– સુનીલ શર્મા

વર્ષ ૧૯૮૨માં રાજશ્રી પ્રોડક્શનના તારાચંદ બડજાત્યાએ ડાયરેક્ટર ગોવિંદ મૂનિસને જ્યારે એક નાના બજેટની ફિલ્મ ‘નદિયા કે પાર’ સોંપી હતી જ્યારે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આગળ જઈને વર્ષ ૧૯૯૪ માં તારાચંદ બડજાત્યાના પૌત્ર સૂરજ બડજાત્યા ‘હમ આપ કે હૈં કોન’ નામની એક ફિલ્મ બનાવશે, જે ‘નદિયા કે પાર’ ની રિમેક હશે અને રૂપેરી પડદા પર સફળતાના બીજ રોપશે. જેાકે ફિલ્મ ‘નદિયા કે પાર’ ની હિન્દી બેલ્ટમાં ખૂબ પ્રશંસા થઈ હતી. જ્યાં સુધી રિમેક ફિલ્મોની વાત છે તો આજે બોલીવુડમાં જૂની ફિલ્મને રિમેકમાં પ્રસ્તુત કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. એ હદે કે જૂની ફિલ્મની કહાણીમાં થોડો ફેરફાર કરીને તેને દર્શકો સામે પીરસવામાં આવે છે. હવે સ્થિતિ એવી છે કે દક્ષિણ ભારતની હિટ ફિલ્મને હિન્દીમાં રજૂ કરીને મોટી રકમ ઊભી કરવામાં આવે છે. સલમાન ખાને ‘વોન્ટેડ’, આમિર ખાને ‘ગજની’, રણવીર સિંહે ‘સિમ્બા’ જેવી ફિલ્મમાં કામ કરીને નિર્માતાના ખિસ્સા ભરી દીધા છે. પણ દરેક રિમેક ફિલ્મ સફળતાની ગેરન્ટી છે, એ જરૂરી નથી. કેટલાક લોકોએ હિન્દીની જૂની ફિલ્મની રિમેક બનાવી દીધી, પણ તેમને નુકસાન થયું. વર્ષ ૨૦૦૭ માં રામ ગોપાલ વર્માએ જિદ્દમાં આવીને વર્ષ ૧૯૭૫ માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ ની રિમેક બનાવી હતી, તેનું નામ ‘રામ ગોપાલ વર્મા કી આગ’ રાખ્યું હતું. તેમણે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ‘શોલે’ ના ગબ્બર સિંહનો રોલ આપ્યો હતો. પણ આ ફિલ્મ તો શું ઠંડી રાખ નીકળી હતી. આ ફિલ્મમાં જૂની ‘શોલે’ નો નટખટ રોમાન્સ અને મસ્તી હતી. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની મિત્રતાની જુગલબંધી હતી. તે નવા હીરો પ્રશાંત અને અજય દેવગણ વચ્ચે ક્યાંય દેખાતી નહોતી. અન્ય કલાકાર પણ નિષ્ફળ રહ્યા હતા. કુલ મળીને આ ફિલ્મ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી. દર્શકો એ રીતે રામ ગોપાલ વર્માથી ચિડાઈ ગયા હતા કે તેમની પછીની ફિલ્મને પણ લગભગ નકારી દીધી હતી. દક્ષિણ ભારતના સુપરસ્ટાર મોહનલાલ પણ આ ફિલ્મને બચાવી નહોતા શક્યા. ૨૧ કરોડમાં બનેલી આ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી. આ રીતે વર્ષ ૨૦૦૮ માં ડાયરેક્ટર સતીશ કૌશિકે હિમેશ રેશમિયા અને શ્વેતા કુમાર સાથે ફિલ્મ ‘કર્જ’ બનાવી હતી, જે વર્ષ ૧૯૮૦ માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કર્જ’ ની રિમેક હતી. આ ફિલ્મ પણ દર્શકો માટે ભયાનક સપનું બનીને રહી ગઈ હતી. જૂની ફિલ્મ ‘કર્જ’ માં સુભાષ ઘઈએ શાનદાર ગીતો, કહાણી અને કલાકાર પાસે કામ કરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ઋષિ કપૂર અને ટીના મુનીમની જેાડી પણ સારી જામી હતી. કબીરાના અભિનયમાં પ્રાણે ઉમદા કામ કર્યું હતું.

