લખનૌની ફેમિલી કોર્ટમાં વકીલો અને કેસ કરનારની ભીડ હતી. જજ સાહેબની કોર્ટની બહાર એક ખૂણામાં છોકરો તેના પેરન્ટ્સ અને છોકરી તેના પેરન્ટ્સ સાથે નંબર આવવાની રાહ જેાતા હતા. થોડા સમયમાં પટાવાળાએ બંનેને બૂમ પાડી અને છોકરોછોકરી અંદર ગયા. જજ સાહેબે પહેલા ફાઈલ જેાઈ, પછી છોકરીને પ્રશ્ન કર્યો, ‘‘તું પતિ સાથે રહેવા નથી ઈચ્છતી?’’
છોકરી બોલી, ‘‘સર, હું પણ ઓફિસ જાઉં છું. ત્યાંથી છૂટીને ઘરે આવતા ઘરના બધા કામ મારે કરવા પડે છે. હું કામવાળી રાખવા ઈચ્છુ છું, પણ સાસુસસરા કામવાળીના હાથનું જમવાની ના પાડે છે. મેં ખૂબ પ્રયાસ કર્યો કે તેઓ માની જાય. હું એમ પણ ઈચ્છતી નથી કે તે માતાપિતાને મારા લીધે છોડે. આ સ્થિતિમાં એકબીજાથી અલગ થવું એકમાત્ર માર્ગ છે.’’ જજ સાહેબે છોકરાના પેરન્ટ્સને બોલાવ્યા અને તેમને સમજાવ્યા કે તેઓ થોડા દિવસ દીકરાવહુને અલગ રહેવા દે. માની લો કે દીકરાવહુની કોઈ બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ. ધીરેધીરે બધું સારું થશે.’’ જજ સાહેબની વાત સાંભળીને પેરન્ટ્સ રાજી થયા અને ધીરેધીરે બધું સામાન્ય થઈ ગયું. આ રીતે સમજાવટથી એક ઘર બચી ગયું. ફેમિલી કોર્ટના વકીલ મોનિકા સિંહ જણાવે છે, ‘‘ડિવોર્સ માટે આવતા કેસમાં સૌથી વધારે સંખ્યા એવા કિસ્સાની છે, જેમાં છોકરી સાસુસસરા સાથે રહેવા ઈચ્છતી નથી.‘‘
પ્રાઈવસી જરૂરી છે
છોકરાછોકરીની લગ્નની ઉંમર કાનૂની ભલે ને ૨૧ અને ૧૮ વર્ષની હોય, પરંતુ હવે લગ્નની સરેરાશ ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની થઈ ગઈ છે. મોટાભાગના છોકરાછોકરી નોકરી અથવા બિઝનેસ શરૂ કર્યા પછી લગ્ન કરતા હોય છે. આ સ્થિતિમાં તેમને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી થવા લાગે છે. કેટલાક કિસ્સામાં વિવાદનું કારણ પતિના પરિવાર સાથે રહેવું હોય છે, જેનું નુકસાન છોકરાના માતાપિતાએ પણ ભોગવવું પડે છે. ઘરેલુ હિંસાના ઘણા બધા કેસમાં છોકરાના માતાપિતાને જબરદસ્તી ઈન્વોલ્વ કરવામાં આવે છે. આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં તેમને પણ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. બીજી વાત એ છે કે માતાપિતા સાથે રહેતા બાળકો જિંદગીને ખૂલીને જીવી નથી શકતા.





