સુરવીન ચાવલાનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૮૪ ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેણે વર્ષ ૨૦૧૫ માં તેના એક કોમન ફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે ઈટાલીમાં ચોરીછૂપી લગ્ન કરી લીધા હતા, પણ બંનેએ વર્ષ ૨૦૧૭ માં આ લગ્ન જાહેર કર્યા અને ૧૫ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ સુરવીન મા બની. તેણે તેની દીકરીનું નામ ઈવા રાખ્યું. ટેલિવિઝન સીરિયલમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવનારી સુરવીન ચાવલાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ખાસ ઈમેજ બનાવી અને ભાષાકીય ફિલ્મોમાં કામ કરીને નામ કમાયું. સુરવીન ચાવલાએ હિન્દી ફિલ્મ સિવાય પંજાબી, કન્નડ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. પહેલી વાર તેણે ટેલિવિઝન સીરિયલ ‘કહીં તો હોગા’ થી શરૂઆત કરી અને પ્રશંસા મેળવી. ત્યાર પછી તેણે ટેલિવિઝન સીરિયલ ‘કસૌટી જિંદગી કી’ માં કસકનો રોલ નિભાવીને પ્રશંસા મેળવી.

ટેલિવિઝનની દુનિયાથી દૂર વર્ષ ૨૦૧૩ માં સુરવીન ચાવલાએ તામિલ ફિલ્મ ‘મુંદરો પર મુંદરો કાંધલ’ માં ડેબ્યૂ કર્યું. તેણે પહેલું હિન્દી આઈટમ સોંગ ફિલ્મ ‘હિંમતવાલા’ માં કર્યું ત્યાર પછી તે ફિલ્મ ‘ક્રિએચર ૩ ડી’ ના આઈટમ ગીતમાં જેાવા મળી હતી. બોલીવુડ ફિલ્મ ‘હમતુમ શબાના’ થી સુરવીન ચાવલાએ ડેબ્યૂ કર્યું, પણ તેને ફિલ્મ ‘હેટ સ્ટોરી ૨’ થી ઓળખ મળી. ત્યાર પછી તેણે બોલીવુડની અનેક ફિલ્મમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી. ફિલ્મ ‘પાર્ચ્ડ’ ઉપરાંત સુરવીન ચાવલાએ વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’ માં કામ કરીને પ્રશંસા મેળવી. હવે જ્યારે સુરવીન ચાવલાએ નામ, પૈસા, પ્રસિદ્ધિ મેળવી લીધી છે, ત્યારે તેનું મગજ સાતમા આકાશે પહોંચી ગયું છે અને તે પોતાની વાત સ્પષ્ટ કહેવા લાગી છે. તે કાસ્ટિંગ કાઉચ વિશે જણાવી રહી છે કે તે પણ આ બૂરાઈનો શિકાર થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તેે તેની કરિયરમાં ૫ વાર એટલે કે બોલીવુડમાં ૨ વાર અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩ વાર કાસ્ટિંગ કાઉચનો શિકાર બની. તેની બોડી પર કેટલાય ડાયરેક્ટરે ગંદી કોમેન્ટ કરી હતી. તેણે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘‘એક ડાયરેક્ટર તો તેના પગ જેાવા ઈચ્છતો હતો. જ્યારે બીજેા ક્લીવેઝ.’’ સુરવીન ચાવલાએ જણાવ્યું, ‘‘ફિલ્મનો એક ડાયરેક્ટર તેને કહી રહ્યો હતો કે તે મારા શરીરની એકએક ઈંચ જેાવા માંગે છે. આ સાંભળીને તો તેના કાન પર ભરોસો નહોતો થયો.’’ જેાકે, એક સમયે સુરવીન ચાવલાને સ્થૂળ હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેણે કહ્યું કે જ્યારે તે ઓડિશન આપવા આવી હતી ત્યારે એક વ્યક્તિએ કહ્યું હતું કે તે ઓવરવેટ છે, જ્યારે તે સમયે તે માત્ર ૫૬ કિલોની હતી. લાગે છે કે તે વ્યક્તિએ ચશ્માં પહેરવાની જરૂર હતી.

સુરવીન ચાવલાએ જૂની યાદોને ઉજાગર કરતા કહ્યું, ‘‘હા, એક સમય એવો હતો, જ્યારે લોકો કહેતા હતા કે હું ટેલિવિઝનના લીધે ઓવર એક્સપોઝ થઈ ગઈ છું. શરૂઆતમાં આવા પ્રોડ્યૂસર્સથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હતી અને માત્ર એક વર્ષ સુધી નાના પડદા પર કામ કર્યું, પરંતુ પછી વિચાર્યું કે અંતે હું આવું કેમ કરી રહી છું?’’ સુરવીન ચાવલા ફિલ્મ હીરોઈનની સાથેસાથે ડાન્સર પણ છે. તેણે તેની કરિયરની શરૂઆત ટેલિવિઝન સોપ ઓપેરાથી કરી હતી. તે અનેક ભાષાની ફિલ્મ ઉપરાંત બોલીવુડ ફિલ્મ ‘હેટ સ્ટોરી ૨’, ‘અગ્લી’, ‘વેલકમ બેક’, ‘પાર્ચ્ડ’ વગેરે અને કેટલીય ટેલિવિઝન સીરિયલમાં કામ કરી ચૂકી છે. જેાકે ‘૨૪’ (સીઝન ૨) થી સુરવીન ચાવલા ટેલિવિઝન પર પાછી ફરી છે. તે ‘હક સે’ અને ‘સેક્રેડ ગેમ્સ’’ વેબ સીરિઝમાં જેાવા મળી છે. સુરવીન ચાવલાનો ખુલાસો ક્યાંક તેની વાપસીમાં અડચણરૂપ ન બને. ડાયરેક્ટરો પ્રત્યે તે સ્પષ્ટ છે કે હવે તેને દુખ નથી કે કામ મળે કે ન મળે, પણ તે પોતાની વાત પર અડગ રહેશે.

– અક્ષય કુલશ્રેષ્ઠ

વધુ વાંચવા કિલક કરો....