સૈફ અલી ખાને એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૩ માં ફિલ્મ ‘આશિક આવારા’ થી કરી હતી. તાજેતરમાં તે અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી : ધ અનસંગ વારિયર’ ના શૂટિંગમાં બિઝી છે. તે ઉપરાંત સૈફ અલી ખાન આજકાલ તેની દીકરી સારા અલી ખાનના લીધે ચર્ચામાં છે, સારા તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી ચર્ચામાં છે.

સારા અલી ખાનની સફળતા વિશે સૈફ શું કહે છે?
‘તાનાજી : ધ અનસંગ વારિયર’ સિવાય તે અન્ય કઈ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ :

તમારી વેબ સીરિઝ ‘સ્કૈરેડ ગેમ્સ’ એ ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ વિશે તમે શું કહેશો?
જ્યારે મને આ વેબ સીરિઝની કહાણી વિશે ખબર પડી હતી ત્યારે મને તે રોમાંચક લાગી હતી, તેથી હું આ વેબ સીરિઝમાં કામ કરવા તૈયાર થયો. આજ જ્યારે લોકો તેમાં મારી એક્ટિંગની પ્રશંસા કરે છે ત્યારે મને લાગે છે કે મારો નિર્ણય સાચો હતો.

તમે તમારી એક્ટિંગ કરિયરમાં ન તો ક્યારેય કોઈ ઉતાવળ કરી અને ન ફિલ્મની પસંદગી માટે ક્યારેય કમજેાર થયા. આ વિશે તમે શું કહેશો?
હું ફિલ્મની પસંદગી માટે ઉતાવળ નથી કરતો, કારણ કે ફિલ્મમાં કામ કરવું મારું ઝનૂન છે. હું મારા કામને એન્જેાય કરું છું. મને નથી લાગતું કે હું ઉતાવળમાં કોઈ ફિલ્મ સાઈન કરું અને પછી તે કરતી વખતે મને પસ્તાવો થાય.

તમારી છેલ્લી ફિલ્મ ‘બાજાર’ ની દર્શકોએ પ્રશંસા કરી, પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વધારે ધમાલ ન કરી. કેમ?
મને લાગે છે કે માત્ર બોક્સ ઓફિસ પર ફિલ્મ સફળ થવી અસલી સફળતા નથી, પણ મારી નજરમાં તે ફિલ્મ સફળ છે જેની દર્શકો પ્રશંસા કરે. ફિલ્મ ‘બાજાર’ નો વિષય પણ એવો હતો, જેમાં સટ્ટાના વેપારને હાઈલાઈટ કરવામાં આવ્યો. શેર માર્કેટમાં લોકો કેવી રીતે પૈસાદાર બને છે અને કેવી રીતે ડૂબે છે, આ ફિલ્મનો મુખ્ય મુદ્દો હતો, જેા દર્શકોને ખૂબ ગમ્યો.

શું તમે શેર માર્કેટમાં પૈસા ઈન્વેસ્ટ કરો છો?
ના, મને સેફ ગેમ રમવી ગમે છે. મને અન્ય જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરવું ગમે છે સિવાય કે શેર માર્કેટ.

તમે ઘણા વર્ષ પછી અજય દેવગણ સાથે ઐતિહાસિક ફિલ્મ ‘તાનાજી : ધ અનસંગ વારિયર’ કરી રહ્યા છો. તે પહેલાં તમે તેમની સાથે ફિલ્મ ‘ઓમકારા’ કરી હતી. આ વિશે તમે શું કહેશો?
હા, મારો અજય દેવગણ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે. તે ફિલ્મ અને ફિલ્મ મેકિંગને પ્રેમ કરે છે. આ ફિલ્મ પણ તેણે ખૂબ પ્રેમથી બનાવી છે. તેમાં મારો અભિનય એન્ટિ હીરોનો છે. આ એક ઐતિહાસિક ફિલ્મ છે, જે ‘બાહુબલી’ ની જેમ મોટા પાયા પર બની રહી છે. ખાસ તો બાળકો આ ફિલ્મને જેાઈને વધારે એન્જેાય કરશે.

તમે અજય દેવગણ સિવાય આર. માધવન સાથે પણ ઘણા વર્ષ પછી ફિલ્મ ‘હંટર’ માં જેાવા મળશો. સાંભળ્યું છે કે આ ફિલ્મનું નામ બદલીને બીજું રાખવામાં આવશે. તમે આર, માધવન સાથે વર્ષ ૨૦૦૧ માં આવેલી ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’ કામ કર્યું હતું. તમે કેવું અનુભવી રહ્યા છો?
ખબર જ નથી પડતી કે સમય કેટલો ઝડપથી ભાગી રહ્યો છે. એવું લાગે છે, જાણે કાલની જ વાત છે. આર. માધવન અને મારી ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’ હિટ રહી હતી. સાથે કામ કરવાનો અનુભવ પણ સારો રહ્યો હતો. આજે આટલા વર્ષ પછી જ્યારે તેમને આ ફિલ્મ માટે મળ્યો ત્યારે મને લાગ્યું નહીં કે અમે ઘણા વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છીએ. ફિલ્મ ‘હંટર’ પણ એક ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મમાં હું નાગા સાધુનો અભિનય નિભાવી રહ્યો છું. ડાયરેક્ટર નવદીપ સિંહે આ ફિલ્મને ખૂબ જ સમય લઈને ખાસ ટ્રીટમેન્ટથી બનાવી છે. જ્યારે તમે ઓડિયન્સ તરીકે આ ફિલ્મ જેાશો ત્યારે તમને આ વાતનો અહેસાસ થશે. આ ફિલ્મમાં મેં ઘણા મુશ્કેલ સ્ટંટ કર્યા છે. મેં તલવારબાજી કરી છે. ઘોડેસવારી કરી છે વગેરે.

