નાળિયેર તેલ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી તમને ઊર્જા પ્રદાન કરે છે, જેથી તમે સ્વયંને તંદુરસ્ત અનુભવશો. આવો જાણો, નાળિયેર તેલના ફાયદા :
- નાળિયેર તેલમાં લગભગ ૪૦ ટકા લોરિક એસિડ હોય છે, જે એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોવાથી શરીરની ઈમ્યૂનિટી વધારવાનું કામ કરે છે. તે ઉપરાંત માતાના દૂધમાં પણ લોરિક એસિડ રહેલ છે.
- અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે નાળિયેર તેલ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
- અનેક ગંભીર બીમારી જેમ કે અલ્જાઈમર, વાઈ, હાર્ટ એટેક કે પછી ઈજા થવાથી મૃત કોશિકાને નાળિયેર તેલ પુન: જીવિત કરવાનું કામ કરે છે.
- નાળિયેર તેલમાં લોરિક એસિડ હોવાથી તે હૃદયને સ્વાસ્થ્યપ્રદ રાખવાની સાથેસાથે ઈન્ફેક્શનથી પણ શરીરને બચાવે છે.
- નાળિયેર તેલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
- આ તેલથી બનેલા ભોજનનું સેવન કરવાથી તરત ઊર્જા મળે છે અને તે અન્ય ચરબીની સરખામણીમાં જલદી અને સરળતાથી પચે છે.
- નાળિયેરનું તેલ સ્કિન પર ભેજ જાળવી રાખવાનું કામ કરે છે.
- નાળિયેર શુષ્ક, નિસ્તેજ અને ઉંમરથી પ્રભાવિત થતી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે.
- નાળિયેર તેલથી નિયમિત વાળમાં માલિશ કરવાથી મગજને ઠંડક મળવાની સાથેસાથે તાણ પણ દૂર થાય છે.
- આ તેલમાં જખમ ભરવાની ક્ષમતા રહેલી છે, કારણ કે આ અસરગ્રસ્ત રેશાની મરામત કરવામાં મદદરૂપ હોય છે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