ધર્મના નામે રાખવામાં આવતા કોઈ પણ વ્રત અથવા ઉપવાસથી આજ દિન સુધી કોઈનું ભલું થયું નથી, પરંતુ હા. વ્રતઉપવાસ દરમિયાન થતા કથાપૂજનથી ધર્મના દુકાનદારોને મોજ જરૂર પડી જાય છે. આ કથાપૂજનથી ન માત્ર તેમને દાનદક્ષિણા મળે છે, પરંતુ પકવાનયુક્ત મફતનું ખાવાનું પણ મળી જાય છે. દરેક ધર્મના પંડિત, મૌલવી, પાદરી એ વાતને સારી રીતે સમજી ગયા છે કે મહિલાઓને ધર્મનો ભય સરળતાથી બતાવી શકાય છે અને આ જ કારણ રહ્યું છે કે ધર્મના આ ઠેકેદારો તેમને પાપનો ભય બતાવીને વ્રત અથવા ઉપવાસમાં ગૂંચવીને પોતાનો વાસ્તવમાં સ્વાર્થ સાધી રહ્યા હોય છે. આશારામ, રામપાલ અને રામરહીમ જેવા ધર્મગુરુ મહિલાઓને ધાર્મિક કર્મકાંડ, કથા પ્રવચન અને વ્રતઉપવાસ વગેરેનો ડર બતાવીને તેમનું યૌન શોષણ કરતા પણ ખચકાટ નથી અનુભવતા. ધાર્મિક કથાપુરાણો અને પંડાપૂજારીની વાતની અસર ભારતીય નારીના મગજ પર એ હદે છવાઈ ગઈ છે કે તેઓ વર્ષના બારે મહિના સંતોષી માતાનું વ્રત, મહાલક્ષ્મી વ્રત, સંતાન સપ્તમી, છઠ, દુર્ગા પૂજા જેવા કેટલાય પ્રકારના વ્રતઉપવાસની જાળમાં ફસાયેલી રહેતી હોય છે.

કરવાચોથનું વ્રત
આ બધા વ્રતઉપવાસમાંથી એક વ્રત છે કરવાચોથનું વ્રત. જુનવાણી પરંપરાના નામે ઊજવવામાં આવતું કરવાચોથનું વ્રત સૌભાગ્યવતી માટે ભલે ને સાર્વજનિક રૂપે પોતાને મહિમામંડિત કરવાનું હોય, પરંતુ અપરિણીત, ત્યક્તા, ડિવોર્સી અને વિધવા મહિલાઓને અપમાનિત કરનાર પર્વ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં ગત ભાજપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા કુસુમ મહદેલેએ કરવા ચોથના તહેવાર પર સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીમાં તેમણે લખ્યું હતું કે હિંદુસ્તાનમાં હિંદુ મહિલાઓ પોતાના પતિ અથવા પુત્રોની સલામતી અથવા તેમના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે. તો શું બધા પુરુષો એટલા નબળા પડી ગયા છે? તેમણે આ ટિપ્પણીના માધ્યમથી સમાજ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે પુરુષ પ્રધાન સમાજમાં એવું કોઈ વ્રત નથી જેને પુરુષ મહિલાના ભલા માટે કરે. જેટલા પણ ઉપવાસ બનાવવામાં આવ્યા છે તે બધા મહિલાઓએ પુરુષની સલામતી માટે રાખવા પડે છે. હરિતાલિકા વ્રતથી લઈને કરવાચોથ સુધીના બધા વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે.
કરવા ચોથ આમ તો વધારે ઉત્તર ભારતમાં પ્રચલિત છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂરા દિવસનું વ્રત રાખે છે. આ દિવસે તે સવારથી રાત સુધી ચંદ્ર નીકળતા સુધી કંઈ જ ખાતી નથી, સાથે પાણી પણ નથી પીતી. રાત્રે ચંદ્રને જેાયા પછી પતિના હાથે પાણી પીને વ્રતને સમાપ્ત કરે છે.
જેાકે દક્ષિણ ભારતમાં આ પ્રકારના વ્રત અથવા તહેવારને મહત્ત્વ આપવામાં નથી આવતું. કરવાચોથના વ્રતની કહાણી અંધશ્રદ્ધાની સાથે એક ભય પેદા કરવાનું કામ કરે છે કે કરવાચોથનું વ્રત ન રાખવાથી અથવા વ્રત તૂટવાથી પતિનું જીવન જેાખમમાં મુકાઈ શકે છે. વ્રતઉપવાસની આ પરંપરા મહિલાઓને અંધશ્રદ્ધાની બેડીમાં જકડી રાખવા પ્રેરિત કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....