હાઈપોથાઈરોઈડિઝમ લક્ષણ અને ઈલાજ

આયોડિન એક મહત્ત્વનું માઈક્રોન્યૂટ્રિએન્ટ છે, જે થાઈરોઈડ હોર્મોન્સના નિર્માણ માટે જરૂરી છે. આયોડિન આપણા ડાયટનું એક જરૂરી પોષક તત્ત્વ છે. આયોડિનની ઊણપથી હાઈપોથાઈરોઈડિઝ્મ થાય છે. જેા સમય રહેતા તેનો ઈલાજ ન કરવામાં આવે તો ગર્ભધારણ કરવામાં સમસ્યા થવી, વંધ્યત્વ, નવજાત શિશુમાં તંત્રિકા તંત્ર સાથે સંબંધિત ગરબડ વગેરે થવાનું જેાખમ વધી જાય છે. કેટલાક લોકોમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોવાથી કોઈ લક્ષણ દેખાતું નથી. આમ તો અનેક લક્ષણ છે, જેનાથી હાઈપોથાઈરોઈડિઝ્મ ઓળખી શકો છો જેમ કે :

  • થાક અને આળસ અનુભવવા.
  • માંસપેશીઓની કમજેારી.
  • પીરિયડ સંબંધિત ગરબડ.
  • ધ્યાનકેન્દ્રિત કરવામાં સમસ્યા થવી.
  • યાદદાસ્ત કમજેાર થવી.
  • અસામાન્ય રીતે વજન વધવું.
  • પીડા. શ્ર વાળ ખરવા.
  •  સ્કિન ડ્રાઈ થવી.
  • હૃદયના ધબકારા ધીમે પડવા.

મહિલાઓના શરીરમાં આયોડિનની ઊણપનો તેમના પ્રજનન તંત્રની કાર્યપ્રણાલી સાથે સીધો સંબંધ છે. હાઈપોથાઈરોઈડિઝ્મ વંધ્યત્વ અને ગર્ભપાતનું મુખ્ય કારણ છે. જ્યારે થાઈરોઈડ ગ્લેન્ડની કાર્યપ્રણાલી ધીમી પડી જાય છે, ત્યારે તે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સનું ઉત્પાદન નથી કરતા, જેથી અંડાશયમાંથી ઈંડાને રિલીઝ કરવામાં મુશ્કેલી આવે છે, જે વંધ્યત્વનું કારણ બને છે. જે મહિલાઓ હાઈપોથાઈરોઈડિઝ્મનો શિકાર બને છે, તેમને સેક્સમાં અરુચિ, પીરિયડ સંબંધિત ગરબડ અને ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. જે હાઈપોથાઈરોઈડિઝ્મથી પીડિત મહિલાઓ ગર્ભધારણ કરી પણ લે છે, તો પણ ગર્ભનો વિકાસ પ્રભાવિત થાય છે.

હાઈપોથાઈરોઈડિઝ્મને અટકાવવો :

ધ્રૂમપાન અટકાવો : ધ્રૂમપાન થાઈરોઈડને પ્રભાવિત કરે છે. તેની સાથે નિકોટિન શરીરમાંથી આયોડિનને શોષે છે, જેથી હોર્મોન્સનો સ્રાવ પ્રભાવિત થાય છે. આ સામાન્ય કારણ છે, જે વંધ્યત્વમાં યોગદાન આપે છે. બોટલબંધ પાણી પીઓ : આ પાણીમાં રહેલા ફ્લોરાઈડ અને પરક્લોરેટ એવા તત્ત્વ છે, જે હાઈપોથાઈરોઈડિઝ્મને ટ્રિગર કરે છે અથવા થાઈરોઈડથી સંબંધિત અન્ય સમસ્યાનું કારણ બને છે.

મર્યાદિત પ્રમાણમાં આયોડિનનું સેવન કરો : ધ્યાન રાખો કે આયોડિનનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો. વધારે કે ઓછા પ્રમાણમાં આયોડિનનું સેવન આયોડિન સંબંધિત ગરબડ થવાની શંકા વધારી દે છે. તાણ ન રાખો: નિયમિત એક્સર્સાઈઝ તરફ ધ્યાન આપો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે, જે થાઈરોઈડને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોયા ઉત્પાદનનું વધારે સેવન ન કરો : સોયા સપ્લિમેન્ટ અને પાઉડરનું સેવન ઓછા પ્રમાણમાં કરો. આખા દિવસમાં સોયાબીનની એક આઈટમથી વધારે ન ખાઓ અને તે પણ થોડા પ્રમાણમાં જ ખાઓ.

નવજાતને સોયા બેઝ વસ્તુ ન આપો : જે બાળકોને નાની ઉંમરમાં સોયાબીનયુક્ત ઉત્પાદન આપો છો તે બાળકોને મોટા થઈને થાઈરોઈડની બીમારી થવાનું જેાખમ વધી જાય છે. વંધ્યત્વને દૂર કરવા માટે કરાતા પ્રયાસમાં હાઈપોથાઈરોઈડિઝ્મની સારવાર એક મહત્ત્વનો ભાગ છે. જે હાઈપોથાઈરોઈઝ્મિની સારવાર કરાવ્યા પછી પણ વંધ્યત્વની સમસ્યા રહે, તો વંધ્યત્વ માટે અન્ય સારવારની જરૂર પડે છે. ગર્ભવતી મહિલાઓને જેટલી જલદી શક્ય હોય શરીરમાં થાઈરોઈડના સામાન્ય સ્તરનું ડાયગ્નોસિસ કરાવી લેવું જેાઈએ. જેા ડાયગ્નોસિસમાં થાઈરોઈડ સંબંધિત ગરબડની જાણ થાય છે તો સલામત ગર્ભાવસ્થા, પ્રસવ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે તરત સારવાર કરાવો.

– ડો. અલ્કા

ફિટ રહેવાની ટેવ પાડો

આજના દોડધામભર્યા જીવનમાં મહિલાઓ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. પરિણામે તેમની ફિટનેસ પર અસર થાય છે. જ્યારે સ્વસ્થ શરીરથી વધારે કિંમતી જીવનમાં કંઈ નથી. બદલાતી જીવનશૈલીમાં ફિટનેસનું મહત્ત્વ આજકાલની જીવનશૈલીમાં મોટાભાગના કામ મશીનથી થાય છે. તેથી શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે. ખાસ તો જેમનું કામ આખો દિવસ બેસવાનું હોય છે તેમણે સ્વાસ્થ્યની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત બીમારી સામાન્ય વાત છે. નિયમિત વર્કઆઉટ કરતા રહો, તમારી ખાણીપીણીનું ધ્યાન રાખો અને તાણથી દૂર રહો, તો લાંબા સમય સુધી સ્વયંને તંદુરસ્ત અને એક્ટિવ રાખી શકશો. ખાણીપીણીમાં ફેરફાર સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયેટિશિયન નિધિ ધવન જણાવે છે કે દોડધામભર્યા આ જીવનમાં ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ ઝટપટ પેટ ભરવાના સૌથી જાણીતા વિકલ્પ બન્યા છે. તેનાથી પેટ તો ભરાય છે, પરંતુ પોષણ ન સમાન મળે છે. તેમાં કેલરી વધારે પ્રમાણમાં હોય છે, જેા સ્થૂળતા વધારવાનું સૌથી મુખ્ય કારણ બને છે. જેા તમે વ્યસ્તતાને લીધે જમવાનું છોડી દેશો તો રાત્રે વધારે ખાશો. તેથી મેટાબોલિઝમમાં ગરબડ થઈ જાય છે. ૩-૪ કલાકના અંતરે કંઈ ને કંઈ ખાતા રહો. તેથી લોહીમાં શુગરનું પ્રમાણ અસર નહીં કરે, જેની તમારા મગજ અને ઉત્પાદકતા પર નકારાત્મક અસર થાય છે. ઉપરાંત બહારના ખોરાકથી દૂર રહો. તેમાં સોડિયમ શુગર અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. હંમેશાં ઘરના ભોજનને પ્રાથમિકતા આપો. નિયમિત ભોજનમાં જ થોડું પરિવર્તન લાવીને તમે ફિટનેસ જાળવી શકો છો :

