સુજાતાને જ્યારે જાણ થઈ કે તેનો પતિ શેખર તેની બેસ્ટ ફ્રેન્ડ અંજલિના ઘરે એકલો આવજા કરે છે ત્યારે તેને વિશ્વાસ જ ન થયો, પરંતુ સુજાતાની બીજી એક બેસ્ટ ફ્રેન્ડ શિખા, જેા અંજલિની બિલ્ડિંગમાં રહેતી હતી, તે ખોટું પણ નહોતી કહી રહી. જ્યારે સુજાતાએ શેખરનો ફોન ચેક કર્યો ત્યારે હકીકત સામે આવી. શેખર અને અંજલિનું અફેર ખૂબ આગળ વધી ગયું હતું.

૨૫ વર્ષના લગ્નજીવનનો પાયો ડગમગતો લાગ્યો તો સુજાતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે શેખરને કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા. પહેલા તો શેખર તેના મનના વહેમ કહેતો રહ્યો, પરંતુ સુજાતાએ ઘણા પુરાવા રજૂ કરતા તેણે સ્વીકારી લીધું કે તેના અંજલિ સાથે સંબંધ છે અને અંજલિ સાથેની મિત્રતાને તે તોડી શકે તેમ નથી. ૨ યુવાન છોકરીઓ, પિયરનો કોઈ સહારો નહીં કે સાસરીમાં કોઈ સાથી નહીં. આ સ્થિતિમાં સુજાતા ઘરમાં બેસીને રડ્યા કરતી હતી. તેણે શેખર અને અંજલિને અલગઅલગ મળીને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ જ રહ્યું હતું. અંજલિનો પતિ ઘણી વાર વિદેશની ટૂર પર રહેતો હતો. તેને એક દીકરો પણ હતો. જ્યારે તે સ્કૂલમાં હોય ત્યારે શેખર અંજલિ સાથે તેના ઘરે બધી મર્યાદાઓ તોડી નાખતો હતો. જ્યારે બધું જ હાથમાંથી સરકી જતું દેખાયું ત્યારે સુજાતાએ પોતાની સોસાયટીમાં નવા રહેવા આવેલા યુવાન દંપતી નિયા અને રાજીવ સાથે મિત્રતા કરી લીધી.

જેાકે રાજીવ ફ્લર્ટિંગમાં હોશિયાર હતો. સોસાયટીના લોકો પાસેથી તેને અંજલિ અને શેખરના સંબંધો વિશે જાણ થઈ ગઈ હતી. પછી તો રાજીવે પણ સુજાતા પાસેથી તેનો ફોન નંબર લઈ લીધો અને ચેટિંગ શરૂ થઈ ગયું. રાજીવનો તો આ શોખ હતો જ. સાથે સુજાતા પણ શેખરથી જખમી થયેલી પરપુરુષ સાથે ઘનિષ્ઠતા વધારી રહી હતી. જ્યારે બંને યુવાન દીકરીઓ સુધી માતાપિતાનાં કરતૂત પહોંચવા લાગ્યા ત્યારે તેમના માથા શરમથી ઝૂકી ગયા, પરંતુ બંને માતાપિતા તો દીકરીની લાગણીઓની અવગણીને પોતપોતાના અફેરમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ બંને હોશમાં ત્યારે જ આવ્યા જ્યારે બંને દીકરીઓ ફેલ થઈને ડિપ્રેશનમાં આવી ગઈ. એટલી બીમાર પડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. આ સમયે પણ સુજાતા અને શેખર એકબીજા પર દોષારોપણ કરી રહ્યા હતા.

