આપણા દેશમાં પ્રેમમાં પડવું એટલું મુશ્કેલ નથી જેટલું તે પ્રેમને નિભાવવા માટે પ્રેમીપ્રેમિકાનું એક બીજાને મળવું. શહેરોમાં તો પ્રેમીની આફત આવી જતી હોય છે. જેા તે બંને પોતાની સ્કૂલ, કોલેજ કે વર્કિંગ પ્લેસ પર મળે તો લૈલામજનૂનો ટેગ લાગી જાય છે અને કોઈ પબ્લિક પ્લેસ પર રોમાન્સ શોધે તો બદમાશો, દુ:ચારિત્ર્યવાળા માણસો તેમની પાછળ પડતા હોય છે. એક દષ્ટિએ મોલ મળવા માટેની સેફ જગ્યા હોય છે, પણ અહીં કોઈ નજીકના સગા-સંબંધી જેાઈ લે એનો ડર રહેતો હોય છે કે પછી ત્યાં સીસીટીવીમાં કેદ થવાની મુશ્કેલી રહે છે. આ સ્થિતિમાં પ્રેમીપંખીડા કોઈ પાર્કમાં પ્રેમભરી વાતો કરવાનું વિચારે છે અને પાર્ક જેવી જગ્યાએ જવું એક ખિસ્સા માટે વધારે ભારી નથી પડતું, પરંતુ પાર્કમાં બદમાશ, ટપોરીઓનો સામનો કરવો ઘણો મોટો સવાલ બની જાય છે.

પહેલા પ્રેમીપંખીડા એકબીજાને મળવા માટે તરસતા હતા, પરંતુ આજે જે પણ પ્રેમીયુગલને જેાઈએ તેઓ ઓપનલી પોતાના પ્રેમમાં ખોવાયેલા નજરે પડતા હોય છે. કોઈ પ્રેમી જેાડા ગાર્ડનમાં, તો કોઈ પાર્કમાં, તો કોઈ કિલ્લામાં છુપાઈ છુપાઈને પ્રેમ કરતા હોય છે, પણ આ પ્રેમીપંખીડાને લૂંટવા માટે લૂંટારા પણ આજુબાજુમાં જ ફરતા હોય છે. લૂંટારા કોઈ પણ હોઈ શકે છે, કોઈ પોલીસવાળો કે પછી કિન્નર, તેમના અનેક ચહેરા હોય છે, જેને ઓળખી કાઢવા સરળ નથી હોતા. આવા જ કેટલાક લૂંટારાએ રિયા અને સુમિતને પણ લૂંટ્યા. રિયા અને સુમિત ઘણી વાર રવિવારના દિવસે ગાર્ડનમાં મળતા હતા, પણ તેમને ખબર નહોતી કે તે કોઈની નજરના શિકાર બની રહ્યા છે. રિયા અને સુમિત જ્યારે પણ આવતા તેમની જગ્યા ફિક્સ હતી. તે એ જ બેંચ પર આવીને બેસતા હતા. કલાકો એકબીજા સાથે રોમેન્ટિક સમય વિતાવતા હતા. આ રવિવારે પણ બંને એ જ બેંચ પર આવીને બેઠા. વાતવાતમાં ખબર ન પડી કે ક્યારે સાંજ પડી ગઈ. રિયા ઘરે જવાની ઉતાવળ કરવા લાગી, પણ સુમિત સુંદર સાંજ જેાઈને વધારે રોમેન્ટિક થઈ ગયો. રિયા સુમિતને ના ન પાડી શકી અને બંને થોડો સમય વધારે રોકાયા. અંધારું થઈ ગયું હતું. રિયાએ સુમિતને કહ્યું, ‘‘સુમિત હવે આપણે જવું જેાઈએ. વધારે અંધારું થઈ ગયું છે.’’ જતા પહેલાં બંને એકબીજાને ગળે મળ્યા કે તરત જ ૨ પોલીસ તેમની પાસે આવી ગઈ. પોલીસવાળો સુમિતનો કોલર પકડીને મારવા લાગ્યો. રિયા સાથે તેમણે છેડતી કરવાનો પ્રયાસ કર્યો.

