શહેરોમાં આજે ‘પેટ્સ લવર્સ’ ની સંખ્યા ખૂબ વધી છે. તેમાં કૂતરા સાથે બિલાડી વગેરે અન્ય પેટ્સ પણ આવે છે. કૂતરાને લઈને ઘણી વાર પાડોશીઓ વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. ઘણી વાર લોકો શોખથી પેટ્સ પાળતા હોય છે, પછી શોખ પૂરો થતા જ તેને રખડતા છોડી દે છે. તેઓ નાના ડોગને રમકડાં જેવા સમજે છે, પરંતુ હવે આવું કરનાર સાવચેત થઈ જાઓ. હવે સરકાર પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનું કડકાઈપૂર્વક પાલન કરાવવા લાગી છે. પશુઓના અધિકારો માટે મેનકા ગાંધી મોટી લડાઈ લડ્યા છે.
તે જેાતા કોઈ પણ ભૂલ કરવી પશુ પાળનાર પર ભારે પડી શકે છે. સરકારી કર્મચારી રસ્તા પર રખડતા પશુ પર ભલે ને ધ્યાન ન રાખે, પરંતુ જેા પશુ પાળનાર પર કોઈ ફરિયાદ મળશે તો તે પોતાની મનમાની પર ઊતરશે.

લખનૌનો ચર્ચિત પિટબુલ કાંડ
પેટ્સ પાળનારમાં સૌથી વધારે સંખ્યા ડોગ પાળનારની હોય છે. ડોગ જ્યાં રહેતા હોય છે ત્યાં તેમના પાડોશી પરેશાન રહે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે હવે લોકો ખતરનાક પ્રકારના ડોગ પાળવા લાગ્યા છે, જેને જેાઈને લોકો ડરી જાય છે. તેમાં પણ ખાસ તો બાળકો ખૂૂબ ડરતા હોય છે. ઉપરાંત ઘણી વાર ડોગ ઘરની આસપાસ ગંદકી પણ કરતા હોય છે. આ સ્થિતિમાં ડોગ લવર જે કોઈ સોસાયટીમાં રહેતા હોય, ત્યાં આસપાસના લોકોની નજરમાં રહે છે. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં પણ તેમના માટે અલગ નિયમો બની ગયા છે.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના કેસરબાગ મહોલ્લામાં એક ઘરમાં પિટબુલ અને લેબ્રાડોર પ્રજાતિના ૨ ડોગ પાળવામાં આવ્યા હતા. અહીં ઘરમાં એક યુવાન છોકરો અમિત ત્રિપાઠી અને તેના ૮૨ વર્ષના વૃદ્ધ મા સુશીલા ત્રિપાઠી રહેતા હતા. મા ટીચરના પદ પરથી રિટાયર થયા હતા, જ્યારે તેમનો દીકરો અમિત જિમ ટ્રેનર તરીકે કામ કરતો હતો. એક દિવસે ઘરમાં તેની વૃદ્ધ મા એકલી હતી. ખબર નહીં કઈ સ્થિતિમાં પિટબુલ પ્રજાતિના કૂતરાએ તેમની પર હુમલો કરી દીધો.
ત્યાર પછી તેમના શરીરમાંથી ખૂબ લોહી વહી ગયું અને તેમનો દીકરો આવે ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. તે પોતાની માને લઈને હોસ્પિટલ ગયો અને ત્યાં તેને જાણ થઈ કે તેમનું મૃત્યુ થયું છે.
તક જેાઈને મહોલ્લાવાળાએ અમિતના કૂતરાઓને બહાર કઢાવવા માટે હોબાળો મચાવી દીધો અને તેના પિટબુલને માનવભક્ષી જાહેર કરી દીધો. પછી નગરનિગમના લોકો આવીને કૂતરાને લઈ ગયા. તેના વ્યવહારને તપાસ્યો. ૧૪ દિવસ પોતાની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખ્યો અને કૂતરામાં કોઈ ખરાબ લક્ષણ ન દેખાતા તેના માલિકને પરત સોંપી દીધો. જેાકે ત્યાર પછી પણ મહોલ્લાના લોકોને મુશ્કેલી રહી.
આવા કિસ્સા કોઈ એક જગ્યાના નથી. હવે લોકો એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા છે અને ત્યાં પણ ડોગ પાળતા હોય છે, સાથે બિલાડી જેવા બીજા પેટ્સ પણ પાળતા હોય છે. આવા પેટ્સ ઘણા બધા પ્રકારની મુશ્કેલી પેદા કરતા હોય છે. એક તો તેઓ ખૂબ અવાજ કરતા હોય છે અને ગંદકી પણ કરે છે. બીજું, અજાણ્યા લોકોને જેાઈને કરડતા અને ભસતા પણ હોય છે, જેથી આવતાજતા અજાણ્યા લોકોને ખૂબ ડર લાગતો હોય છે.
પહેલાંના સમયમાં લોકોના મોટામોટા ઘર રહેતા હતા. આ સ્થિતિમાં ડોગ અથવા બીજા પાલતુ પ્રાણી પાળવાથી બીજા લોકોને કોઈ મુશ્કેલી થતી નહોતી. જ્યારે હવે મહોલ્લા અને કોલોનીમાં નાના ઘર હોય છે. એપાર્ટમેન્ટમાં ખૂબ નજીકનજીક ઘર હોય છે. આ સ્થિતિમાં તમે પેટ્સ લવર હોય તો એવા પેટ્સ પાળો જેનાથી આસપાસના લોકોને પણ કોઈ મુશ્કેલી ન થાય.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....