મોબાઈલ, કમ્પ્યૂટર અને ટીવી જેાવાનું બંધ કરી દો, કાચની દીવાલથી ઘેરાયેલી ઓફિસ અથવા ઘરની ચાર દીવાલની બહાર નીકળો, કારણ કે આ જ તો સમય છે બધું છોડીને મસ્તી કરવાનો. બાળકોની સાથે હાથીઓને નવડાવવાનો, લાકડાના પુલને પાર કરીને બતકના ટોળા સાથે રમવાની આ જ તો તક છે. તો પછી આવો ખુશીઓ અને પ્રેમની મસ્તીમાં ખોવાઈ જઈએ. ઈટ્સ ટાઈમ ટુ કમ આઉટ એન્ડ પ્લે. જી હા, રોજબરોજની કંટાળાજનક જિંદગીને બાયબાય કરીને બાળકો અને પરિવાર સાથે નીકળી પડો કેરળની રોમાંચક સહેલ પર.

સમુદ્રના સરપ્રાઈઝ : આસમાની આકાશને તો તમે દરરોજ જેાતા હશો, પણ હિલોળા લેતા દરિયાના મોજા પર દિવસના દરેક સમય સાથે રંગ બદલતા આકાશને જેાવું ખૂબ રોમાંચક બની જાય છે. જે તમને સમુદ્રતટ પસંદ છે તો તમારે કેરળ ફરવા જવાનો પ્લાન અચૂક બનાવવો જેાઈએ. અહીં લહેરાતા નાળિયેરના વૃક્ષથી ઘેરાયેલા આસમાની સમુદ્રમાં સર્ફિંગ કરવાની મજા જ અલગ છે. સમુદ્રના ઊંચાનીચા તથા મોજાને ચીરીને નીકળવાના રોમાંચનો સ્વઅનુભવ લેવા તૈયાર થઈ જાઓ. સર્ફિંગ પછી અહીં મળતા ઘણા પ્રકારના સીફૂડ દ્વારા પેટની ભૂખને પણ શાંત કરો. સમુદ્રતટની નજીકમાં તમારા માટે ખૂબ સારી સરપ્રાઈઝ છે, પરંતુ તમારામાં માત્ર નવું નવું જાણવાની અને જેવાની ઈચ્છા હોવી જેાઈએ. માછીમારો સાથે મિત્રતા કરો અને તેમને માછલી પકડતા જુઓ. સૂર્યાસ્ત સમયે પાણીના પ્રવાહની સાથેસાથે ચાલવું તમને એક અલગ અહેસાસથી ભરી દેશે. છીપ વીણીને તેની માળા બનાવવામાં પણ કંઈ ઓછો રોમાંચ નથી.

કેરળના સમુદ્રતટ દુનિયાભરના : સહેલાણીઓને પોતાના તરફ આકર્ષે છે. અહીંના કેટલાક મુખ્ય સમુદ્રતટ છે – ચેરાઈ, બેકલ, કપ્પડ, કોવલમ, ધરમદમ, કોચ્ચી, મરારી, વર્કલા વગેરે. ફન એક્ટિવિટી : મિત્રો અથવા પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે સેન્ડ, રેઈન ફોરેસ્ટ અથવા હાઉસબોટ કરતા વધારે ઉત્તમ જગ્યા ભલા કઈ હોઈ શકે છે. આ બધા સાથે કેટલીક ફન એક્ટિવિટી પણ છે તો પછી પૂછવું જ શું. બીચ સેન્ડ પર ફેમિલી ક્રિકેટ ટૂર્નામેન્ટ, સ્લોસાઈકલિંગ, ફૂટબોલ વગેરેની મજા માણો. પોતાની દરેક ક્ષણને ક્રમબદ્ધ રીતે તસવીર રૂપે લઈ લો, જેથી સ્વજનો સાથે વિતાવેલી ખુશીઆનંદની આ ક્ષણો યાદગાર બની જાય.

બેકવોટર : અહીં તમને કેટલીક સુંદર અને દુર્લભ પ્રજાતિના જળજીવનને નજીકથી જેાવાની તક પ્રાપ્ત થશે, જેમ કે દેડકા, કરચલા, મડસ્કીપર, કિંગફિશર, ડાર્ટર, કાચબા, કોર્ટક વગેરે. બેકવોટરના કિનારે ઉગેલા ઘટાદાર વૃક્ષ, ઝાડીઓ, ખજૂરી પૂરા વાતાવરણને લીલોતરીથી ભરી દે છે. કેટલાક સુંદર બેકવોટર જે તમે અહીં જેાઈ શકો છો તેમાં છે કોલ્લમ બેકવોટર, અલ્લેપી બેકવોટર, કોઝીકોડ બેકવોટર, કોચીન વગેરે છે.