નિતિન કક્કડના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘જવાની જાનેમન’ ને તમે પ્રોડ્યુસ કરી રહ્યા છો અને તેમાં એક્ટિંગ પણ કરી રહ્યા છો. આ ફિલ્મમાં ખાસ શું છે?
આ સામાન્ય ઘરેલુ પ્રકારની રોમેન્ટિક ફિલ્મ છે.

આ સિવાય તમે અન્ય કઈ ફિલ્મ કરી રહ્યા છો?
એક ફિલ્મ ‘ગો ગોવા ગોન’ ની સીક્વલ કરી રહ્યો છું, તેમાં કુણાલ ખેમુ અને વીર દાસ છે. તે ઉપરાંત અનુરાગ બાસુની એક ફિલ્મ કરી રહ્યો છું, તેમાં મારી સાથે સોનાક્ષી સિંહા હીરોઈન છે. આ એક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું નામ હજી રાખ્યું નથી.

હવે તમે એક્ટરની સાથેસાથે પ્રોડ્યુસર પણ છો. એવામાં જ્યારે તમે કોઈ ફિલ્મમાં એક્ટિંગ કરો છો ત્યારે તમને તે ફિલ્મના ડાયરેક્ટરની દખલઅંદાજી ગમે છે કે તમે અસહજ અનુભવો છો?
ના, બિલકુલ નહીં. મને ક્યારેય ખરાબ નથી લાગતું. જેા ડાયરેક્ટર મને કોઈ પણ રીતે ગાઈડ કરે છે તો પણ કેટલીક વાર તો મને લાગે છે કે કંઈ સારું નથી તો હું ડાયરેક્ટરના કામમાં દખલઅંદાજી નથી કરતો, કારણ કે હું માનું છું કે ફિલ્મ બનાવવામાં સૌથી મુશ્કેલ કામ ડાયરેક્ટરનું હોય છે. તેના મગજમાં તે સમયે શું ચાલી રહ્યું છે, તે કલાકારને ખબર નથી હોતી, તેથી ડાયરેક્ટર જેવું કહે છે, હું તેવું જ કરું છું.

તમારી દીકરી સારા અલી ખાને પહેલી જ ફિલ્મ ‘કેદારનાથ’ થી દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. ત્યાર પછી તેની ફિલ્મ ‘સિમ્બા’ પણ હિટ થઈ. બધા તેની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એવામાં તમે કેટલા ખુશ છો?
હું સારાનો ડેડી છું તો જાહેર છે કે મને તેની સફળતાથી ખુશી થશે. સારા પહેલાંથી ખૂબ સમજદાર છે. તેથી મને થોડોઘણો અંદાજ હતો કે તે એક્ટિંગમાં પોતાનું અલગ સ્થાન બનાવવામાં સફળ થશે.

શું તમે ઈચ્છતા હતા કે સારા પહેલાં અભ્યાસ પૂરો કરે અને ત્યાર પછી ફિલ્મમાં આવે?
હા, આ સાચું છે. હું ઈચ્છતો હતો કે સાર પહેલાં અભ્યાસ પૂરો કરે, ત્યાર પછી ફિલ્મમાં આવે, કારણ કે એક વાર ફિલ્મ સાથે જેાડાયા પછી અભ્યાસ પૂરો કરવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

એક હીરોઈનના પિતા તરીકે એક્ટર તમારા માટે કેટલું લાભદાયક અને નુકસાનકારક છે?
દરેક માતાપિતાને તેના બાળકોની પ્રગતિ ગમતી હોય છે. સારાએ પહેલી જ વારમાં બાજી મારી લીધી તો મારાથી વધારે બીજાને ખુશી ન થાય. જ્યાં સુધી એક્ટર તરીકે એક હીરોઈનનો પિતા હોવાનો પ્રશ્ન છે તો હવે આ વાતથી કોઈ ફરક નથી પડતો. અનિલ કપૂરના પણ દીકરાદીકરી એક્ટર બની ગયા છે, પણ આજે તે એવરગ્રીન સ્ટાર છે. અમિતજી, જેકી શ્રોફ બધાના બાળકો પણ ઈન્ડસ્ટ્રીમાં છે, પણ પિતાની કરિયર પર કોઈ ફરક નથી પડ્યો. આજે બધા એટલા ફિટ છે ઉંમર અડચણરૂપ નથી બનતી.

– આરતી સક્સેના

વધુ વાંચવા કિલક કરો....