જીટીએસ ૧૭૫. કંઈ સમજ્યા? જેા નહીં તો અમે જણાવીએ કે આ એક મોટરસાઈકલનું નામ છે. પરંતુ અમારો પાકો દાવો છે કે તમને હજી પણ ખબર નહીં પડી હોય. ચાલો, આ બિલકુલ સરળ કરી દઈએ. હિન્દી ફિલ્મ ‘બોબી’ તો યાદ હશે ને? વર્ષ ૧૯૭૩માં સિનેમાઘરમાં આવેલ આ બિનધાસ્ત લવસ્ટોરીએ રાતોરાત ઋષિ કપૂર?અને ડિમ્પલ કાપડિયાને પ્રસિદ્ધિ અપાવી હતી. આ બંને સાથે તેમની તે નાનકડી મોટરસાઈકલ પણ ઈતિહાસમાં નોંધાઈ ગઈ હતી, જેણે ફિલ્મનો ક્લાઈમેક્સ જાનદાર બનાવી દીધો હતો. એવું નથી કે આ પહેલાં હિન્દી ફિલ્મોમાં મોટરસાઈકલનો ઉપયોગ નહોતો કરવામાં?આવ્યો, પણ કોઈ મોટરસાઈકલ માટે એટલો ક્રેઝ લોકોમાં પહેલીવાર જેાવા મળ્યો હતો. નાનકડી બાઈક પર ચોંટેલા નાની ઉંમરના ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાએ લોકોમાં એ પ્રકારે જેાશ ભરી દીધું હતું કે જેાત જેાતામાં આ મોટરસાઈકલનું સેલ વધી ગયું હતું. આ બાઈકનું નામ પણ ‘બોબી’ મોટરસાઈકલ પડી ગયું હતું. પછી વર્ષ ૧૯૭૫માં રૂપેરી પડદે આવી હતી ફિલ્મ ‘શોલે’. ડાકુ ગબ્બર સિંહ અને પોલીસ ઠાકુર બલદેવ સિંહના પરસ્પર બદલાના સળગતા અંગાર પર જય અને વીરુની મોટરસાઈકલ પર ગવાયેલું એક ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’એ જાણે ઠંડા પાણીની છાલક મારી દીધી હતી. કેટલાય ભારતીય દર્શકોએ કદાચ પહેલીવાર ફિલ્મી પડદે આવી મોટરસાઈકલ જેાઈ હશે, જેમાં તેની બાજુમાં ટોકરી જેવી સીટ એ રીતે જેાડાયેલી હતી કે પાછળ બેસનાર સાથી સમાંતર બેસીને સફરની મજા માણી શકે. આ મોટરસાઈકલ બીજા વિશ્વયુદ્ધમાં ખૂબ ઉપયોગી બની હતી, પણ પછી કારના લીધે ચલણ બંધ થઈ ગયું હતું. ફિલ્મ ‘શોલે’ તો પોતાના નામ પ્રમાણે ધમાકેદાર હતું, પણ વર્ષ ૧૯૭૬માં બનેલી નાના બજેટની હળવી રોમેન્ટિક ફિલ્મ ‘છોટી સી બાત’માં મોટરસાઈકલનો ઘણો મોટો રોલ હતો. ડરપોક અરુણ એક પ્રભા નામની છોકરીને પ્રેમ કરે છે, પણ તે એટલો ડબ્બૂ છે કે પોતાના મનની વાત નથી કહી શકતો. હીરોઈન પર રોફ જમાવવા માટે હીરો કોઈ મોટરગેરેજમાંથી એક સેકન્ડહેન્ડ બાઈક ખરીદી લે છે, પણ ત્યાં તેને ચૂનો જ લાગે છે. પૂરી કિંમત વસૂલીને પણ ગેરેજનો માલિક તેને કચરો થઈ ચૂકેલ મોટરસાઈકલ થમાવી દે છે. પછી અરુણનું પાત્ર નભાવી રહેલ અમોલ પાલેકર જ્યારે નિવૃત્ત કર્નલ જૂલિયસ નાગેંદ્રનાથ ક્લિફ્રેડ સિંહ બનેલા અશોક કુમારને મળે છે, તો તેમની જ મદદથી તે એ મોટરસાઈકલને ફરી તે જ ગેરેજવાળાને વધારે પૈસામાં વેચીને પોતાનો બદલો ચૂકવે છે. કંઈક એવું જ યાદગાર વર્ષ ૧૯૭૯માં હતું.

