વાર્તા – નીરા વાર્ષ્ણેય ‘નીરામ’

તે એક રોંગ કોલે જાણે મારી નિસ્તેજ જિંદગીને રંગીન બનાવી દીધી. વેરાન જિંદગીમાં જાણે બહાર આવી ગઈ. મારું દિલ એક આઝાદ પંખીની જેમ ઊંચે ગગનમાં ઊડવા લાગ્યું. આ બધું તે રોંગ કોલવાળા રંજીતના લીધે થયું હતું. તેના અવાજમાં કોણ જાણે કેવો જાદુ હતો કે ન ઈચ્છવા છતાં હું તેના કોલની રાહ જેાતી હતી. જે દિવસે તેનો કોલ નથી આવતો, હું તો જાણે ઉદાસ થઈ જતી હતી. તેના કોલ મારા માટે નવી ઊર્જનું કામ કરતી હતી. ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધી ખબર નહીં કેટલાય કોલ્સ આવતા હતા. તેના અવાજથી મારા કાનમાં જાણે કે શરણાઈ વાગતી હતી. મીઠીમીઠી વાત રસ ઘોળતી હતી. રંજીત મને પોતાની વાત કહેવામાં થોડોક પણ ખચકાતો નહોતો અને એક હું હતી, જે ઈચ્છવા છતાં પૂરી વાત નહોતી જણાવી શકતી. મારી અંદરની હીનભાવના મને કંઈ બોલવા જ નહોતી દેતી. રંજીતે મને જણાવ્યું હતું કે તે એક આર્મી ઓફિસર હતો, પગમાં દુશ્મનની ગોળી વાગવાથી તેનો પગ કાપવામાં?આવ્યો હતો. આ વાત કહેવામાં તે બિલકુલ ખચકાયો નહોતો, પરંતુ ગર્વથી જણાવી હતી. રંજીતનો કોલ આવ્યે ૨ દિવસ થઈ ગયા હતા. આ ૨ દિવસ ૨ વર્ષ જેવા હતા. તે મારાથી નારાજ હતો. તેનું નારાજ થવું કદાચ વાજબી હતું. તેણે મને માત્ર એટલું જ કહ્યું હતું કે લતા વોટ્સએપ પર તારું પ્રોફાઈલ પિક્ચર લગાવી દે. મેં તેને ઠપકો આપતા કહ્યું હતું કે મારી મરજી હું લગાવું કે ના લગાવું. મને ઓર્ડર આપનાર તું કોણ છે? રંજીત ચુપ થઈ ગયો હતો.

રંજીત પોતાનું પ્રોફાઈલ પિક્ચર રોજરોજ બદલતો હતો. સુંદરસુંદર ફોટા લગાવતો હતો. આર્મી ડ્રેસના ફોટામાં તે હેન્ડસમ લાગતો હતો. મેં વિચાર્યું રંજીતને ખુશ કરવા પ્રોફાઈલ પિક્ચર મૂકી દઉં છું. મૂકતા પહેલાં મેં અરીસામાં ફરી એક વાર જેાયું. આંખોની નીચે ડાર્ક સર્કલ્સ તેની પર પહેરેલા જાડા લેન્સના ચશ્માં, ચહેરા પર કરચલીઓ, ડાઘધબ્બા, તલ, પેટ પર ચરબી, નાનું નાક, માથાના સફેદ વાળ. ‘ના.ના.’ હું મારો ફોટો કેવી રીતે મૂકી શકું છું, વિચારીને મેં ફોટો લગાવવાનો ઈરાદો બદલી નાખ્યો. રંજીતને કેવી રીતે સમજવું કે મારા ફોટા પ્રોફાઈલમાં મૂકવા લાયક છે જ નહીં. કાશ, રંજીત મારી મજબૂરી સમજી શકે અને નારાજ ન થાય. પૂરો દિવસ મોબાઈલ હાથમાં પકડીને રંજીતના કોલની રાહ જેાયા કરતી. અચાનક મારો મોબાઈલ રણક્યો. રંજીતનો નંબર ફ્લેશ થવા લાગ્યો. મારી આંખો ખુશીથી ચમકવા લાગી. મેં તરત જ ફોન ઉઠાવી લીધો. સામેથી તે જ દિલખુશ અવાજ, જે સાંભળીને કાનને આરામ મળતો હતો, ‘‘મારા કોલની રાહ જેાતી હતી ને.’’ રંજીતે મસ્તીભર્યા અવાજમાં પૂછ્યું. ‘‘નહીં તો.’’ હું જૂઠું બોલી. ‘‘કરતી તો હતી, પણ તું માનીશ નહીં… ફોન હાથમાં જ પકડ્યો હતો… તરત ઉઠાવી લીધો… બીજેા શું પુરાવો જેાઈએ.’’ રંજીતે હસીને કહ્યું. ‘‘કાલે કોલ કેમ ન કર્યો?’’ મેં ગુસ્સે થતા પૂછ્યું. ‘‘અરે, હું મારું ફુલ ચેકઅપ કરાવવા ગયો હતો. તેમાં ટાઈમ તો લાગે જ છે.’’ ‘‘શું થયું તને?’’ મેં ગભરાઈને પૂછ્યું. ‘‘કંઈ નથી થયું… ૪૦ પછી કરાવતા રહેવું જેાઈએ… તું પણ તારું ચેકઅપ કરાવતી રહે.’’ રંજીતે સલાહ આપતા કહ્યું. ‘‘તમારો રિપોર્ટ આવી ગયો? બધું ઠીક તો છે ને રંજીત? કંઈ છુપાવી તો નથી રહ્યા?’’ ‘‘રિપોર્ટ આવી ગયા છે. બધું નોર્મલ છે. થોડું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેની દવા લઈ રહ્યો છું. ચિંતાની કોઈ વાત નથી.’’ રંજીત બોલ્યો.