  • તમારા ડાયટમાં ફણગાવેલા અનાજ, દાળ, શાક, દૂધ અને દૂધમાંથી બનેલી ચીજવસ્તુ, ફળ અને સૂકા મેવા વગેરે સામેલ કરો.
  • ખાવાની સામાન્ય વસ્તુમાં થોડાક પ્રયત્નોથી પૌષ્ટિકતાનું પ્રમાણ વધારી શકાય છે. ઉદાહરણ, દલિયામાં દાળ અને શાક નાખીને બનાવો. પૌંઆમાં મગફળી, ચણાની દાળ, બીંસ, ગાજર, ફ્લાવર વગેરે નાખીને પૌષ્ટિકતા વધારી શકાય છે. ફણગાવેલા અનાજમાં કાકડી, ટામેટાં, વટાણા ગાજર વગેરે નાખીને ખાઓ.
  • પરોઠામાં સ્ટફિંગ કરીને ખાઓ. ક્યારેક પનીર, ક્યારેક દાળ, ભાજી વગેરે ભરો. તેનાથી ઓછી મહેનતમાં દરેક પ્રકારના પોષકતત્ત્વો શરીરને મળશે.
  • મોટાભાગે ભોજન માઈક્રોવેવમાં જ બનાવો. તેમાં ઓઈલ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે અને પોષકતત્ત્વો પણ નષ્ટ નથી થતા.
  • ભોજનને ક્યારેય ડીપ ફ્રાય ન કરો. ફ્રાઈપેન કે અન્ય નોનસ્ટિક વાસણનો ઉપયોગ વધારે કરો. તેમાં તેલ ઓછું વપરાશે.
  • હંમેશાં શાકના મોટામોટા પીસ સમારો. સમારતા પહેલાં વ્યવસ્થિત ધુઓ.
  • કાકડી, ટામેટાં વગેરે સેલડની વસ્તુ જમતા પહેલાં ખાઓ. તે ભૂખને નિયંત્રિત કરશે અને તમને મજબૂત બનાવશે.
  • ભાત બનાવતી વખતે ક્યારેય પણ ઓસામણ ન કાઢો.
  • વચ્ચેવચ્ચે આમળાં, ગોળ, ખજૂર ખાતા રહો. તેમાં આયર્ન અને અન્ય પોષકતત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
  • સ્નેક્સ માટે ચિપ્સ, બિસ્કિટ વગેરે ખાવાને બદલે મમરા, ચણા વગેરે ખાઓ. કેવી રીતે સ્વયંને મજબૂત રાખશો સ્વયંને મજબૂત બનાવી રાખવા માટે ટિપ્સ :
  • પૌષ્ટિક ભોજન ખાઓ. પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લો. ચરબીનું પ્રમાણ ઓછું લો. બધાં ફળ અને સેલડનું પૂરતું સેવન કરો. પાણી પુષ્કળ પીઓ.
  • કબજિયાત ન થાય તે માટે ઘઉં, ચણા, સોયાબીન અને જવ મિશ્રિત લોટની રોટલી ખાઓ.

    દિવસની શરૂઆત ૧ ગ્લાસ નવશેકા પાણીથી કરો. શ્ર લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.

  • ઓફિસ કે ઘરમાં આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી ન રહો. વચ્ચેવચ્ચે થોડી વારનો બ્રેક લો. ટહેલતા રહો કે સીડી ચઢઊતર કરો.
  • વીડિયો ગેમ રમવા કે ટીવી જેાવાને બદલે આઉટડોર ગેમ રમો.
  • અઠવાડિયામાં ૫ દિવસ અડધો કલાક ટહેલો અથવા એક્સર્સાઈઝ કરો.
  • સવારે ઊઠીને ભૂખ્યા ન રહો. રાત્રે ઊંઘવાના કમ સે કમ ૨ કલાક પહેલાં ડિનર કરો.
  • ક્યારેય ડાયેટિંગ ન કરો, કારણ કે તેનાથી ઊર્જાનું પ્રમાણ ઘટી જાય છે અને તમે ઊર્જા મેળવવા માટે સમજ્યાવિચાર્યા વિના કેલરીવાળી વસ્તુ ખાવા લાગો છો.

– ગરિમા.

સ્વચ્છ હાથમાં છે જિંદગી

નના વુહાન શહેરમાં ફેલાયેલી કોરોના નામની બીમારી હવે ભારત સાથે અન્ય દેશોમાં પણ પોતાના પગ પ્રસરાવી ચૂકી છે. આ એટલું ખતરનાક સંક્રમણ છે, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી પહોંચી જાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે હાથ સ્વચ્છ રાખો. જોકે લોકો હાથ ધોવામાં બેદરકારી રાખે છે. કેટલાય લોકો માટે હાથ ધોવાનો મતલબ પાણી અને સાબુને વહાવી દેવા. એટલે કે મોટાભાગના લોકોને હાથ ધોવાની યોગ્ય રીત ખબર જ નથી. જે રીતે લોકોમાં સંક્રમણ અને વિવિધ પ્રકારની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.

મેડિકલ સાયન્સ વર્ષોથી માની રહ્યું છે કે બીમારીથી બચવા માટે હાથ ધોવાની પ્રક્રિયા સૌથી જરૂરી છે. એક સર્વે મુજબ આપણા દેશમાં ૪૦ ટકા લોકો ભોજન કરતાં પહેલાં હાથ નથી ધોતા. જો આપણે હાથ ધોવાની પ્રક્રિયા પૂરી પ્રામાણિકતાથી નિભાવીએ તો આપણે કેટલીય બીમારીથી બચી શકીએ છીએ. કોઈ પણ બીમારીનો સામનો કરવા માટે હાથ ધોવા એ સૌપ્રથમ હથિયાર છે. હાથ ધોવા કેમ જરૂરી છે આપણે આખો દિવસ જે કામ કરીએ છીએ તેમાં આપણા હાથનો મહત્ત્વનો રોલ હોય છે. એવામાં હાથમાં જીવાણુ હોવા સામાન્ય વાત છે. આપણે જ્યારે પણ જાહેર જગ્યાએ જઈએ છીએ લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, બટનને સ્પર્શ કરીએ છીએ, મેટ્રોમાં હેન્ડલ, ઓફિસના દરવાજાને સ્પર્શ કરવો, નળ, રેલિંગ વગેરેને સ્પર્શ કરતા પસાર થઈએ છીએ, જેથી આપણા હાથ સંક્રમિત થાય છે. જો આપણે સંક્રમિત હાથ ધોયા વિના જમી લઈએ, બીજી વ્યક્તિને સ્પર્શ કરીએ, ઘરમાં બાળકો સાથે રમીએ કે પછી આપણા સંક્રમિત હાથથી તેમને ખવડાવીએ ત્યારે હાથના જીવાણુ રોગના વાહક બનીને તમારા પરિવારજનો સુધી સરળતાથી પહોંચી જાય છે.

