તહેવારો પર જ્યારે વાત કંઈક પહેરવાની આવે, ત્યારે મહિલાઓ સાડી, સૂટ, લહેંગા જેવા ટ્રેડિશનલ કપડાની ખરીદી કરવામાં જેાડાઈ જાય છે, કારણ કે તે બધાથી અલગ દેખાવા ઈચ્છે છે, પરંતુ તેમના માટે એ વાત જાણવી જરૂરી છે કે માત્ર એથ્નિક વેર તેમને એટ્રેક્ટિવ લુક નથી આપતા, પણ યોગ્ય રીતે કરવામાં આવેલો મેકઅપ પણ તેમનો તથા તેમના ડ્રેસનો ઓવરઓલ લુક ચેન્જ કરે છે. જેાકે ખોટી રીતે કરેલો મેકઅપ મોંઘા ટ્રેડિશનલ વેરના લુકને બગાડી પણ શકે છે. ફેસ્ટિવ મેકઅપ દરમિયાન નીચે જણાવેલી વાત પર ધ્યાન આપો :

ફાઉન્ડેશન ગ્લો લાવે તમે સાડી પહેરી રહ્યા હોય, લહેંગાચોલી કે પછી સલવારસૂટ, ફાઉન્ડેશન દરેક આઉટફિટમાં તમારા ગ્લોને જાળવી રાખશે, કારણ કે તે ન માત્ર ચહેરાના સ્કિનટોનને હળવો કરે છે, સાથે ચહેરાના ડાઘધબ્બા છુપાવવામાં મદદ કરે છે. તે સ્કિનને ચમકદાર બનાવે છે. તેમ છતાં ઘણી મહિલાઓ મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનનો યૂઝ ન કરતા માત્ર કંસીલરથી ડાઘધબ્બાને છુપાવે છે, જેા તેમની મોટી ભૂલ છે. ફાઉન્ડેશન સ્કિનને એકસમાન બનાવે છે. તેથી મેકઅપ કરતા કંસીલર સાથે ફાઉન્ડેશનનો ઉપયોગ જરૂર કરો. હાઈલાઈટ આપે પરફેક્ટ લુક ટ્રેડિશનલ લુકને પૂરો કરવા માટે ફાઉન્ડેશન પછી મેટ હાઈલાઈટરનો ઉપયોગ કરો, કારણ કે તે પરફેક્ટ કેમેરા લુક આપે છે. જેા તમે થોડો બ્લેક, આઈવરી, બ્લૂ, ગ્રીન વગેરે રંગોનો કોઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરો તો નોઝ બ્રિજ, ચીકબોન્સ અને ચિનને ગોલ્ડ કલરથી હાઈલાઈટ કરો.

આમ કરવાથી તમારા ફીચર્સ ઊભરી આવશે. તમે ઈચ્છો તો સ્કિન અને પસંદ અનુસાર બ્રોંઝ, પીચ કે પિંક શેડ હાઈલાઈટર પસંદ કરી શકો છો. આંખને ખૂબસૂરત બનાવો આંખ ચહેરાનો સૌથી વધારે ખૂબસૂરત ભાગ હોય છે અને મેકઅપથી તેની ખૂબસૂરતીને વધારે નિખારી શકાય છે. તેથી ટ્રેન્ડી આઈશેડો, મસકારા અને કાજલથી લુકને બદલી નાખો. આજકાલ વિંગ્ડ આઈલાઈનર ઈન છે, જેા આંખને પરફેક્ટ લુક આપે છે. તે ઉપરાંત કલર્ડ આઈલાઈનર પણ ફેશનમાં છે. જેથી હોઠ દેખાય ડિફરન્ટ લિપસ્ટિક સાથે મેકઅપ લુક પૂરો થાય છે, તેથી યોગ્ય શેડની પસંદગી કરો, જેથી તમે બધાથી અલગ દેખાઓ અને લોકોનું ધ્યાન તમારા ચહેરા પર કેન્દ્રિત રહે. તમે ઈચ્છો તો મેટ અથવા ગ્લોસી લિપસ્ટિક પણ પસંદ કરી શકો છો.

જેા તમારો આઈ મેકઅપ ડાર્ક હોય તો ચહેરા પર મેકઅપનું બેલેન્સ જાળવી રાખવા માટે લિપ્સ પર લાઈટ શેડ જેમ કે બેબી પિંક અથવા તો લાઈટ પીચ કે પછી રેડ શેડ લગાવીને મેકઅપને બોલ્ડ લુક પણ આપી શકો છો. બેલેન્સ છે જરૂરી ટ્રેડિશનલ, એથ્નિક વેરમાં એમ્બ્રોઈડરી બ્લાઉઝ, લહેંગો, હેવી સાડી વગેરે આવે છે, ત્યારે જાણવું જરૂરી બની જાય છે કે તમારો મેકઅપ અને ડ્રેસ એકબીજાના પૂરક હોવા જેાઈએ. તેથી જેા તમે હેવી ડ્રેસ અને હેવી જ્વેલરી પહેરી રહ્યા છો તો મેટ મેકઅપ કરો અને જેા કંટેમ્પરરી લુક ઈચ્છતા હોય તો મેકઅપ ન્યૂડ રાખો. આ વાત પણ જાણી લો.

  • આજકાલ ન્યૂડ મેકઅપ પણ ખૂબ ફેશનમાં છે. તે બિલકુલ સામાન્ય હોય છે અને એવું ફીલ નથી થતું કે મેકઅપ કર્યો છે. આ મેકઅપ બિલકુલ અલગ દેખાતો હોય છે. ઘણી સેલિબ્રિટી પણ આજે આ લુક અપનાવી રહી છે.
  • આજકાલ વિંગ્ડ આઈલાઈનરનો ખૂબ ક્રેઝ છે. ઘણી વાર છોકરીઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે પૂરો આઈમેકઅપ ન કરતા માત્ર વિંગ્ડ આઈલાઈનર લગાવતી હોય છે અને સ્વયંને બીજાથી અલગ બતાવવા ઈચ્છતી હોય છે.
  • લાલ લિપસ્ટિક લાંબા સમયથી ટ્રેન્ડમાં છે, જેા બોલ્ડ લુક આપે છે.
  • આંખને વધારે ખૂબસૂરત બનાવવા માટે તમે નકલી આઈલેશિસનો યૂઝ કરી શકો છો. તેના ઉપયોગથી તમારી આંખો મોટી દેખાશે.
  • ટ્રેડિશનલ લુક સાથે સ્મોકી આઈ મેકઅપ ખૂબ સારો લાગે છે, પરંતુ હાલના દિવસોમાં પ્લેન સ્મોકી લુક આઉટ ઓફ ફેશન છે, ત્યારે આ સ્થિતિમાં તમે તમારા ડ્રેસ સાથેનો મેચિંગ કલર આંખ પર એડ કરી શકો છો.
  • જેા તમે ટાઈમલેસ લુક ઈચ્છો છો તો જેલ આઈલાઈનરનો ઉપયોગ કરો. તે તમને એક શાનદાર લુક આપશે.
  • તમારો મેકઅપ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે મેકઅપની શરૂઆત પ્રાઈમરથી કરો, જેથી ફોટામાં તમે ફ્રેશ દેખાઓ.

– પૂજા ભારદ્વાજ.

વધુ વાંચવા કિલક કરો....