મેં રાત્રે જ વોટ્સએપ પર ગુલાબના ફૂલવાળું પ્રોફાઈલ પિક્ચર લગાવી દીધું. રંજીતને ગુલાબના ફૂલ ખૂબ ગમતા હતા. વોટ્સએપ પર તો માત્ર ગુડમોર્નિંગ અને ગુડ નાઈટ થતું હતું. અન્ય વાતો ફોન પર થતી હતી. સમય પાંખો લગાવીને ઊડી રહ્યો હતો. ૧ મહિનો ક્યારે વીતી ગયો, ખબર જ ન પડી. હું અરીસામાં જેાતી ત્યારે ૧૬ વર્ષની છોકરીની જેમ શરમાઈ જતી. ગાલ લાલ થઈ ગયા. ચહેરો ચમકવા લાગ્યો. લતા મંગેશકરના ગીત સાંભળું ત્યારે હું પણ સાથે ગણગણાવતી. ક્યારેક-ક્યારેક પગ જાતે જ થનથગનાટ કરવા લાગતા હતા. આ મને શું થઈ રહ્યું હતું… કદાચ રંજીતની મિત્રતાનો નશો હતો. રંજીતે ફોન પર મળવાની સહમતી માંગીને મને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. તે સમયે તો મેં કહ્યું હતું કે, હું વિચારીને કહીશ, પણ હું નિશ્ચિત નહોતી કરી શકતી કે તેનો ફોન આવશે તો મારે શું કહેવું છે. મોબાઈલ રણકવા લાગ્યો. ધ્રૂજતાંધ્રૂજતાં ઉઠાવ્યો. મારા હેલો બોલતા પહેલાં જ રંજીતે બોલવાનું શરૂ કર્યું, ‘‘લતા આપણે હવે મળવું જેાઈએ… જિંદગીનો કોઈ ભરોસો નથી. આજે છીએ, કાલે ન રહીએ.’’ ‘‘આવું કેમ કહી રહ્યો છે? કંઈ થયું છે કે શું?’’ મેં રુંધાયેલા અવાજમાં પૂછ્યું. ‘‘ના, કંઈ નથી થયું.’’ રંજીત હસીને બોલ્યો, ‘‘આટલા દિવસથી બસ ફોન પર જ વાતો કરી રહ્યા છીએ.

એક વાર મળવું જેાઈએ… હવે સામસામે બેસીને જ વાતો કરીશું.’’ રંજીતે જતે જ જગ્યા અને સમય નક્કી કર્યો, ‘‘અને હા, તું તો મને ઓળખી જ લઈશ, એક પગવાળું ત્યાં મારા સિવાય બીજું કોઈ નહીં હોય.’’ ‘‘તું પિંક કલરની સાડી પહેરીને આવજે, ઓળખવામાં સરળતા રહેશે.’’ ‘‘પિંક સાડી?’’ મેં કહ્યું. ‘‘પિંક નહીં તો બીજા કલરની સાડી પહેરી લેજે.’’ રંજીતે કહ્યું, ‘‘લતા, કાલે ૪ વાગે હું તારી રાહ જેાઈશ અને હા, હવે હું ફોન નહીં કરું. સામસામે બેસીને જ વાત કરીશું.’’ હું કંઈ બોલું તે પહેલાં જ તેણે ફોન કાપી નાખ્યો. આ રંજીતને વળી શું થયું છે? મળવા માટે આટલી જિદ્દ કેમ કરી રહ્યો છે? મારી વાત તો તેણે સાંભળી જ નહીં, પોતાની વાત કહેતો રહ્યો. ‘‘પિંક સાડી.’’ મને મારા અતીતમાં લઈ ગઈ… મમ્મીએ જણાવ્યું, મને જેાવા છોકરાવાળા આવી રહ્યા છે. છોકરાનું નામ મનોજ હતું, જે એન્જિનિયર હતો. મમ્મીએ પિંક સાડી આપતા કહ્યું, ‘‘આ સાડી પહેરી લેજે, સૌંદર્ય નિખરશે.’’ હવે મમ્મીને કોણ સમજાવે કે રૂપરંગ જેવા છે તેવા જ રહેશે. મમ્મી લેપ લગાવવા માટે આપી ગઈ. મમ્મી ઈચ્છતી હતી કે કોઈ પણ સ્થિતિમાં હું છોકરાવાળાને પસંદ આવી જાઉં અને મારા હાથ પીળા થઈ જાય. સાંજે મનોજ અને તેના માતાપિતા મને જેાવા આવ્યા. તે જ દેખાડો, ચાની ટ્રે લઈને હું છોકરાવાળા સામે ઉપસ્થિત થઈ. મારી સાથે મારી નાની બહેન ઉમા પણ હતી. તેમણે મને ૧-૨ પ્રશ્નો પૂછ્યા.

