શિક્ષણ હોય કે રોજગાર, છેલ્લા એક દાયકાનું પરિવર્તન જુઓ તો ખબર પડે કે છોકરાઓથી વધારે છોકરીઓએ બાજી મારી છે. આત્મવિશ્વાસુ મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોથી આગળ છે…’’ પત્ની કમાઉ અને પતિ બેરોજગાર એવા ઉદાહરણ પહેલાં ખૂબ ઓછા મળતા હતા, પણ છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં એવા ઉદાહરણની સંખ્યા વધતી જઈ રહી છે. આ સ્થિતિમાં પરસ્પર તાલમેલ બેસાડવો મુશ્કેલ થતો જઈ રહ્યો છે. તેથી જરૂર એ વાતની છે કે હવે કમાઉ વહુને માનસન્માન અને અધિકાર આપવાની સાથેસાથે તેની સાથે તાલમેલ બેસાડવાની પણ શરૂઆત કરવામાં?આવે, પતિએ પણ પત્ની સાથે તાલમેલ બેસાડીને ચાલવું જેાઈએ ત્યારે ગૃહસ્થીની ગાડી ચાલશે. મેરઠની રહેવાસી નેહાનાં લગ્ન તેના જ સહાધ્યાયી પ્રદીપ સાથે થયા. લગ્ન સમયથી જ બંને એકસાથે જેાબ માટે કેટલીય સ્પર્ધામાં એકસાથે બેસતા હતા. પરંતુ પ્રદીપ કોઈપણ સ્પર્ધામાં સફળ ન થયો, નેહાએ એક કોમ્પિટિશન પાસ કરી લીધી. તે સરકારી વિભાગમાં ઓફિસર તરીકે નિયુક્ત થઈ. પ્રદીપે તે પછી પણ અનેક પ્રયાસ કર્યા પણ જેાબ ન મળી શકી. તે પછી તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. લગ્નના કેટલાક વર્ષ સુધી બંનેની વચ્ચે તાલમેલ જળવાઈ રહ્યો પણ પછી ધીમેધીમે પરસ્પર તાણ રહેવા લાગી. નેહાની જે હેસિયત અને માનમોભો સમાજમાં હતો તે પ્રદીપને ખટકવા લાગ્યો. તે હીનભાવનાથી પીડાવા લાગ્યો. આ જ હીનભાવનાથી તેમની વચ્ચે ફાટ પડવા લાગી. ધીમેધીમે તેમની વચ્ચે સંબંધ વણસવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે ૪ વર્ષમાં જ લગ્ન તૂટી ગયા. સર્વિસમાં બરાબરી ન થવાથી પતિપત્ની વચ્ચે છૂટાછેડાના અનેક બનાવ બનતા જઈ રહ્યા છે. છેલ્લાં ૧૦ વર્ષનું પરિવર્તન જેાઈએ તો ખબર પડે છે કે છોકરાઓથી વધારે છોકરીઓના શિક્ષણથી લઈને રોજગાર સુધીમાં પોતાની ધાક જમેલી છે. કોઈપણ પરીક્ષાના પરિણામ જેાઈ લઈએ સૌથી વધારે છોકરીઓ જ સારા માર્કથી પાસ થઈ રહી છે. પહેલાં લગ્ન પછી છોકરીઓને નોકરી છોડવા માટે કહેવામાં?આવતું હતું. સરકારી નોકરીઓમાં મોટી સુવિધાઓના પગલે હવે લગ્ન પછી કોઈ છોકરી પોતાની સરકારી નોકરી નથી છોડતું. હવે આ બાબતમાં તાણ વધી રહી છે જ્યાં પત્ની સારી સરકારી નોકરી કરી રહી છે પણ પતિ કોઈ ખાનગી જેાબમાં છે. મોટું પરિબળ છે

સામાજિક પરિવર્તન : પહેલાં ખૂબ ઓછા કેસમાં છોકરીઓ લગ્ન પછી જેાબ કરતી હતી. હવે ખૂબ ઓછા કેસમાં છોકરીઓ લગ્ન પછી જેાબ છોડે છે. તેનું સૌથી મોટું કારણ લોકોની સામાજિક વિચારસરણીનું બદલાવું છે. હવે લગ્ન પછી મહિલા કામ કરે તેને લઈને કોઈ પ્રકારનું કોઈ જ દબાણ નથી હોતું. શહેરોમાં રહેવું, બાળકોને ભણાવવા અને સામાજિક રહેણીકરણી સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ થતો જઈ રહ્યો છે. આ સ્થિતિમાં પતિ જ નહીં તેનો પૂરો પરિવાર ઈચ્છે છે કે પત્ની પણ જેાબ કરે. માત્ર સર્વિસની બાબતમાં જ નહીં, બિઝનેસની બાબતમાં પણ એવું જ થઈ રહ્યું છે.

