જેાકે સમરની સીઝનમાં કેટલાક લોકોની સ્કિન ઓઈલી થઈ જાય છે, પરંતુ તે લોકોની સ્કિન કુદરતી રીતે ડ્રાય હોય છે, તેમની સ્કિન ગરમીમાં વધારે ડ્રાય થવા લાગે છે. ડ્રાય સ્કિનને સમજવા માટે જરૂરી છે કે તમે પહેલાં નોર્મલ સ્કિન વિશે જાણો. નોર્મલ સ્કિનમાં પાણી અને લિપિડની માત્રા સંતુલિત રહે છે, પરંતુ જ્યારે સ્કિનમાં પાણી, ચરબી અથવા બંનેનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે સ્કિન ડ્રાય એટલે કે શુષ્ક થવા લાગે છે. આમ થવાથી સ્કિન પર ખંજવાળ આવવી, તેના પડ ઊતરવા, સ્કિન ફાટવી જેવા લક્ષણ દેખાવા લાગે છે. સામાન્ય રીતે સ્કિનની નીચેનો ભાગ ડ્રાય થઈ જાય છે.

હાથ અને પગ :
વારંવાર સખત સાબુથી હાથ ધોવાથી સ્કિન ડ્રાય થવા લાગે છે. આ મોસમ બદલાવાના સમયે પણ થાય છે. કપડા ઘસાવાથી પણ હાથ અને જાંઘની સ્કિન ડ્રાય થવા લાગે છે. તેથી સમરમાં ટાઈટ ફિટિંગના કપડાં ન પહેરો. ઘૂંટણ અને કોણી : એડીઓ ફાટવી આ સીઝનમાં સામાન્ય વાત છે. ખુલ્લા પગે ચાલવાથી અથવા પાછળથી ખુલ્લા ફૂટવેર પહેરવાથી આ સમસ્યા વધે છે. તેથી એડીઓ પર મોઈશ્ચરાઈઝર લગાવીને તેને સોફ્ટ જાળવી રાખો. પરંતુ જેા તમે ડ્રાય સ્કિન પર ધ્યાન નહીં આપો તો આ સમસ્યા રેશિશ, બેક્ટેરિયલ ઈંફેક્શન વગેરેમાં ફેરવાઈ શકે છે.

ડ્રાય સ્કિનના કારણ :
સમરની સીઝનમાં ડ્રાય સ્કિનનાં કારણો પરસેવો વળવો : પરસેવાની સાથે સ્કિનની ભીનાશ જાળવી રાખતું ઓઈલ પણ નીકળી જાય છે, જેથી સ્કિન શુષ્ક થવા લાગે છે.

પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું : સમરમાં ઓછું પાણી પીવાથી ડિહાઈડ્રેશન થાય છે. તેથી શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થનું વધારે સેવન કરવું જેાઈએ.

એર કંડિશનર : ઠંડી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, જેથી તમારી સ્કિન ડ્રાય થઈ શકે છે. તે ઉપરાંત સ્વિમિંગ પુલમાં તરવાથી પાણીમાં રહેલું ક્લોરિન સ્કિનના કુદરતી સીબમને ધોઈ નાખે છે, જેથી સ્કિનની ભીનાશ જતી રહે છે અને ત્યાર પછી સ્કિન ડ્રાઈ થવા લાગે છે. વધારે વાર નહાવું : વારંવાર નહાવાથી સ્કિનમાંથી ઓઈલ નીકળી જાય છે. તે સિવાય સ્વિમિંગ પૂલમાં તરવાથી ક્લોરીન સ્કિનના પ્રાકૃતિક સીબમને ઘોળે છે, જેનાથી સ્કિનની ભીનાશ ખોવાઈ જાય છે અને સ્કિન ડ્રાય થવા લાગે છે.

ડ્રાય સ્કિનથી કેવી રીતે બચશો :

એવી વસ્તુથી દૂર રહો, જે સ્કિન પરની ભીનાશને શોષી લેતી હોય, જેમ કે આલ્કોહોલ, એસ્ટ્રિંજેટ અથવા હેન્ડ સેનિટાઈઝિંગ જેલ.

સખત સાબુ અને એન્ટિબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ ન કરો, કારણ કે તે સ્કિન પરથી કુદરતી ઓઈલ શોષી લે છે.

દરરોજ સ્ક્રબિંગ ન કરો. અઠવાડિયામાં ૧ થી ૩ વાર સ્ક્રબિંગ કરો.

સનસ્ક્રીન લોશન લગાવીને ઘરમાંથી બહાર જાઓ. યૂવી કિરણોના સંપર્કમાં આવવાથી ફોટો એજિંગની સમસ્યા થવા લાગે છે. તેથી સ્કિન ડ્રાય થતી હોય છે.

લિપબામમાં મેન્થોલ અને કપૂર જેવા પદાર્થ હોય છે, જેા હોઠ પર રુક્ષતાને વધારે છે.

ઓઈલ બેઝ મેકઅપનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી સ્કિન પરના રોમછિદ્ર બંધ થઈ જાય છે.

