બદલાતા સમયની સાથે મેકઅપમાં પણ મોડર્ન પરિવર્તન આવ્યું છે. હવે મહિલાઓ જૂની ફેશનની જેમ હેવી અને ઓવર મેકઅપને પસંદ ન કરતા સિંપલ અને સોબર મેકઅપ પસંદ કરવા લાગી છે. હવે તેઓ ઓછા મેકઅપમાં લગ્ન, પાર્ટી વગેરે પ્રસંગે ફ્રેશ, ગોર્ઝિયસ અને હોટ દેખાવા ઈચ્છતી હોય છે. ન્યૂટ્રલ ટ્રાન્સબેઝ મેકઅપ અને હેરસ્ટાઈલ વિશે મેકઅપ એક્સપર્ટ પાયલ અને હેર ડિઝાઈનર મનુએ આપેલી ટિપ્સ જેાઈએ :

ન્યૂટ્રલ ટ્રાન્સબેઝ મેકઅપ : ન્યૂટ્રલ ટ્રાન્સબેઝ મેકઅપ એટલો સૌમ્ય અને લાઈટ હોય છે કે તે સરળતાથી સ્કિન સાથે મર્જ થઈને તેને ફ્રેશ નેચરલ અને પ્રોબ્લેમ કવર લુક તો આપે જ છે, સૌમ્યતા સાથે કંપ્લીટ લુક પણ પ્રદાન કરે છે. આઈઝ સિવાય પૂરા ફેસ પર પ્રાઈમર લગાવો. પછી તેની પર સ્કિનટોન સાથે મેચ કરે તેવો ન્યૂટ્રલ બેઝ લગાવો. હવે સામાન્ય લૂઝ પાઉડર લગાવીને ફાઈનલ ટચ આપો.

આઈઝ મેકઅપનો ખાસ અંદાજ : આજકાલ આઈઝ મેકઅપમાં પણ ખૂબ સારા એક્સપરિમેન્ટ થઈ રહ્યા છે. હવે આઈઝને માત્ર ગોલ્ડન અથવા પિંક આઈશેડો દ્વારા સજાવવામાં નથી આવતી, પરંતુ નિયોન કલરની પણ ખૂબ ડિમાન્ડ રહે છે. નિયોનનો અર્થ બ્રાઈટ, નેચરલ કલર જેમાં ગ્રીન, યલો, પીચ, બ્લૂ, પર્પલ, રૂબી, રેડ તથા લેમન ગ્રીન વગેરે કલર સામેલ હોય છે. નિયોન આઈશેડ્સ સાથે આઈઝને ડિફાઈન કરવા માટે તમે લાઈનર તથા વોલ્યૂમાઈઝિંગ મસ્કારા સાથે ફેધર ટચ આર્ટિફિશિયલનો ઉપયોગ જરૂર કરો. આમ કરવાથી આંખ સુંદર દેખાય છે. પછી આઈલાઈનરનો પ્રયોગ કરો. જરૂર પડે તો વાઈટલાઈનર એરિયા પર બ્રશથી કાજલ લગાવો. આઈબ્રોઝને હાઈલાઈટ કરો. ચીકબોંસને હાઈલાઈટ કરો : ચીક્સને ઉભારવા માટે ફોરલસોફ્ટ, પિંક, ઓરેન્જ જેવા શેડ્સનો ઉપયોગ કરો. હેવી બ્રોંઝરનો ઉપયોગ ન કરો, નહીં તો તે આ લુકને ગ્રે દર્શાવવા લાગે છે. ફેસના હિસાબે જ ચીકબોંસને હાઈલાઈટ કરો, કારણ કે દરેકના ફેસકટ અલગઅલગ હોય છે. હાઈલાઈટ કરવા માટે બ્રશને ઉપરની તરફ અને એક સ્ટ્રોકમાં જ ફેરવો.

ગ્લેમ જ્યૂસી લિપ્સ : મેકઅપ દરમિયાન એકએક વસ્તુ પર બારીકાઈથી ધ્યાન આપવામાં આવે છે. લોકોની નજર સૌથી વધારે હોઠ અને આંખ પર જ પડે છે. તેથી સ્પેનિશ, પ્લમ, બરગંડી, રૂબી રેડ, ફ્યૂશિયા પિંક, પીચ વગેરે રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરો. આ કલર તમારા હોઠને ગ્લેમ જ્યૂસી દર્શાવશે. બ્રશની મદદથી લિપ્સની આઉટલાઈન બનાવતા તેને સારી રીતે ફિલ કરો. ડિઝાઈનર નેલ આર્ટ : નેલ્સની શોભા વધારવા માટે આજકાલ ડિફરન્ટ પ્રકારના નેલ આર્ટ ઉપલબ્ધ છે. તેમાંથી તમે તમને ગમતી ડિઝાઈન પસંદ કરી શકો છો. મોઈશ્ચરાઈઝ કરો : વિંટર સીઝનમાં મોઈશ્ચરાઈઝર અચૂક લગાવો. લગ્ન અથવા કોઈ પાર્ટીમાં તમે આકર્ષક દેખાવ તે માટે તમારી હેરસ્ટાઈલ પણ ખાસ હોવી જેાઈએ. સારી હેરસ્ટાઈલ અજમાવીને પણ તમે ખૂબસૂરત દેખાઈ શકો છો. આકર્ષક લુક હેર સ્ટાઈલમાં : વાળને સારી રીતે કોમ્બ કરીને વચ્ચેની માંગ કાઢીને માંગટીકો લગાવો અને તેને બોબપિનથી વાળમાં ટાઈટ કરો. હવે ટોપના વાળને લઈને સ્પ્રે છાંટી કોમ્બ કરો. પછી રોલરને ગરમ કરીને ટોપના વાળની ૧-૧ લટ લઈને રોલ કરતા જાઓ. આ રીતે ટોપની બંને સાઈડના વાળને રોલ કરતા જાઓ. રોલ કરવામાં આવેલી લટને પાછળની તરફ પિનથી સેટ કરો. હવે પાછળના વાળની પોની બનાવો અને ૧-૧ લટને ટ્વિસ્ટ કરતા પિન લગાવો. પછી હેર એક્સેસરિઝ લગાવીને તેને ખૂબસૂરત બનાવો. રોલર હેર સ્ટાઈલ : વાળને બરાબર કોમ્બ કરીને સ્પ્રે કરો. હવે પૂરા વાળમાંથી ૧-૧ સેક્શન લઈને રોલ કરતા જાઓ. આ જ રીતે પૂરા વાળને નાના-નાના સેક્શનમાં લઈને રોલ બનાવતા જાઓ અને ત્યાર પછી પૂરા રોલ કરેલા વાળને એક સાઈડ કરીને પિનથી વન સાઈડ સેટ કરો. બીજી સાઈડમાં માત્ર એક લટ કાનની પાસે રહેવા દો. હવે તેને ખૂબસૂરત ફ્લાવરવાળી હેર એક્સેસરિઝથી સજાવો.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....