એક વાત એ પણ સાચી છે કે સ્વાસ્થ્યનો સંબંધ કિચન સાથે જેાડાયેલો છે. કિચનમાં ન માત્ર સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે, પણ પૂરા પરિવારની તંદુરસ્તી અને લાંબું આયુષ્ય પણ રસોઈ પર જ આધાર રાખે છે. સ્વાસ્થ્ય અને સ્વાદનો સંબંધ ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે કિચનનું વાતાવરણ સારું હોય. વીજળીના ઉપકરણ યોગ્ય રીતે કામ કરતા હોવા જેાઈએ, વાસણો યોગ્ય હોવા જેાઈએ અને કિચન જીવજંતુ રહિત હોવું જેાઈએ.

વીજળીના ઉપકરણોની યોગ્ય જાળવણી : આધુનિક યુગમાં કિચનની કલ્પના વિના ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયંસિસ એટલે કે વીજળીના ઉપકરણ વિના કરી જ ન શકાય. પરંતુ એવા ઉપકરણનો ઉપયોગ કરવો જેાઈએ જેમાં વીજળીનો ઓછો ખર્ચ થતો હોય. કિચનમાં વીજળીથી ચાલતા ઉપકરણ જેમ કે મિક્સી, ઓવન, એરફ્રાયર, ટોસ્ટર, કોફી મેકર, માઈક્રોવેવ વગેરેના ઉપયોગ પછી તેને બંધ કરી દેવા જેાઈએ. એમ ન વિચારવું જેાઈએ કે તે તો ઓટોમેટિક બંધ થઈ જશે. તેમને મેઈન પ્લગથી અલગ કરી દો અથવા ત્યાંથી જ બંધ કરી દો.

  • ફ્રિજને વારંવાર ન ખોલવું જેાઈએ, કારણ કે વારંવાર ખોલવાથી વીજળીનો વધારે ખર્ચ થાય છે. વધારે સમય સુધી ફ્રિજને ખુલ્લું રાખીને ઊભા પણ ન રહો.
  • રસોઈ બનાવવા અથવા ગરમ કરવા માટે ઓવનના બદલે માઈક્રોવેવનો ઉપયોગ કરો. ખાવાનું ગરમ કરવા માટે તો માઈક્રોવેવ ખૂબ જ સારું ઉપકરણ છે. તેમાં મિનિટોમાં ભોજન ગરમ થઈ જાય છે, પરંતુ ધ્યાન રાખો કે માઈક્રોવેવ માટે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ બિલકુલ ન કરો પછી ભલે ને તે ગમે તેટલી સારી ક્વોલિટીના કેમ ન હોય. માઈક્રોવેવ માટે કાચનાં વાસણોનો ઉપયોગ જ સારો રહે છે.
  • વીજળીના ઉપકરણની સાફસફાઈનું પણ ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે ટોસ્ટરમાં બ્રેડને શેકી હોય અથવા સેન્ડવિચ બનાવી હોય તો ટોસ્ટરને સાફ કરીને મુલાયમ કપડાથી લૂછીને જ મૂકો. મિક્સી અથવા હેન્ડ બ્લેન્ડેરનો ઉપયોગ કર્યા પછી લિક્વિડ શોપ જારમાં નાખીને થોડો સમય ફેરવો અને સાફ કરીને મૂકો.
  • કિચનમાં લાઈટની યોગ્ય વ્યવસ્થા રાખો. એક્ઝોસ્ટ ફેન અથવા ચિમનીનો ઉપયોગ રસોઈ બનાવતા અચૂક કરો જેથી વઘાર વગેરેની વાસ ઘરમાં ન ફેલાય અને તેની સફાઈ પણ સમયાંતરે કરતા રહો.

વાસણની યોગ્ય પસંદગી તથા સાફસફાઈ : કિચનને ઈકો ફ્રેન્ડલી બનાવવા માટે યોગ્ય વાસણની પસંદગી તથા તેની સાફસફાઈ પણ ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો એટલે કે હેલ્થ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર પેટના ઈંફેક્શનથી બચવા માટે કિચનમાં સફાઈ ખૂબ જરૂરી છે. સિંકમાં લાંબા સમય સુધી પડી રહેલા એઠાં વાસણ, મિક્સર, જ્યૂસર ગ્રાઈન્ડરમાં બચેલા ખાદ્યકણ જીવાણુ તથા કીટાણુના જન્મનું કારણ બને છે જે અનેક રોગને જન્મ આપતા હોય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....