સામગ્રી :
૨૫૦ ગ્રામ બીટ
૧/૪ કપ ડુંગળી લંબાઈમાં સમારેલી
૩ સૂકા લાલ મરચાં
૧ મોટી ચમચી આદું લંબાઈમાં સમારેલું
૨ લીલાં મરચાં લંબાઈમાં સમારેલાં
૧ મોટી ચમચી સફેદ તલ
૧ મોટી ચમચી તિરૂપતી એક્ટિવ રિફાઈન્ડ કોર્ન ઓઈલ પ્લસ
સંચળ અને મીઠું સ્વાદ મુજબ.

રીત :
બીટને ધોઈને થોડા ગરમ પાણીમાં ૭-૮ મિનિટ પકાવો. ઠંડું કરીને ચપ્પુથી છાલ કાઢી લો અને ૨ ઈંચ લાંબા ટુકડા કાપો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને મરચું અને ડુંગળીનો વઘાર કરો. પછી તેમાં તલ નાખો. જ્યારે વઘાર તૈયાર થઈ જાય ત્યારે બીટના ટુકડા અને મીઠું નાખો. ધીમા ગેસ પર પકાવો. ઉપરથી સંચળ નાખો. સર્વિંગ ડિશમાં કાઢો અને આદુંના ટુકડા સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....