પ્રત્યેક મહિલા ઈચ્છે છે કે તેની સ્કિન હંમેશાં ચમકદાર રહે, જેથી જ્યારે પણ તે અરીસામાં જુએ જેાતી જ રહી જાય અને જેાનાર પણ પ્રશંસા કરે. જેાકે આ કામ એટલું સરળ નથી, કારણ કે ઘણી વાર બિઝી લાઈફસ્ટાઈલ કે પછી આહારમાં બેદરકારીના લીધે આપણી સ્કિન રૂક્ષ અને નિસ્તેજ થઈ જતી હોય છે. ક્યારેક ખીલ જેવી સમસ્યા પણ થાય છે. આ સ્થિતિમાં તમારે વિવિધ પ્રકારના ફ્રૂટ્સ લેવા જેાઈએ, કારણ કે તે વિટામિન મિનરલ, ફાઈબર, પોટેશિયમ વગેરેના ખૂબ સારા સ્રોત હોય છે. આવો, જાણીએ કે આ સમર સીઝનમાં કયા ફ્રૂટ્સ તમારી સ્કિનમાં નવા પ્રાણ ફૂંકીને તેે હેલ્ધિ અને ગ્લોઈંગ બનાવશે.

એવોકાડો : જેા તમારી સ્કિન હેલ્ધિ દેખાશે તો તે ન માત્ર તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવશે, પણ તમારી ફિટનેસ પણ સુધારશે. જ્યાં સુધી તમે અંદરથી ફિટ નહીં રહો ત્યાં સુધી કોઈ પણ બ્યૂટિ ટ્રિક કામ નહીં કરે. તેથી એવોકાડો દ્વારા સ્કિનને આપો પોષણ અને ચમક. એક રિસર્ચ અનુસાર જેા તમે એવોકાડોને ટોમેટો સોસ અથવા તો કાચા ગાજર સાથે મિક્સ કરીને ખાશો તો તે વિટામિન ‘એ’ માં ફેરવાઈ જાય છે, જેા ઈમ્યૂન ફંક્શનને સુધારવા, આંખની દજિને તેજ કરવાની સાથે સ્કિનને હેલ્ધિ બનાવવાનું કામ કરે છે. તે ફાઈબર, વિટામિન એ, સી, જી, ઈ, કે, બી-૧, બી-૨, બી-૩, બી-૫, બી-૬, બી-૧૨ કોલાઈનનો ઉત્તમ સ્રોત છે. તેથી તમે તેને બ્રેકફાસ્ટ બાઉલમાં જરૂર સામેલ કરો.

ફેસ પર કેવી રીતે કરશો એપ્લાય :

  • એવોકાડોને મેશ કરીને સ્કિન પર લગાવવાથી નેચરલ ગ્લો આવે છે.
  • એવોકાડોના ટુકડાને ગુલાબજળ અને ચપટી કપૂરમાં મિક્સ કરીને પણ ફેસ પર એપ્લાય કરી શકાય છે.
  • પાકેલા એવોકાડોને મેશ કરીને ક્રીમી પેસ્ટ બનાવો પછી તેમાં ૨ ચમચી દૂધ અને ૧ ચમચી મધ મિક્સ કરીને મિક્સ્ચરમાં તૈયાર કરીને ચહેરા અને ગરદન પર લગાવીને ૩૦ મિનિટ પછી ધોઈ લો. આમ કરવાથી ચહેરો ગ્લો કરે છે.
    શ્ર ૨ એવોકાડોમાં ૧ કીવીને બરાબર મેશ કરીને તેની ક્રીમી પેસ્ટ તૈયાર કરો. પછી તેમાં થોડું મધ પણ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી ફેસને નવશેકા પાણીથી ધોઈ લો. સ્કિન ગ્લો કરવા લાગશે.

પપૈયું :
પપૈયું બૈલી ફેટ ઘટાડવા માટે જાણીતું છે. તેમાં વિટામિન એ, સી, બી, મિનરલ્સ વગેરેની હાજરી સ્કિનને ડેમેજ થવાથી બચાવે છે. તેના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ જેવા ગુણ પણ સ્કિન માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે પપૈયાથી સ્કિન અલ્સરમાં પણ રાહત મળે છે. તેથી તેને ડાયટમાં સામેલ કરવાનું ન ભૂલો.

