જિમમાં સંધ્યા સાથે ટ્રેડમિલ પર વોક કરતી વખતે મેં શોપિંગનો પ્લાન બનાવી લીધો. પછી ઘરે આવીને સ્નાન પતાવી નાસ્તો કર્યો, એટલામાં સંધ્યાનો ફોન આવી ગયો. તે કહેવા લાગી કે આપણે એક કલાક મોડા નીકળીશું. આજે કામવાળી નથી આવી. થોડી રસોઈ અને ઘરની સાફસફાઈ કરી લઉં અથવા તો પછી કાલે જઈશું. વાત જણાવતા જેાકે તે દુખી હતી અને કહી રહી હતી કે મેડ જ્યારે રજા પાડે છે ત્યારે અગાઉથી જણાવતી પણ નથી. હું પણ શું કરું એક કલાક મોડા જવા માટે રાજી થઈ ગઈ, કારણ કે બીજા દિવસે મારી ડોક્ટર સાથેની એપોઈન્ટમેન્ટ હતી, પણ હવે અમારી પાસે શોપિંગ માટે સમય ઓછો રહ્યો હતો, કારણ કે બાળકો સ્કૂલેથી આવે તે પહેલાં અમારે ઘરે આવી જવું પડે તેમ હતું.

ઘણી બધી સમસ્યા : બીજા દિવસે મારી કામવાળી મોડી આવી, પરંતુ મારે ડોક્ટર પાસે જવાનું હતું, તેથી હું બેડરૂમને લોક કરીને ઘરની ચાવી પાડોશીનેે આપીને ગઈ જેથી કામવાળી આવે ત્યારે તે કિચન અને બીજા રૂમ સાફ કરી દે. જેાકે મને કામવાળીને ઘરમાં એકલી મૂકવી નથી ગમતી, પણ મજબૂરી હતી, કારણ કે અમે સંયુક્ત કુટુંબમાં નહોતા રહેતા. જેાકે આ સમસ્યા આજે લગભગ દરેક ઘરમાં જેાવા મળે છે. જ્યાં નોકરી અને બદલીના કારણે એક તરફ સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે, તો બીજી તરફ નોકરિયાત મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. બાળકો, વૃદ્ધો અને યુવાનો, બધા જ ઘરમાં નોકર પર નિર્ભર છે. સાફસફાઈ કરવાથી લઈને રસોઈ બનાવવા સુધી, બાળકના ઉછેરથી લઈને વૃદ્ધોની સારસંભાળના કામ ઘરમાં કામવાળી કરી રહી છે. એક તરફ કામવાળી બેન પાસેથી સુવિધા મળી રહી છે, તો બીજી તરફ તેમની પાસે કામ કરાવવામાં અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

મેડ અને મેડમ એકબીજાના પૂરક : મુંબઈની રહેવાસી રિયા જણાવે છે, ‘‘જ્યારે હું ગર્ભવતી હતી, ત્યારે મારા ઘરમાં કામ કરનાર છોકરીએ મારી ખૂબ જ કાળજી લીધી હતી. જે કામ મેં તેને સોંપ્યા નહોતા. તેને પણ તે કરી લેતી હતી અને એટલું જ નહીં મારી દીકરીના જન્મ પછી જ્યારે હું કામમાં વ્યસ્ત રહેતી ત્યારે તે દીકરી સાથે રમતી અને જ્યારે મારે કોઈ બહારનું કામ હોય ત્યારે તે મારી સાથે આવતી, જેથી તે મારી દીકરીને સાચવી શકે અને હું શાંતિથી મારું કામ કરી શકું.’’ તેનો આ વ્યવહાર જેાઈને અમે પણ તેને ઘરના એક સભ્યનો જ દરજ્જેા આપ્યો છે. અમારા ઘરે આવતા સગાંસંબંધી પણ તેને ફેમિલી મેમ્બર જેવું જ માન આપે છે. ‘‘હું પણ તેની પારિવારિક જરૂરિયાતની કાળજી લઉં છું. હવે તો અમે બંને એકબીજાના પૂરક બની ગયા છીએ. થોડા વર્ષ પછી તેના લગ્ન થયા ત્યારે અમે પણ તેને અમારી પોતાની દીકરીની જેમ વિદાય કરી હતી અને તેના પરિવારને આર્થિક મદદ પણ કરી હતી.

