વાર્તા - શકુંતલા

કોળાજેવી બેડોળ અને બેસ્વાદ વસ્તુ બીજી કોઈ હોઈ શકે ખરી, તે વિચારનાર જ જાણે, પરંતુ અમારી નાનકડી બાલ્કનીના બગીચામાં કોળું પણ પાકશે, તે મેં ક્યારેય વિચાર્યું નહોતું, પરંતુ એવું થવાનું હતું અને થયું પણ ખરું.
આમ તો બાગકામનો શોખ મારા પૂરા પરિવારને છે. મારા ૧૨ મા માળની બાલ્કનીમાં ૧૫-૨૦ પોટ્સ હંમેશાં લગાવેલા રહે છે. આ નાનકડા બગીચામાં ફળફૂલ અને શાકભાજીની ખૂબ ભીડ છે. આ ભીડમાં એક સવારે જેાયું તો પાપડીની વેલ નજીક બીજી એક વેલ ફૂટી નીકળી હતી, ગોળગોળ પાંદડાની ડાળી મોટી થતા અમને શંકા થઈ કે શક્ય છે કે પંપકિન એટલે કે કોળા મહારાજ પધાર્યા છે.
તમારા ગ્રૂપમાં તમે કોઈને પણ પૂછશો કે તમને કોળું ભાવે તો એક જ જવાબ મળશે કે અરે, કોળું તે કોઈ ગમવાની વસ્તુ છે.
એકે હતોત્સાહિત કર્યા કે તેમણે ખૂબ શોખથી કોળાનું બીજ વાવ્યું હતું અને વેલ પણ ખૂબ વિકસી. પૂરી છત પર ફેલાઈ છે, પરંતુ હજી સુધી કોળાના ક્યાંય દર્શન થયા નહોતા. આમ પણ સાંભળ્યું હતું કે કોળાની વેલ ફેલાય તો છે, પરંતુ તેની પર ફળ ખૂબ મુશ્કેલીથી આવે છે, તેથી તેમનું પણ એવું જ માનવું હતું કે આપમેળે ઊગી નીકળેલા બીજમાં ફળ કોઈ પણ સ્થિતિમાં નહીં આવે.
પરંતુ મેં ‘વણમાંગે મોતી મળે, માંગવાથી ન મળે ભીખ’ કહેવતની હકીકતને પારખવાનો નિશ્ચય કરી લીધો.
મારી દરેક સવારસાંજ આ વેલની સરભરા કરવામાં પસાર થતી. પાપડીની વેલની નજીમાં એક દોરીના સહારે તેને દીવાલ પર ચઢાવી દીધી.

સાંજે એક ફ્રેન્ડ આવી. જઈને બોલી, ‘‘કોળું અને પાપડી એક જેવા થોડા હોય છે કે વેલમાં લટકેલા રહેશે. એક કોળાનું વજન પણ નહીં સહન કરી શકે તારી આ વેલ.’’
પરંતુ અમારા ઘરના નાનકડા બગીચામાં વેલને ફેલાવાની જગ્યા ક્યાં મળે તેમ હતી, તેથી અમે તેને એમને એમ રહેવા દીધી. અમારા કોમ્પ્લેક્સમાં બાલ્કની એકબીજા સાથે જેાડાયેલી છે અને પ્રાઈવસી માટે વચ્ચે માત્ર ઊંચી દીવાલ છે. પછી મેં દીવાલ ઉપર વેલને ચઢાવવાનો નિર્ણય કર્યો.
વેલ હજી દીવાલની ઉપર પહોંચી જ હતી કે એક સવારે તેમાં હાથ જેટલું ઘેરા પીળા રંગનું ફૂલ ખિલેલું જેાયું. ખરેખર તે મને કમળના ફૂલ જેટલું સુંદર લાગ્યું. આમ તો તે નરફૂલ હતું, પરંતુ માદા ફૂલની કળીઓ પણ હવે તેમાં આવી રહી હતી. પછી રોજ ૨-૪ ફૂલ આ વેલમાં ખીલવા લાગ્યા. કોળું ઊગે કે ન ઊગે, ફૂલ ખાઈ લઈશું એમ વિચારીને રેસિપી શોધીને ૨-૪ પકોડી પણ બનાવી નાખી.