કોરોના જેવી ખતરનાક બીમારીથી બચવા માટે અમેરિકામાં ડોક્ટરોએ ‘ડોંટ ટચ યોર ફેસ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા ડોક્ટરોનું કહેવું હતું કે કોવિડ-૧૯ ના સંક્રમણથી બચવા માટે સૌથી સરળ રીત છે ફેસને ઓછામાં ઓછો સ્પર્શ કરો. જો આપણે ફેસને વારંવાર સ્પર્શ ન કરીએ તો કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની શક્યતા ઘટી શકે છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે આપણે મનુષ્યો એક કલાકમાં લગભગ ૨૩ વાર ફેસને સ્પર્શ કરીએ છીએ. તે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને રોગ નિયંત્રણ અને નિવારક કેન્દ્ર સીડીસીએ કેટલીક એડવાઈઝરી બહાર પાડીને લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમાં હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મુખ્ય છે. તેની સાથે ફેસ, આંખ, નાક અને મોઢાને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તેની પર આયુસ્પાઈન હોસ્પિટલ દિલ્લીના સીનિયર ફિઝિયોથેરપિસ્ટ ડોક્ટર ‘સત્યમ ભાસ્કર’ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હાથ કેવી રીતે ધોવા અને કેટલી વાર સુધી ધોવા જોઈએ. સેનેટાઈઝરથી વધારે ઉત્તમ છે કે પછી સાબુથી હાથ ધોવા એ, કારણ કે બજારમાં જરૂરી નથી કે તમામ સેનેટાઈઝર આલ્કોહોલ બેઝ જ હોય. બાળકો હોય કે વડીલો બધાએ ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ. જોકે તમે હાથ ધોવાની યોગ્ય પ્રક્રિયા અપનાવશો તો તમારા હાથ વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે અને તમારે ૨૦ સેકન્ડ ગણવાની જરૂર પણ નહીં રહે.

હાથ ધોવાના યોગ્ય સ્ટેપ્સ :
હાથને જીવાણુથી દૂર રાખવા માટે આ ૭ સ્ટેપ ફોલો કરો :

સ્ટેપ ૧ : હાથ ધોવા માટે જીવાણુરોધક સાબુનો જ ઉપયોગ કરો. સૌપ્રથમ હાથને પાણીથી ધુઓ અને પૂરતા સાબુનો ઉપયોગ કરો.

સ્ટેપ ૨ : બંને હાથથી હથેળીને બરાબર રીતે ઘસો.

સ્ટેપ ૩ : હવે હાથને બીજી બાજુથી પણ સાફ કરો.

સ્ટેપ ૪ : તમારી આંગળીઓને બીજા હાથની આંગળીઓમાં ષ્ઠરાવીને બરાબર સાફ કરો.

સ્ટેપ ૫ : તમારા નખને સારી રીતે સાફ કરો.

સ્ટેપ ૬ : તમારા અંગૂઠા અને કાંડાને બરાબર સાફ કરો.

સ્ટેપ ૭ : હવે પાણીથી હાથને બરાબર ધોઈ લો. જો તમે બહાર છો જ્યાં તમે હાથ ધોવા માટે સાબુ અથવા પાણીનો ઉપયોગ નથી કરી શકતા. તે સ્થિતિમાં તમે આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે તપાસ કરી લો કે તેમાં ૬૦ ટકા આલ્કોહોલ હોય. તો જ તમારા માટે તે લાભદાયી સાબિત થશે.

બાળકોને આ રીતે હાથ સાફ કરતા શિખવાડો બાળકોની ઈમ્યૂન સિસ્ટમ કમજોર હોય છે, જેથી તેમનામાં સંક્રમણ જલદી ફેલાય છે. શું તમે વિચાર્યું છે કે બાળકો જલદીજલદી બીમાર કેમ થઈ જાય છે? હકીકતમાં, બાળકોના ગંદા હાથ તેમના શરીરમાં સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર હોય છે. જો બાળકોના હાથ સાફ ન હોય તો તે ગંદા હાથથી ખાશે અને આંખ અને મોં પર સ્પર્શ કરશે. બાળકોએ હાથ ધોવા કેમ જરૂરી છે, આ વાતની જાણકારી તમામ પેરન્ટ્સને હોવી જોઈએ. હાથ ધોવા કેટલા જરૂરી છે એ બાળકોને ખબર હોવી જોઈએ. જો બાળકોને સમય રહેતા શિખવાડી દેવામાં આવે કે કઈ વસ્તુ ગંદી હોય છે અને તેને સ્પર્શ કર્યા પછી હાથ ધોવા જરૂરી હોય છે, તો બાળકો બીમારી અને વાયરલ ઈંફેક્શનથી સરળતાથી બચી શકશે. સીડીસીના

રિપોર્ટ્સ મુજબ, ૫ વર્ષથી નાની ઉંમરનાં બાળકો દર વર્ષે ડાયેરિયા અને ન્યુમોનિયાનો શિકાર થાય છે. ડાયેરિયા ગંદકીથી ફેલાતી બીમારી છે. એવામાં ઘરની સાફસફાઈની સાથે સ્વયંને સ્વચ્છ રાખવા જરૂરી છે. બાળકોએ ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ :

  • વોશરૂમનો ઉપયોગ કર્યા પછી.
  • છીંક, ખાંસી કે નાકમાં આંગળી નાખ્યા પછી.

    ભોજન કરતાં પહેલાં અને પછી હાથ ધોવા જરૂરી છે.

  • રમીને.

    બીજા સાથે હાથ મિલાવ્યા પછી.

  • પૈસાને સ્પર્શ કર્યા પછી.
  • જૂતાચંપલને સ્પર્શ કર્યા પછી.
  • ક્લાસમાં બીજાના સામાનનો ઉપયોગ કર્યા પછી.
  • કોઈ પણ પ્રકારના ઘા ને સ્પર્શ કર્યા પછી.

તમારા બાળકને આ રીતે હાથ ધોતા શિખવાડો :
બાળકોને હાથ ધોતા શિખવાડવા માટે પહેલાં તેમને અંગ્રેજીના આ ૬ અક્ષર. યાદ કરાવો. હવે તેમને તેનો અર્થ જણાવો :

S : ‘એસ’નો અર્થ છે સીધું. એટલે પહેલાં હાથને સીધી બાજુથી સાફ કરો.

U: ‘યૂ’ નો અર્થ છે વિપરીત. હવે હાથને બીજી બાજુથી સાફ કરો.

M: ‘એમ’નો અર્થ છે મુઠ્ઠી. એટલે બંને હાથ જોડીને મુઠ્ઠી બનાવીને ઘસો.

A: ‘એ’ નો અર્થ છે અંગૂઠો. અંગૂઠાને સાફ કરો.

N: ‘એન’નો અર્થ અહીં નખ. હવે બંને હાથના નખ સાફ કરો.

K: ‘કે’નો અર્થ છે કાંડા. નખ પછી કાંડાને સાફ કરો.

અંગ્રેજીના ૬ શબ્દથી તમે તમારા બાળકને સરળતાથી હાથ ધોતા શિખવાડી શકો છો. જેને તે ક્યારેય નહીં ભૂલે.