હાઉસબોટનો આનંદ : કેરળના અસંખ્ય જળસ્રોત સાથે વહેતા અહીંની જિંદગીને નજીકથી જેવી ખૂબ રોમાંચક લાગે છે. હાઉસબોટમાં બેસીને બેકવોટરની સહેલગાહ અલગ અનુભવ આપે છે. અહીંની હાઉસબોટના ડેક ખૂબ સુંદર હોય છે. તેની પર બેસીને બેકવોટરની સુંદરતાને નિહાળવાનો અનુભવ એક અલગ અહેસાસ કરાવે છે.

મસાલાના બગીચાની મુલાકાત : કેરળમાં ગરમ મસાલાના અનેક બગીચા છે. અહીંના સ્થાનિક લોકો સહેલાણીઓને મસાલાની ખેતી અને ભિન્ન પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટી વિશે વિસ્તારથી જાણકારી આપે છે. આ બધું જાણવું અને જેવું ખૂબ રોમાંચક રહે છે કે કેવી રીતે મરીની ડાળીઓ કોઈ પણ મજબૂત વૃક્ષની પર ચઢાવી દેવાય છે. જ્યાં મરી ઝૂમખા રૂપે લટકતી રહે છે. જ્યારે મોટામોટા પાંદડાં વાળા ઈલાયચીના છોડનો પાક દર ૪૫ દિવસમાં મળે છે. હિંગના ઝાડના થડમાં ચીરો મૂકીને એક તરલ પદાર્થ કાઢવામાં આવે છે જે સુકાઈને હિંગ બને છે. આ રીતે તજ, લવિંગ, તેજપત્તા જેવા મસાલાની સુગંધ ભૂખ વધારવાનો અનુભવ કરાવે છે. અહીં સ્થાનિક દુકાનદારો પાસેથી ભાવ કરીને મસાલા ખરીદો અને કેરળની ખાસ વાનગીનો આનંદ લો.

રોમાંચ અને એડવેંચર : જિંદગીમાં રોમાંચ અને એડવેંચર પસંદ છે તો કેરળ તમારા માટે સૌથી સારી જગ્યા છે. અહીં તમે દિલ ખોલીને ટ્રેકિંગ, રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ, વિન્ડ સર્ફિંગ, પેરાસેલિંગ વગેરે કરી શકો છો. કેરળના બેકવોટરમાં ટ્રેકિંગનો અનુભવ કોઈ પણ બીજા સ્થળના આવા અનુભવથી જુદા હશે. ટ્રેકિંગ માટે કેરળમાં પેરિયાર સૌથી ઉત્તમ જગ્યા છે. અહીં સફારી, બાંબુ રાફ્ટિંગ, કેમ્પ્સ, પ્લાંટેશન વગેરેની મજા માણવા ઓછામાં ઓછા ૧ અઠવાડિયાનો સમય ઉત્તમ રહેશે. આમ તો કેરળમાં ટ્રેકિંગનો અનુભવ લેવા માટે લાંબા સમયની જરૂર નથી. કુલ ૩-૪ દિવસમાં તમે અહીં રેઈન ફોરેસ્ટ ટ્રેકિંગનો ભરપૂર આનંદ માણી શકો છો. રસ્તામાં પણ તમને અહીં ઘણુંબધું જેાવા માટે મળશે. ગીચ જંગલની મોહક લીલોતરી, વિવિધ પ્રજાતિના પશુપક્ષી અને વન્યજીવ, દુર્લભ અને ખૂબસૂરત ફૂલોની સુગંધ, પહાડની વચ્ચેથી નીકળતો સૂર્ય, જાતજાતની આકૃતિઓ બનાવતા વાદળોનું ઝુંડ વગેરે અહીંના આકર્ષણ છે. તમે જંગલમાં કેમ્પ લગાવીને રાત્રિ રોકાણ કરીને રાત્રે તારા દર્શનનો આનંદ પણ ભરપૂર માણી શકો છો. અહીંના તળાવમાં રાફ્ટિંગ કરવું પણ ખૂબ રોમાંચક રહેશે.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....