ભારતીય મહિલાઓ આજે પણ માસિક ધર્મ સાથે જેાડાયેલી વાત પર ખૂલીને ચર્ચા કરવાથી દૂર રહેતી હોય છે. તેથી ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પછી બીજું સૌથી વધારે સર્વાઈકલ કેન્સર જેાવા મળી રહ્યું છે. કેવી રીતે થાય છે શ્ર સર્વિક્સ ગર્ભાશયનો ભાગ છે, જેમાં સર્વાઈકલ કેન્સર હ્યૂમન પેપીલોમા વારસ ઈંફેક્શનના લીધે થાય છે. શ્ર આ ઈંફેક્શન સામાન્ય રીતે યૌન સંબંધ પછી થતું હોય છે અને આ બીમારીમાં અસામાન્ય રીતે કોશિકાઓ વધવા લાગે છે.

આ કારણસર યોનિમાંથી રક્તસ્રાવ થવો, બંધ થઈ જવો અને શારીરિક સંબંધ પછી લોહી નીકળવા જેવી સમસ્યા થઈ જાય છે. લક્ષણ સામાન્ય રીતે શરૂઆતમાં તેના લક્ષણ ઊભરીને સામે નથી દેખાતા, પરંતુ જેા થોડી સાવચેતી રાખવામાં આવે તો સર્વાઈકલ કેન્સરના લક્ષણોને ઓળખી શકાય છે :

  • નિયમિત માસિકની વચ્ચે રક્તસ્ત્રાવ થવો, સંભોગ પછી પણ રક્તસ્રાવ થવો.
  • પાણી જેવા દુર્ગંધયુક્ત પદાર્થનું ભારે પ્રમાણમાં ડિસ્ચાર્જ થવું.
  • જ્યારે કેન્સરના સેલ્સ ફેલાવા લાગે છે ત્યારે પેટના નીચેના ભાગમાં દુખાવો થવા લાગે છે.
  • સંભોગ દરમિયાન પેલ્વિકમાં દુખાવો થવો.
  • અસામાન્ય, ભારે રક્તસ્રાવ થવો.
  • વજન ઘટવું, થાકનો અનુભવ થવો અને એનીમિયાની સમસ્યા થવી પણ સર્વાઈકલ કેન્સરના લક્ષણ હોઈ શકે છે.

કંટ્રોલ કરવાની વેક્સીન તથા ટેસ્ટ :

  • સામાન્ય રીતે શરૂઆતમાં સર્વાઈકલ કેન્સરના લક્ષણ દેખાતા નથી, પરંતુ તેને અટકાવવા માટે વેક્સીન ઉપલબ્ધ છે. તેના ઉપયોગથી લગભગ ૭૦ટકા સુધી સલામત રહી શકાય છે.
  • નિયમિત સ્ક્રીનિંગ કરવામાં આવે તો સર્વાઈકલ કેન્સરના લક્ષણોની ઓળખ થઈ શકે છે.
  • બીમારીની ઓળખ કરવા માટે સામાન્ય રીતે પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં પ્રી કેન્સર સેલ્સની તપાસ કરવામાં આવે છે.
  • બીમારીની ઓળખ કરવા માટે નવીનવી ટેક્નોલોજીનો સતત વિકાસ થઈ રહ્યો છે. તેમાં લિક્વિડ બેઝ સાઈટોલોજી તપાસ ખૂબ અસરકારક સાબિત થઈ છે.
  • એલબીસી ટેક્નિકના એડવાન્સ ઉપયોગથી કેન્સરની તપાસ કરવામાં સુધાર આવ્યો છે.

સારવાર :

  • જેા સર્વાઈકલ કેન્સરની જાણ શરૂઆતના તબક્કામાં થઈ જાય તો બચવાની સંભાવના ૮૫ ટકા સુધી રહે છે.
  • આમ તો સર્વાઈકલ કેન્સરની સારવાર એ વાત પર આધાર રાખે છે કે કેન્સર કયા સ્ટેજમાં છે. સામાન્ય રીતે સર્જરી દ્વારા ગર્ભાશયને દૂર કરી દેવામાં આવે છે અને જેા બીમારી બિલકુલ એડવાન્સ સ્ટેજમાં હોય તો કીમોથેરપિ અવા રેડિયોથેરપિ પણ આપવામાં આવે છે.

સલામત રહેવું જરૂરી :

  • ડોક્ટરની સલાહ લઈને એન્ટિસર્વાઈકલ કેન્સરની વેક્સીન લો.
  • મહિલાઓ ખાસ રીતે વ્યક્તિગત સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જેાઈએ, કારણ કે જનનાંગોની સ્વચ્છતા ખૂબ મહત્ત્વની છે.
  • માસિક ધર્મ દરમિયાન સારી ક્વોલિટીના સેનેટરી નેપ્કિનનોઉપયોગ કરવો જેાઈએ. સમયસર ડોક્ટરનો સંપર્ક કરવો કેન્સરની સારવારનું મહત્ત્વનું પગલું છે, તેથી શારીરિક બદલાવોને નજરઅંદાજ ન કરો.

– ડો. અંજલિ મિશ્રા

મહત્ત્વના તથ્ય :
સરળ શબ્દોમાં સમજીએ તો વિશ્વના વિકસિત દેશમાં ૧૦ માંથી ૧ મહિલાને સર્વાઈકલ કેન્સર થતું હોય છે, આ જેાતા ભારતમાં દર ૫૩ મહિલાઓમાંથી એકને આ બીમારી થતી હોય છે એટલે કે ભારતીય દષ્ટિકોણથી જેાઈએ તો લગભગ અડધાનો ફરક છે.

અન્ય કારણ :

  • નાની ઉંમરમાં સંભોગ કરવો.
  • એકથી વધારે પાર્ટનર સાથે યૌન સંબંધ બનાવવા.
  • એક્ટિવ અને પેસિવ સ્મોકિંગ.
  • સતત ગર્ભનિરોધક દવાનો ઉપયોગ.
  • રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી.
વધુ વાંચવા કિલક કરો....