– મોનિકા ગુપ્તા

એન્ટિફંગલ પાઉડર કેમ જરૂરી

મોનસૂનમાં ઘણી વાર ગરમીની સાથેસાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ઘણા લોકોને બેક્ટેરિયલ અને ફંગલ ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે. જેમની સ્કિન ઓઈલી હોય છે તેમને ખંજવાળ, રેશિસ, ઈંફેક્શન અથવા સ્કિન સંબંધિત અન્ય સમસ્યા લગભગ ૧૦ ગણી વધારે થઈ શકે છે. વરસાદની ઋતુમાં સ્કિનની યોગ્ય સારસંભાળ લેવી ખૂબ જરૂરી બની જાય છે, તેમાં પણ ખાસ પગની આંગળીઓ વચ્ચે, આર્મ પિટ, બ્રેસ્ટની નીચે, ગરદન, પીઠ વગેરે જગ્યા જ્યાં પરસેવાથી ભેજ વધારે રહે છે અને પછી તે ફંગલ ઈંફેક્શન રૂપે સામે આવે છે. આ બાબતે મુંબઈના સ્કિન નિષ્ણાત ડો. સોમા સરકાર જણાવે છે કે વરસાદની ઋતુમાં એન્ટિફંગલ પાઉડર જરૂરી બની જાય છે, કારણ કે વરસાદની ઋતુમાં શરીર અને પગ ભીના થઈ જાય છે. તેથી ભેજવાળા વાતાવરણમાં ફંગસ સરળતાથી ગ્રો થાય છે. વરસાદની ઋતુમાં કોરા રહેવં ખૂબ જરૂરી છે. વળી, આ સ્થિતિમાં એન્ટિફંગલ પાઉડર પણ ખૂબ લાભદાયી રહે છે, કારણ કે તે સ્કિનને સૂકી રાખવામાં મદદ કરે છેે. તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારના ફંગસ ઈંફેક્શનથી બચી શકાય છે.

ક્યારે કરવો ફંગલ પાઉડરનો ઉપયોગ :
ફંગલ ઈંફેક્શન થવા પર, યોનિમાં ઈંફેક્શન થવા પર, પગની આંગળીઓની વચ્ચે ખંજવાળ, કમર પર ફંગલ ઈંફેક્શન એથ્લિટ્સ ફૂટની સારવાર માટે અને સ્કિન પર ખંજવાળ વગેરે થવા પર ફંગલ પાઉડરનો દિવસમાં ૨-૩ વાર ઉપયોગ કરી શકાય છે. સવારે સ્નાન કર્યા પછી અંડરઆર્મ્સ, જંઘની વચ્ચે, છાતીની નીચે, ગરદન, પગની આંગળીઓ વચ્ચે જ્યાં પરસેવો વધારે આવતો હોય ત્યાં ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ. ઉપરાંત જ્યારે પણ ગરમીના લીધે ખંજવાળ અનુભવાય ત્યાં તમે પાઉડર લગાવી શકો છો. મેડિકેટેડ સાબુથી હાથપગને બરાબર ધોઈને સૂકવીને ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ.

ફંગલ ઈંફેક્શનના પ્રકાર :
ફંગલ ઈંફેક્શનના અનેક પ્રકાર હોય છે :

  • પગની આંગળીઓ વચ્ચે થતું ફંગલ ઈંફેક્શન કોમન છે. તેમાં આંગળીઓની વચ્ચે પોપડી જમા થઈ જાય છે અથવા કોઈ ભીનાશભર્યો, ઓઈલી પદાર્થ નીકળે છે, જેમાં દુર્ગંધ પણ હોય છે. યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો આ સમસ્યા વધી જાય છે.
  • ટિનિયા કોરપોરિસ અને ટિનિયા ક્રૂરિસ ઈંફેક્શન મહદ્અંશે આર્મ પિટ અથવા છાતીની નીચે થાય છે. તે મહદ્અંશે ભીના કપડાં પહેરવાથી થાય છે. જેાકે તેને ફંગલ પાઉડર લગાવીને સરળતાથી દૂર કરી શકાય છે. હા, જેા આ ઈંફેક્શન વધી જાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ અચૂક લો.

ફંગલ ઈંફેક્શન મહદ્અંશે સ્થૂળતાનો શિકાર બનેલા લોકો, સ્વચ્છતા પર ઓછું ધ્યાન આપનાર અને ડાયાબિટીસના શિકાર લોકોને થાય છે. તેમને ખાસ આ પાઉડર રાખવાની જરૂર પડતી હોય છે. ડો. સોમા જણાવે છે, ‘‘મારી પાસે અનેક એવા દર્દી આવતા હોય છે. જે ફંગલ ઈંફેક્શનને સમજી નથી શકતા અને દાદર સમજીને દુકાન પરથી દવા લેતા રહે છે. ઘણી વાર બંને જંઘના ઘર્ષણથી પણ ખંજવાળ અથવા તો રેશિસ થઈ જાય છે, જેની તેઓ કાળજી નથી લેતા અને આગળ જતા આ સમસ્યા વધી જાય છે. આ પ્રકારના લોકો વરસાદમાં જેા દરરોજ ફંગલ પાઉડરનો ઉપયોગ કરે તો આ સમસ્યાથી બચી શકે છે. કેટલીક મહિલાઓ તો પૂરા શરીર પર ફંગલ ઈંફેક્શન થઈ જાય પછી ડોક્ટર પાસે જાય છે.’’ ‘‘ફંગલ ઈંફેક્શન આજકાલ બાળકોમાં પણ જેાવા મળી રહ્યું છે. તેનાથી પરેશાન લોકોને હું એ જ સલાહ આપું છું કે પોતાના કપડા દરરોજ અને અલગથી ધુઓ, તેને પ્રેસ કરો અને ભીના કપડાં પહેરવાથી શક્ય એટલા દૂર રહો.’’

– સોમા ઘોષ.

મહિલામાં કેમ વધી છે થાઈરોઈડ સમસ્યા

થાઈરોઈડની સમસ્યા પૂરા વિશ્વમાં સામાન્ય થઈ ગઈ છે. દુનિયામાં લગભગ ૨૦૦ મિલિયન લોકો તેનાથી પ્રભાવિત છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈંફર્મેશનના જણાવ્યાનુસાર ભારતમાં લગભગ ૪૨ મિલિયન લોકોને થાઈરોઈડ છે. તેમાં ૬૦ ટકા તો માત્ર મહિલાઓ છે. ભારતમાં પ્રત્યેક ૮ યુવાન મહિલાઓમાંથી એક થાઈરોઈડ ગ્રસ્ત છે. જેાકે પુરુષોની સરખામણીમાં મહિલાઓ થાઈરોઈડની વધારે શિકાર બને છે. શું છે થાઈરોઈડની સમસ્યા થાઈરોઈડ ગ્લેન્ડ ગળાના આગળના ભાગમાં પતંગિયા આકારની ગ્રંથિ છે, જે હોર્મોન્સ બનાવે છે અને આ હોર્મોન શરીરના વિભિન્ન અંગના મહત્ત્વના કામમાં ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. તે શરીરના મેટાબોલિક રેટની સાથેસાથે કાર્ડિએક અને પાચન સંબંધિત કાર્યને સુચારુ રાખે છે.

મસ્તિષ્કના વિકાસ, માંસપેશીઓ પર નિયંત્રણ અને હાડકાની મજબૂતાઈ અને સ્વાસ્થ્ય પર પણ આ હોર્મોન્સનો પ્રભાવ રહે છે. થાઈરોઈડ ગ્રંથિમાં ગડબડ ગ્લેન્ડના કામને પ્રભાવિત કરે છે. આમ થવાથી મેટાબોલિઝમ માટે જરૂરી હોર્મોન બનાવવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મહિલાઓ કેમ વધારે પ્રભાવિત થાઈરોઈડની મોટાભાગની સમસ્યા આપમેળે સારી થતી પ્રક્રિયા છે એટલે કે એક સારી સ્થિતિ છે, જેમાં દર્દીની પ્રતિરક્ષા પ્રણાલી હુમલો કરે છે અને થાઈરોઈડ ગ્રંથિને નષ્ટ કરી દે છે. વિભિન્ન અભ્યાસ અનુસાર ઓટો ઈમ્યૂન ડિસીસ જેવા કે સીલિએક ડિસીસ, ડાયાબિટીસ મેલિટસ ટાઈપ, ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીસ, મલ્ટિપલ સ્કલેરોસિસ અને રહ્યૂમેટાઈડ આર્થ્રાઈટિસ મહિલાઓમાં સામાન્ય છે.