સ્વયંને બદલી નાખી રોહિતની ઓફિસમાં શું ચાલી રહ્યું છે, તે વિશે તેની હાઉસવાઈફ પત્ની પ્રિયાને ક્યારેય જાણ થઈ ન હોત જ્યાં સુધી તેની નજર બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ પર ન પડી હોત. સારી એવી સેલરી હોવા છતાં પણ રોહિત ઘર ખર્ચ માટે પૈસા આપવામાં કેટલાય મહિનાથી આનાકાની કરી રહ્યો હતો. પ્રિયાને જાણ થઈ ગઈ કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન શોપિંગ કરવામાં આવ્યું હતું. ઘણી મોંઘી ગિફ્ટ્સ મંગાવવામાં આવી હતી. પછી તે પણ આ ગિફ્ટ કોને આપવામાં આવી છે તે વિશેની તપાસ કરવામાં લાગી ગઈ. તપાસમાં એક કડવું સત્ય આવી જ ગયું કે રોહિતનું પોતાની જ એક સહકર્મી મીનલ સાથે અફેર ચાલી રહ્યું છે. બાળકો, પરિવારના સોગંદ આપવા છતાં પણ રોહિત પોતાના કરતૂત છોડવા તૈયાર ન થયો. ‘મિત્રતા જ તો છે’ કહીને પ્રિયાને નજરઅંદાજ કરવા લાગ્યો. પછી પ્રિયાએ આ મુદ્દે રોહિતના ઘણા સહકર્મીની પત્નીઓ, જેમની સાથે તેની સારી મિત્રતા હતી, તેમની સાથે વાત કરી, જેાકે બધાને રોહિત અને મીનલના પ્રેમસંબંધ વિશે જાણ હતી. પોતાની ગૃહસ્થીને બચાવવા માટે પ્રિયાએ શક્ય તેટલા બધા પ્રયત્ન કર્યા, પરંતુ તે તો ‘માત્ર મિત્રતા જ છે’ કહીને પ્રિયાને જ શંકાશીલ, જુનવાણી વિચારો ધરાવનારી કહેતો રહ્યો. જ્યારે પ્રિયા તમામ પ્રયત્નો પછી આખરે હારી ગઈ ત્યારે તેણે પોતાની વિચારવાની રીત બદલી નાખી.

હવે તે પોતાની અને બાળકોની કાળજી પહેલાં કરતા વધારે સારી રીતે લેવા લાગી. તે પહેલાંથી મેથ્સમાં હોશિયાર હતી. પ્રિયા પોતાના દરેક ખર્ચ માટે રોહિત આગળ હાથ ફેલાવવાના બદલે પ્રયત્ન કરવા લાગી કે રોહિત પાસે ઓછા પૈસા માંગવા પડે. તેણે મેથ્સના ટ્યૂશન કરવાનું શરૂ કરી દીધું. આમ પણ સોસાયટીમાં કોઈ સારા મેથ્સ ટીચરની ડિમાન્ડ તો હતી જ, તેથી તે ટ્યૂશનમાં દિવસભર વ્યસ્ત રહેવા લાગી. બેચ પર બેચ આવતી ગઈ. તે ધોરણ ૧૨ સુધીના બાળકો એટલી સરળતાથી સંભાળતી હતી કે તેમના પરિવારજનો પણ બાળકના સારા માર્ક્સ આવતા તેને મળવા આવતા હતા. સોસાયટીમાં પ્રિયાની મહેનત અને ગુણની ચર્ચા થતી હતી. હવે તેની પાસે પોતાના કહી શકાય તેવા સારા એવા પૈસા પણ હતા. હવે મીનલ બાબતે પ્રિયાએ પતિ સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. તેનું કહેવું હતું, ‘‘રોહિતના આ નીચ કરતૂતની હવે મારા જીવન પર કોઈ અસર થવાની નથી.’’ જેાકે પ્રિયાને દુખ ચોક્કસ થતું હતું, એકલી હોય ત્યારે તે રડી લેતી હતી, પણ ત્યાર પછી તરત બધું ભૂલીને કામમાં વ્યસ્ત થઈ જતી હતી. બાળકોને પણ પોતાની મા પર ગર્વ હતો.