પ્રદૂષણના લીધે સ્કિનનું વિટામિન એ નષ્ટ થવા લાગે છે, જેા સ્કિનના ટિશ્યૂને રિપેર કરવા માટે જરૂરી છે. આ સ્થિતિમાં દિવસમાં ૪-૫ વાર હર્બલ ફેસવોશથી ફેસ સાફ કરો.

ઉંમર વધવાની સાથેસાથે સ્કિનની સારસંભાળ લેવાની વધારે જરૂર પડે છે. ખાસ કરીને જ્યારે તમારી સ્કિન ડ્રાય હોય. એન્ટિએજિંગ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, જેથી સ્કિન પરનું ખેંચાણ જળવાઈ રહે.

ડ્રાય સ્કિનની સારસંભાળ :

  • સ્વાસ્થ્યવર્ધક આહાર લો : એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર આહારનું સેવન કરો. તેનાથી સ્કિનમાં ઓઈલ અને ફેટનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે અને સ્કિન સોફ્ટ રહે છે. બેરીસ, ઓરેન્જ, લાલ દ્રાક્ષ, ચેરી, પાલક તથા બ્રોકલી વગેરે એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર ખાદ્યપદાર્થ છે.
  • સનસ્ક્રીનનો ઉપયોગ કરો : સનસ્ક્રીનનો ઉપયોગ દરેક સીઝનમાં કરવો જેાઈએ, કારણ કે યૂવી કિરણો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.
  • એક્સફોલિએશન : તેના લીધે ડ્રાય સ્કિનનું ઉપરનું પડ નીકળી જાય છે અને સ્કિનમાં ભીનાશ જળવાઈ રહે છે.
  • મોઈશ્ચરાઈઝિંગ : ફેસ અને શરીરની સ્કિન માટે અલગઅલગ મોઈશ્ચરાઈઝરની જરૂર પડે છે. જેાકે ફેસનું મોઈશ્ચરાઈઝર માઈલ્ડ હોવું જેાઈએ, જ્યારે શરીરની સ્કિન માટે ઓઈલ બેઝ થિક ઓઈલ મોઈશ્ચરાઈઝર યોગ્ય રહે છે.
  • પગને પણ આપો પોષણ : પગને નજરઅંદાજ ન કરો. પગને ૧૦ મિનિટ માટે નવશેકા પાણીમાં પલાળીને રાખ્યા પછી તેનું સ્ક્રબિંગ કરો. ત્યાર પછી ક્રીમ અથવા મિલ્ક ક્રીમનો ઉપયોગ કરો. આમ કરવાથી પગની સ્કિન નરમ મુલાયમ રહેશે.

ઘરેલુ ઉપચાર :

  • નાળિયેરના તેલમાં રહેલા ફેટી એસિડ સ્કિનને કુદરતી ભીનાશ પ્રદાન કરે છે. તેથી ઊંઘતા પહેલાં શરીર પર નાળિયેરનું તેલ લગાવો. સ્નાન કરી લીધા પછી નાળિયેરનું તેલ લગાવી શકો છો.
  • ઓલિવ ઓઈલમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ અને ફેટી એસિડ ડ્રાયસ્કિનને ભીની બનાવે છે. તે માત્ર સ્કિનને જ નહીં, પણ વાળ અને નખ માટે પણ લાભદાયી છે.
  • દૂધ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. દૂધ સ્કિનની ખંજવાળ, શુષ્કતા અને સોજાને દૂર કરે છે. ગુલાબજળ અને લીંબુના રસમાં દૂધ મિક્સ કરીને કોટનથી લગાવવાથી તે ભીની અને સોફ્ટ રહે છે.
  • મધમાં ઘણા વિટામિન અને મિનરલ હોય છે જે સ્કિન માટે ગુણકારી છે. મધને પપૈયું, કેળાં અને એવોકાડો સાથે મિક્સ કરીને હાથપગ પર ૧૦ મિનિટ સુધી લગાવેલું રાખો ત્યાર પછી પાણીથી ધોઈ લો.
  • યોગર્ટ સ્કિન માટે ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઈન્ફલેમેટરી તત્ત્વ સ્કિનને નરમ બનાવે છે. તેમાં રહેલું લેક્ટિક એસિડ બેક્ટેરિયાથી પણ બચાવે છે. જેથી સ્કિનની ખંજવાળ દૂર થાય છે. તેને ચણાનો લોટ, મધ અને લીંબુના રસમાં મિક્સ કરીને સ્કિન પર લગાવો. ૧૦ મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
  • એલોવેરા સ્કિનની શુષ્કતાને દૂર કરવાની સાથે ડેડ સેલ્સને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.
  • ઓટમીલ સ્કિન પર સુરક્ષાનું પડ બનાવે છે. બાથટબમાં એક કપ પ્લેન ઓટમીલ અને થોડાક ટીપાં લવન્ડર ઓઈલ નાખીને સ્નાન કરવાથી ફ્રેશનેસ આવી જાય છે. તેને પાકેલાં કેળાં સાથે મિક્સ કરીને ફેસમાસ્ક બનાવીને લગાવીને ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ બધા ઉપાયને અજમાવીને સમરની સીઝન તમારા માટે પણ બનશે હેપી સમર સીઝન.

– ડો. સાક્ષી શ્રીવાસ્તવ

વધુ વાંચવા કિલક કરો....