૫૦ વર્ષની દીક્ષા મિશ્રા જ્યારે કાળો કોટ પહેરીને નાગપુરની સેશન કોર્ટમાં વકીલાત કરે છે ત્યારે લોકો તેને જેાતા જ રહી જાય છે. તેને વકીલાતની ડિગ્રી લીધે માત્ર ૩ વર્ષ થયા છે. તેણે ખૂબ મુશ્કેલ સ્થિતિમાં અભ્યાસનું સપનું પૂરું કર્યું. જૂના દિવસોને યાદ કરતા દીક્ષા જણાવે છે, ‘‘મને શરૂઆતથી અભ્યાસ કરવાનો શોખ રહ્યો છે. બાળપણથી જ વકીલ બનવા માગતી હતી, પણ માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં મૃત્યુપથારીમાં રહેલા પપ્પાની ઈચ્છાનું માન રાખવા માટે પરિવારના સભ્યે મારા લગ્ન કરી દીધા અને મારું ભણીગણીને વકીલ બનવાનું સપનું ૧૦ લોકોના સંયુક્ત પરિવારની જવાબદારી અને બાળકના ઉછેર નીચે દબાઈને રહી ગયું. ૫ વર્ષમાં જ ૩ દીકરીની મા બની ગઈ. ૪૦ ની ઉંમરે તો હું નાની પણ બની ગઈ.’’ ‘‘પતિનો બિઝનેસ હતો. તે તેમાં વ્યસ્ત રહેતા. દીકરીઓના લગ્ન પછી જીવનમાં ખાલીપો લાગવા લાગ્યો તો મનમાં અધૂરો અભ્યાસ પૂરો કરવાની ઈચ્છા થઈ.’’ ‘‘એક દિવસ મેં મારા મનની વાત પતિ અક્ષતને જણાવી તો તે ગુસ્સે થયા કે આ ઉંમરે ભણીને શું કરીશ. આરામથી ઘરમાં રહે, જે રીતે અન્ય ભાભી રહે છે. મમ્મીપપ્પાની સેવા કર, પણ હું ન માની અને તે બોલ્યા કે તને જે ઠીક લાગે તે કર.’’ ‘‘હજી પરિવારના અન્ય સભ્યની મંજૂરી લેવાની બાકી હતી. સંયુક્ત પરિવારના ઘરમાં બધા જુનવાણી વિચારસરણીના હતા કે છોકરીનું શિક્ષણ માત્ર તેના લગ્ન માટે જ હોય છે. લગ્ન પછી એક મહિલાનું જીવન માત્ર ઘરપરિવાર માટે હોય છે, પણ મેં હાર ન માની અને એક દિવસ યોગ્ય તક મળતા મારા સાસુસસરાને કહ્યું કે પપ્પા, મારે આગળ ભણવું છું. આ સાંભળીને સાસુ કડક અવાજમાં બોલ્યા, ‘‘દાદીનાનીની ઉંમરે ભણવાની શું જરૂર છે? ભણીને શું કરીશ? સસરા પણ બોલ્યા કે વહુ, તારી વાત મને સમજતી નથી. આખરે તું કરવા શું ઈચ્છે છે? આ ઘરમાં તને કઈ વાતની કમી છે, જે આગળ અભ્યાસ કરવા ઈચ્છે છે? ભલે તારી મરજી.’’ ‘‘પરિવારનો કોઈ પણ સભ્ય મારા આગળ ભણવાના પક્ષમાં નહોતો, પણ મારા મનમાં ઊથલપાથલ હતી. તેથી એક દિવસ નાગપુરની લો કોલેજમાં નિયમિત વિદ્યાર્થીની જેમ એડમિશન લીધું. ઘરમાં જ્યારે બધાને ખબર પડી ત્યારે થોડો વિરોધ કરીને મારી પ્રબળ ઈચ્છા જેાતા ધીરેધીરે બધા શાંત થઈ ગયા.’’ લો કરીને એડવોકેટ દીક્ષા ૩ વર્ષથી નાગપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહી છે. દીક્ષાની આપવીતી સાંભળીને લાગ્યું કે જે તમારા મનમાં કંઈક કરવાની ઈચ્છા છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમારી પ્રગતિમાં અવરોધ નહીં બને. પોતાની સફળતાની કહાણી જણાવતા દીક્ષા જણાવે છે, ‘‘મારી પાસે રૂપિયા, પૈસા, પતિ અને સાસરીનો પ્રેમ બધું હતું, જે કંઈ નહોતું તો તે હતું મારું પોતાનું અસ્તિત્વ. અભ્યાસ અધૂરો રહેવાથી ખૂબ દુખ હતું. હવે મન શાંત છે. આખરે જીવન એક વાર તો મળે છે અને આ જીવનમાં જ બધું કરવાનું છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....