સુંદર, ગુલાબી લિપ્સ દરેક મહિલાને ગમે છે અને તે માટે મહિલાઓ તમામ વસ્તુનો સહારો લે છે, કેમ ન લે, કારણ કે આકર્ષક લિપ્સ બધાનું ધ્યાન આકર્ષે છે. લિપ્સના મેકઅપ બાબતે બ્યૂટિ એક્સપર્ટ ઈશિકા તનેજા જણાવે છે કે લિપ મેકઅપનો અર્થ માત્ર ટ્રેન્ડ અનુસાર લિપ્સ પર કોઈ પણ લિપસ્ટિક લગાવી દેવી જ નથી, પરંતુ લિપ્સને આકર્ષક બનાવવા માટે કેટલીક વાતનું જ્ઞાન હોવું જરૂરી છે. વરસાદ પછીના બફારામાં હોટ લિપસ્ટિક ટ્રેન્ડને જેા જેાઈએ તો મેલ્ટ પ્રૂફ લુક માટે મેટ લિપસ્ટિક જ આજકાલ સૌથી વધારે ટ્રેન્ડમાં છે, જે રીતે કપડાંની ફેશન બદલાય છે, તે રીતે બ્યૂટિ પ્રોડક્ટ્સમાં પણ નવા કલર, નવી સ્ટાઈલ આવતી હોય છે, તેથી સ્વયંને ફેશન સાથે અપડેટ રાખવા માટે ન્યૂ લિપસ્ટિક ટ્રેન્ડને અચૂક ફોલો કરો. તાજેતરમાં ફેશન ગ્લોસી લિપસ્ટિકની નહીં, પરંતુ મેટ લિપસ્ટિકની છે.

મેટી ફિનિશવાળી લિપસ્ટિક વરસાદ પછી બફારાના દિવસોમાં સૌથી સારી હોય છે, કારણ કે તેની વિશેષતા એ હોય છે કે તે હ્યૂમિડિટી અને ચીકાશયુક્ત દિવસોમાં લિપ્સ પર ફેલાતી નથી, વિપરીત ડિસેન્ટ લુક આપે છે. મેટ લિપસ્ટિકમાં ડીપ રેડ, ચેરી રેડ, વાઈન, પ્લમ, બરગંડી, કોરલ રેડ, ડાર્ક બ્રાઉન, મરૂન, બ્લેકિશ મરૂન, બ્લેક કલર ટ્રેન્ડમાં છે. મેટની બોલબાલા આ સીઝનમાં મેટની જ બોલબાલા છે. આજકાલ કેટલીય કંપની લિક્વિડ ફોર્મમાં પણ મેટ લિપસ્ટિક બજારમાં લાવી રહી છે, જેથી તમને મેટ લુક જ નહીં મળે, પરંતુ આવી લિપસ્ટિક લિપ્સને હાઈડ્રેટ પણ કરે છે. તમને ન્યૂડથી લઈને ડાર્ક ટોન્સના મેટ લિપ કલર માર્કેટમાં મળશે. મૈકાડામિયા ઓઈલ, વિટામિન ઈ અને એવોકાડો બટરથી બનેલી ક્વોલિટીની કેટલીય મેટ લિપસ્ટિક તમારા લિપ્સને આકર્ષક બનાવે છે. તેની એક અન્ય વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતી. મેટ લિપસ્ટિક નેચરલ લુકમાં મદદ કરે છે. તે લિપ્સ પર એ રીતે લગાવવામાં આવે છે જાણે કે લિપ્સનો રંગ જ એવો હોય. લિપસ્ટિક ચાર્ટ કે ઉપરથી લિપસ્ટિકનો રંગ જેાઈને લિપસ્ટિક ખરીદવી સમજદારી નથી. જે પણ લિપસ્ટિક ખરીદો તે લગાવતા તમારી સ્કિનને મેચ કરે.

ધ્યાન રાખો કે નીચેના લિપ્સના રંગથી ૨ શેડ ડાર્ક લિપસ્ટિક જ લો. રંગ પારખવા માટે લિપસ્ટિકને નીચેના લિપ્સ પર લગાવો અને ઉપરના લિપ્સને જેાઈને રંગની ડાર્કનેસ ચેક કરો. રેડ મેટ લિપસ્ટિક તરત ગ્લેમરસ લુક આપે છે, પરંતુ લિપસ્ટિકના રંગની યોગ્ય અસર જેાવા માટે મેકઅપ વિના એક વાર લગાવીને ચેક જરૂર કરો. માન્યું કે તમે કેટલાય શેડ્સ ખરીદી રહ્યા છો, શેડ્સને ચેક કરતી વખતે ધ્યાન રાખો કે એક શેડને લૂછીને જ બીજેા શેડ લિપ્સ પર લગાવો. મેટ લિપસ્ટિકનો ઉપયોગ મેટ લિપસ્ટિકનો લુક સારો આવે તે માટે કંસીલરનો ઉપયોગ જરૂરી છે. પહેલા લિપ્સ પર કંસીલર લગાવો, જેથી લિપસ્ટિકનો રંગ ઊપસેલો લાગે. તેના ૧ નહીં ૨ કોટ લગાવો અને કોટ લગાવતા પહેલાં કે પછી લિપ્સને પરસ્પર રબ કરવાથી બચો. હા, લિપસ્ટિક પહેલાં લિપલાઈનર લગાવીને લિપ્સને શેપ આપવાનું ન ભૂલશો. તેનું કારણ એ છે કે લિપલાઈનરના આ શેપ પર જ રહીને મેટ લિપસ્ટિક કામ કરશે. ગ્લોસી લિપસ્ટિકની જેમ મેટ લિપસ્ટિક લિપ્સ પર જાતે ફેલાતી નથી, તેથી લિપ્સ પર લિપલાઈનરની આઉટલાઈન લઈને લગાવવી જરૂરી હોય છે.

જેા મહિલાઓના લિપ્સ જાડા હોય છે, તે મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરીને લિપશેપને સ્લિમ કરી શકે છે. શ્યામ સ્કિનવાળી મહિલાઓ પર લિપસ્ટિકના મેટ શેડ્સ વધારે સારા લાગે છે. દિવસે ક્યાંક જવું હોય અથવા ઓફિસ, કોલેજ જતી વખતે લિપસ્ટિક લગાવો છો તો હળવા અને મેટ શેડ્સનો ઉપયોગ કરો, કારણ કે દિવસે વધારે ડાર્ક રંગ સૂટ નથી કરતા. મેટ લિપસ્ટિકના પ્રયોગમાં સાવચેતી જરૂરી છે. લિપ્સ ફાટેલા હોય તો આ લિપસ્ટિક ન લગાવો. આ હાલતમાં મેટ લિપસ્ટિક લગાવતા પહેલાં લિપ્સને સ્ક્રબ કરીને એક્સફોલિએટ કરો. એમ પણ આ લિપસ્ટિકના ઉપયોગ પહેલાં નોર્મલ લિપ્સ પર બેબી ઓઈલથી હળવી માલિશ કરવી જેાઈએ, કારણ કે કોમન મેટ લિપસ્ટિક લિપ્સને શુષ્ક કરી દે છે. બેબી ઓઈલ લગાવવાથી એક તો ફાટેલા લિપ્સ દેખાતા નથી બીજું લિપ્સ પણ ભેજયુક્ત થઈ જાય છે.

– ઈશિકા તનેજા

વધુ વાંચવા કિલક કરો....