મનોજ તેના પિતાના કાનમાં કંઈક બોલ્યો. જેાવા મને આવ્યો હતો, પણ તેની નજર ઉમા પર હતી. તેની ઈચ્છા હું સમજી ગઈ હતી. મનોજના પિતાએ મમ્મીને કહ્યું, ‘‘અમારા છોકરાને તમારી નાની છોકરી ગમે છે. તમે ઈચ્છો તો અમે હમણાં સુકન આપી દઈએ.’’ મમ્મી ઊભી થઈ અને પછી સ્પજ ઈન્કાર કરતા બોલી, ‘‘પહેલાં અમે મોટી દીકરીનો સંબંધ કરીશું ત્યાર પછી નાની દીકરીનો.’’ અને હાથ જેાડીને ત્યાંથી જવા કહ્યું. મમ્મી પોતાની જિદ્દ પર અડગ રહી. મેં તેમને બહુ સમજાવ્યા કે જેના લગ્ન પહેલાં થાય તેના થવા દો. મુશ્કેલીથી મમ્મીને સમજાવીને ઉમાના મનોજ સાથે લગ્ન કરાવી દીધા. મને તો જાણે લગ્નના નામથી નફરત થઈ ગઈ હતી. મેં લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. હું વારંવાર પોતાનું અપમાન કરાવવા નહોતી ઈચ્છતી. મમ્મીએ મને ખૂબ સમજાવી, પણ હું જિદ્દ પર અડગ રહી. અભ્યાસ પૂરો કરીને હું એક સ્કૂલમાં નોકરી કરવા લાગી. મમ્મી મારા લગ્નની ઈચ્છા લઈને આ દુનિયામાંથી હંમેશાં માટે અલવિદા થઈ ગઈ. હું જે અતીતથી પીછો છોડાવવા ઈચ્છતી હતી, આજે તે ફરી એક વાર મારી સામે પાંખો ફેલાવીને ઊભું થઈ ગયું હતું.

મોબાઈલ રણકતા જ હું અતીતમાંથી બહાર આવી ગઈ. ફોન મારી નાની બહેન ઉમાનો હતો, ‘‘દીદી કેમ છો? ઘણા દિવસથી તમારી સાથે વાત નથી થઈ… હવે તો તમારી સ્કૂલમાં રજાઓ ચાલી રહી હશે. થોડા દિવસ માટે અહીં આવી જાઓ… તમારું મન પણ ખુશ થશે… દીદી તમે બોલતા કેમ નથી?’’ ‘‘તું બોલવા દઈશ ત્યારે બોલીશ ને.’’ મેં હસીને કહ્યું. ઉમા પોતાની જતને મારી દોષી માનતી હતી, તેથી એ જ ફોન કરતી હતી. મમ્મીના ગયા પછી તેના ફોન પણ આવવાના ખૂબ ઓછા થઈ ગયા હતા. ઘડિયાળે ૩ વાગવાનો સંકેત આપ્યો. હું કમને ઊઠી… રંજીતને મળવાની તૈયારી કરવા લાગી. ઓટો કરીને રંજીતે નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચી ગઈ. રંજીતને મારી આંખો શોધવા લાગી. તેને શોધવામાં વધારે વાર ન લાગી. નજર સામે જ એક ખુરશી પર રંજીત બેઠો હતો. નજીકમાં ઘોડી મૂકી હતી. હાથમાં ગુલાબનું ફૂલ હતું. હું એક વૃક્ષની આડમાં ઊભી રહીને રંજીતને જેાવા લાગી. આ ઉંમરે પણ તે હેન્ડસમ લાગી રહ્યો હતો. ગોરો રંગ, મોટીમોટી આંખો, પહોળી છાતી, ઊંચું કદ, કાળા સફેદ વાળ, જે તેની નિર્દોષતામાં વધારો કરી રહ્યા હતા.