થાઈરોઈડની સમસ્યાના પ્રકાર : હાઈપોથાઈરોડિઝમ, હાઈપરથાઈરોડિઝમ, થાઈરોઈડિટિસ, થાયોઈડકેન્સર જેવી કેટલીક સામાન્ય સમસ્યા છે, જે પુરુષ અને મહિલા બંનેને પ્રભાવિત કરે છે. તેમાંથી હાઈપોથાઈરોડિઝમ, હાઈપરથાઈરોડિઝમ પુરુષની સરખામણીમાં મહિલાઓમાં ૧૦ ગણો વધારે જેાવા મળે છે. હાઈપોથાઈરોડિઝમ એક પ્રકારની થાઈરોઈડ સમસ્યા છે જે થાઈરોઈડ ગ્રંથિની સક્રિયતા ઓછી થતા થાય છે અને સામાન્યની સરખામણીમાં હોર્મોન ઓછા બને છે. તેનાથી શરીરમાં હોર્મોન અને મેટાબોલિઝમનું સંતુલન ખોરવાય છે. મહિલાઓમાં હાઈપોથાઈરોડિઝમના સૌથી સામાન્ય કારણમાંનું એક છે ઓટોઈમ્યૂન ડિસીસ જેને હેસિમોટોસ ડિસીસ કહેવામાં આવે છે. તેમાં એન્ટિબોડીસ ધીરેધીરે થાઈરોઈડને લક્ષ્યાંક બનાવે છે અને થાઈરોઈડ હોર્મોન બનાવવાની તેની ક્ષમતાને નષ્ટ કરેે છે.

માનવામાં આવે છે કે ૧૧ મહિલાઓમાંથી૧ પોતાના જીવનમાં હાઈપોથાઈરોઈડથી ગ્રસ્ત હોય છે. હાઈપરથાઈરોડિઝમ એક પ્રકારની થાઈરોઈડ સમસ્યા છે જે ત્યારે થાય છે જ્યારે થાઈરોઈડ ગ્રંથિની સક્રિયતા વધી જાય છે અને સામાન્યની સરખામણીમાં વધારે હોર્મોન બનવા લાગે છે. આ હોર્મોન શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાઈપરથાઈરોડિઝમમાં થાઈરોઈડ ગ્રંથિ મોટી થઈ જાય છે અને તેના લીધે શરીરનું મેટાબોલિઝમ વધે છે અને ત્યાર પછી અચાનક વજન ઘટી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે અથવા અનિયમિત થઈ જાય છે અને ચિંતા થવા લાગે છે. પ્રારંભિક લક્ષણ થાઈરોઈડની સમસ્યા શરૂઆતમાં પકડમાં નથી આવતી, કારણ કે તેના લક્ષણ અસ્પષ્ટ હોય છે. તેને વંધ્યત્વ, લિપિડ ડિસઓર્ડર, એનીમિયા અથવા ડિપ્રેશન સમજીને ભ્રમિત થવાની શંકા રહે છે. તેના લક્ષણ મોડા સામે આવે છે. ત્યાં સુધીમાં તો થયેલા નુકસાનની ભરપાઈ થવાની સ્થિતિ ઊભી થાય છે.

હાઈપોથાઈરોડિઝમના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે : થાક, શુષ્ક સ્કિન, માંસપેશીઓ જકડાઈ જવી, કબજિયાત, ઠંડી સહન ન થવી, પાંપણ પર સોજેા આવવો, વજન અતિશય વધી જવું, માસિક અનિયમિત થવું વગેરે. હાઈપરથાઈરોડિઝમના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે : ગભરામણ, ઊંઘવામાં પરેશાની, વજન ઘટવું, હથેળીમાં ભીનાશ રહેવી, હૃદયના ધબકારા અનિયમિત થવા, આંખ ભારે થવી, પાંપણ ખોલબંધ કર્યા વિના એક નજરે જેાવું, દષ્ટિમાં બદલાવ, ખૂબ ભૂખ લાગવી, પેટની ગરબડી, ગરમી સહન ન થવી વગેરે ગણી શકાય.

થાઈરોઈડની સમસ્યા માટે જવાબદાર પરિબળ : થાઈરોઈડની બીમારીનો પારિવારિક ઈતિહાસ અને ઓટોઈમ્યૂન સ્થિતિ સાથે રહેવું, ગરદનમાં રેડિયેશનનો ઈતિહાસ, થાઈરોઈડની સર્જરી અને થાઈરોઈડના વધવાને ગણી શકાય. કાળજી થાઈરોઈડની સમસ્યા લાઈફસ્ટાઈલ સાથે જેાડાયેલી સમસ્યા નથી અને પૂરતા પ્રમાણમાં આયોડિન લેવા સિવાય બીજા કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. થાઈરોઈડની સમસ્યાની જે સમયસર જાણ થાય અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તેને વધતા અટકાવી શકાય છે.

ખાસ મહિલાઓએ વર્ષમાં ૧ વાર થાઈરોઈડ ગ્રંથિની તપાસ કરાવવી જેાઈએ, જેથી બીમારીની સમયસર જાણ થાય અને તેનો યોગ્ય ઈલાજ કરી શકાય.

– ડો. સુનીલ કુમાર મિશ્રા

ન્યૂ ફેસ્ટિવ મંત્ર ફિટ રહો

ઉત્સવ આવવાને એક મહિનાનો સમય છે. આ વર્ષે તહેવારની સીઝનમાં જ્યાં એક બાજુ ઉત્સાહ તો છે જ, બીજી બાજુ તૈયારીઓ પણ ચાલું હોય છે. ક્યારેક ઘરની સ્વચ્છતા તો ક્યારેક દીવાલ પર રંગરોગાન કરવાના કામ હોય છે. ઘરમાં કેટલાય પ્રકારના પકવાન પણ બને છે. ફેસ્ટિવલમાં શું, કેવી રીતે કરવું છે તેની યોજના પણ કેટલાય દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે, જેમાં આપણે હેલ્થને ઈગ્નોર કરીએ છીએ, જે આપણા એનર્જી લેવલને ઘટાડવાનું કામ કરે છે. કોવિડની મહામારી વચ્ચે ઉત્સવને એન્જેાય તો કરવાનો જ છે, પરંતુ આપણી હેલ્થને પ્રથમ પ્રાથમિકતા આપવાની છે.

પ્રી-ફેસ્ટિવ ફિટનેસ :
આ વર્ષે તહેવારોમાં ખૂબ અગત્યની વાત બની રહી છે. તમે ઉત્સવને એન્જેાય કરી શકો અને અંદરથી પણ ફિટ રહો, તે માટે ટિપ્સ આપી રહ્યા છે ફરીદાબાદમાં આવેલા એશિયન ઈન્સ્ટિટ્યૂટની ડાયેટિશિયન ડો. વિભા બાજપેયી : સ્વયંને હાઈડ્રેટ રાખો પાણી શરીરના ઉષ્ણતામાનને ઠીક રાખવાની સાથે બોડી ફંક્શંસને પણ સુચારુ રીતે ચલાવવાનું કામ કરે છે. જ્યારે આપણે કોઈ કામ કરીએ ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે, તેની પૂર્તિ પાણીના માધ્યમથી કરી શકાય. સાથે પાણી શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢવાનું કામ કરે છે, તેથી તમારું શિડ્યૂલ ભલે ગમે તેટલું બિઝી કેમ ન હોય, વચ્ચેવચ્ચે પાણી જરૂર પીઓ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે છાશ, નાળિયેર પાણી, જ્યૂસ વગેરે લેતા રહો. થોડીથોડી વારમાં ખાતા રહો તમે પૂરો દિવસ કામ કરતા રહેશો તો તમારું એનર્જી લેવલ સાંજ થતાંથતાં લો થઈ જશે.