ધીરેધીરે વેલમાં માદા ફૂલ પણ ખીલવા લાગ્યા. હું ખૂબ ખુશ થઈ ગઈ કે લોકો ફાલતુમાં નિરુત્સાહ કરી રહ્યા હતા. વેલ દીવાલની ઉપર ચાલી ગઈ હતી અને સુંદર ખીલી ઊઠી હતી. હું પણ તેમાં ખાતરપાણી નાખતી રહેતી હતી, પરંતુ કોળું ક્યાંય દેખાતું નહોતું. વેલ ન જાણે અહીંથી ક્યાં ચાલી ગઈ હતી.
ગ્રૂપમાં એકે કહ્યું, ‘‘મેં પહેલા કહ્યું હતું કે તમારી વેલમાં કોળું ક્યારેય થશે નહીં.’’
હું પણ હિંમત હારી ચૂકી હતી. વિચાર્યું હવે વેલની દેખરેખ રાખવાનો કોઈ લાભ નથી, ૨-૪ દિવસ પછી હિંમત એકઠી કરીને વેલને ઉખાડીને ફેંકી દઈશ. તે દિવસે રવિવાર હતો. હું માત્ર ટોપ અને સ્પોર્ટ શોર્ટ પહેરીને બાગકામ કરી રહી હતી.
આ કોમ્પ્લેક્સમાં કોઈ કોઈના ઘરે જતુંઆવતું નહોતું. લિફ્ટમાં માત્ર હાયહેલો થતા રહેતા હતા. લાગ્યું કે બરાબર સામેના ફ્લેટમાં કોઈ નવું શિફ્ટ થયું છે.
હું બીજા છોડવાને પાણી સીંચી રહી હતી, એટલામાં ડોરબેલ રણક્યો. કોણ જાણે ક્યાંથી આ ઘંટડી રણકી ઊઠી. જે સ્થિતિમાં હતી તેવી જ દોડી અને દરવાજેા ખોલી નાખ્યો. નજરની સામે એક સુંદર ૫ ફૂટ ૮ ઈંચનો થોડો શ્યામ, જિમમાં જતો ૩૫ વર્ષનો લાલ ટીશર્ટ અને બ્લેક શોર્ટમાં એક આકર્ષક યુવાન ઊભો હતો. તેના હાથમાં બાસ્કેટ હતી.
મેં આશ્ચર્યથી તેની સામે જેાયું ત્યારે તે બોલ્યો, ‘‘જી હું તમારો નેકસ્ટ ડોર નેબર. પરમ દિવસે જ અહીં શિફ્ટ થયો છું. આજે સવારે બાલ્કનીમાં બેઠો હતો ત્યારે કંઈક એવું જેાયું કે તમને શેર કરવાનું મન થયું. હું ગૌતમ નાગદેવ.’’ કહેતા તેણે હાથમાંની બાસ્કેટ આગળ લંબાવી.
જે થવું જેાઈએ તે જ થયું. મેં પણ દરવાજેા પૂરો ખોલી નાખ્યો અને તેને અંદર આવવાનું આમંત્રણ આપતા કહ્યું, ‘‘હું મીનાક્ષી, વેલકમ...’’ આ સમયે મેં વિચાર્યું નહોતું કે મેં શું પહેર્યું છે, પરંતુ જેવી તેની આંખ મારા ચહેરાની નીચે પહોંચી, ત્યારે મને અહેસાસ થયો કે હું સ્લીવલેસ ટોપ અને શોર્ટમાં છું. મેં કહ્યું કે એક્સક્યૂઝ મી, હું હમણાં ચેન્જ કરીને આવું છું.