પરિસ્થિતિના હાથે મજબૂર : હૈદરાબાદની રહેવાસી કોમલ જણાવે છે, ‘‘મેં મારી કામવાળીને ઘરના એક સભ્યની જેમ જ રાખી છે, પણ જ્યારે બીજી દીકરીના જન્મ પછી તેને દિવસરાત ઘરમાં જ રહેવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તે ઘરમાં ચોરી કરવા લાગી. શરૂઆત કિચનમાંથી ખાવાની વસ્તુ ચોરવાથી કરી, પછી ધીરેધીરે તેની હિંમત વધી ગઈ.’’ ‘‘એક દિવસે તક મળતા તેણે મારી તિજેરીમાંથી સોનાની બંગડીઓ ચોરી લીધી. પોલીસમાં ફરિયાદ કરી તે પછી તો મારા ઘરે એક પણ કામવાળી કામ કરવા તૈયાર નહોતી.’’ બદલી થવાથી ચેન્નઈ ગયેલી મોહિની જણાવે છે, ‘‘ભાષા સૌથી મોટી સમસ્યા છે. અહીં હિંદી ભાષી કામવાળી ખૂબ ઓછી મળે છે, તેથી તેમની ડિમાન્ડ વધારે રહે છે, તેથી તેમનું મગજ સાતમા આસમાને રહેતું હોય છે. આ કારણસર થોડું તમિલ પણ શીખી લીધું છે.’’ ‘‘કોમર્શિયલ એરિયા હોવાથી આસપાસના એપાર્ટમેન્ટમાં નોકરિયાત મહિલાઓ વધારે છે. ઘણી વાર અહીં એનઆરઆઈ પણ ભાડે રહેવા આવતાજતા રહે છે. કામવાળીની ડિમાન્ડ ખૂબ છે તેથી અવારનવાર કામ છોડીને જતી રહે છે. જેા તેઓ એક ઘરનું કામ છોડે તો બીજા ૪ ઘરે તેમના માટે કામ તૈયાર હોય છે.’’ ‘‘વિદેશમાં જાતે જ કામ કરીને આવેલા લોકો માટે તો કામવાળી એક લક્ઝરી બની રહે છે, તેથી તેઓ ન માત્ર તેમને મોં માંગી કિંમત ચૂકવતા હોય છે, પરંતુ તેમના નખરાં પણ સહન કરે છે. દિવસેદિવસે કામવાળીની ડિમાન્ડ સતત વધી રહી છે અને આ વાતનો તેઓ ખૂબ ફાયદો પણ ઉઠાવી રહી છે. સમયસર કામ પર ન આવવું તો જાણે તેમની ટેવ જ બની ગઈ છે.’’

શિક્ષિત હોવી જેાઈએ મેડ : આ સમસ્યા આજકાલ મોટાભાગની મહિલાઓની રહી છે કે બધાને ઘરમાં એક સારી, સ્વચ્છતાપ્રિય, ઈમાનદાર અને સમયસર કામ પર આવનાર કામવાળીની જરૂર છે, પરંતુ આ બધા જ ગુણ એક જ મહિલામાં હોવા ખૂબ મુશ્કેલ છે. જેાકે આજની તારીખમાં તો કામવાળી દરેક ઘરની લાઈફલાઈન બની ગઈ છે, ત્યારે પ્રયત્ન પણ હોવો જેાઈએ કે ભલે પગાર વધારે ચૂકવવો પડે, પણ થોડી શિક્ષિત અને સારા સ્તરની જ મેડ રાખવામાં આવે.

– રોચિકા શર્મા શ્ર સમસ્યા છે તો સાથે સમાધાન પણ જેા સમસ્યા હોય તો તેનું સમાધાન પણ આપણે જ શોધવું પડશે, આખરે એવું તે શું કરી શકાય કે આપણને એક સારી કામવાળી મળે.

