આડંબરનો સ્વાંગ, ક્યાંક ડરના લીધે શ્રદ્ધા તો ક્યાંક નસીબની ગરીબી, કુલ મળીને આવા જ છીએ આપણે અને આપણો સમાજ. એકતરફ ધર્માંધતાના લીધે પંડા, પૂજારી અને પુરોહિતો દ્વારા કોઈ પણ તહેવાર, ઉત્સવોને પણ નાનાનાના કર્મકાંડ સાથે જેાડીને સત્ય તથ્યોની અવગણના કરીને તેનું મૂળભૂત આનંદમય સ્વરૂપ નષ્ટ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ શુભની લાલચ અને અનિષ્ટની આશંકાથી તેના પાલનને વિવશ સામાન્ય જનમાનસનું ભયભીત મન અંધશ્રદ્ધામાં ઘેરાતું ગયું છે, કારણ કે આપણા ધાર્મિક ગ્રંથો પણ એ વાતની ભરપૂર વકીલાત કરે છે કે ઈશ્વર વિશેના ધાર્મિક કાર્ય પર કોઈ પ્રશ્નાર્થચિહ્્ન લગાવી શકાય નહીં અને જેા આ વાતને માનવામાં ન આવે તો નાશ થાય છે. ‘…અથચેત્વમહંકારાત્ નશ્રોષ્યસિ વિનંગક્ષ્યાંસ.’ (ભા. ગીતા શ્લોક ૧૮/૫૮), માત્ર ચુપચાપ પાલન કરતા જવાનું છે. કોઈ અધર્મીની આગળ બોલવાનું નથી. ‘…ન ચ માં યો અભ્યસૂયતિ’. (ભા.ગીતા શ્લોક ૧૮/૬૭) બધા ધર્મોને છોડીને અમારા શરણમાં આવી જાઓ. પોતાના ધર્મ તરફ ખેંચવાનું રટણ એ જ છે કે બધા પાપથી તમારો ઉદ્ધાર કરી દઈશ. સર્વધર્માન્ પરિત્યજય, મામ એક શરણં વ્રજ: ા અહં ત્વાં સર્વપાપેભ્યાં મોક્ષયિષ્યામિ મા શુચ : ાા (ભા.ગીતા શ્લોક ૧૮/૬૬). આ બધું શું છે? ભગવાન છે તો સર્વશક્તિમાન હશે ને? આ તારે બધાને જણાવવાની શું જરૂર હતી. પછી તેમણેે પોતાના વચન સારી ભાષામાં કેમ નથી લખાવી દીધા.

કમ્પ્યૂટર સોફ્ટવેર જેવા પૂરા જ્ઞાનવિજ્ઞાનતો તેમની પાસે હંમેશાંથી છે જ, પત્રો, પથ્થરો પર કેમ લખાવડાવ્યા? જે લોકો તેમને માનતા તેમની આગળ આ ગીતાના ભગવાનના વચનની કેમ કહેવાવાંચવાની મનાઈ ફરમાવામાં આવી છે. તેમના વચન તો કાનમાં પડતા જ તેમને પવિત્ર બનાવી દેનારા હતા. તો પછી ના કેમ પાડવામાં આવી? સ્પષ્ટ વાત છે, તેઓ દલીલો કરતા અને તેમની પાસે કોઈ જવાબ નહોતો અને ત્યાર પછી તેમના ઢોલની પોલ ખૂલી જતી, સત્ય સામે આવી જતું. સત્ય તથ્યોને નકારવા, કારણ જાણ્યા વિના કંઈ પણ માની લેવું અને સ્વીકાર કરાવી લેવો પણ અહીંથી શરૂ થયો. પછી આ ડરમાં નવીનવી અંદશ્રદ્ધાઓ જન્મ લેતી ગઈ અને અંધશ્રદ્ધાળુઓ પણ વધતા ગયા. એક જ વાત મનમાં ઊંડાણપૂર્વક બેસી ગઈ કે જેા કારણ વિના, દલીલ વિના આવું કરવાથી સારું અને આવું ન કરવાથી ખરાબ થઈ શકે છે. તો પછી આપણા તથા બીજાની પ્રવૃત્તિઓથી પણ કારણ વિના સારુંખોટું થઈ શકે છે. બસ પછી શરૂ થઈ ગયો અંધશ્રદ્ધાનો સિલસિલો. ક્યારેક ક્રિકેટ ટીમના વિજય માટે, તો ક્યારેક ઓલિમ્પિક મેડલ માટે અથવા નેતાના ચૂંટણીમાં વિજય માટે હવન કરાવવાના શરૂ થઈ જાય છે. જેા આ બધું કરવાથી કંઈ થઈ શકતું હોય તો પછી બળાત્કાર, હત્યા અને દુર્ઘટનાને અટકાવવા માટે આપણા ધાર્મિક ભારતમાં કોઈ હવન કેમ કરવામાં નથી આવતા? આ પણ એક વિચારવા લાયક વાત છે.