રોહિત ક્યારે સુધરશે કે પછી નહીં સુધરશે તે વિશે પ્રિયાએ વિચારવાનું જ છોડી દીધું હતું. જેથી ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય ૬ મહિનાથી સાર્થક અને રિયા એકબીજા વિશે ગંભીરતાથી વિચારી રહ્યા હતા. બંને એક જ ઓફિસમાં નોકરી કરતા હતા અને એકબીજાને પસંદ પણ કરતા હતા, પરંતુ રિયા સાર્થકના ઓફિસના જૂના પ્રેમ પ્રકરણ વિશે સાંભળીને વિચારમાં પડી જતી હતી. તે આ ઓફિસમાં એકાદ વર્ષ પહેલાં આવી હતી. અહીંની છોકરીઓ તેને સાર્થકના ફ્લર્ટિંગ સ્વભાવ વિશે અવારનવાર સાવચેત કરતી હતી. પરંતુ રિયા તો સાર્થકના આકર્ષક વ્યક્તિત્વ અને આનંદી સ્વભાવથી ખૂબ પ્રભાવિત હતી. તેને તો સાર્થક જેવો જ જીવનસાથી જેાઈતો હતો, પરંતુ જ્યારે રિયાએ પોતાની આંખેથી જેાઈ લીધું કે સાર્થક બીજી છોકરીઓ સાથે પણ કેવી રીતે વાતો કરે છે, ત્યારે તેણે વિચારી લીધું કે સાર્થકનો આ સ્વભાવ તો તેને પરેશાન કરી શકે છે. પછી તેણે સાર્થકને તેનાથી થોડું અંતર જાળવવાનું સ્પષ્ટ કારણ બતાવતા એક સહકર્મી રૂપે માત્ર મિત્રતા સુધી સીમિત રહેવું યોગ્ય સમજી લીધું. જેાકે સાર્થકને પણ પોતાની આ ટેવની જાણ તો હતી જ અને આ વાતનો સ્વીકાર કરતા તેણે રિયાની વાતનું ખોટું પણ ન લગાડ્યું. રિયાએ આ યોગ્ય પગલું ભર્યું હતું, સ્થિતિ વણસતા પહેલાં અમિતને શંકા થઈ કે પત્ની નીમાનો જિમમાં એવો કોઈ મિત્ર બની ગયો છે જેના સંપર્કમાં નીમા ઘણી વાર રહે છે. પછી વાતવાતમાં નીમા ઉત્સાહમાં આવીને તેનો ઉલ્લેખ પણ કરી લેતી હતી. ફોન પર તેની સાથે ચેટિંગ પણ ચાલી રહ્યું હતું. જિમ એક દિવસ માટે પણ બંધ રહે ત્યારે તે ઉદાસ અને બેચેન લાગતી હતી.

જેાકે અમિત પણ નીમાની વર્તણૂકને ધ્યાનપૂર્વક નોટ કરતો હતો. ૨૫ વર્ષના લગ્નજીવનમાં આવું પહેલીવાર થયું હતું કે નીમા કોઈ પરપુરુષ પ્રત્યે આસક્ત હતી. તે જાણતો હતો કે તેની પત્ની ચારિત્ર્યહીન તો નથી. આ સ્થિતિ માટે તે સ્વયંને જ જવાબદાર માનતો હતો. તે પૂરો સમય ફોન અને લેપટોપમાં વ્યસ્ત રહેતો. મહિનાઓથી તેણે નીમા સાથે સમય વિતાવ્યો નહોતો. નીમા બોરિંગ અને નીરસ લાઈફ જીવી રહી હતી. બાળકો પણ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. અમિતે તરત સ્થિતિને સંભાળી લીધી. તેનો અંદાજ પણ સાચો હતો. હવે નીમાને જ્યારે ફરીથી અમિતનો દિવસરાત સાથ મળવા લાગ્યો ત્યારે જિમના મિત્ર તરફથી ધ્યાન ધીરેધીરે દૂર કરતી ગઈ. હવે અમિત પણ નીમાના વોટ્સએપનું ‘લાસ્ટ સીન’ ચેક કરતો ત્યારે નીમા કલાકોથી ઓફ લાઈન જ જેાવા મળતી હતી. અમિત પણ પોતાની ભૂલ પર પૂરતું ધ્યાન આપીને સ્થિતિને વણસતા પહેલાં સુધારી ચૂક્યો હતો. જ્યારે પણ કોઈની સામે પાર્ટનરની દગાખોરીનો કિસ્સો આવે છે ત્યારે ગૃહસ્થીનો પાયો હલી જાય છે. આ સ્થિતિમાં આઘાત લાગવો અને દુખ થવું પણ સ્વાભાવિક બની જાય છે. તેનો સામનો કરવો પણ કંઈ સરળ નથી હોતું, સુખી થવા, કોઈની પર દોષારોપણ કરવું, રોકકળ કરવાથી ઉકેલ નથી આવતો, પરંતુ ધીરજ અને શાંત મગજથી વિચારવાથી ઉકેલ મળે છે. આ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ક્યારેય ગુસ્સા અને બિન જરૂરી ઉતાવળને પોતાની પર હાવી થવા ન દો. સૌપ્રથમ સમસ્યાને બરાબર જુઓ-તપાસો, તેના વિશે બરાબર સમજેા-વિચારો, પછી આગળ કોઈ પગલું ભરો.

– પૂનમ અહમદ શ્ર.

વધુ વાંચવા કિલક કરો....