રાહુલ ખાનગી બેંકમાં કામ કરે છે. તેની સેલરી સારી છે. તેમ છતાં તેણે પોતાની પત્નીને પોતાની પસંદનો બ્યૂટિ બિઝનેસ કરવાની પરવાનગી આપી દીધી. રાહુલની પત્ની સંધ્યાએ એક બ્યૂટિપાર્લરની ફ્રેન્ચાઈઝી લઈ લીધી. તેમાં પૈસા તો હતા જ, સાથે સામાજિક સીમા પણ વધી. હવે રાહુલથી વધારે સંધ્યાને લોકો જાણવા લાગ્યા હતા. બિઝનેસમાં સફળ થયા પછી સંધ્યાની પર્સનાલિટીમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવી ગયું. સગાસ્નેહીમાં પહેલાં જે લોકો તેના કામની મજાક ઉડાવતા હતા તે જ હવે તેની પ્રશંસા કરતા થાકતા નહોતા. પતિની સેલરીથી વધારે સંખ્યા પોતાને ત્યાં કામ કરનારને પગાર આપવા લાગી છે. તે કહે છે, ‘‘૧૦ વર્ષ પહેલાં મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે ઘરપરિવાર સગાસ્નેહી એ વિચારતા હતા કે મેં ટાઈમપાસ માટે કામ શરૂ કર્યું છે. કેટલાય લોકો વિચારતા હતા કે પતિના પગારની મદદ લઈને હું કામ કરી રહી છું, પરંતુ જ્યારે થોડા જ વર્ષમાં મારા કામની પ્રશંસા થવા લાગી તો બધાને વિશ્વાસ થઈ ગયો. ‘‘હવે તે જ લોકો મારો પરિચય આપતા ગર્વથી કહે છે કે હું તેમની વહુ છું. પતિ પણ મજાકમજાકમાં કહી દે છે કે મારાથી વધારે લોકો તેમને જાણે છે.’’ મહિલાઓ પહેલાં પણ કામ કરતી હતી, પણ ત્યારે તેમની સામે કામ કરવાની તક ઓછી હતી. તેમનામાં સ્વયં પર વિશ્વાસ નહોતો. સમાજનો પણ પૂરો સહકાર નહોતો મળતો. આ સ્થિતિમાં તેનામાં?આત્મવિશ્વાસ પેદા નહોતો થતો. મોટાભાગે સંયુક્ત પરિવાર રહેતા હતા, જેનાથી મહિલાની કમાણી પર તેનો અધિકાર ઓછો જ રહેતો હતો. પરંતુ હવે એવું બિલકુલ નથી. આ બચત કરેલા પૈસા મહિલામાં આત્મવિશ્વાસ પેદા કરે છે. આ આત્મવિશ્વાસથી જ સાચા અર્થમાં મહિલાઓનું સશક્તિકરણ થયું છે. તે પોતાના નિર્ણય જાતે લેવા લાગી છે. તેનાથી તેમની અલગ ઓળખ બની રહી છે. ૩૫ વર્ષની રીના જણાવે છે, ‘‘મને કેકપેસ્ટ્રી બનાવવાનો શોખ બાળપણથી હતો. જે પણ ખાતું ખૂબ પ્રશંસા કરતા હતા. હું લગ્ન પહેલાં ખાનગી જેાબ કરતી હતી. લગ્ન પછી તે છૂટી ગઈ. થોડાક વર્ષો પછી મેં ફરીથી મારું કામ શરૂ કરવાની યોજના બનાવી. મારા પતિએ કહ્યું કે જેાબ કરી લે પણ મેં કહ્યું કે ના હવે કેકપેસ્ટ્રી બનાવવાનું કામ કરીશ. પતિને આ કામ ન ગમ્યું.’’ ‘‘મેં મહેનતથી કામ કર્યું અને પછી ૩ વર્ષમાં જ મારી બનાવેલી કેક શહેરના લોકોની પહેલી પસંદ બની ગઈ. મારી પાસે હવે ઘણો સ્ટાફ છે. હું શહેરમાં બિઝનેસ વુમન બની ગઈ છું. લોકો મારી ખૂબ પ્રશંસા કરે છે. પતિને પણ હવે લાગે છે કે મારો નિર્ણય સાચો હતો.’’ આ પરિવર્તનને જેાતા છોકરીઓને ભણાવવા માટે પરિવાર પૂરી મહેનત કરવા લાગ્યા છે. ૧૨મા ધોરણ પછીના અભ્યાસ માટે કોલેજ, નર્સિંગ સ્કૂલ, એન્જિનિયરિંગ કોલેજ બધું ખૂલવા લાગ્યું છે. જ્યાં પણ સ્કૂલ નથી ત્યાંની છોકરીઓ અભ્યાસ કરવા દૂરની સ્કૂલોમાં જવા લાગી છે. કેટલાંય માતાપિતા એવા પણ છે જે અભ્યાસ માટે મકાન સુધ્ધાં વેચવા કે ભાડે આપવા લાગ્યા છે. મોટા શહેરોમાં ચાલતી કોચિંગ સંસ્થાઓને જેાઈએ તો વાત સમજી શકાય છે. અભ્યાસ અને નોકરી દ્વારા ખરા અર્થમાં મહિલાઓનું સશક્તિકરણ થવા લાગ્યું છે. આ હકીકત છે કે પરિવર્તન ધીમેધીમે થઈ રહ્યું છે.

પતિએ સમજૂતી કરવી પડશે : એક સમય હતો જ્યારે લગ્ન પછી માત્ર છોકરીઓએ સમજૂતી કરવી પડતી હતી. પત્ની ઘરમાં રસોઈ કરતી હતી અને પતિ નોકરી કરતો હતો. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ રીતે સમજૂતી હવે પતિઓએ કરવી પડી રહી છે. જ્યારે પત્નીથી આખો દિવસ નોકરી કર્યા પછી ઘરમાં પહેલાંની જેમ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે તો ત્યાં વિવાદ ઊભા થવા લાગ્યા છે. આ વિવાદોથી બચવા માટે પતિએ સમજૂતી કરવી પડશે. તેણે પત્નીની મદદ કરવી જેાઈએ. જે પરિવારમાં આ પરિવર્તન આવી રહ્યું છે ત્યાં સ્થિતિ સારી છે. જ્યાં પતિપત્ની પરસ્પર વિવાદમાં ગૂંચવાયેલા રહે છે ત્યાં વાત ઝઘડામાં ફેરવાઈ રહી છે. પતિપત્ની વચ્ચે તાણ વધી રહી છે. બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્લી, ઉત્તર પ્રદેશ સહિત કેટલાય પ્રદેશમાં તાજેતરના કેટલાંક વર્ષોમાં શિક્ષક રૂપે પુરુષોથી વધારે મહિલાઓને નોકરી મળી છે. આ સ્થિતિમાં પતિ પોતાની પત્નીને સ્કૂલમાં નોકરી કરવા જવા માટે જાતે મોટરસાઈકલથી મૂકવા જાય છે. શહેરમાં રહેતી છોકરીઓ હવે સરકારી નોકરીના ચક્કરમાં ગામડાની સ્કૂલમાં ભણાવવા જઈ રહી છે. સ્કૂલના કામ પૂરા કરીને તે શહેર પાછી આવી રહી છે. પત્ની બેવડી જવાબદારી ઉઠાવવા લાગી છે. આ સ્થિતિમાં તેની તાણ વધવા લાગી છે. હવે જે પતિ, પરિવારનો સહકાર ન મળે તો વિવાદ વધી જાય છે. પહેલાં લગ્ન સમયે દહેજ જ નહીં, ચહેરામહોરાને લઈને પણ સાસુસસરા ઘણીવાર નાક-મોં ચડાવતા હતા. પણ હવે એવું નથી. છોકરી સરકારી નોકરી કરી રહી છે, તો તેમાં લોકો સમજૂતી કરવા લાગ્યા છે. આટલું જ નહીં હવે છોકરી પણ એમ જ કોઈ છોકરા સાથે લગ્ન નથી કરતી. તે પણ જુએ છે કે છોકરો તેને લાયક છે કે નથી. ઘણીવાર તો લગ્ન નક્કી થયા પછી પણ છોકરીએ પોતાના તરફથી લગ્ન તોડવાનો નિર્ણય કર્યો છે. સમયના આ પરિવર્તને સમાજ અને પરિવારમાં છોકરીને અપર હેન્ડ તરીકે સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. અહીંથી