માત્ર બતાવવાનો સ્વાંગ :
બિલાડીએ રસ્તો કાપ્યો જેવી નાની વાતને પણ અંધશ્રદ્ધા બનાવી દેવામાં આવી છે. ડર એટલો બધો મનમાં બેસાડી દેવાયો છે કે પછી તે રસ્તો બદલી નાખવામાં આવે છે અથવા તો તે સ્થળેથી બીજું કોઈ પસાર થાય તેની રાહ જેાવામાં ભલાઈ સમજવામાં આવે છે. આગળ જતા પરિણામ જેાવાની હિંમત દર્શાવવામાં આવતી નથી. ડર એટલો બેસી ગયો છે કે ક્યારેય વિચાર પણ ન આવ્યો કે રસ્તો ઓળંગવાથી સારું પણ થયું છે ક્યારેક. પછી તો પોતાનો ડર બીજાને પણ બતાવવામાં આવે છે. આમ એકથી બીજા સુધી અને બીજાથી ત્રીજા સુધી, માઉથ ટુ માઉથ બધી જગ્યાએ આ વાતને ફેલાવી દેવામાં આવી છે.

જેટલી ધર્મભીરૂની સંખ્યા વધે છે તેનાથી અનેકગણો વધારો અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાળુની સંખ્યામાં થાય છે. તેથી સૌપ્રથમ ધર્મ, બીજી વ્યક્તિનું ગભરૂ મન અને નિર્બળ હૃદય મુખ્ય કારણ હોય છે, જેના ફળસ્વરૂપ અંધશ્રદ્ધાળુ આ બહાના હેઠળ સત્ય તથ્યોને પણ સરળતાથી નકારવા લાગ્યા છે. બીજું એક કારણ દેખાડાનો સ્વાંગ જેમ કે કેટલાક લોકો ધાર્મિક કર્મકાંડમાં ડૂબેલા રહીને દર્શાવતા હોય છે કે તે ખૂબ ધાર્મિક છે, તેથી તેઓ વધારે સારા, સાચા અને વિશ્વાસ કરવા યોગ્ય એક પવિત્ર આત્મા છે. પછી ભલે ને તે લંગર અને દાનપુણ્યના ઓઠા હેઠળ ગોરખધંધા અથવા કાળા કામ કેમ ન ચલાવતા હોય.

દુનિયા તથા કાયદાની આંખમાં ધૂળ નાખીને તેઓ અધધ ધનદૌલત, નામ, સન્માન અને પ્રતિભા પ્રાપ્ત કરી લે છે. ભ્રષ્ટ મોટામોટા નેતા, ટેક્સની ચોરી કરનાર મોટીમોટી ફિલ્મી હસ્તી, ગર્વભેર સિક્યોરિટી અને મીડિયાની ઝાકઝમાળ સાથે મંદિરમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ વચ્ચે દેવીદેવતાના દર્શન, દાન અને ચેરિટી કરીને પોતાને ધાર્મિક, પવિત્ર અને સજ્જન દર્શાવવાનો ઢોંગ કરે છે. શું આ બધું આંખ ખોલવા માટે પૂરતું નથી? સત્ય તો એ છે કે આપણે ઊંઘી નથી રહ્યા, પરંતુ બધું જ સમજવાજાણવા છતાં આંખ બંધ કરીને પડી રહ્યા છીએ. સત્ય તો એ છે કે નિંદ્રાધીનને જગાડી શકાય છે, જાગતાને નહીં.