જુવાન અને તે પછી વૃદ્ધ સિમી ગરેવાલે તો અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પણ નવી ફિલ્મ ‘કર્જ’ માં તે કરિશ્મા ન કરી શકી. સિમી ગરેવાલની સરખામણીમાં ઉર્મિલા માતોંડકર ક્યારેય ટકી નહોતી શકી. આ સ્થિતિ કબીરા બનેલા ડેનીની હતી. લીડ રોલમાં હિમેશ રેશમિયા અને શ્વેતા કુમાર બેઅસર રહ્યા હતા. લગભગ ૨૪ કરોડમાં બનેલી આ ફિલ્મમાંથી પડતર ખર્ચ પણ નીકળી નહોતો શક્યો. વર્ષ ૨૦૧૩ માં જિતેન્દ્રનો સૌથી મોટો ફેન હોવાનો દાવો કરનાર સાજિદ ખાને ફિલ્મ ‘હિમ્મતવાલા’ બનાવી હતી, જે વર્ષ ૧૯૮૩ માં આવેલી જિતેન્દ્ર અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ‘હિમ્મતવાલા’ ની રિમેક હતી. નવી ફિલ્મમાં અજય દેવગણ અને તમન્ના ભાટિયાની જેાડી હતી. જૂની ફિલ્મ ‘હિમ્મતવાલા’ માં કાદર ખાન અને અમજદ ખાનની ફૂવડ કોમેડીએ તે સમયે દર્શકોનું દિલ જીતી લીધું હતું, પણ નવી ફિલ્મમાં જ્યારે તે જ જુગલબંધી પરેશ રાવલ અને મહેશ માંજરેકરે બતાવી ત્યારે દર્શકો તેને પચાવી ન શક્યા. અજય દેવગણે આ ફિલ્મ કેમ કરી હતી, આજ સુધી ખબર ન પડી. જેાકે તેણે ‘રામ ગોપાલ વર્મા કી આગ’ કેમ સાઈન કરી હતી, એ પણ એક રાજ જ છે. અજય દેવગણને આ ફિલ્મ કરીને જાતે થયું હતું કે કોઈ મોટો કરિશ્મા નહીં થઈ શકે અને એવું જ થયું.

મોટા બજેટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ થઈ હતી. વર્ષ ૨૦૦૬ માં આવેલી ફિલ્મ ‘ઉમરાવ જાન’ અને વર્ષ ૨૦૧૪ માં આવેલી ફિલ્મ ‘ઓ તેરી’ ની આ જ હાલત થઈ હતી. હસીન અને બુદ્ધિશાળી રેખાના ઉમદા અભિનયથી સજેલી ‘ઉમરાવ જાન’ વર્ષ ૧૯૮૧ માં રૂપેરી પડદા પર આવી હતી. મુઝફ્ફર અલીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને નગીના બનાવી દીધો હતો, પણ નવી ફિલ્મ ‘ઉમરાવ જાન’ માં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય હોવા છતાં આ ફિલ્મ નિષ્ફળ થઈ. અભિષેક બચ્ચન પણ બેઅસર રહ્યો. જેપી દત્તા યુદ્ધના બેકગ્રાઉન્ડ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે, પણ આ ફિલ્મ બનાવીને તેમણે જાતે હાથ બાળી લીધા. ૨૩ કરોડનો આ તથાકથિત મેગા શો સાવ ફિક્કો રહ્યો. ફિલ્મ ‘ઓ તેરી’ હિન્દીની આજ સુધીની સૌથી બેસ્ટ કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારો’, જે વર્ષ ૧૯૮૩ માં આવી હતી, તેનાથી પ્રેરિત હતી, પણ તેને જેાયા પછી દર્શકો બોલી ઊઠ્યા હતા કે ‘ઓ તેરી, યહ ક્યા બના ડાલા…’ આ ફિલ્મ ‘જાને ભી દો યારો’ ને સ્પર્શી પણ નહોતી શકી. લગભગ ૯ કરોડમાં બનેલી આ ફિલ્મ અડધા પૈસા પણ નહોતી વસૂલી શકી. જેાકે આવી મોટાભાગની હિન્દી ફિલ્મની રિમેક સાથે થયું હતું, તેથી લોકોએ દક્ષિણ ભારત કે વિદેશી ફિલ્મની રિમેક બનાવવાનું શરૂ કરી દીધું. આજે તો એવું લાગે છે કે દરેક બીજી ફિલ્મ કોઈ જૂની ફિલ્મની રિમેક હોય છે. વર્ષ ૨૦૧૯ માં લગભગ ૧૨ ફિલ્મો એવી બની રહી છે, જેા કોઈ હિન્દી, દક્ષિણ ભારતીય કે વિદેશી ફિલ્મોની રિમેક છે. જેા માત્ર હિન્દી ફિલ્મની વાત કરો તો ‘પતિ, પત્ની ઔર વો’, ‘કુલી નંબર-૧’ અને ‘વો કૌન થી’ ની રિમેક બની રહી છે, જે કેટલાય વર્ષ પહેલાં બની છે. હવે જેાવાનું એ રહે છે કે આ ફિલ્મ બનાવનારને અઢળક રૂપિયા કમાઈને આપશે કે ડુબાડી દેશે. હકીકત એ છે કે સમય અને દર્શકો જ નક્કી કરશે કે ફિલ્મ સફળ રહેશે કે નિષ્ફળ.

વધુ વાંચવા કિલક કરો....