રંજીતને જેાઈને મારી અંદર દબાયેલી હીનભાવના ફરીથી જાગૃત થઈ ગઈ. મનમાં વિચારો આવવા લાગ્યા. રંજીત મને જેાઈને શું વિચારશે? આ મહિલાને મળવા બેચેન હતો, જેના ન તો રૂપરંગ. મેં રંજીત તરફથી વિચાર્યું. ના… ના… હું રંજીત સામે ન જઈ શકું… બીજી વાર નાપસંદનો બોજ સહન નહીં કરી શકું અને પછી રંજીતને મળ્યા વિના હું ઘરે પાછી આવી ગઈ. મને ખબર હતી રંજીત ગુસ્સે થશે. ઘરે પહોંચી જ હતી કે મોબાઈલ રણકી ઊઠ્યો. પર્સમાંથી ધ્રૂજતા હાથેથી મોબાઈલ કાઢ્યો. હૃદયના ધબકારા વધી ગયા હતા. મારા હેલો બોલતા પહેલાં જ રંજીત ગુસ્સામાં બોલ્યો, ‘‘તું આવી કેમ નહીં?’’ જૂઠું બોલતા મેં દબાયેલા અવાજે કહ્યું, ‘‘પાડોશમાં એક ફ્રેન્ડનો એક્સિેન્ટ થયો હતો. હું ત્યાં જ હતી.’’ ‘‘મને કહેવું તો હતું કે એ પણ જરૂરી ન સમજ્યું.’’ ગુસ્સે થતા રંજીતે ફોન કાપી નાખ્યો. હું સમજી ગઈ. રંજીત મારાથી ખૂબ નારાજ છે. કદાચ આજે મેં સૌથી સારો મિત્ર ગુમાવી દીધો. આંસુ ગાલ પર સરી આવ્યા. સવારે ઊઠીને સૌપ્રથમ વોટ્સએપ જેાયું. રંજીતનું ગુડમોર્નિંગ નહોતું આવ્યું. રોજ બદલાતું પ્રોફાઈલ પિક્ચર નહોતું બદલાયું. પૂરા દિવસમાં રંજીતે ૧ વાર પણ વોટ્સએપ ચેક ન કર્યું. પૂરો દિવસ રંજીતના ફોનની રાહ જેાવામાં પસાર થઈ ગયો. અડધી રાત વીતી ગઈ હતી. મેં વિચાર્યું હતું કે સવારે ઊઠીને સૌપ્રથમ રંજીતની ફોન કરીને માફી માંગીશ… તેમને મનાવી લઈશ. તે ફોન ન કરી રહ્યો હોય તો શું થયું? હું તો કરી જ શકું છું. રાત માંડ વીતી.

સવારે ઊઠતા જ વોટ્સએપ ખોલીને જેાયું. ઉતાવળમાં હું ચશ્માં પહેરવાનું ભૂલી ગઈ, ધૂંધળું દેખાયું. લાગે છે રંજીતે પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું છે અને એક મેસેજ મોકલ્યો છે. મારી આંખો ચમકવા લાગી. જીવમાં જીવ આવ્યો. મેં જલદીથી સ્ટૂલ પર મૂકેલા ચશ્માં ઉઠાવીને લગાવ્યા અને ફોટો જેાવા લાગી. આ શું? રંજીતના ફોટા પર ફૂલની માળા? હું ચકિત રહી ગઈ. મેસેજ વાંચવા લાગી… આજે સાંજે ૪ વાગે અગ્નિદાહની વિધિ છે… રંજીતને હાર્ટઅટેક… આગળ વાંચવાની મારી હિંમત જ ન થઈ. આંખો પહોળી થઈ ગઈ. મારા હૃદયના ધબકારા વધી ગયા… ‘‘રંજીત મને છોડીને આ રીતે ન જઈ શકે… પ્લીઝ એક વાર આવી જ… હું ગુલાબી સાડી પહેરીને જ આવીશ… આપણે સામસામે બેસીને વાતો કરીશું. હું તને મળવા આવીશ.’’ દુખ કરતી રહી, રડતી રહી, ન કોઈ જેાનાર ન કોઈ સાંભળનાર. કેવી વિટંબણા… મારું અતીત ફરી સામે પાંખો ફેલાવીને ઊભું હતું. ફરી તે જ નિસ્તેજ જિંદગી, વેરાન જિંદગી, એકલતા, વેરાન મોબાઈલ, ધૂળ ખાતો રેડિયો, બધું પહેલાં જેવું… આ બધાની જવાબદાર એક માત્ર હું જ તો હતી… ***

વધુ વાંચવા કિલક કરો....