રિયા અને સુમિત સમજી નહોતા શકતા કે તેમની સાથે આ શું થઈ રહ્યું છે. પોલીસવાળાએ રિયાની સોનાની વીંટી, ગળાની ચેન અને સુમિતના એટીએમ કાર્ડ, કેશ બધું લૂંટી લીધું. તે સિવાય તેમને એવી ધમકી આપી કે બીજી વાર આ પાર્કમાં દેખાયા કે પછી આ વાત કોઈને જણાવી તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે. તે સમયે રિયા અને સુમિત ડરેલા હતા. આખરે તે બંને ત્યાંથી ચુપચાપ જતા રહ્યા, પરંતુ બંનેના મગજમાં હજારો સવાલો ઊભા થવા લાગ્યા. કોઈ પોલીસવાળો આવું કેમ કરે. વધારેમાં વધારે વઢશે, સમજાવશે, પણ અહીં તો અમને લૂંટી જ લેવામાં આવ્યા. પછી બંનેએ પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું. પોલીસ સ્ટેશનમાં બંનેએ પૂરી ઘટના જણાવી. આખી વાત સાંભળતા ઈન્સ્પેક્ટરનું કહેવું હતું કે તે બંને પોલીસવાળા હતા જ નહીં. આ વાત સાંભળીને રિયા અને સુમિત એકબીજાના ચહેરા જેવા લાગ્યા. બંને ખૂબ હેરાન હતા. મનોમન તેમના મગજમાં એ સવાલ આવી રહ્યો હતો કે જેા તે પોલીસવાળા નહોતા તો પછી કોણ હતા? ઈન્સ્પેક્ટરે રિયા અને સુમિતને સમજાવતા કહ્યું કે આવા લોકો વેશપલટો કરીને અલગઅલગ ગ્રૂપમાં વહેંચાઈ જતા હોય છે. તેમનું આ જ કામ હોય છે લોકોને લૂંટવા, તેઓ મોટાભાગે પોલીસવાળા કે પછી કિન્નર બનીને લૂંટતા હોય છે, તેથી જરૂરી છે કે આવી જગ્યાએ સાવધાની રાખવી. જેા તમે પણ પ્રેમીપ્રેમિકા છો અને આમ જ પાર્ક, ગાર્ડનમાં જાઓ છો તો ત્યાં લૂંટાવાથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો :

  • સમયમર્યાદામાં જ ફરો.
  • આવી જગ્યાએ જાઓ ત્યારે સાથે જ્વેલરી કે પૈસા જરૂર કરતા વધારે ન રાખો.
  • તમારી પાસે પેપર સ્પ્રે રાખો.
  • સૂમસામ જગ્યાએ સાંજે મોડા સુધી ના બેસો.
  • જેા તમે એક જ જગ્યાએ વારંવાર જાઓ છો તો સ્વયંને સિંપલ જ બતાવો.
  • વુમન હેલ્પલાઈનનો નંબર સાથે રાખો.
  • તમારા ફોનનું લોકેશન ઓન રાખો.
  • કોઈ આકર્ષાય એવું કોઈ પણ કામ ન કરવું. આજના સમયમાં લૂંટફાટ એક બિઝનેસ બની ગયો છે. આપણે ઘણી વાર જેાઈએ છીએ કે કિન્નર વધારે પડતા ત્યાં જ દેખાય છે કે જ્યાં પ્રેમીપ્રેમિડા આવતાજતા હોય. આમ તો તેમનામાંથી કેટલાક તો કિન્નર પણ નથી હોતા. કિન્નરોની વેશભૂષામાં સામાન્ય માણસોને લૂંટવા લાગે છે. તેથી ભલાઈ એમાં જ છે કે આવી જગ્યાએ ન જવું અને જેા જાઓ છો તો શક્ય એટલું એકાંતમાં ન બેસો. જાહેર જગ્યા પર પાર્ટનરથી અંતર જાળવી રાખવું, જેથી કોઈ તમને બ્લેકમેલ ન કરી શકે.

– મોનિકા ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....