તે આગળ વધ્યો અને અચાનક મારો હાથ પકડીને બોલ્યો, ‘‘અરે જવા દો ને, આમાં જ સુંદર લાગો છો. જેા કોળું લેવું હોય તો કોફી પિવડાવવી પડશે.’’
આમ પણ હું ક્યાં થ્રી પીસ સૂટમાં છું. હવે બંને પાસે હસવા સિવાય બીજેા કોઈ ઉપાય નહોતો.
પછી અમારા બંનેના ઘરનું વાતાવરણ કોળામય બની ગયું હતું. સ્થિતિ એ હતી કે બંનેને જ્યારે મળવાની ઈચ્છા થતી કે ઘરની ઘંટડી વગાડી દીધી સમજેા. ક્યારેક કોળું તોડવાના બહાને હું તેના ફ્લેટમાં ઘૂસી જતી તો ક્યારેક કોળું તોડીને તે મારા કિચનમાં ઊભો થઈ જતો હતો. બંને ઓફિસથી આવતા જ કોળાના હાલચાલ ફોન પર પૂછી લેતા.
એક દિવસે તે કોળાને એવી રીતે પંપાળી રહ્યો હતો, જાણે મને પંપાળી રહ્યો ન હોય... આ થોડું વધારે પડતું થવા લાગ્યું હતું. મારું પૂરું શરીર ઠંડું પડવા લાગ્યું હતું. ખૂબ મુશ્કેલીથી બંનેએ પોતપોતાને અટકાવી રાખ્યા હતા.
અમે આ સમયગાળામાં મેગેઝિનમાંથી કોળાની વાનગી બનાવવાની રીતને શોધવાની શરૂ કરી દીધી હતી. કોળાનો શીરો, કોળાના કોફ્તા, કોળાનું અથાણું વગેરેવગેરે. અરે ત્યાં સુધી કે કોળાના પરોઠાં સુધ્ધાં બનાવવાની રીત અમે શીખી લીધી હતી.
એકમાત્ર લાડકા વચેટિયાની જેમ કોળાની સંભાળ થવા લાગી હતી અને વેલ પણ દિવસરાત પૂર જેાશમાં વધવા લાગી હતી. જેાકે અમારી આંખમાં કોક બીજા સપનાં તરવા લાગ્યા હતા. માનો ફોન આવતો ત્યારે મારા કે તેમના હાલચાલની જગ્યાએ કોળાની વધારે વાતો કરતી. તેમને પણ હવે શંકા થવા લાગી હતી કે આ કોળાની પાછળનું રહસ્ય શું છે. મા ઘણું ખરું સંભળાવતી હતી કે બાળપણમાં તેમના ઘરે કોળા ઊગ્યા હતા અને એટલા ઊગતા હતા કે પાડોશીમાં વહેંચ્યા પછી પણ છતની કડીમાં કોળા લટકતા રહેતા હતા.
બંને બાજુ નવા કોળાની રાહ જેાવાની શરૂ થઈ ગઈ હતી. કોળાના બહાને અમારા દિલ અને દેહ બંને મળવા લાગ્યા હતા. એકબીજાની ખૂબ નજીક ઊભા રહીને જ્યારે કોળું કાપીને શાક બનતું અને ત્યાર પછી ટેબલ પર સાથે બેસીને ખાવામાં આવતું ત્યારે દિલમાં વિચિત્ર ખુશીની ઝણઝણાટી થઈ જતી હતી.
માને લાગતું કે જે છોકરી કોળાના શાકના નામથી પોતાનું મોં ચઢાવતી હતી. તેનું ધ્યાન હવે તેના ગુણ તરફ કેવી રીતે જવા લાગ્યું છે. જેમ કે કોળામાં વિટામિન એ અને ડી હોય છે તેમજ તે પેટને સાફ કરે છે વગેરેવગેરે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....