એવામાં તમે થોડીથોડી વારમાં કંઈક ને કંઈક ખાતા રહો. તમે ઘરે રહો ત્યારે ફ્રૂટ ચાટ બનાવીને ખાઓ, જ્યૂસ પીઓ, સ્પ્રાઉટ્સ અથવા રોસ્ટેડ ચણા ખાઓ. તેનાથી તમે એનર્જીથી ભરપૂર રહેશો. ગો ટુ ગ્રીન ડાયટ તમે જલદીના ચક્કરમાં રોજ બહારનું ભોજન અથવા ફાસ્ટફૂડ પર નિર્ભર રહેશો તો તેનાથી તમારી ટમી ભલે ફુલ થઈ જાય, પણ શરીરને જરૂરી પોષક તત્ત્વોનો અભાવ રહેશે, તેથી લીલા શાકભાજી જેમ કે પાલકનો સૂપ, વેજિટેબલ સૂપ, ચપાતી સાથે લીલા શાકભાજીનું શાક વગેરે લો. તે શરીરમાં સ્ફૂર્તિ લાવવાની સાથે તમને ફેસ્ટિવલ માટે નવી ઊર્જા આપવાનું કામ કરે છે. હેલ્ધિ રેસિપીથી રહો ફિટ ફેસ્ટિવલમાં દરેક વ્યક્તિ કંઈક નવું ટ્રાય કરવાના મૂડમાં હોય છે. એવામાં કેમ ન તમે પણ હેલ્ધિ રેસિપી ટ્રાય કરીને રહો હેલ્ધિ.

તમે વેજિટેબલ સેન્ડવિચ બનાવી શકો છો અથવા સોજીની ઈડલી અથવા સોજીના વેજિટેબલ પૂડલા ટ્રાય કરો. તમે પનીર, ઈંડાના પરોઠાં પણ બનાવી શકો છો, તે હેલ્ધિ હોવાની સાથેસાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. એક્સર્સાઈઝથી રહો એનર્જેટિક ફેસ્ટિવલને આપણે એન્જેાય કરી શકીએ છીએ જ્યારે આપણે અંદરથી ફિટ હોઈએ છીએ. તે માટે દરરોજ એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. સવારે ફ્રેશ હવામાં શ્વાસ લેવાથી તમને અંદરથી સ્વસ્થ રાખવાની સાથેસાથે ફિટ રાખવાનું કામ પણ કરશે. તમે ૧૫ મિનિટ રનિંગ, જેાગિંગ અથવા બેડ પર ઊંઘતાંઊંઘતાં સાઈક્લિંગ કરશો, તો તેનાથી તમારી અંદરનો થાક દૂર થવાની સાથે તમારું એનર્જી લેવલ પણ બૂસ્ટ થશે.

કેલરીનો ઈનટેક વધારે ન હોય ફેસ્ટિવલમાં આપણે ભલે ગમે તેટલા પ્રયાસ કરીએ, ગળ્યું અથવા તળેલું ખાવાથી સ્વયંને રોકી નથી શકતા, જેથી જરૂરિયાતથી વધારે કેલરી શરીરમાં જાય છે, જે વજન વધારવાનું કામ કરે છે. તેથી ફેસ્ટિવલ પહેલાં પોતાની કેલરી ઈનટેકનો ચાર્ટ બનાવો, જેથી તમને હશે કે શેમાંથી કેટલી કેલરી શરીરમાં જઈ રહી છે અને એક દિવસમાં કુલ કેટલી કેલરી તમારે લેવી છે. આ રીતે શરીરમાં જરૂરિયાત અનુસાર કેલરી જશે અને તમને યોગ્ય આહારથી એનર્જી મળશે. ફેસ ચમકશે સ્કિનની સુંદરતાનું રહસ્ય આપણી સારી અને હેલ્ધિ ખાણીપીણી પર નિર્ભર કરે છે અને ફેસ્ટિવલમાં તો દરેક સુંદર દેખાવા ઈચ્છે છે, કારણ કે ફેમિલી અને ફ્રેન્ડ્સ ગેટ ટુ ગેધરમાં બધાને હળવામળવાનું જે હોય છે. એવામાં જે તમે હેલ્ધિ ડાયટ લેશો, તેથી અંદરથી સુંદરતા નિખરી આવશે, નહીં તો ફેસની ડલનેસ તમારા ફેસ્ટિવલની ચમક ફિક્કી કરવાનું કામ કરશે.

– પારુલ ભટનાગર

શું હૃદયે માત્ર કોલેસ્ટ્રોલથી ડરવું જેાઈએ

આ જીવન દરમિયાન આપણે એમ માનતા હોઈએ છીએ કે કોલેસ્ટ્રોલ હૃદયરોગનું એકમાત્ર કારણ છે. સામાન્ય રીતે એક એવી માન્યતા છે કે શરીરમાં ખૂબ વધારે કોલેસ્ટ્રોલ આપણા હૃદયની ધમનીને અવરોધવા માટે જવાબદાર હોય છે, જેથી ઘણી વાર છાતીમાં દુખાવો થવા લાગે છે અને તે અતિશય વધી જતા હાર્ટએટેક આવે છે. જેાકે વાસ્તવિકતા તો આ વાતથી પણ વધારે જટિલ છે. આવો, સૌપ્રથમ એક નજર નાખીએ કે આ કોલેસ્ટ્રોલ હકીકતમાં છે શું. તે યકૃત દ્વારા નિર્મિત એક ચરબીયુક્ત પદાર્થ છે, જેનો ઉપયોગ શરીરના હજારો કાર્યો કરવામાં મદદ માટે હોય છે. લગભગ ૭૫ ટકા કોલેસ્ટ્રોલનું ઉત્પાદન લિવર કરે છે, બાકીનું ઉત્પાદન આપણે ખોરાકમાં લીધેલા ભોજનમાંથી થાય છે. આપણું શરીર સેલ મેમ્બ્રેનના નિર્માણમાં મદદરૂપ થવા માટે તેનો ઉપયોગ કરે છે. તેના વિના આપણે પૂરતું હોર્મોનલ સંતુલન નથી જાળવી શકતા.

