મધ ખાંડ, એંજાઈમ્સ, મિનરલ્સ, વિટામિન અને અમીનો એસિડનું મિશ્રણ છે. જેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડેન્ટ્સ ગુણ જેાવા મળે છે. તે એક કુદરતી સ્વિટનર તરીકે પણ ઓળખાણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મધને ઔષધિ રૂપે સામેલ કરેલ છે. તેનો સ્વાદ જ સારો નથી હોતો, પરંતુ તેના કેટલાય સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ છે. મધના સેવનના ફાયદા નીચે પ્રમાણે છે :

વજન ઘટાડવા મદદરૂપ : મધ સ્થૂળતાને નિયંત્રિત કરવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ મેટાબોલિઝ્મ વધારે છે, તેથી શરીરમાં વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ નાખીને પીવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ઈંફેક્શનથી રક્ષણ : મધ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને ઈંફેક્શનની સારવાર કરે છે. ગળાની તકલીફમાં આ ખૂબ જ અસરકારક છે. તે ન માત્ર ગળાને આરામ આપે છે, પરંતુ કેટલાક નિશ્ચિત બેક્ટેરિયાને પણ મારે છે જેથી ઈંફેક્શન થાય છે. મધમાં એન્ટિસેપ્ટિક ગુણ પણ રહેલા છે, જે બેક્ટેરિયાનો થતો વિકાસ અટકાવીને ઈંફેક્શન સામે રક્ષણ આપે છે. બળતરા પર નેચરલ ક્યોર રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શરીરમાં ઊર્જાનું સ્તર વધારો : મધ કાર્બોહાઈડ્રેટનો એક ખૂબ સારો કુદરતી સ્રોત છે. જેા તમે થાકી ગયા છો, તો મધ તમારી ખૂબ મદદ કરી શકે છે. મધમાં રહેલું ગ્લુકોઝ શરીરમાં સરળતાથી શોષાય છે અને એનર્જીને તરત બૂસ્ટ કરે છે. શુગરની સરખામણીમાં મધ લોહીમાં શુગરનું પ્રમાણ સતત સ્થિર રાખે છે. જેા તમે વર્કઆઉટ પહેલાં એક ચમચી મધ લો તો તમારા પ્રદર્શનમાં સુધારો થશે.

મોર્નિંગ સિકનેસથી રક્ષણ : જેા તમે સવારે ઊઠો અને તમારા શરીરમાં ઊર્જાની કમી અનુભવો તો એનર્જી ડ્રિન્ક્સનું સેવન ન કરો. તેના બદલે ટોસ્ટને મધ સાથે ખાઓ અથવા તમારા કોર્નફ્લેક્સમાં મધ રેડો. તેનાથી તમને ભરપૂર ઊર્જા મળશે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મધનું સેવન ઠીક રહે છે. આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

હીમોગ્લોબિન વધારો : મધનું સેવન નિયમિત કરવાથી શરીરમાં કેલ્શિયમનું શોષણ અને હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. તે એનીમિયા સામે રક્ષણ આપે છે.

આ ન કરો :

  • ઘી અને મધને ક્યારેય મિક્સ કરીને ખાશો નહીં, કારણ કે શરીરમાં તેની વિપરીત અસર થાય છે. મધ શરીરને શોષે અને ગરમ કરે છે, જ્યારે ઘી શરીરને ઠંડું કરે છે અને ભેજ પ્રદાન કરે છે.
  • હંમેશાં કાચું મધ ખાઓ. મધને બેક કરી અથવા ગરમ કરવાથી આ એક ચીકણા પદાર્થમાં ફેરવાઈ જાય છે, જે શરીરની ચેનલને બ્લોક કરે છે અને ઝેર ઉત્પન્ન કરે છે.
  • મધને ક્યારેય પણ ચામાં નાખીને ન પીવું જેાઈએ.

આ રીતે સેવન કરો :

મધનું સેવન કરો, પરંતુ સાચવીને. મધમાં ૫૩ ટકા ફ્રૂક્ટોસ હોય છે. એક ચમચીમાં ૪ ગ્રામ ફ્રૂક્ટોસ હોય છે. જેા આપણે વધારે પ્રમાણમાં મધ ખાઈશું તો આપણા શરીરમાં ઈંસુલિનનું સંતુલન બગડી જશે. એક દિવસમાં ૨૫ ગ્રામથી ઓછું ફ્રૂક્ટોસ ખાવું જેાઈએ. જેા તમને ડાયાબિટીસ છે કે તમારું વજન વધારે છે, તો મધ ઓછા પ્રમાણમાં ખાઓ.

– સુનીતા રાય ચૌધરી

બ્યૂટિ પ્રોબ્લેમ્સથી છુટકારો અપાવે ગુણકારી મધ ઔષધીય ગુણોથી ભરપૂર મધમાં કેટલાય પ્રોબ્લેમ્સનું સમાધાન છુપાયું છે. જ્યાં મધનું સેવન તમને અનેક બીમારીથી છુટકારો અપાવે છે. ત્યાં, સુંદરતાને નિખારવા માટે પણ મધ કારગત ઉપાય છે. મધમાં એન્ટિઓક્સિડેંટ, વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ તત્ત્વ હોય છે, જેનાથી સ્કિનની દરેક સમસ્યાઓ મિનિટોમાં દૂર થઈ જાય છે. આજે આપણે જાણીશું કે મધનો કેવી રીતે ઉપયોગ કરવાથી દરેક બ્યૂટિ પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવી શકાય.

  • ખીલ કે ડાઘ-ધબ્બા : ખીલ કે ડાધ-ધબ્બા, રાત્રે ઊંઘતા પહેલાં કાચું મધ લગાવો. પછી સવારે પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમને થોડાક દિવસમાં જ ફરક દેખાવા લાગશે.
  • નેચરલ મોઈશ્ચરાઈઝર : મધ એક પ્રકારનું કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તે સ્કિનને શુષ્ક થતા બચાવે છે અને તેને ભીનાશ પ્રદાન કરે છે, જેનાથી સ્કિન અનેક પ્રોબ્લેમથી બચી રહે છે.
  • બંધ છિદ્રો ખોલે : મધને ચહેરા પર લગાવવાથી બંધ છિદ્રો ખૂલી જાય છે, જેનાથી સ્કિનને જરૂરી માત્રામાં ઓક્સિજન મળે છે. તમે ઈચ્છો તો પાણીમાં મધ મિક્સ કરીને દરરોજ તેનાથી ચહેરો ધોઈ શકો છો.
  • હોઠ માટે : બદલાતી મોસમમાં ફાટેલા હોઠની સમસ્યા દૂર કરવા માટે મધને દિવસમાં ૩ વાર લગાવીને મસાજ કરો અને પછી પાણીથી ધોઈ લો. તેનાથી તમારા હોઠ વારંવાર નહીં ફાટે.
  • એન્ટિ એજિંગ : મધમાં એન્ટિ એજિંગ ગુણ હોય છે, જેા સ્કિનમાં પડતી કરચલીઓ અને રિંકલ્સની સમસ્યાને અટકાવે છે. તેની સાથે જ મધ ખાવા કે લગાવવાથી મૃત કોશિકાઓમાં જીવ આવી જાય છે.
  • બ્લેકહેડ્સ : બ્લેકહેડ્સ કાઢવા માટે મધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.
વધુ વાંચવા કિલક કરો....