એક સાચી ઘટના પર બનેલી ફિલ્મ ‘કાલા પથ્થર’માં, જ્યારે હીરો શશિ કપૂરે મોટરસાઈકલ ચલાવતા જિંદગીની હકીકતને વ્યક્ત કરતા એક ગીત ‘એક રાસ્તા હૈ જિંદગી, જે થમ ગયે તો કુછ નહીં…’ ગાયું હતું. તેમને પોતાના જ અંદાજમાં ઝૂમતા આ રીતે ગાતા જેવા આ ફિલ્મનું એક ખાસ આકર્ષણ હતું. થોડીવાર થોભો મહાશય, અમે વર્ષ ૧૯૭૮ને કેવી રીતે ભૂલી શકીએ, જ્યારે ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ આવી હતી. પૂરી ફિલ્મમાં રાખીને એકતરફી પ્રેમ કરનાર અમિતાભ બચ્ચને એક ગીતમાં મુંબઈના રસ્તાઓ પર જેારદાર મોટરસાઈકલ દોડાવી હતી. ગીત શું જિંદગીની કડવી હકીકત હતી, ‘રોતે હુએ આતે હૈ સબ, હસતા હુઆ જેા જાયેગા…’ હવે હીરોની મોટરસાઈકલ ચલાવવાની વાત થઈ છે તો ભલા તેમાં હીરોઈનો કેવી રીતે પાછળ રહી શકે છે? વર્ષ ૧૯૮૧માં આવેલી મોટા બજેટની મેગા મૂવી ‘નસીબ’ના પોસ્ટરમાં જ ડ્રીમગર્લ હેમા માલિની હેલ્મેટ પહેરેલી બતાવવામાં?આવી હતી. તેમણે આ ફિલ્મમાં મોટરસાઈકલના અનેક સ્ટંટ કર્યા હતા. પરંતુ, આ તમામ ફિલ્મો પર ભારે પડી હતી જગ્ગુ દાદા ઉર્ફ જેકી શ્રોફની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મ ‘હીરો’, જેમાં હીરો અને તેના મવાલી દોસ્તોની પૂરી જિંદગી જ મોટરસાઈકલ પર વીતે છે. પહાડી વિસ્તારના વર્તુળાકાર રસ્તાઓ પર તેમના સ્ટંટ દર્શકોના હોશ ઉડાવવા માટે પૂરતા હતા. સાથે, વાંસળી અને ગિટારની ધૂન પર થિરકતી બાઈક્સે પોતાનો જાદૂ વિખેરી દીધો હતો. જ્યારે અમે ફિલ્મોમાં મોટરસાઈકલની વાત કરીએ છીએ, તો તે રૂંવાડાં ઊભા થઈ જતા સીનને કેવી રીતે ભૂલી શકીએ, જે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટા’નો જીવ બની ગયો હતો. ૧૯૯૧માં કૂકૂ કોહલીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મથી શ્યામ રંગના હીરો અજય દેવગણનો સિતારો એકદમ ચમકી ઊઠ્યો હતો. તેમની ફિલ્મમાં એન્ટ્રિ જ લાજવાબ હતી. ૨ મોટરસાઈકલ પર પૂરા પગ પહોળા કરીને ઊભા રહેલા અજય દેવગણ કોલેજમાં આવે છે, ત્યારે દર્શકોમાં જેાશ ભરાઈ જાય છે. મારધાડથી ભરેલી આ ફિલ્મમાં સૌથી વધારે ચર્ચામાં આ જ સીન રહ્યો હતો.

હિન્દી ફિલ્મોની ‘ધૂમ’ સીરિઝમાં તો બાઈક્સની ધૂમ મચેલી હતી. આ સીરિઝની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૦૪માં આવી હતી. આ ફિલ્મમાં નવા જમાનાની બાઈક્સનો જાદુ હતો અને એવા સ્ટંટ હતા કે ઈંગ્લિશ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ની યાદ આવી ગઈ હતી. કેટલાક નવયુવાનોનું રાતના અંધારામાં પોતાની બાઈક્સ પર નીકળવું અને ચકિત કરી દે એ રીતે ચોરી કરવી, પોલીસના નાકમાં દમ લાવી દે છે. ‘ધૂમ’ ફિલ્મની આ સીરિઝમાં એવું પહેલીવાર થયું હતું, જ્યારે હીરોના બદલે વિલન બાજી મારીને લઈ ગયો હતો. પહેલી ફિલ્મ ‘ધૂમ’માં જ્હોન અબ્રાહમ, બીજી ફિલ્મ ‘ધૂમ’માં રિતિક રોશન અને તે પછી આમિર ખાને ફિલ્મ ‘ધૂમ’ની આવેલ ૩ સીરિઝમાં વિલનની ભૂમિકા ભજવી હતી અને તેનો મજબૂત પક્ષ બતાવવામાં મોટરસાઈકલની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ફિલ્મ ‘ધૂમ૩’માં તો આમિર ખાને એવી મોડર્ન બાઈક ચલાવી હતી જે પાણીમાં સુપરબોટ બની જાય છે અને જમીન પર એવી જેારદાર બાઈક જે ક્ષણવારમાં એટલી ઝડપ પકડી લે છે કે આંખ સામેથી ગાયબ થઈ જાય છે.

આજના સમયમાં ફિલ્મકાર અને ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ પોતાની મનોરંજક ફિલ્મોમાં બાઈક્સનો ચાર્મ જરૂર ઉમેરે છે. તેમની ફિલ્મોની હીરોઈનો પણ બાઈક રાઈડને ખૂબ એન્જેાય કરી લે છે. એવું નથી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગણતરીની ફિલ્મોને રસપ્રદ બનાવવા માટે મોટરસાઈકલનો આધાર લેવામાં આવ્યો છે, પરંતુ દર બીજી ત્રીજી ફિલ્મમાં તેના પાત્રોને બાઈક્સ પર બેઠેલા બતાવવામાં?આવ્યા છે, પણ કદાચ સૌથી અસરકારક રીતે વર્ષ ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘અંદાજ’ રહી હતી, જેમાં રાજેશ ખન્નાએ મોટરસાઈકલ પર એક ગીત ‘જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના…’ ગાયું હતું. ફિલ્મની કહાણી પર આ એકલું ગીત ભારે પડ્યું હતું. હકીકતમાં જિંદગીનો કોઈ પતો નથી, પણ જ્યાં સુધી હિન્દી ફિલ્મો બનાવવામાં આવશે, ત્યાં સુધી તેમાં મોટરસાઈકલને બતાવવાનું ચલણ રહેશે, આ આશા તો કરી જ શકાય છે.

વધુ વાંચવા કિલક કરો....