મોબાઈલ, કમ્પ્યૂટર અને ટીવી જેાવાનું બંધ કરી દો, કાચની દીવાલથી ઘેરાયેલી ઓફિસ અથવા ઘરની ચાર દીવાલની બહાર નીકળો, કારણ કે આ જ તો સમય છે બધું છોડીને મસ્તી કરવાનો. બાળકોની સાથે હાથીઓને નવડાવવાનો, લાકડાના પુલને પાર કરીને બતકના ટોળા સાથે રમવાની આ જ તો તક છે. તો પછી આવો ખુશીઓ અને પ્રેમની મસ્તીમાં ખોવાઈ જઈએ. ઈટ્સ ટાઈમ ટુ કમ આઉટ એન્ડ પ્લે. જી હા, રોજબરોજની કંટાળાજનક જિંદગીને બાયબાય કરીને બાળકો અને પરિવાર સાથે નીકળી પડો કેરળની રોમાંચક સહેલ પર.

સમુદ્રના સરપ્રાઈઝ : આસમાની આકાશને તો તમે દરરોજ જેાતા હશો, પણ હિલોળા લેતા દરિયાના મોજા પર દિવસના દરેક સમય સાથે રંગ બદલતા આકાશને જેાવું ખૂબ રોમાંચક બની જાય છે. જે તમને સમુદ્રતટ પસંદ છે તો તમારે કેરળ ફરવા જવાનો પ્લાન અચૂક બનાવવો જેાઈએ. અહીં લહેરાતા નાળિયેરના વૃક્ષથી ઘેરાયેલા આસમાની સમુદ્રમાં સર્ફિંગ કરવાની મજા જ અલગ છે. સમુદ્રના ઊંચાનીચા તથા મોજાને ચીરીને નીકળવાના રોમાંચનો સ્વઅનુભવ લેવા તૈયાર થઈ જાઓ. સર્ફિંગ પછી અહીં મળતા ઘણા પ્રકારના સીફૂડ દ્વારા પેટની ભૂખને પણ શાંત કરો. સમુદ્રતટની નજીકમાં તમારા માટે ખૂબ સારી સરપ્રાઈઝ છે, પરંતુ તમારામાં માત્ર નવું નવું જાણવાની અને જેવાની ઈચ્છા હોવી જેાઈએ. માછીમારો સાથે મિત્રતા કરો અને તેમને માછલી પકડતા જુઓ. સૂર્યાસ્ત સમયે પાણીના પ્રવાહની સાથેસાથે ચાલવું તમને એક અલગ અહેસાસથી ભરી દેશે. છીપ વીણીને તેની માળા બનાવવામાં પણ કંઈ ઓછો રોમાંચ નથી.

કેરળના સમુદ્રતટ દુનિયાભરના : સહેલાણીઓને પોતાના તરફ આકર્ષે છે. અહીંના કેટલાક મુખ્ય સમુદ્રતટ છે - ચેરાઈ, બેકલ, કપ્પડ, કોવલમ, ધરમદમ, કોચ્ચી, મરારી, વર્કલા વગેરે. ફન એક્ટિવિટી : મિત્રો અથવા પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે સેન્ડ, રેઈન ફોરેસ્ટ અથવા હાઉસબોટ કરતા વધારે ઉત્તમ જગ્યા ભલા કઈ હોઈ શકે છે. આ બધા સાથે કેટલીક ફન એક્ટિવિટી પણ છે તો પછી પૂછવું જ શું. બીચ સેન્ડ પર ફેમિલી ક્રિકેટ ટૂર્નામેન્ટ, સ્લોસાઈકલિંગ, ફૂટબોલ વગેરેની મજા માણો. પોતાની દરેક ક્ષણને ક્રમબદ્ધ રીતે તસવીર રૂપે લઈ લો, જેથી સ્વજનો સાથે વિતાવેલી ખુશીઆનંદની આ ક્ષણો યાદગાર બની જાય.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....