હું ૩૦ વર્ષની પરિણીત યુવતી છું. બાળપણમાં જ મારા સિવાય ઘરમાં ૩ મોટા ભાઈ છે. હું એકમાત્ર નાની બહેન હતી. ભાઈઓની વહાલી હોવી જેાઈતી હતી, પણ લાડપ્રેમ તો દૂર ક્યારેય કોઈએ મારી સાથે સીધા મોં વાત સુધ્ધાં ન કરી. મમ્મી બીમાર રહેતી હતી, તેથી અભ્યાસની સાથેસાથે હું ઘરનું કામ કરતી. તેમ છતાં મારો વચ્ચેનો ભાઈ ખબર નહીં કેમ મને નફરત કરતો હતો. હંમેશાં ઝઘડો કરતો અને મારપીટ કરતો હતો. એક વાર તો તેણે ગળું દબાવીને મને જાનથી મારવાની કોશિશ કરી. મમ્મીએ વચ્ચે આવીને મને બચાવી. મારો આ ભાઈ કદાચ તેની બેરોજગારીના લીધે તાણમાં રહેતો હતો અને કોઈની પર તો તેનો હુકમ ચાલતો નહોતો, તેથી તે મને મારતો. કોઈએ તેને સમજાવવાનો પ્રયાસ ન કર્યો અને એક દિવસ તેણે આત્મહત્યા કરી લીધી. તેના મૃત્યુ પછી મમ્મીનું સ્વાસ્થ્ય દિવસેદિવસે ખરાબ થવા લાગ્યું અને પછી તેનું પણ મૃત્યુ થઈ ગયું. મોટા ભાઈએ લગ્ન કરી લીધા. મને લાગ્યું કે મમ્મીના ગયા પછી ઘરમાં ભાભી આવવાથી માહોલ બદલાશે. મને પણ ઘરના કામમાં મદદ થશે. કદાચ જીવનમાં થોડો આરામ મળશે, પણ સ્થિતિ વધારે ખરાબ થઈ. ભાભી ઘરનું કોઈ કામ નથી કરતી. મારું કામ વધી ગયું. મને તો ભરપેટ ખાવાનું પણ ન મળતું. તેણે આવતા જ મારી પર લગ્ન કરવા બાબતે દબાણ આપવાનું શરૂ કરી દીધું. મારો અભ્યાસ તો મમ્મીના મૃત્યુ પછી અધૂરો રહી ગયો હતો. મને ભણવાનો શોખ હતો. તેથી મેં પ્રાઈવેટ પરીક્ષા આપીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મારે લગ્ન નથી કરવા અને હું કાબેલ બનવા માંગુ છું, પણ બંને ભાઈ તે માટે મંજૂરી નથી આપતા. નાનો ભાઈ મારપીટ કરે છે અને કહે છે કે લગ્ન નથી કરવા તો ઘરમાંથી નીકળી જા. આ ઘરમાં તને રહેવાનો કોઈ હક નથી. ઘર પર તે બંનેનો હક છે. કેટલીય વાર ઈચ્છા થાય છે કે ઝેર ખાઈને આત્મહત્યા કરી લઉં. બાળપણથી આજ સુધી મેં માત્ર દુખ જ જેાયું છે. ક્યારેય કોઈના પ્રેમના બે શબ્દ સાંભળવા નથી મળ્યા. મારા જન્મના થોડા દિવસ પછી જ પપ્પા ગુજરી ગયા ત્યારથી મમ્મી મને મનહૂસ કહેતી. પછી ભાઈઓ મારતા, ગાળો બોલતા. બાકીની કસર ભાભીએ આવીને પૂરી કરી દીધી. આખો દિવસ બળદની જેમ ઘરનું કામ કરતી. મને કંઈ જ સમજાતું નથી કે હું શું કરું. નોકરી તે મને કરવા નથી દેતા. લગ્ન મારે નથી કરવા, કારણ કે પુરુષ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. જ્યારે મારા ભાઈએ જ પ્રેમ ન આપ્યો તો કોઈ બહારની વ્યક્તિ પર કેવી રીતે વિશ્વાસ કરું કે તે મારી ચિંતા કરશે. ક્યારેક મન થાય છે ઘરેથી ભાગી જઉં તો ક્યારેક આત્મહત્યા કરવાનું મન થાય છે. કૃપા કરીને શું કરુ જણાવો?

તેને સંયોગ જ કહેવાય કે બાળપણથી આજ સુધી તમારું જીવન ત્રાસપૂર્વક રહ્યું. તે માટે ઘરના સભ્યોથી વધારે તમારા પરિવારની પ્રતિકૂળ પરિસ્થિતિ જવાબદાર રહી. પપ્પાના અચાનક ગુજરી જવાથી ૪-૪ બાળકની જવાબદારી તમારી મમ્મીના ખભે આવી ગઈ. એકલી મહિલા માટે આ બધું કરવું અને જીવનના સંઘર્ષનો સામનો કરવો સરળ નથી હોતો. તે સિવાય તે બીમાર રહેતા હતા. તમારી સમસ્યાથી કંટાળીને તે તમારી પર ભડકતા હતા. તેથી તમારે એ ન સમજાવું જેાઈએ કે તે તમને પ્રેમ નહોતા કરતા. બાકી રહી તમારા ભાઈઓના તમારા પ્રત્યે વ્યવહારની વાત તો માતાપિતા ન રહેવાથી તમારા લગ્નની જવાબદારી પણ તમારા ભાઈ પર આવી ગઈ. તેથી તે ઈચ્છે છે કે તમે લગ્ન કરો. તમારા ભાઈનો વ્યવહાર તમારા પ્રત્યે સારો નથી તો તેનો અર્થ એ નથી કે બધા પુરુષ તેમના જેવા કઠોર હોય. આત્મહત્યા જેવી કાયરતાની વાત તમારા મનમાંથી કાઢી નાખો. આ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમારો બીજેા વિકલ્પ ઘરેથી ભાગવાનો પણ સારો નથી. તમે મુસીબતમાં આવી શકો છો. તેથી આ ભૂલ ક્યારેય ન કરો. તમારી વિચારસરણીને સકારાત્મક રાખો અને ઘરવાળાની વાત માનીને લગ્ન કરી લો. શક્ય છે કે લગ્ન પછી તમને તે બધી ખુશીઓ મળે, જેનાથી તમે આજ સુધી વંચિત રહ્યા છો. તમારું પોતાનું ઘર હશે. તમારો પરિવાર હશે, જ્યાં તમે સલામત રહેશો.

હું ૨૭ વર્ષની પરિણીતા ૭ વર્ષના દીકરાની મા છું. મારો પતિ બિઝનેસમેન છે. અમારો પરિવાર સંયુક્ત છે. સમસ્યા એ છે કે સાંજે પતિ, મારા જેઠ અને સસરા ભેગા થઈને દારૂ પીવે છે. પતિને દરેક રીતે સમજાવી ચૂકી છું કે બાળક મોટા થાય છે, તેમની સામે ખુલ્લેઆમ દારૂ પીવો સારી વાત નથી. પતિ સમજતા નથી. મેં મારા ભાઈને મારી ચિંતા જણાવી તો તે કહે છે કે મારે દીકરાને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવો જેાઈએ, કારણ કે ઘરમાં એવો માહોલ નથી. પતિને પૂછ્યું તો તેમને કોઈ વાંધો નથી, પણ હું ડરું છું કે એકલા રહીને બાળક ક્યાંક એકલતા ન અનુભવે, જણાવો કે મારી ચિંતા વાજબી છે કે નહીં?

જેા તમને લાગે છે કે બાળકના અભ્યાસ માટે ઘરમાં અનુકૂળ વાતાવરણ નથી તો તમે તેને બોર્ડિંગ સ્કૂલ મોકલી શકો છો. ત્યાં અનુશાસિત અને સ્વસ્થ માહોલ મળશે. વચ્ચેવચ્ચે તમે લોકો બાળકને મળવા જતા રહો અને તે પણ રજામાં તમારી પાસે આવશે, તેથી તમારા માટે તેનો પ્રેમ ઓછો નહીં થાય. તમે શરૂઆતમાં બાળક વિના નહીં રહી શકો, પણ તેના ભવિષ્ય માટે તમારા મનને મક્કમ કરવું પડશે.

વધુ વાંચવા કિલક કરો....