નખ આપણા શરીરમાં કઈ વસ્તુની કમી છે અથવા કઈ બીમારી છે, તેની કંડિશન કેવી છે વગેરે સરળતાથી જણાવે છે. આ વિશે મુંબઈના ‘ધ સ્કિન ઈન’ ના ડર્મેટોલોજિસ્ટ ડો. સીમા સરકાર જણાવે છે કે નખની મદદથી મિનરલ, વિટામિનની કમી સિવાય થાઈરોઈડ, એનીમિયા, કાર્ડિયક ડિસીસ, લંગ્સ ડિસઓર્ડર વગેરે બીમારી સરળતાથી જાણી શકાય છે. હેલ્ધિ નખનો રંગ હંમેશાં આછો ગુલાબી હોય છે. દરરોજ હેલ્ધિ નખ ૦.૦૦૩ મિલીમીટરથી ૦.૦૧ મિલીમીટર વધે છે, પરંતુ તે વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. નાની ઉંમરમાં નખ જલદી વધે છે, જ્યારે મોટી ઉંમર થતા વધવાની ઝડપ ધીમી પડી જાય છે. ઠંડીની મોસમમાં નખ જલદી નથી વધતા, જ્યારે ઉનાળામાં જલદી વધે છે.

નખ શું કહે છે :

શ્ર નખનો આકાર પોપટની ચાંચ જેવો હોય તો તે વ્યક્તિને કાર્ડિયકની બીમારી કે લંગ્સ ડિસઓર્ડર થવાની શક્યતા છે. શ્ર નખની સપાટી પર સફેદ લાઈન બાયોટિનની ઊણપનો સંકેત આપે છે. બાયોટિન શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડીને શરીરને ઊર્જા પ્રદાન કરે છે. તે ઉપરાંત આ નખ લિવર સંબંધિત બીમારીનો ઈશારો કરે છે. તે માટે ફ્રેશ વેજિટેબલ અને સેલડ લેવું ફાયદાકારક છે.

શ્ર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનની ઊણપથી નખ બ્રિટલ થઈ જાય છે. તેમાં નખ ઉપરથી છાલ નીકળવા લાગે છે. હકીકતમાં આ નખમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું હોય છે. આવા નખ ધરાવતી વ્યક્તિ મોટાભાગે થાઈરોઈડ કે આયર્નની ઊણપના શિકાર બને છે. તેથી સમય રહેતા ઈલાજ કરાવવો જરૂરી છે. એગ, ફિશ, બદામ વગેરેનું સેવન તેમાં ફાયદાકારક હોય છે.

શ્ર જેમના નખનો રંગ વાદળી હોય છે. તે શ્વાસની બીમારી, નિમોનિયા કે હૃદય સંબંધિત બીમારીથી પીડિત થવાની શક્યતા હોય છે.

શ્ર પીળા નખ ધરાવતી વ્યક્તિ મોટાભાગે કમળાનો શિકાર થાય છે. તે ઉપરાંત સિરોસિસ અને ફંગલ ઈન્ફેક્શન જેવી બીમારી પણ તેમને થઈ શકે છે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિના નખ પણ પીળા કે અભદ્ર થઈ જાય છે.

શ્ર અડધા સફેદ અને અડધા ગુલાબી રંગના નખ ધરાવતી વ્યક્તિને કિડની સંબંધિત બીમારી થઈ શકે છે. આવા નખ લોહીની ઊણપનો પણ સંકેત આપે છે.

શ્ર સફેદ રંગના નખ લિવર સંબંધિત બીમારી જેમ કે હેપેટાઈટિસનો સંકેત આપે છે.

શ્ર કેટલીય વાર નખની આસપાસની સ્કિન સુકાવા લાગે છે. તેને નજરઅંદાજ ન કરો. આવું વિટામિન સી, ફોલિક એસિડ કે પ્રોટીનની ઊણપથી થાય છે. તેથી તમારા ખોરાકમાં પ્રોટીનયુક્ત પદાર્થ, લીલા શાકભાજી વગેરે જરૂર સામેલ કરો.

ડો. સોમા જણાવે છે કે મહિલાઓ પાણીમાં વધારે કામ કરે છે, તેથી તેમનામાં નખની બીમારી વધારે દેખાય છે. તેમણે તેમના નખની સંભાળ આ રીતે લેવી જેાઈએ :

  • કામ પૂરું કરીને નવશેકા ગરમ પાણીથી નખ સાફ કરીને નેલ ક્રીમ કે કોઈ પણ કોલ્ડ ક્રીમથી નખને મોઈશ્ચરાઈઝ કરો.
  • એસીટોન યુક્ત નેલ રિમૂવરથી નેલ પોલિશ ક્યારેય સાફ ન કરો.
  • નખને સમયસર કાપીને નેલ ફાઈલરથી સાફ કરો.
  • નેલ પોલિશ લગાવતા પહેલાં નેલ હાર્ડર લગાવો, જેથી નખ કેમિકલથી સલામત રહે.
  • નખની બહારની સ્કિનનું ખાસ ધ્યાન રાખો. નેલ ક્યૂટિકલ્સ જ નખને ફંગલ અને બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી બચાવે છે.
  • ભોજનમાં પ્રોટીન, વિટામિન, મિનરલ વાળા પદાર્થ વધારે લો.

– સોમા ઘોષ

વધુ વાંચવા કિલક કરો....