જ્યારે લાંબા સમય સુધી સાથે રહીને એવું અનુભવો કે તમે સોલમેટ સાથે નહીં, ફ્લેટમેટ સાથે રહો છો, તો સમજી લેજેા કે તમારે કેટલીક રીત હવે વિચારવી પડશે કે કેવી રીતે રોમાન્સ ફરીથી લાવશો. ઉંમર વધવાની સાથે કંટાળો આવવા લાગે છે અને પછી આ કંટાળાથી બચવા માટે ક્યાંક બીજે આકર્ષિત થવા લાગો છો, પરંતુ આ સ્થિતિ આવવા જ ન દો. રિલેશનશિપ થેરપિસ્ટ રીટા કોઠારી જણાવે છે, ‘‘પરફેક્ટ રિલેશનશિપનો આઈડિયા જ એક ભ્રમ છે. દરેક વ્યક્તિમાં સારીનરસી ટેવ હોય છે. માત્ર પ્રેમ જ એક એવી ભાવના છે, જેા આ સંબંધને સાચવીને રાખે છે અને એકબીજાની કુટેવની ઉપેક્ષા કરે છે.’’ આવો જાણીએ, નિષ્ણાતો તમારા સંબંધને સુધારવા માટે કયું હોમવર્ક કરવાનું જણાવે છે :

આલિંગનથી વધે વિશ્વાસ : રિલેશનશિપ કોચ આદિતિ જણાવે છે, ‘‘આલિંગનથી વિશ્વાસ વધે છે અને હેપીનેસ હોર્મોન્સ ઓક્સિટોસિન અને સેરોટોનિન વધે છે. તેનાથી નિરાશા ઘટે છે અને અંડરસ્ટેન્ડિંગ વધે છે. જાણો કે તમારા પાર્ટનરને શું ગમે છે. થોડી વાર આલિંગનમાં રહો કે ઓછા રહો. સર્વે પરથી જણાય છે કે બહિમુર્ખી લોકોને દિવસમાં ૮ વાર હગ કરવું ગમે છે.’’ મનોવૈજ્ઞાનિક ડો. અંજલિ જણાવે છે, ‘‘એક સર્વે મુજબ પ્રિયની હયાતીમાં કોઈ પણ કામ કરવાનું સામર્થ્ય વધે છે, જેા કપલ સાથે એક્સર્સાઈઝ કરે છે તેમની વચ્ચે સારું બોન્ડિંગ રહે છે. એક દંપતીએ પોતાનો અનુભવમાં કહ્યું, કે બંનેએ એક ડાન્સ ક્લાસ સાથે જેાઈન કર્યા ત્યારે બંનેના સંબંધમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. તેથી કોઈ પણ એક્ટિવિટી સાથે કરો.’’

અંતરંગતા કેવી રીતે વધારશો : અંજલિ આગળ જણાવે છે, ‘‘બેડ પર એક જ સમયે જાઓ. તેથી બંનેને થોડો સમય સાથે રહેવા મળશે, જેથી અંતરંગતા વધશે. હા, આ દરરોજ શક્ય નથી, કારણ કે કોઈ પાર્ટનર લેટ નાઈટ સુધી કામ કરે કે બહાર હોય, પણ પ્રયાસ ચોક્કસ કરો કે આવું મહિનામાં ૭ દિવસ તો થાય. ૧૯૯૧ માં જેફરી લાર્સનના સર્વે મુજબ જેા પતિપત્નીની સ્લીપિંગ પેટર્ન મેચ ન કરે તેમને એડજસ્ટમેન્ટમાં મુશ્કેલી થાય છે.

નાનાનાના સંકેતથી પ્રેમ વધારો : એકબીજાનો હાથ પકડીને દિવસની શરૂઆત કરો કે મોર્નિંગ વોક સમયે કે ચા પીતી વખતે. તેનાથી પ્રેમ વધે છે કે બહાર જતા ટેબલ સુધી હાથ પકડો. હાથ અને આંગળીઓ પર સૌથી વધારે સ્પર્શની અનુભૂતિ થશે. આ સ્પર્શથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને બંને રિલેક્સ્ડ થાય છે. તેથી એકબીજાના હાથમાં તમારો હાથ આપવામાં મોડું ન કરો. આ સ્પર્શનો આનંદ માણો. પરિણીત જીવનની સફળતા અને તેને આનંદદાયક બનાવવા માટે પાર્ટનરને થેંક્સ બોલતા રહેવું ખૂબ જરૂરી છે. ધીરેધીરે બંને એકબીજાને ટેકેન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે, પણ રોજ કોઈ ને કોઈ વાતે એકબીજાને પ્રેમથી થેંક્સ કહેવાથી એવું લાગશે કે બંનેનું દરેક વાતે એકબીજા પર ધ્યાન છે. આ નાનાનાના સંકેતથી પ્રેમ વધે છે.

મોબાઈલથી દૂર રહો : અમેરિકન સાઈકોલોજિસ્ટ એસોસિયેશનના સર્વે અનુસાર સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી સંબંધમાં અનિશ્ચિતતા આવે છે, ગેઝેટ્સે પતિપત્નીના સમય અને સ્પેસ પર અસર કરી છે. બંને ભલે ને સાથે ખાવાનું ખાય, પણ ધ્યાન ફોન પર જ હોય છે. સાથે હોવા છતાં અડધો કલાક ફોનથી દૂર રહેવાની ટેવ પાડવી વધારે મુશ્કેલ તો નથી. શક્ય હોય તો ડાઈનિંગ ટેબલને નો ફોન ઝોન બનાવો. અડધો કલાક પણ વાત કરી એકબીજા સાથે જેડાય છે. હસવાથી ફીલ ગુડ હોર્મોન્સ ઈંડોર્ફિંસ વધે છે, જે ઈમ્યૂન સિસ્ટમને વધારે સારી રાખે છે. મહિલાઓને પુરુષમાં સેન્સ ઓફ હ્યૂમર ગમે છે, પણ તે માટે સ્ટેન્ડઅપ કોમેડિયન હોવું જરૂરી નથી. કોઈ ફની મૂવી સાથે જુઓ કે કોઈ ફની વસ્તુ કોઈ બુકમાં વાંચો, સાથે હસો અને હસાવો.

એકબીજા સાથે ખુશનુમા સમય વિતાવો : ધીરેધીરે સમયની સાથે કામ અને પરિવારની જવાબદારીમાં સેક્સ પાછળ રહી જાય છે. દરેક વાતને નજરઅંદાજ કરીને અઠવાડિયામાં કમ સે કમ ૧ વાર સેક્સ માણો. ક્યારેક-ક્યારેક એકલા સમય વિતાવવા જાઓ, તે જરૂરી છે, ભલે ને તમને દરેક કામ તમારા પાર્ટનર સાથે કરવાની ટેવ હોય, પણ ક્યારેક-ક્યારેક માત્ર પોતાની જ કંપની એન્જેાય કરો.

– પૂનમ અહમદ.

વધુ વાંચવા કિલક કરો....