કોલેસ્ટ્રોલ એક વ્યાપક પરિભાષિત શબ્દ છે, જે સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ એમ બંનેને દર્શાવે છે. લોકો સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ શબ્દનો ઉપયોગ બેડ કોલેસ્ટ્રોલ માટે કરતા હોય છે, જેને ઘણી વાર હૃદયને લગતા રોગ માટે જવાબદાર એકમાત્ર પરિબળ માનવામાં આવે છે. જેાકે આ વાત બિલકુલ સાચી નથી. હૃદય સાથે જેાડાયેલી મુશ્કેલીઓના અનેક પરિબળ હોય છે. બ્લોકેજ, સોજેા અને બળતરા, ખરાબ જીવનશૈલી અને તાણ જેવા કારણો છે, જ્યારે હૃદયની સમસ્યામાં કોલેસ્ટ્રોલનું યોગદાન માત્ર ૩૦ ટકા હોય છે. તેથી માત્ર કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવવા પર ફોકસ કરવાના બદલે આદર્શ રીતે તમારા હૃદયની સંપૂર્ણ સારસંભાળ માટેના સમાધાનોને શોધી શકો છો અને તે પણ નાની ઉંમરથી જ તમે હૃદયના દષ્ટિકોણથી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવીને હૃદયરોગને અટકાવી શકો છો. તમારા હૃદયના બચાવ માટે મદદરૂપ થનારી મહત્ત્વની રણનીતિ નીચે મુજબ છે :

પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહારથી તમને હૃદયરોગ થવાનું જેાખમ ઓછું થઈ શકે છે. ફળ, શાકભાજી અને આખા અનાજથી ભરપૂર આહાર તમારા હૃદયનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. તમારા હૃદયને વધારે સુચારુ અને મજબૂત બનાવે છે. ખોરાકમાં ખૂબ વધારે સોલ્ટ અને શુગરથી દૂર રહો. સંતૃપ્ત ચરબીનું સીમિત સેવન મહત્ત્વપૂર્ણ બને છે. આ દિશામાં પહેલું પગલું ભોજન બનાવવા માટે એવા તેલની પસંદગી કરવી જેાઈએ, જેમાં હૃદયના સ્વાસ્થ્યને સુચારું રાખે તેવા તત્ત્વો યોગ્ય પ્રમાણમાં હોય. તેલ ઓમેગા-૩ થી સમૃદ્ધ હોવું જેાઈએ અને તેમાં ઓમેગા-૬ તથા ઓમેગા-૩ ની વચ્ચેની સરાસરી પણ આદર્શ હોવી જેાઈએ. તેમાં વિટામિન એ, ડી, ઈ અને ઓરાઈજેનોલ જેવા પોષકતત્ત્વો પણ હોવા જેાઈએ.

સ્વસ્થ આહારનો અર્થ દારૂ અને તમાકુના સેવન પર સતર્ક નજર રાખવાનો પણ છે. વજનને નિયંત્રણમાં રાખો વધારે વજન હોવાનો અર્થ છે તમારી કમરની આસપાસ વધારે ચરબીનું જમા થવું. આ સ્થિતિ હૃદયરોગના જેાખમને વધારે છે. દિનચર્યામાં નિયમિત એક્સર્સાઈઝને સામેલ કરવાથી હૃદયરોગનું જેાખમ ઓછું કરી શકાય છે. જ્યારે તમે યોગ્ય પ્રમાણમાં ભોજન લેવાની સાથેસાથે તમારી જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિને પણ સામેલ કરો છો, ત્યારે તેની અસર વધારે અસરકારકતા સાબિત થાય છે. તાણને કાબૂમાં રાખો તાણને કાબૂમાં રાખવા માટે રિલેક્સ કરનાર અભ્યાસ અથવા મેડિટેશન જેવી વૈકલ્પિક રીતો અપનાવો, જેા તમારા સ્વાસ્થ્યને વધારે સુદઢ બનાવવામાં મદદરૂપ બની શકે છે.

રાત્રે પૂરતી ઊંઘ અચૂક લો જેમને પૂરતી ઊંઘ નથી મળતી, તેમનામાં સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને તાણનું જેાખમ વધારે રહે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે દરરોજ રાત્રે ૭ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. ધ લૈંસેટ ગ્લોબલના એક અભ્યાસ અનુસાર, ભારત પર આવી પડનાર બીમારીના કુલ બોજામાં હૃદય સંબંધિત રોગનું યોગદાન વર્ષ૧૯૯૦ પછી લગભગ બેગણું થઈ ગયું છે. આ આંકડા પર વિચાર કરતા તેને સમજાવી ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે માત્ર ઉચ્ચ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરવો હૃદયના સ્વાસ્થ્યની ગેરન્ટી નથી આપી શકતું, કારણ કે તેમાં બીજા ઘણા પરિબળોની ભૂમિકા પણ હોય છે. હવે સમય આવી ગયો છે કે તમારે તમારા હૃદયની જવાબદારી જાતે જ લેવી જેાઈએ અને સમગ્ર રીતે તેના માટે સ્વસ્થ જીવનશૈલી પર અમલ શરૂ કરી દેવો જેાઈએ.

હોય હેલ્થ લવ, તો કોફીને કરો લવ

એક સમય હતો જ્યારે ભારતમાં લોકો માત્ર ચાને મહત્ત્વ આપતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજકાલ લોકો કોફીના દીવાના થઈ ગયા છેે અને હોય પણ કેમ નહીં, કોફી પીવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જાણીએ, કેવી રીતે :

યાદશક્તિ વધારે છે : તમે વિચારી રહ્યા હશો કે કોફી પીવાથી કંઈ યાદશક્તિ વધતી હશે, તો અમે તમને જણાવી દઈએ કે આ સત્ય છે કે કોફી પીવાથી સૌથી વધારે લાભ મગજને થાય છે, કારણ કે કોફી મગજને તંદુરસ્ત રાખે છે અને યાદશક્તિ વધારે છે, સાથે તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. એક સર્વે મુજબ કેફીન લોહીના પરિભ્રમણને સુચારુ કરે છે, જેથી મગજ વધારે સક્રિય થાય છે અને તાણ નથી રહેતી.

સ્કિન માટે લાભપ્રદ : કોફી સ્કિન માટે પણ ખૂબ લાભપ્રદ હોય છે. તેમાંથી મળતા એન્ટિઓક્સિડેન્ટ કરચલીથી બચાવે છે. તે સ્કિન માટે એક પ્રાકૃતિક કવચ છે. કોફીના બીજના રસમાં રેડિકલ ફ્રી ગુણ રહેલા છે, જેા સ્કિનની કોશિકાઓની ઊર્જા જાળવી રાખે છે. તેમાંથી મળતા કેફીનથી આંખની નીચેના રક્તના સંચયને ઘટાડે છે અને ડાર્ક સર્કલ્સથી પણ બચાવે છે.

થાક દૂર કરે : ઓફિસમાં કામ કરતા ક્યારેક-ક્યારેક વધારે થાક અનુભવો છો. એવામાં ૧ કપ કોફી તમારા થાકને દૂર કરી શકે છે અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એક સર્વે મુજબ ૪૦૦ મિલીગ્રામ કેફીન તમારી સહનશક્તિને મજબૂત બનાવે છે.

લિવરની બીમારીથી છુટકારો : આજકાલ લોકોને લિવર સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા રહે છે અને આ સમસ્યા વધારે ઓઈલી અને મસાલેદાર ભોજન ખાવાથી, વધારે દારૂ પીવાથી અને બહારનું ખાવાથી થાય છે. જેા તમને પણ પહેલાંથી લિવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો કોફી ઘણા અંશે તમને તેમાં રાહત અપાવી શકે છે, કારણ કે કોફીમાં મળતા વિભિન્ન તત્ત્વો લિવર પર સારી અસર કરે છે.