પતિપત્ની વચ્ચે અંતર વધવાનું શરૂ થઈ જાય છે. કાનપુરમાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી. વાત એમ હતી કે પત્ની કાયદા વિભાગમાં અધિકારી હતી અને પતિ સામાન્ય વકીલ. પતિને લાગતું હતું કે પત્ની તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર નથી કરી રહી. તે સ્વયંને મોટી અધિકારી સમજે છે. આ સ્થિતિમાં બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. બંનેએ અલગઅલગ રહેવાનું શરૂ કરી દીધું. પછી પરિવારના દબાણમાં સાથે રહેવા લાગ્યા. પરંતુ આ સાથ વધારે દિવસ સુધી ન ચાલ્યો. આ સ્થિતિમાં બંને વચ્ચે તાણ વધી અને વાત હત્યા સુધી પહોંચી ગઈ.

શિક્ષણ અને સ્વાસ્થ્યમાં વધતી તક : પહેલાં યુવતીઓ માટે માત્ર નર્સ અને બેંકિંગના ક્ષેત્રમાં તક હતી. છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં યુવતીઓ માટે શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ સરકારી નોકરીના ઘણા વિકલ્પ ઉપલબ્ધ થયા છે. તેમાં ઓછું ભણેલી મહિલાઓથી લઈને વધારે શિક્ષિત મહિલાઓ સુધી સામેલ છે. ગામમાં જ્યાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરનારી ‘આશા વહુ’ ના રૂપે નોકરી મળી, બીજી તરફ શહેરમાં નર્સનું કામ કરવાની ઘણી તક આવી. શિક્ષણ વિભાગમાં શિક્ષા મિત્રથી લઈને સહાયક શિક્ષક સુધીના ક્ષેત્રમાં મહિલાઓને સૌથી વધારે જેાબ મળી. લગ્ન પહેલાં પ્રાઈવેટ સ્કૂલમાં ટીચરનું કામ યુવતીઓ પહેલાં પણ કરતી હતી. અન્ય પ્રાઈવેટ નોકરી પણ કરતી હતી. લગ્ન પછી કોઈ ને કોઈ કારણોસર તેમણે નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવતી હતી. સરકારી વિભાગમાં નોકરી મેળવનારી મહિલાઓનાં લગ્ન પછી પણ નોકરી માટે કોઈ મજબૂર નથી કરતું. સરકારી નોકરીમાં બદલી ખૂબ મશ્કેલીથી થાય છે. ઉત્તર પ્રદેશમાં ઘણી યુવતીઓ તેનો શિકાર બની છે. તેમની સાસરી અને નોકરી વચ્ચે ઘણું અંતર છે. આ સ્થિતિમાં તે બંને જગ્યાને સંભાળી નથી શકતી. મોટા માપદંડમાં સરકાર પર દબાણ વધી રહ્યું છે કે યુવતીઓને તેમની પસંદની જગ્યાએ બદલી આપવામાં આવે. કેટલાય ટીચરને તો ૫૦ કિલોમીટરથી લઈને ૧૫૦ કિલોમીટર સુધી રોજની સફર નક્કી કરવી પડે છે. સરકારી નોકરીમાં મળતી સુવિધાઓના લીધે સરકારી નોકરીવાળી વહુનું માન વધી ગયું છે. જરૂર એ વાતની છે કે પતિપત્ની વચ્ચે તાલમેલ જળવાઈ રહે. પતિપત્ની દાંપત્યજીવનનાં ૨ પૈડાં છે. આ સાથે ચાલશે તો જીવનની ગાડી ઝડપથી દોડશે. જે તેમની વચ્ચે કોઈ ફરક થશે તો જીવન ડગમગી જશે.

– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....