જાહેર છે બાબાની હકીકત :
નસીબમાં ફકીરી કે પછી પરંપરાની વાત પણ આ જૂઠને અપનાવવાનું એક કારણ રહ્યું છે. આપણા પૂર્વજેા, વડીલોવૃદ્ધો જે કરતા આવ્યા છે, તે જ આંખ બંધ કરીને નસીબના માર્યા આપણે તેનું અનુકરણ કરી રહ્યા છીએ. આવું કરવાનેે આપણે પોતાની ફરજ માનીએ છીએ. તેમના પ્રત્યે માનસન્માન દર્શાવવાની એક રીત સમજીએ છીએ. તેમની સાથે કોઈ દલીલ નથી કરતા. માત્ર અનુકરણ કરીએ છીએ. થોડો સંતોષ મળ્યો, થોડું સારું લાગ્યું, એમ કરતાંકરતાં વિશ્વાસ પણ થયો, એ રીતે ઘરે તાળું મારીને આરામથી ફરવા નીકળી જઈએ છીએ કે હવે ઘર સુરિક્ષત છે. આ બધા કર્મકાંડ અને અંધશ્રદ્ધાને અનુસરીને, તેની પર વિશ્વાસ મૂકીને આપણે સ્વયંને ભવિષ્ય પ્રત્યે સુરક્ષિત અનુભવીએ છીએ. માત્ર આપણે જે રીતે આપણા વડીલોને જેાયા છે તે જ રીતે કંઈ સમજ્યાવિચાર્યા વિના કરવા લાગ્યા છીએ. અજ્ઞાનતા, શિક્ષણનો અભાવ અને દલીલોનો અસ્વીકાર પણ એક મોટું કારણ રહ્યું છે. સાચું છે કે આજે શિક્ષણનો ખૂબ ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. કેટલાકના મગજમાં કેમ, કેવી રીતે જેવા પ્રશ્નો પણ આવવા લાગ્યા છે. વ્યક્તિ દરેક વાતનું પ્રથમ કારણ જાણ્યા પછી જ માનવા ઈચ્છવા લાગી છે. આજે પણ આપણા દેશની જનસંખ્યા ૧૦૦ ટકા શિક્ષિત નથી. આપણે મોબાઈલ અને ગાડીઓનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ ચમત્કારની આશામાં બાબાઓ પાસે જવાનું બંધ નથી કરતા. તેમના સકંજામાં ફસાઈ જઈએ છીએ. સત્યસાંઈ બાબા, આસારામ જેવા લોકો ક્યાં ગયા તે તમે જાણો છો? તેમની સચ્ચાઈ આજે કોઈથી છૂપી નથી.

શિક્ષણનો અભાવ છે મુખ્ય કારણ :
દુનિયામાં કંઈ એવું નથી, જેનું કારણ ન હોય, દલીલ ન હોય. જેા નથી જાણતા તે આપણી નિરક્ષરતા અને અજ્ઞાનતા છે. બે અને બે ચાર થશે અથવા ત્રણ વત્તા એક ચાર થશે જેા આ વાત આપણે નથી જાણતા તો તે આપણી અજ્ઞાનતા કહેવાશે. રાતદિવસ કેવી રીતે થાય છે? જે તેની ખબર ન હોય તો કાલ્પનિક અટકળો લગાવો, જેમ કે કોઈ રાક્ષસ રોજ સૂર્યને ગળી જાય છે કે પછી કોઈ પણ મોં-માથા વિનાની કલ્પના, પરંતુ તેની પાછળનું કારણ શું. એક સત્ય હંમેશાંથી રહ્યું છે અને તે આપણી જાણમાં વર્ષો પછી આવ્યું. મોબાઈલ, ટીવી ડિશ, ગાડી, વિમાન ઊડવાનું વિજ્ઞાન પહેલાં પણ હતું, પરંતુ આપણને તેની જાણ મોડી થઈ. આજે પણ અનેક કલા અને વિજ્ઞાન વિશ્વમાં છૂપાયેલા છે. આપણે પણ તેની તરફ આપણા મગજને દોડાવવાનું છે. કાલ્પનિક વાતોથી બચવાનું છે, પરંતુ તે માટે શિક્ષણની સાથેસાથે જ્ઞાનનું હોવું પણ ખૂબ જરૂરી છે. નિરક્ષરની તો વાત જ જવા દો. આજે ભણેલાગણેલા પણ પોતાની બુદ્ધિને તર્કવિહીન બનાવી બેઠા છે. બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈ સમજાવાવિચારવા માંગતા નથી. અભ્યાસ મન લગાવીને કર્યો નહીં અને ઘરેથી દહીં ખાઈને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીને પરીક્ષા આપી આવ્યા. પછી પરિણામ સ્વયં કહી દે છે કે તેમને આ જ મળવું જેઈતું હતું. અંધશ્રદ્ધાથી ઘેરાઈને આ લોકો સંપૂર્ણ રીતે ખુશ પણ નથી રહી શકતા. તેથી શિક્ષણની સાથેસાથે દરેક વ્યક્તિએ જ્ઞાનનો પ્રકાશ સૌપ્રથમ પોતાની અંદર ફેલાવવો પડશે. સત્યને જાણ્યા વિના કોઈની પર વિશ્વાસ ન કરવો જેાઈએ. કંઈક છે તો પછી તેની હકીકત શું છે? કંઈ છે? કેમ છે? આ બધી વાતને જાણવાનો પ્રયાસ કરવો જેાઈએ, તેના જવાબ શોધવા જેાઈએ, પછી તેનો સ્વીકાર કરવો જેાઈએ. આમ કરીશું તો જ આપણો વાસ્તવિક વિકાસ અને જાગૃતિ શરૂ થશે.

– ડો. નીરજ શ્રીવાસ્તવ ‘નીરુ’

વધુ વાંચવા કિલક કરો....