દરેકનો ફેસ કટ અલગ હોય છે. દરેકના ચહેરા પર મેકઅપનો ઉઠાવ પણ અલગ અલગ હોય છે. આપણે ઘણી વાર સેલિબ્રિટીને કોપી તો કરીએ છીએ, પણ તે અનુસાર મેકઅપ ન કરવાથી હાસ્યને પાત્ર બની જઈએ છીએ. જાણીએ, ફેસ કટ અનુસાર કેવી રીતે મેકઅપ કરવો કે લોકોની પ્રશંસા પણ મળે અને સ્વયંનો આત્મવિશ્વાસ પણ વધે : ઓવલ શેપ કેટરિનાનો ફેસ કટ ઓવલ છે. આ ફેસ કટ પર મેકઅપ કરવા માટે ફાઉન્ડેશન પછી પોતાના નાકને અણીદાર લુક આપવા માટે બ્રોંઝરને નોઝ બ્રિજ પર એપ્લાય કરો. પછી આઈબ્રોઝને નેચરલ શેપ આપો. વધારે ધનુષાકાર શેપ આપવાથી ફેસ વધારે ઓવલ લાગશે.

આંખ અને હોઠમાંથી કોઈ એકને હાઈલાઈટ કરો. પોતાની જેાલાઈન પર કંટૂરિંગ જરૂર કરો. તેનાથી ફેસ પાતળો અને સ્ટાઈલિશ લાગે છે. ધ્યાન રાખો કે ચીક એપલ્સ પર બ્લશ ન લગાવો. હા, ચિનની આજુબાજુ બ્લશ લગાવી શકો છો. તેનાથી પણ ઓવલ લુક બદલાય છે. હાર્ટ શેપ દીપિકાની જેમ હાર્ટ શેપ ફેસ કટ પર પરફેક્ટ મેકઅપ કરવા માટે પોતાની સ્કિન ટોનથી ૧ શેડ ડાર્ક ફાઉન્ડેશન પોતાના ટેંપલ્સની આસપાસ લગાવતા ચિન સુધી લઈ જાઓ. તેની પર હાઈલાઈટિંગ પાઉડર લગાવો. તેને નાક ઉપર પણ લગાવો. નાકની બંને બાજુ બ્રોંઝરથી સાઈડ શેડો આપો.

ગાલ પર બ્લશ લગાવો અને કંટૂરિંગ કરીને ચીક બોંસને ઉભારો. એક હળવા કલરથી પોતાના ચીક એપલ્સને બ્લશ કરો. આંખના બદલે હોઠને બ્રાઈટ લિપ કલરથી હાઈલાઈટ કરો, જેથી ધ્યાન તમારા હોઠ પર જાય. તમારી જેાલાઈન પર નહીં. ડાયમંડ શેપ મલાઈકા જેવો ગોર્ઝિયસ લુક મેળવવા માટે તમારા માથા, નોઝ બ્રિજ અને ચિનની વચ્ચે લિક્વિડ હાઈલાઈટર અથવા ફાઉન્ડેશન લગાવો. તેનાથી તમારા ફેસની વચ્ચે ધ્યાન આકર્ષાશે. થોડા ડાર્ક રંગના બ્રોંઝર પાઉડરને માથાના ઉપરના ભાગ પર, ચિનના ટિપ પર અને ચીકબોંસની સાઈડ લગાવો. આવું કરવાથી તમારો ફેસ સમાનુપાત લાગશે.

રાઉન્ડ શેપ આલિયા જેવા રાઉન્ડ ફેસવાળાને માથું, આંખની નીચેનો એરિયા અને ચિનને બ્રોંઝરથી હાઈલાઈટ કરો. ચીક બોંસની નીચે અથવા ચીક એપલ્સ પર બ્લશ લગાવીને તેમને ડિફાઈન કરો. સ્ટ્રોક્સ ઉપરની તરફ આપો, જેથી ફેસ પાતળો લાગે. સ્ક્વેર શેપ અનુષ્કા જેવા ફેસ કટ વાળાએ માથાના ખૂણે, ચીકબોંસ, ચિન અને નોઝ બ્રિજ પર કંટૂરિંગ કરવું જેાઈએ. આંખ પર ડાર્ક કલરના આઈશેડોનો ઉપયોગ કરવાથી ફેસ પર આંખ ઉભરાઈને દેખાશે. ગાલ અને હોઠ માટે રોઝી ટોનનું બ્લશ રહેશે. કંટૂરિંગ માટે ગાલ પર બ્રોંઝ કલર પસંદ કરો. થોડી અવેરનેસ અને યોગ્ય કોસ્મેટિક પ્રોડક્ટની મદદથી તમને બ્યૂટિ ક્વીન બનવાથી કોઈ રોકી નથી શકતું.

વધુ વાંચવા કિલક કરો....