એન્જેલિના જેાલી અને કિમ કાર્દશિયન જેવા ફુલર હોઠની કુદરતી ગિફ્ટ દરેક યુવતીને નથી મળતી. તમે પણ તેમના જેવા ફુલર હોઠ મેળવવાની ઈચ્છા ધરાવો છો અને લિપ ફિલર્સનો ઉપયોગ કરવા નથી ઈચ્છતા, તો તમને ઉપયોગી બની શકે છે કેટલીક મેકઅપ ટ્રિક્સ, જેા હોઠને પાઉટી લુક પણ?આપશે અને ફુલર પણ.

પાઉટ બનાવવાની ટિપ્સ : પરફેક્ટ પાઉટ બનાવવા હોઠને કન્સીલ કરો. કંસીલરથી હોઠમાં વધારે અંતર દેખાવા લાગે છે. માત્ર તમારા નીચેના હોઠના નીચેના ભાગ પર કંસીલર લગાવો. આમ કરવાથી તમારા હોઠ ભરેલા દેખાશે. જેા તમે તમારા હોઠને મેકઅપથી પાઉટી દર્શાવવા ઈચ્છો છો, તો મેકઅપમાં લિપલાઈનરનો ઉપયોગ કરવો જરૂરી છે. તે માટે તમારા મનપસંદ લિપલાઈનર શેડથી તમારા હોઠની બહારની તરફ લાઈનર દ્વારા લાઈન ખેંચો. લાઈનિંગ પછી તમારા હોઠને લિપસ્ટિકથી ફિલ કરો, પણ ખાસ ધ્યાન રાખો કે આવું કરતી વખતે હોઠ પર એક જ રંગની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. ડાર્ક રંગ અને ફ્રોસ્ટી ફિનિશ ધરાવતી લિપસ્ટિકથી તમારા હોઠ પાતળા દેખાય છે અને તમને પાઉટી લુક પણ મળેે છે. તેથી ફુલર લિપ્સ માટે સેટિન ફિનિશ ધરાવતી લિપસ્ટિક લગાવો. જેાકે હોઠ પરની થોડી ચમક પણ તમારા હોઠને પાઉટી લુક આપી શકે છે. તેના માટે તમારે માત્ર હાઈલાઈટિંગ ઈફેક્ટ માટે તમારા નીચેના હોઠની વચ્ચેના ભાગ પર થોડું ગ્લોસ લગાવવું પડશે. થોડું હાઈલાઈટર લગાવીને હોઠને ફિનિશિંગ ટચ આપી શકો છો. માત્ર એક સારું રિફ્લેક્ટિંગ હાઈલાઈટર લગાવો, જેનાથી તમારા લિપ્સને થોડી ડેફ્થ મળશે અને તે પાઉટી દેખાય. જેા તમે મેકઅપ કરવા ન ઈચ્છો તો લિપ્સને પાઉટી દર્શાવવા માટે નીચે જણાવેલી નેચરલ રીત પણ અપનાવી શકો છો.

  • ૧/૨ નાની ચમચી નાળિયેરના તેલમાં ૨ ટીપાં પિપરમિંટ ઓઈલના મિક્સ કરીને લિપ્સ પર બરાબર રબ કરીને લગાવો. તે લિપ્સને થોડા ઈરિટેટ કરીને તેમને ઉભારે છે, પરંતુ સૌપ્રથમ સામાન્ય રબ કરી જુઓ. જેા ઈરિટેશન વધારે હોય તો એમ જ રહેવા દો.
  • ટૂથબ્રશ પર થોડો તજનો પાઉડર લો અને જ્યાં સુધી લિપ્સ ફુલર ન લાગે ત્યાં સુધી હળવા હાથે સ્ક્રબ કરો. આમ કરવાથી તમને થોડું ઘણું ઈરિટેશન થશે, પરંતુ આ ટ્રિક અજમાવતા પહેલાં તજના પાઉડરને હોઠની કિનારીએ લગાવીને ટેસ્ટ કરો. જેા ઈરિટેશન વધારે હોય તો આ ટ્રિક તમારા માટે નથી.

લેટેસ્ટ પાઉટ મેકઅપ ટ્રેન્ડ : લિપ્સને ડિફરન્ટ લુક આપવા માટે ડિફરન્ટ કલર ટ્રાય કરો. અપર લિપ પર ચેરી લિપ કલર લગાવો અને લોઅર લિપ પર મજેન્ટા. તેનાથી તમને મળશે સેક્સી પાઉટ લુક. આજકાલ સેલિબ્રિટી રેડ લિપસ્ટિક વધારે પસંદ કરવામાં આવી રહી છે. પાઉટી લુક માટે તમે રેડના અલગઅલગ શેડ અજમાવી શકો છો. પાઉટી લિપ્સ માટે ઓંબ્રે લિપ શેડ પણ આજકાલ ચલણમાં છે. તેમાં બોલ્ડ લુક માટે ડાર્ક કલરની આઉટ લાઈન એપ્લાય કરી શકાય છે. ઓંબ્રે તમારા લિપ્સમાં ડાયમેન્શન જેાડે છે અને લિપ્સને ફુલર બનાવે છે. ફેડિંગથી પેટલ પિંક માટે મજેન્ટા અથવા ફેડિંગથી ટેંજરીન માટે ડીપ ઓરેન્જ લિપ કલરની પસંદગી કરો. જેાકે પરફેક્ટ પાઉટી લુક મેળવવા માટે તમારા ઉપરના અને નીચેના એમ બંને હોઠ પર ૨ મિક્સ કલર લગાવો. સૌપ્રથમ હોઠ પર બેસ કલર લગાવો અને ત્યાર પછી ડાયમેન્શન ફિનિશ માટે ઉપરના અને નીચેના હોઠની વચ્ચે કોઈ બીજેા કલર લગાવો. હવે શેની રાહ જુઓ છો, તમે બની જાઓ સમર સીઝનના પાઉટિંગ ક્વીન.

– આશ્મીન મુંજાલ.

વધુ વાંચવા કિલક કરો....