જે પળે કોઈ મહિલા મા બને છે, ત્યારે તેનું બાળક તે જ પળથી તેના સંસારનું કેન્દ્રબિંદુ બની જાય છે. બાળકની નાનીનાની રોજિંદી જરૂરિયાતથી લઈને તેના સલામત ભવિષ્ય માટે તે તેને સર્વોત્તમ આપવા ઈચ્છે છે. બાળકને સારું શિક્ષણ અને સારું ભવિષ્ય આપવાની જવાબદારી હવે માત્ર પિતાની નથી રહી, મા પણ તેમાં પૂરો સહયોગ આપે છે. આ સંદર્ભમાં અનિતા સહેગલનું ઉદાહરણ જેાઈએ. તેમની ઉંમર ૩૫ વર્ષ છે અને તે પતિ અને ૨ બાળકો સાથે પુણેમાં રહે છે. તેમનો મોટો દીકરો ૧૨ અને નાનો ૬ વર્ષનો છે. વર્તમાન સમયમાં માત્ર એક બાળકના ઉછેરનો ખર્ચ પણ ભયભીત કરે છે. અનિતાએ અત્યારથી બાળકોના શિક્ષણ વિશે યોજના બનાવવી જરૂર છે. ભારતમાં શિક્ષણ પર થતો ખર્ચ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણનો મોંઘવારી દર વધારે છે. જે નાણાકીય વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ ના સમયગાળા દરમિયાન સરેરાશ ૬.૪૨ ટકા રહ્યો હતો, પછી વાર્ષિક ૧૦ ટકા રહ્યો. જેા આગામી ૨૦ વર્ષમાં ૭ ટકા સ્થિર દરને લઈને પણ વિચારીએ તો ૪ વર્ષના બી.ટેક્. એન્જિનિયરિંગ અભ્યાસક્રમ જેનો વર્તમાન ખર્ચ લગભગ રૂપિયા ૮ લાખ થાય છે, તે પણ રૂપિયા ૩૦ લાખ શકે છે. આ જ રીતે વર્તમાનમાં એમ.બી.એ. કોર્સ કરવામાં કુલ રૂપિયા ૧૨ લાખ જેટલો ખર્ચ થાય છે, પણ આગામી ૨૦ વર્ષમાં અંદાજિત રૂપિયા ૪૬ લાખ ખર્ચ થશે. તેને ધ્યાનમાં રાખતા અનિતા જેવી દરેક મહિલા શક્ય એટલી વહેલાં બાળકોના શિક્ષણ વિષયક ભવિષ્યની યોજના બનાવવી અનિવાર્ય છે.