ધ્યાનમાં રાખો તે માટેના કેટલાક પોઈન્ટ્સ :

  • કામવાળી પણ પોતાના બાળકોને ભણાવવા ઈચ્છે છે, તેમને સ્કૂલે મોકલીને જ તે પોતાના કામ પર આવી શકે છે. સમયસર કામ પર પહોંચવાના ચક્કરમાં ઘણી વાર તે ભૂખી જ પોતાના ઘરેથી નીકળી જાય છે. ઓછામાં ઓછું ૧ કપ ચા તો મેડમ તેમને પિવડાવી શકે છે. તે પણ આ આશા રાખતી હોય છે.
  • તે પણ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છે છે. તેમના બાળકો પણ ક્યારેક બીમાર પડતા હોય છે અથવા ક્યારેક તે પણ બીમાર પડે છે તેથી તેમના માટે પણ પૂરતી રજાની જેાગવાઈ હોવી જરૂરી છે.
  • જે રીતે મેડમ બહાર જાય છે ત્યારે કામવાળી પોતાનો સમય એડજસ્ટ કરતી હોય છે, તે જ રીતે તેમના માટે ક્યારેક મેડમે પણ પોતાના ટાઈમનું એડજસ્ટમેન્ટ કરવું જેાઈએ. તે ઓફિસમાં નહીં ઘરમાં કામ કરતી હોય છે. ક્યારેક તેમને પણ પર્સનલ કામ રહે છે અને તેઓ રજા પાડવા પણ નથી ઈચ્છતી.
  • તેમની સાથે અમાનવીય વ્યવહાર ન કરવો જેાઈએ. તેમની સાથેની બોલચાલની ભાષા પણ સન્માનજનક હોવી જેાઈએ.
  • ઘણી વાર મેડમ ફરવા જવા માટે એક અઠવાડિયા અથવા પૂરા મહિના માટે બહાર જાય છે. આ સ્થિતિમાં કામવાળીને રજા આપો અને તેના પૈસા પણ ન કાપવા જેાઈએ. આખરે તેમનો ઘર ખર્ચ તમારા દ્વારા આપવામાં આવતા પગારમાંથી જ ચાલતો હોય છે.
  • કારણ કે તેમનો પગાર ખૂબ ઓછો હોય છે, તેથી તેમને સમયસર પગાર ચૂકવી દેવો જેાઈએ.
  • જેા તમારી કામવાળી ઈમાનદાર અને સારા વ્યવહારની હોય, તો તેને આ વ્યવહારના બદલામાં થોડું વધારે વળતર મળવું જેાઈએ, નહીં તો સારાખોટા વચ્ચે ફરક નહીં રહે.
  • મહિનો પૂરો થતા પહેલાં તેમના પાકીટ ખાલી થઈ જાય છે, પરંતુ પેટની ભૂખ તો બધાને સતાવતી હોય છે. તેથી ક્યારેક-ક્યારેક એડવાન્સ અથવા થોડી મદદ પણ કરતા રહો.
  • કુદરતી આપત્તિ જેમ કે પૂર, દુષ્કાળ, ભૂકંપ વગેરેમાં તેમના ઘર બરબાદ થઈ જાય છે. તેથી આવી આપત્તિ સમયે તેમના ઘરને ફરીથી વસાવવા માટે મદદ કરવી જેાઈએ.
  • શ્ર વર્ષમાં એક વાર તેમને બોનસ જરૂર આપવું જેાઈએ, જેથી તેઓ પોતાના જીવનનિર્વાહના ખર્ચ સિવાય પોતાની બીજી જરૂરિયાતનો થોડો સામાન પણ ખરીદી શકે.
  • ઘરમાં કામ કરનાર બેન માટે પીએફ અથવા મેડિકલ ઈંશ્યોરન્સ જેવી કોઈ સુવિધા નથી હોતી, જ્યારે બીજા ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં લેબર માટે આ સુવિધા હોય છે, તેથી તેમને માટે દવા વગેરે માટે પૈસા આપો.
  • ઘણી વાર જેાવા મળે છે કે મેડમ તેમના કામથી સંતુષ્ટ નથી હોતા, અથવા જરૂરિયાત ન હોય તો બીજી કામવાળી શોધીને તેમને કામમાંથી કાઢી મૂકે છે, આ સ્થિતિમાં તેમના ખર્ચ પર અસર થાય છે. જેા આ સ્થિતિ હોય તો થોડા વધારાના રૂપિયા આપીને જ કામમાંથી છૂટા કરો, જેથી તેમના ઘર ખર્ચ પર અસર ન થાય.
વધુ વાંચવા કિલક કરો....