પરત મેળવો ગુમાવેલી તાજગી :

  • થોડું પપૈયું મેશ કરીને ફેસ પર લગાવો. ૧૦ મિનિટ પછી ફેસને ધોઈ લો. તમારી સ્કિનમાં સુધારો તમે નજરે જેાશો.
  • ડાર્ક અને ટેનિંગ એરિયાને રિમૂવ કરવો. મેશ કરેલાં પપૈયામાં લીંબુનો રસ અને ૧/૪ ચમચી હળદર મિક્સ કરીને ૧૦ મિનિટ સુધી ફેસ પર રાખી મૂકવાથી ટેનિંગ એરિયા રિપેર થાય છે.
  • ડ્રાઈનેસ દૂર કરવા માટે મેશ્ડ પપૈયામાં ૧/૨ ચમચી બદામનું તેલ મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૦ મિનિટ પછી ભીના કપડાથી તેને દૂર કરો. આખું અઠવાડિયું ૨ વાર કરવાથી ડ્રાઈનેસ દૂર થાય છે.

સંતરાં :
સંતરા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેનાથી સ્કિન ક્લીયર અને હેલ્ધિ રહે છે. તેમાં વિટામિન સી, નાઈસીન, વિટામિન બી-૬, ફોલેટ, મેગ્નેશિયમ, કોપર વગેરેની હાજરી તેને ખાસ બનાવે છે. તેમાં વિટામિન સીની ઉપલબ્ધતા સૂર્યના તેજ કિરણો તથા પ્રદૂષણથી સ્કિનને બચાવવામાં અસરકારક રહે છે. તે કરચલીને ઘટાડીને ઓવરઓલ સ્કિન ટેક્સ્ચર ઈમ્પ્રૂવ કરે છે. તેથી તેને ડાયરેક્ટ અથવા જ્યૂસના રૂપમાં લો.

આ રીતે કરો ઉપયોગ :

  • ૩ ચમચી સંતરાના જ્યૂસમાં ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી દૂધ અને ૧/૨ ચમચી હળદર મિક્સ કરીને ફેસ પર લગાવવાથી તેની ડ્રાઈનેસ દૂર થવાની સાથેસાથે સ્કિન પણ એટ્રેક્ટિવ બને છે.
  • ૩ ચમચી સંતરાના રસમાં ૧ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી વેસણ અને ચપટી હળદર મિક્સ કરીને ફેસ પર લગાવવું પણ ખૂબ લાભદાયી રહે છે.
  • પિગમેન્ટેશનની જગ્યા પર એક અઠવાડિયા સુધી સંતરાનો રસ લગાવવાથી સ્વયં સુધારો અનુભવશો.

તરબૂચ :
તરબૂચમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ હોવાથી તે હેલ્થ અને સ્કિન માટે ખૂબ લાભદાયી છે. તે ખીલની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. તરબૂચને તમે નેચરલ ટોનર પણ માની શકો છો.

તરબૂચ દ્વારા પ્રાપ્ત કરો ગ્લોઈંગ સ્કિન :

  • તરબૂચને મેશ કરીને તેમાં દહીં મિક્સ કરી ફેસ પર લગાવો અને ૧૦-૧૫ મિનિટ પછી નવશેકા પાણીથી ધોઈ લો. ફેસ ગ્લો કરવા લાગશે.
  • ૧ મોટી ચમચી તરબૂચના રસમાં ૧ ચમચી મેશ કરેલું એવોકાડો મિક્સ કરીને ફેસ પર લગાવો. ૧૫ મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારી સ્કિન શાઈન કરવા લાગશે.
  • ૧ મોટી ચમચી તરબૂચના રસમાં ૧ ચમચી મેશ કરેલું કેળું મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી ફેસ પર લગાવીને ફેસને નવશેકા પાણીથી ધોઈ લો. રિઝલ્ટ તમારી સામે હશે.

દાડમ :
દાડમ ખાવાથી ડેડ સેલ્સ રિમૂવ થઈ જાય છે, જેથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. દાડમમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ ન માત્ર ફ્રી રેડિકલ્સને દૂર કરે છે, પણ એન્ટિએજિંગ ગુણ હોવાથી કરચલી અને ફાઈન લાઈન્સને દૂર કરવાનું પણ કામ કરે છે. તેમાં વિટામિન કે, બી, સી અને મિનરલ્સની રહેલી હાજરી નવી કોશિકાઓને બનાવવાનું કામ કરે છે. હવે લાભ જાણ્યા પછી ન કરો તમારા ડાયટમાંથી દાડમને ઈગ્નોર.