રોકાણની યોજના બનાવો સૌથી વધારે જરૂરી વાત એ છે કે અનિતાએ પોતાના લક્ષ્યાંક લખવા જેાઈએ, જેથી તેને એ વાતની જાણકારી મળે કે ક્યારે કઈ બાબત પર કેટલો ખર્ચ કરવો પડશે. ઉદાહરણ તરીકે જેાઈએ તો પ્રી પ્રાઈમરી એજ્યુકેશન માટે ઉચ્ચ શિક્ષણની સરખામણીમાં ઓછા રોકાણની જરૂર પડશે. આ જ રીતે સ્નાતકની સરખામણીમાં માસ્ટર્સ અભ્યાસક્રમ માટે વધારે પૈસા થશે. માત્ર ટ્યૂશન ફી ધ્યાનમાં રાખવાના બદલે હોસ્ટેલ ફી, સ્ટેશનરી તથા પ્રિન્ટિંગ સાથે જેાડાયેલા ખર્ચ પર વિચારવું જેાઈએ. તેણે એ પણ નક્કી કરવું પડશે કે શિક્ષણ ભારતમાં અપાવવું છે કે વિદેશમાં. આ બધી વાતને એક ચાર્ટમાં લખી લેવાથી જરૂરી લક્ષિત રકમ જાણવા અને તે અનુસાર રોકાણ કરવામાં મદદ મળશે. તેને બજેટની એક એવી માળખાગત યોજના તૈયાર કરવાની પણ જરૂર પડશે, જેા અનિચ્છિત ખર્ચને ઘટાડવા અને પૈસા બચાવવામાં મદદરૂપ બને. જેને બાળકના લક્ષ્યાંક માટે રોકી શકાય. બાળકના જન્મદિવસ અને તહેવાર પર સગાંસંબંધી પાસેથી મળનારા પૈસા પણ રોકી શકાય છે. જ્યારે પણ બાળકને પૈસા મળે, ત્યારે તેના ઉપયોગ પર વિચાર કરતી વખતે રોકાણને સૌથી વધારે પ્રાથમિકતા આપો. રોકાણનો અસરકારક માર્ગ બાળક સાથે જેાડાયેલા લક્ષ માટે રોકાણ કરવાના અનેક રસ્તા ઉપલબ્ધ છે. ૮.૫ ટકાનો વ્યાજદર (નાણાકીય વર્ષ ૨૦૧૯ ના ત્રીજા ત્રિમાસિક) આપતી સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા એક જ સમયમાં ૯ થી ૧૦ ટકા રિટર્ન આપનાર યુનિટ લિંક્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન આદર્શ રોકાણ બની શકે છે. એક ડાઈવર્સિફાઈડ મ્યૂચ્યુઅલ ફંડ રોકાણનો સૌથી વધારે અસરકારક માર્ગ બની શકે છે. એક ચોક્કસ સમયમાં આ નાની બચત યોજનાની સરખામણીમાં મોટી રકમ બનાવવામાં સહાયક બની શકે છે. કોઈ પણ બાળક માટે ઉચ્ચ શિક્ષણ એક દીર્ઘકાલિન લક્ષ્યાંક હોય છે, તેથી સંબંધીઓ પાસેથી ૨૦ વર્ષ સુધી વાર્ષિક ૧૦ હજાર રૂપિયા પણ મળે તો તે લગભગ રૂપિયા ૧૭ હજારની રકમ બની શકે છે.

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકવામાં આવેલા પૈસા ૧૮ ટકા આપતા હોય તો તે શક્ય બનશે. તેથી અનિતા જેવી મહિલાઓએ લાંબા ગાળાના લાભને ધ્યાનમાં રાખીને સારી રીતે ડાયવર્સિફાઈડ ફંડ યોજનામાં રોકાણ કરવું જેાઈએ અને જે આમ કરવામાં આવશે તો તેઓ સારી એવી રકમ પણ જમા કરી શકશે. લાંબા સમય સુધીનું રોકાણ પરિવાર પાસેથી ક્યારેક-ક્યારેક જે પૈસા મળતા હોય તે ઉપરાંત પણ તેમણે એસઆઈપી જેવી ઈક્વિટી યોજનામાં પોતાની બચતનું રોકાણ કરતા રહેવું જેાઈએ. નિયમિત રીતે લાંબા સમય સુધી કરવામાં આવતું આ રોકાણ પણ સારી એવી રકમ આપી શકે છે. જેમ કે ૧૫ વર્ષ સુધી એસ.આઈ.પી. માં દર મહિને રૂપિયા ૧૫ હજાર રોકવા પર વાર્ષિક રિટર્ન ૧૮ ટકા ગણીએ તો અંતે લગભગ રૂપિયા ૪૦ લાખ જમા થઈ શકે છે. છેલ્લી વાત, નિયમકાયદા અને સંચાલન સાથે જેાડાયેલી બિનજરૂરી પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે દરેક મહિલા પોતાના નામે રોકાણ કરે. જેાકે બાળકોને નોમિની બનાવી શકાય છે. એક ઉત્તમ મા બનવા માટે પોતાનાં બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય આપે તેવી દરેક જવાબદારી પૂરી કરવી જરૂરી છે અને તમારે પણ એક ઉમદા મધર તરીકે આ બધી જવાબદારી લેવી પડશે?અને વિચારવું પડશે કે વર્તમાન જિંદગીથી વધારે સારી જિંદગી તમારે તમારા બાળકોને આપવાની છે.

– રાયસા કાજી

વધુ વાંચવા કિલક કરો....