હવે પછી આવનાર સીઝનનો મેકઅપ ટ્રેન્ડ ખૂબ લાઈટ અને સાદગી ભર્યો હશે. આ સ્થિતિમાં તમે કેવી રીતે પરફેક્ટ મેકઅપ લુક પ્રાપ્ત કરશો, આવો તે વિશે જણીએ:

  • જે તમારી સ્કિન ક્લીયર હોય તો તમારે હેવી ફાઉન્ડેશન લગાવવાની જરૂર નથી. તેના બદલે લાઈટ ફાઉન્ડેશનમાં થોડું શિમર મિક્સ કરીને લગાવો. તે તમારી સ્કિનને ગ્લોઈંગ ટચ આપશે.
  • ફેસનું કંટૂરિંગ હંમેશાં લાઈટ કરવું જેઈએ. તેના માટે પીચ પિંક બ્લશ જે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. તેનો ઉપયોગ કરીને ખૂબ સુંદર લુક પ્રાપ્ત કરી શકો છો.
  • લાઈટ આઈ મેકઅપ કરવાનો પ્રયત્ન કરો એટલે કે આંખને સોફ્ટટચ આપો, જે તમારા ડે અને ઈવનિંગ બંને સમયના લુક પર શોભશે.
  • સ્મોકી આંખ માટે માત્ર બ્લેક નહીં, પણ ગ્રીન, બ્લૂ, ગ્રે તથા બેરીસ કલર્સ પણ ટ્રાય કરી શકો છો.
  • લિપ્સને પણ એટ્રેક્ટિવ બનાવવાનું ભૂલશો નહીં, કારણ કે આજકાલની ફેશનમાં તેનો રોલ મહત્ત્વનો છે. તે માટે તમે તમારા લિપ્સને ન્યૂડ પિંક અથવા તો ગોલ્ડન ટચ જેમાં શિકારી લુક હોય તે આપીને ખૂબ સુંદર લુક મેળવી શકો છો.
  • આજકાલ ફેશનમાં બેરીસ, ડીપ બ્રાઉન અને મેટલિક ફિનિશમાં પિંક કલર છે, તેમ છતાં પણ આંખ અને ફેસ પર તેનો ઓછો ઉપયોગ કરો, કારણ કે તે તમારી સુંદરતાને બગાડવાનું કામ કરશે.

આ રીતે સજવો સ્વયંને ન્યૂડ ટિપ્સ એન્ડ આઈસ : ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે તમે તમારી પાંપણને મસ્કારાની મદદથી કર્લ કરવાની સાથે ઈનર લિડ્સ પર હળવું વાઈટ કાજલ લગાવીને અમેઝિંગ લુક મેળવી શકો, સાથે આંખની નીચેની કરચલીને કંસીલરની મદદથી દૂર કરીને પરફેક્ટ લુક મેળવો.

સ્મોકી આઈઝ : આ સ્પ્રિંગમાં તમે તમારી આંખને સ્મોકી લુક આપવા માટે બ્લૂ, પર્પલ, યલો અને પિંક જેવા આઈશેડનો ઉપયોગ કરો, સાથે લાઈટ લિપ શેડ્સને પણ ટ્રાય કરો. પછી ભલે ને તમે ન બોલો, પણ તમારી આંખો ઘણું બધું કહી દેશે.

ગ્લોઈંગ સ્કિન : સ્કિનને ચાર્મિંગ તથા ગ્લોઈંગ દર્શાવવા માટે પીચી બ્લશ અને લાઈટ લિક્વિડ ફાઉન્ડેશન અથવા તો સીસી ક્રીમનો ઉપયોગ કરો. તેની સાથે લિપસ્ટિકના ન્યૂડ શેડ્સને ટ્રાઈ કરવાનું ભૂલશો નહીં.

ગ્લિટર આઈલાઈનર્સ, લિપ ટિંટ્સ : હવે બોરિંગ બ્લેક લાઈનર્સના બદલે ગોલ્ડ, સિલ્વર લાઈનરનો ઉપયોગ કરીને આંખને એટ્રેક્ટિવ બનાવો. લિપ ટિંટ્સ લિપ્સને મોઈશ્ચરયુક્ત તો રાખશે, સાથે ગ્રેસ પણ અલગ જ આવશે.

હાઈલાઈટર : હાઈલાઈટર જે માત્ર ચીક્સને શાઈન આપવાનું જ કામ નહીં કરે, પણ તેને આંખના કોનર્સ પર લગાવવાથી આંખ મોટી દેખાશે. સાથે તમે તેને લિપસ્ટિક પર ગોલ્ડન ફિનિશિંગ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો એટલે કે મલ્ટી વર્ક.

લાઈટ કંટૂરિંગ લુક : લાઈટ કૂંરિંગ સ્ટિકનો ઉપયોગ કરીને ગ્લેમરસ લુક પ્રાપ્ત કરી શકો છો.

– મોના લાલ.

વધુ વાંચવા કિલક કરો....