સ્થૂળતા ઘટાડે : સ્થૂળતાથી પરેશાન લોકો તેનાથી છુટકારો મેળવવા માટે શું શું નથી કરતા, પરંતુ શું તમે તમારી સ્થૂળતા ઘટાડવા માટે કોફીનો સહારો લીધો છે? ના, તો હવે પીવાનું શરૂ કરી દો, કારણ કે કોફી પીવાથી તમારી સ્થૂળતા ઘટી શકે છે. તેમાં રહેલું કેફીન શરીરમાં રહેલી ચરબી ઘટાડે છે અને ચરબીને વધવા નથી દેતું. તેથી જે લોકોને સ્થૂળતાની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહથી બ્લેક કોફી પીવી જેાઈએ. યૂવી કિરણોથી બચાવ : સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો સ્કિનને નુકસાન પહોંચાડે છે, પરંતુ કોફીમાં તે ગુણ રહેલા છે, જે આ કિરણોથી સ્કિનને બચાવે છે. ચહેરો ચમકાવો : ચમકતો ચહેરો કોને ન ગમે. તમે પણ તમારી સ્કિનમાં તે નવાપણું ઈચ્છો છો, તો કોફીનો ઉપયોગ કરો, કારણ કે કોફીથી ન માત્ર સ્કિન ઓઈલી થાય છે, પણ ચહેરાની સ્કિન પર પણ નિખાર આવે છે. કોફીમાં ટિશ્યૂને રિપેર કરવાના ગુણ હોય છે, જેથી કોશિકાઓનો ઝડપથી વિકાસ થાય છે. સ્કિન હાઈડ્રેટેડ રહે છે અને સ્કિનમાં લચીલાપણું આવે છે.

ઊર્જાવાન બનાવો : કોફીમાં રહેલું કેફીન સાઈકોએક્ટિવ હોય છે, જેા બોડીમાં પ્રતિક્રિયા કરીને તમારો મૂડ ફ્રેશ કરે છે અને તમને ઊર્જાવાન બનાવે છે.

પેટ કરે સાફ : કોફી એક ડાઈયુરેટિક પીણું છે, તે પીવાથી તમને વધારે પેશાબ આવે છે, જેથી શરીરમાંથી તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે અને તમારું પેટ સાફ રહે છે.

બ્લૂ લાઈટથી બચવું જરૂરી

શું તમે ક્યારેય ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતા વાદળી રંગની વિનાશકારી અસર વિશે વિચાર્યું છે? તે આપણી આંખો, સ્કિન અને મગજને પ્રભાવિત કરે છે. જેકે લોકો સ્વયંને આ યૂવી કિરણોથી સલામત રાખવાના ઉપાયોગથી સારી રીતે વાકેફ છે, પરંતુ મોટાભાગના લોકો પોતાની સ્કિન પર પડતા આ વાદળી પ્રકાશની નુકસાનકારક અસરો અને ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો વિશે તો અજાણ હોય છે. રિપોર્ટ અનુસાર, વાદળી પ્રકાશ કરચલીઓ, સ્કિનની શિથિલતા અને હાઈપરપિગમેંટેશન સહિત આપણને સમય પહેલાં વૃદ્ધ બનાવે છે. ૬૦ ટકા લોકો દિવસમાં ૬ કલાકથી વધારે સમય ડિજિટલ સ્ક્રીનની સામે પસાર કરતા હોય છે, તેથી આપણને સૂર્યમાંથી મળતા પ્રકાશની સરખામણીમાં વધારે વાદળી પ્રકાશ મળી રહ્યો છે.

બ્લૂ લાઈટ, જેને હાઈ એનર્જી વિજિબલ લાઈટ પણ કહેવામાં આવે છે, તેમાં યૂવી કિરણોની સરખામણીમાં સ્કિનમાં ઊંડાણ સુધી જવાની ક્ષમતા વધારે હોય છે. આ સ્થિતિમાં આપણે આપણી સ્કિનની સુરક્ષા માટે ઈન્ડોર અને આઉટડોર એમ બંને જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર છે. સ્કિનને પાડે નબળી તાજેતરની એક શોધમાં જેાવા મળ્યું છે કે સૂર્યના યૂવી કિરણોની સરખામણીમાં બ્લૂ લાઈટ રેડિયેશનના સતત સંપર્કમાં આવવાથી વધારે પિગમેંટેશન, લાલાશ અને સોજેા આવે છે.

લાંબા સમય સુધી બ્લૂ લાઈટના સંપર્કમાં રહેવું રંગ પરિવર્તન, સોજા અને સ્કિનની સપાટીના નબળા થવાનું કારણ બની શકે છે. શોધ જણાવે છે કે વાદળી પ્રકાશના લીધે કોશિકા ઓક્સિકરણ એટલે કે ફ્રી રેડિકલ્સ જે સ્કિનને નુકસાન પહોંચાડે છે, તેની પ્રક્રિયા ઝડપી બની જાય છે અને તે માનવ સ્કિનમાં પ્રોટીનને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિમાં જેા તમે સમય પહેલાં વૃદ્ધાવસ્થાને આવતી અટકાવવા વિશે ગંભીર છો તો તમારી સનસ્ક્રીન આદતોને બદલવાનો અને એવા સનસ્ક્રીનને સામેલ કરવાનો સમય છે જે આપણને ન માત્ર બાહ્ય હાનિકારક કિરણોથી બચાવે, પણ હાનિકારક ઈન્ડોર બ્લૂ લાઈટથી પણ રક્ષણ આપે. કેટલાક રોમાંચક તથ્ય :

  • તાજેતરના રિપોર્ટના તારણો અનુસાર આજે લોકો દિવસમાં સરેરાશ ૧૫૦ વાર પોતાના ફોન જેાતા હોય છે અને પ્રતિદિન ૧૦ કલાકથી વધારે સમય સ્ક્રીન પર પસાર કરે છે. તેથી તેમને સૂર્યમાંથી મળનારા બ્લૂ લાઈટ એક્સપોઝરની તુલનામાં ઘણું વધારે બ્લૂ એક્સપોઝર મળી રહ્યું હોય છે.
  • એક કમ્પ્યૂટરની સામે ૪ થી ૮ કલાકનો કાર્ય સમય પસાર કરવાથી તમને એટલી ઊર્જા પ્રાપ્ત થાય છે જેટલી બપોરના સમયે સૂર્યના પ્રકાશમાં ૨૦ મિનિટ રહેવાથી મળે છે. તેને આ રીતે પણ સમજી શકો છો કે બપોરના ૧ વાગ્યાને ૭ મિનિટ સુધીના પ્રકાશમાં રહેવું તત્કાલ રીતે સ્કિનનો રંગ બદલવા માટે પૂરતું હોય છે. કેવી રીતે બચાવશો સ્કિનને.
  • તમારા ફોન અને કમ્પ્યૂટરને એક બ્લૂ લાઈટ શીલ્ડથી ઢાંકી દો.
  • એલોવેરાના લાભ સાથે બ્લૂ લાઈટ ટેક્નોલોજી ધરાવતા જૈવિક સનસ્ક્રીનનો પ્રયોગ શરૂ કરો.
  • સનસ્ક્રીનનો પ્રયોગ બંને સમયે કરવો જેાઈએ. જ્યારે તમે બહાર જાઓ છો અને જ્યારે તમે કોઈ ડિજિટલ ઉપકરણનો પ્રયોગ કરી રહ્યા છો.
  • કેટલાક સ્માર્ટ ફોનમાં એક સેટિંગ હોય છે, જેા પીળા પ્રકાશ (જેને નાઈટ મોડ અથવા નાઈટ શીટ કહેવામાં આવે છે ) માટે વાદળી પ્રકાશને નિષ્ક્રિય કરી દે છે, જેનાથી તમારી આંખ અને સ્કિન પર દુષ્પ્રભાવ પડતો નથી.
  • દાડમ, તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળ ખાઓ. આ ફળ સૂર્યના પ્રકાશથી થતા નુકસાનને ઘટાડવામાં મદ કરે છે. તે એન્ટિઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી હોય છે તેમજ સૂર્યના કિરણોથી થત નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
  • તમારી વર્કબેગમાં સારી ક્વોલિટીનું સનસ્ક્રીન અચૂક રાખો. સનસ્ક્રીન માટેના નવા નિયમો તમારી સ્કિનને વાદળી પ્રકાશના દુષ્પ્રભાવથી બચાવશો. *
વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો