સામગ્રી :
૧ કપ મગ
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૨ નાની ચમચી આદું અને લીલાં મરચાં બારીક સમારેલાં
ચપટી હિંગ પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧ નાની ચમચી ગરમ મસાલો
૧/૪ નાની ચમચી મોટી ઈલાયચીના દાણા ક્રશ થયેલા
૧/૪ કપ ગાજરના ૧ ઈંચ લાંબા ટુકડા
૧૦૦ ગ્રામ ફ્લાવરના નાના ટુકડા
૧/૪ કપ પનીરના નાના ટુકડા
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
થોડી કોથમીર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મગને ૨ કલાક નવશેકા પાણીમાં પલાળી રાખો. પછી પાણી કાઢીને પ્રેશર કુકરમાં દાળ મૂકો. તેમાં ૩ કપ પાણી, હળદર, ધાણા, ગરમ મસાલો, ડુંગળી, આદું અને લીલાં મરચાં, મીઠું અને ૧ મોટી ચમચી ઘી નાખીને ૧ સીટી વાગે ત્યાં સુધી ગેસ ધીમો કરી લગભગ ૨૫ મિનિટ પકાવો. દાળ બની જવી જેાઈએ. જ્યારે પ્રેશર કુકર ઠંડું થઈ જાય ત્યારે તેમાં ગાજર, ફ્લાવર અને પનીર નાખો. જેા પાણી ઓછું હોય તો ૧ કપ નવશેકું પાણી રેડીને બીજી સીટી વગાડો. એક પેનમાં ઘી ગરમ કરીને હિંગ, જીરું અને મરચું નાખો. પછી ટામેટા નાખીને સર્વિંગ બાઉલમાં કોથમીર અને ક્રીમથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....