ જ પ્રેરિત કરે છે. હું એવોર્ડ માટે ફિલ્મ નથી કરતી, પરંતુ જેા મળી જાય, તો સારું ફીલ કરું છું.’’
સોનમ તેના ડ્રેસિંગસેન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ફિલ્મથી લઈને પર્સનલ લાઈફ સુધ્ધામાં તેના ડ્રેસ તેની બહેન રિયા જ તૈયાર કરે છે.

સોનમ માટે કામ પેશન છે. તે દરેક ફિલ્મ માટે સો ટકા મહેનત કરે છે. તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. તે ખૂબ જલદી બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કરવાની છે.

શીખતી રહું છું :
હસમુખ સ્વભાવની સોનમને ઈન્ડસ્ટ્રીમાં આવ્યે ૧૦ વર્ષ થઈ ગયા છે. તે આ વાતને મોટી ઉપલબ્ધિ માને છે. તે જણાવે છે, ‘‘ઈન્ડસ્ટ્રીમાં હંમેશાંથી મારો ગ્રોથ જ થયો છે. દરેક ફિલ્મથી મેં કંઈ ને કંઈ શીખ્યું છે. દરરોજ સવારે કામ પર જવાની ઈચ્છા શરૂઆતથી રહી છે.’’
સોનમનો પરિવાર મુક્ત વિચારસરણી ધરાવે છે. સોનમ જણાવે છે, ‘‘મારા પરિવારજનોએ ક્યારેય એ નથી કહ્યું કે તું કંઈ કરી નથી શકતી, પરંતુ એ કહ્યું છે કે તું કંઈ પણ કરી શકે છે.’’

‘‘ફિલ્મની પસંદગી હોય કે પર્સનલ લાઈફ બધામાં મારી ઈચ્છા હોય છે. મારી પર ક્યારેય કોઈ પ્રકારનું પ્રેશર નથી રહ્યું. તેથી મને હંમેશાં આત્મવિશ્વાસ મળ્યો અને હું આગળ વધતી ગઈ.
– સોમા ઘોષ •

વધુ વાંચવા કિલક કરો....