દેખાઓ ફ્રેશફ્રેશ :

  • થોડા દાડમના જ્યૂસમાં થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને તેને કોટન બોલની મદદથી ફેસ પર લગાવો. ૩૦ મિનિટ પછી ફેસને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ટેનિંગ દૂર થતા ફેસ ફ્રેશફ્રેશ દેખાશે.
  • દાડમના જ્યૂસમાં ૧ ચમચી ગ્રીન ટી, દહીં અને મધ મિક્સ કરીને ફેસ પર લગાવવાથી સ્કિનમાં નવા પ્રાણ આવશે. આ મિશ્રણ સ્કિન ટોનને પણ ઈમ્પ્રૂવ કરવાનું કામ કરે છે.

કાકડી :
તરબૂચની જેમ કાકડી પણ વોટર કંટેન્ટનો ઉત્તમ સ્રોત છે. તેથી તે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તેમાં વિટામિન કે, સી, ડાયેટરી ફાઈબર વગેરે વધારે માત્રામાં હોય છે. એક સર્વે મુજબ, કાકડી સ્કિનટોનને સુધારવાની સાથેસાથે કરચલીને ઘટાડવામાં પણ સહાયક બને છે. તેથી તમે તેને સેલડ વગેરેમાં લો.

કેવી રીતે કરશો ફેસ પર અપ્લાય :

  • ખીલના કારણે થતી બળતરાને ઓછી કરવા છીણેલી કાકડીમાં ૧ ચમચી ચણાનો લોટ અને ૧ ચમચી ગુલાબજળ મિક્સ કરીને ફેસ પર લગાવવાથી ખીલની સમસ્યાથી મુક્તિ મળવાની સાથેસાથે સ્કિન પણ ગ્લો કરવા લાગે છે.
  • કાકડીના રસમાં સમાન પ્રમાણમાં લીંબુનો રસ અને થોડી એલોવેરા જેલ મિક્સ કરીને ૧૫ મિનિટ સુધી સ્કિન પર લગાવેલી રાખો. આમ કરવાથી ટેનિંગ દૂર થવાની સાથેસાથે ફેસ પણ શાઈન કરે છે.

એપ્રિકોટ :
સારી સ્કિન માટે વિટામિન સી, એ અને ફાઈટ્રોન્યૂટ્રિએંટ્સનું કોમ્બિનેશન પરફેક્ટ રહે છે. તેના એન્ટિઓક્સિડેન્ટ ગુણ એજિંગ પ્રોસેસને ઘટાડે છે, સાથે તેમાં વિટામિન સીની હાજરી સ્કિનને સોફ્ટ બનાવે છે. તેથી જેા તમે ખૂબસૂરત દેખાવા ઈચ્છતા હોય તો એપ્રિકોટ જરૂર ખાઓ.

કેવી રીતે કરશો ફેસ પર અપ્લાય :
૧/૨ કપ સૂકા એપ્રિકોટ, ૧ ચમચી મિલ્ક પાઉડર, ૧ ચમચી મધ અને ૧/૨ કપ ગરમ પાણી લઈને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને ફેસ પર લગાવો. ૨૦ મિનિટ પછી ફેસને નવશેકા પાણીથી ધોઈ લો. આ પ્રયોગને થોડા દિવસ અજમાવવાથી ફેસ પર નિખાર આવી જશે.

કીવી :
કીવીમાં વિટામિન સી અને એમિનો એસિડની રહેલી ભરપૂર માત્રા સ્કિનને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવે છે. સાથે વિટામિન ઈના લીધે નવી કોશિકાના નિર્માણથી સ્કિન યુવા પણ લાગે છે. તેમાં એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોવાથી તેનો પ્રયોગ સ્કિનને ખીલ સામે રક્ષણ આપે છે.

સ્કિનમાં લાવો નવા પ્રાણ :

  • ફેસ પર કીવીનો ગર લગાવવાથી ફેસ પર ચમક આવી જાય છે.
  • કીવીના ગરમાં પલાળેલી બદામની પેસ્ટ મિક્સ કરીને ફેસ પર લગાવવાથી સ્કિન યુવા દેખાય છે, કારણ કે તેમાં વિટામિન ઈ અને સીનું કોમ્બિનેશન થાય છે.
  • દહીંમાં કીવીનો ગર મિક્સ કરીને ફેસ પર લગાવવાથી સ્કિન એક્સ્ટ્રા ગ્લો કરે છે. ફળથી ભરપૂર સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો જ્યૂસના બદલે આખા ફળ ખાવાની ટેવ પાડો. યાદ રાખો કે સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવી રાખવામાં ફળની ભૂમિકા મહત્ત્વની હોય છે, તેથી રોજ ઋતુગત ફળો ખાવાની આજથી જ શરૂઆત કરો.

– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....